SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૨-૧૩ ' પ્રબુદ્ધ જીવન મંત્રદ્વારા સર્પવિષ નિવારણું અંગે વિશેષ સ્પષ્ટીકરણ પ્રબુદ્ધ જીવન’ના વાચકોને યાદ હશે કે તા: ૧૬-૧૦-૬૨નાં ‘પ્રબુદ્ધ જીવન માં “સર્પદંશ અને મંત્રશકિત વિષે પૂજય કેદારનાથજી સાથેની ચર્ચા–વિચારણા' એ મથાળા નીચે આચાર્ય શ્રી અમૃતલાલ ભ. યાજ્ઞિકને એક લેખ પ્રગટ કરવામાં આવ્યો હતું, અને તે અંકમાં તેમ જ પછીના અંકમાં પ્રગટ કરવામાં આવેલી તે સંબંધે તેને લગતી મારી નાંધામાં મેં કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ લેખ તેમજ એ નોંધ તરફ અનેકનું ધ્યાન ખેંચાયું પરિણામે આ વિષય સંગે પૂ. નાથજી પાસેથી કાંઈક વધારે સ્પષ્ટીકરણની તેઓ આશા સેવે છે એમ હું જોઈ રહ્યો છું. આ સંબંધમાં જાન્યુઆરી માસના બીજા પખવાડીઆ દરમિયાન પૂ. કેદારનાથજીને પ્રત્યક્ષ ત્રણ વાર મળવાનું બન્યું હતું અને આ પ્રશ્નની તેમની સાથે વિગતવાર ચર્ચા કરવાની મને તક સાંપડી વાતી અને તક સાંપડી હતી. આ ચર્ચાના સારરૂપે મને એમ જાણવા મળ્યું છે કે કેદારનાથજીએ આ મંત્ર કોઈ પવિત્ર વ્યકિત પાસેથી ૧૭–૧૮ વર્ષની વયે પ્રાપ્ત કર્યો હતો અને એ મંત્ર દર્શાવનાર ગુરૂએ ખાનપાનને લગતા તથા આચારવિચારને લગતા કેટલાક નિયમોનું કડક અનુપાલન સૂચવ્યું હતું. આ મંત્રની સામર્થ્યરક્ષા માટે પવિત્ર જીવન અતિ આવશ્યક છે અને જેના સર્પ- . દંશનું નિવારણ કરવાનું હોય તેની પાસેથી કોઈ પણ પ્રકારના પણ પ્રકારના ઐહિક લાભની મંત્રાપચાર કરનારે જરા પણ આશા કે અપેક્ષા રાખવાની નથી. દા. ત. આ પ્રયોગ કરતી વખતે તેના ઘરનાં અન્નજળ પણ તેણે લેવાનાં નથી. આશરે બાવન વર્ષ પહેલાં કે જયારે રત્નાગિરિ જિલ્લામાં આવેલા પોતાના ગામમાં તેઓ સ્થાયીપણે રહેતા હતા તે દરમિયાન તેમના ગામની આસપાસના પ્રદેશમાં સર્પદંશની ઘટનાઓ અવારનવાર નિપજતી હતી અને તેથી નાથજીના હાથે મંત્રાપચાર દ્વારા વિષનિવારણના અનેક પ્રસંગો ઊભા થતા હતા. ત્યારબાદ આવા પ્રસંગે બહુ વિરલ બની ગયા છે. નાથજીના કહેવા પ્રમાણે આજ સુધી કરવામાં આવેલા એક પણ મંત્રપ્રયોગમાં—દશ કરનાર સર્પ કોબ્રા જાતિને હોય તે પણ–તેમને કદિ નિષ્ફળતા મળી નથી, અને તેથી તેમના હાથે આ જે કંઈ પરિણામ આવે છે તે અને પ્રસ્તુત મંત્ર વચ્ચે કોઈને કોઈ પ્રકારનો કાર્યકારણ સંબંધ હોવો જોઈએ એમ તેઓ માને છે. મંત્ર દ્વારા આ વિષનિવારણ કેમ થાય છે તેને લગતી બધી પ્રઈ યાએ તેઓ બારીકીથી જોતા રહ્યા છે, એમ છતાં, આ કાર્યકારણ સંબંધની કડીઓ તેમને હજુ હાથ લાગી નથી. અલબત્ત, આ સંશોધન પાછળ જે એકાગ્રતાની જરૂર છે એવી એકાગ્રતા, છેલ્લા પચ્ચાસ વર્ષ દરમ્યાન બીજી અનેક બાબતમાં રોકાયેલા હોઈને, પ્રસ્તુત સંશોધનકાર્યને તેઓ અર્પિત કરી શક્યા નથી અને હવે એવા સંશોધન પાછળ જે શારીરિક અને માનસિક સ્ફર્તિ અને ક્ષમતાની જરૂર છે એવી સ્કૃર્તિ અને ક્ષમતા, તેમના જણાવવા મુજબ, હવે પોતાનામાં રહી નથી. આમ છતાં પણ આ વિષયનું યોગ્ય રીતે સંશોધન થાય અને આવા મંત્રનું આવું નકકર ભૌતિક પરિણામ કેમ આવે છે તેનું બુદ્ધિપૂર્વકનું આકલન થાય એમ તેઓ ઈચ્છે છે. આ માટે તેમની પાસેનો મંત્ર કોઈ પણ યોગ્ય વ્યકિતને આપવા–શિખવવા તેઓ તૈયાર છે. પણ એ મંત્ર જાણે કશું વળે તેમ નથી. તે સાથે જે આચારવિચારનું અનુપાલન અપેક્ષિત છે તે અનુપાલન માટે ભાગ્યે જ કોઈ તૈયાર હોય છે. મંત્ર દ્વારા થતા વિષનિવારણ દરમિયાન દદી ઉપર થતી પ્રક્રિયાઓ જણાવતાં તેમણે પેલા લેખમાં એમ જણાવ્યું છે કે, મંત્રપ્રયોગ શરૂ થતાં સર્પદષ્ટ માનવીના શરીરમાં સપના જીવ આવે છે અને માનવીની વાણી દ્વારા જવાબ આપે છે વગેરે. આ બધું તેમને ' કેવળ એક તર્ક છે, કલ્પના છે, અનુમાન છે. તે પાછળ પ્રતીતિસૂચક કોઈ જ્ઞાન હોવાને તેમને લેશમાત્ર દાવો નથી. સંભવ છે કે, સર્પદષ્ટ માનવી જે કાંઈ બોલે છે અને ચેષ્ટા કરે છે તેનું કારણ કોઈ બીજું જ હોય, જેની હજુ પિતાને ખબર નથી.' આના અનુસંધાનમાં તેમણે જે જણાવ્યું તે તેમના જ શબ્દોમાં મૂકું તે “આપણામાં ભૂતપ્રેતના વળગાડની લગભગ સર્વવ્યાપી માન્યતા છે. આવા એક બે વળગાડવાળા કીસ્સાઓમાં પણ મેં મંત્રપ્રયોગ કરીને તે તે માનવીને વળગાડ મુકત કરેલ છે. આમ છતાં ભૂતપ્રેત એવી કોઈ સ્વતંત્ર યોનિ છે અને તે માણસને વળગે છે એવું કોઈ સ્પષ્ટ જ્ઞાન કે પ્રતીતિને હું જરા પણ દાવ કરતું નથી એ એક પ્રકારની માનસિક વિકલતા હોઈ શકે છે. અને તે દૂર કરવામાં મારા મંત્રપ્રયોગે ભાગ ભજવ્યો હોય એમ બનવાજોગ છે. આખરે, આ વળગાડ મુકિત તેમ જ મંત્રદ્રારા થતા વિષનિવારણને પ્રશ્ન મનોવૈજ્ઞાનિક સંશોધનનો વિષય છે. આપણામાં વ્યવહારપ્રણત મન ઉપરના સ્તર ઉપર કામ કરે છે. આથી વધારે મહત્ત્વનું એવું આનર મન છે અને તેમાં પારવિનાની શક્યતાઓ ભરેલી છે. આના રહસ્યને લગતા સંશોધનને હજુ પ્રારંભ થયે છે. આ સંશોધનમાં પ્રગતિ થતાં બીજાં અનેક ગૂઢ રહસ્યોનાં તેમ જ આધિદૈવિક તથા આધ્યાત્મિકના નામે ઓળખાતી અનેક અનુભૂતિએનાં માઁ ખુલવાનો સંભવ છે.” તેઓ એમ પણ જણાવે છે કે, જે નિયમ પાળવાનું તેમને સુચવવામાં આવ્યું છે તે નિયમમાં કોઈ પણ એક યા અન્ય નિયમ ન પળાય તો તેનું મંત્રશકિત ઉપર કાંઈ પ્રતિકૂળ પરિણામ આવે છે કે નહિ તે પ્રકારને તેમણે કદિ પ્રયોગ કર્યો નથી. સંશોધન કરનારે આ રીતે પણ મંત્રને ચકાસવા જોઈએ. પણ એવી ચકાસણી સહેલી નથી, કારણ કે આ પ્રાયોગને માનવીના જીવનમરણ સાથે સીધો સંબંધ છે. તેમના કહેવા મુજબ આવા મંત્રો કોઈ પણ પ્રચલિત ભાષાના અમુક શબ્દોના બનેલા હોય છે. તે મંત્રની તાકાતને તે મંત્રના શબ્દાક્ષર સાથે ચોક્કસ સંબંધ હોય છે. તે શબ્દોની જગ્યાએ તેના પર્યાય શબ્દો મૂક્વાથી મંત્રનું મંત્રત્વ નષ્ટ થવાને સંભવ છે. મંત્રમાં કેમ અને કયાંથી શકિત આવે છે તેની સૂઝ હજુ સુધી તેમને પ્રાપ્ત થઈ નથી, પણ મંત્રમાં ચકકસ પરિગામે નિપજાવવાની શકિત તે હોય જ છે. આ પ્રકારની તેમની અનુભવસિદ્ધ પ્રતીતિ છે. આમ મંત્રને પ્રતિષ્ઠા આપતાં, તેઓ કબૂલ કરે છે કે, મંત્રતંત્રના નામે દંભ અને પાખંડ ચલાવનારા અનેક ધૂર્ત માણસે તેને ખાટો લાભ ઊઠાવે એમ બનવાજોગ છે, આમ છતાં પણ, આ જોખમને ડર રાખીને જે વાસ્તવિક અનુભવને વિષય છે તેને ઈનકાર કે અસ્વીકાર થઈ ન જ શકે. આવી બાબતમાં આ દાવો કરનાર માણસ સાથે વ્યવહાર કરતાં આપણે પૂરા જાગૃત રહેવું, સાવધાન થઈને ચાલવું એ અત્યંત જરૂરી છે અને એ માણસે કોણ છે, કેવા છે એ ધ્યાનમાં રાખવું એ પણ, એટલું જ જરૂરી છે. આ મંત્ર સાથે, તેમની સમજણ મુજબ, કોઈ દેવ-દેવીને સંબંધ નથી અથવા તે એ કોઈ સંબંધ હોય તો તેને તેમને કોઈ ખ્યાલ નથી. ' સઈજાતિ અંગે તેમને પૂછતાં તેમણે જણાવ્યું કે, અન્ય પશુપ્રાણી કરતાં સર્પ કોઈ વિશિષ્ટ કોટિને જીવ છે એવી કોઈ તેમની માન્યતા નથી. પણ સર્પ અને માનવી વચ્ચે જે અનાદિકાળને વૈરભાવ ચાલ્યા આવે છે તે વૈરભાવ અન્ય કોઈ પ્રાણી અને
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy