________________
પ્રભુ
માનવી વચ્ચે ઊભા થયાનું જાણવામાં નથી અને સર્પ માત્ર કરડવાથી માનવીને જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતો બનાવી શકે છે-આ કારણે સર્પનું અને તેના વિષનિવારણનું વિશિષ્ટ મહત્ત્વ છે.
૩૦૪
છેવટે તેમણે એ બાબત સ્પષ્ટપણે જણાવી કે, મંત્રદ્રારા વિષનિવારણની પ્રક્રિયા માનવીબુદ્ધિની બહારના વિષય છે એમ તેઓ કહેતા જ નથી. માનવીની બુદ્ધિ હજી સુધી તેના મને પડી શકી નથી એટલું જ તેમનું કહેવું છે. જેવી રીતે સ્વીચ દાબવાથી-ચાંપ દાબવાથી—વીજળીની બત્તી થાય છે એ કોઈ સામાન્ય માણસને પણ ખબર હોય છે, પણ તે પાછળ રહેલી વિદ્યુ ત શકિતની પ્રક્રિયાની અને કાર્યકારણના સંબંધ સૂચવતી કડીઓની તેને સુઝ હોતી નથી, તેવી સ્થિતિ, તેમના જણાવવા મુજબ, મંત્રપ્રયાગ અને તેના ફળ રૂપ વિષનિવારણ અંગે તેમની છે. આમ છતાં આ રહસ્ય બુદ્ધિગમ્ય થવું જ જોઈએ અને તે કાર્ય હવે પછીના જિજ્ઞાસુ સંશોધકોનું છે—આમ તેઓ ભારપૂર્વક જણાવે છે.
પૂજ્ય નાથજીની આવા વિષયો અંગેની વિચારસરણી યથાસ્વરૂપે સમજવામાં ઉપયોગી થશે એમ સમજીને તેમના સમગ્ર વિચારોને સુગ્રથિત રૂપમાં રજૂ કરતા ગ્રન્થ ‘વિવેક અને સાધના ' માંથી એક ફકરો અહીં અવતરિત કરીને તેમણે અનુમત કરેલું આ નિવેદન હું પૂ. કરું છું. ‘મન:શકિતની શોધ' એ મથાળાના છેલ્લા પ્રકરણના છેવટના ભાગમાં તેઓ નીચે મુજબ જણાવે છે:
“આ બધાંનું સત્ય જ્ઞાન થયા વગર તેમ જ તેને શાસ્ત્રીય રૂપ મળ્યા વગર આ વિષયમાં એક બાજુથી અંધવિશ્વાસ અને બીજી બાજુથી નાસ્તિકતા જેવી પરસ્પરવિરોધી વસ્તુઓ પેદા થયેલી છે. તે દૂર નહિ થાય. એ બન્ને વસ્તુઓ જીવનના ઉત્કર્ષની અને ઉન્નતિની દ્રષ્ટિથી બાધક છે. કોઈ પણ વિષયના સત્ય અને યથાર્થ જ્ઞાંનથી, તે જ્ઞાનના સામર્થ્યથી અને યાગ્ય પ્રસંગે તેના યોગ્ય રીતે ઉપદેશ કરવાથી માનવીજીવન ઉત્કર્ષ અને ઉન્નતિ તરફ પ્રગતિ કરે છે. માનવી મનનું સામર્થ્ય કેવી રીતે જાગૃત અને બુદ્ધિગત કરવું અને જેમ શરીર અને બુદ્ધિની શકિતનો ઉપયોગ કરીને આપણું જીવન સુખી કરવાના પ્રયત્ન કરીએ છીએ તેમ તે સામર્થ્યના પણ જીવનનાં અનેક ક્ષેત્રામાં ઉપયોગ કરીને આપણુ જીવન નિર્દોષ, દુ:ખરહિત અને સુખમય કેવી રીતે બનાવવું એ જ આને અંગે સવાલ છે. સદ્ગુણાને રૂપે આપણામાં વિકાસ પામેલી માનસિક શકિત જીવનના દરેક ક્ષેત્રમાં આપણને ઉપયોગી થાય છે એમાં શંકા નથી. પ ંતુ આ સિવાય બીજી રીતે મનની શકિતને વિકસાવીને તે બધી શક્તિ જો શુદ્ધ સંલ્પમાં કેન્દ્રિત કરી શકાય અને તે સંકલ્પની દૃઢતા, તીવ્રતા અને એકાગ્રતા વધારીને વિશ્વશકિતની સાથે—પરમાત્માની સાથે—સમરસ થવાનું જે માણસ સિદ્ધ કરી શકે તો તેનામાં કોઈક વિશેષ શકિત સંચરવા માંડે છે; અને તે શકિતની મદદથી કેટલીક મુશ્કેલ બાબત પણ સહેજે સિદ્ધ થઈ શકે છે. આમાં કશી અદભુતતા નથી. એમાં ચમત્કાર નથી. સૃષ્ટિના અનેક ધર્મો પ્રમાણે માનવી મનનો પણ એ એક ધર્મ છે. વિદ્યુત વગેરે સૃષ્ટિના ધર્મો જેમ અમુક સંયોગામાં પ્રગટ થાય છે, તે જ પ્રમાણે માનવી મનનો
આ ધર્મ પણ યોગ્ય પ્રયત્નથી પ્રગટ થાય છે. આપણે અભ્યાસી, પ્રયત્નશીલ અને નિષ્ટાવાન બનીએ તો ચમત્કારના ભ્રમથી અથવા ખરેખર બનેલા ચમત્કારથી આશ્ચર્યચકિત ન થતાં, ભાળી શ્રાદ્ધાથી ભાવનાવશ ન થતાં તેના કાર્યકારણભાવની શોધ કરીને, સૃષ્ટિના અને મન:શકિતના ગુણધર્મો ઓળખીને તેનું સશાસ્ત્રજ્ઞાન મેળવીએ, અને તેનો માનવી જીવનમાં ઉપયોગ કરતા રહીએ. તેમ થાય તો તેમાંની વિશેષતા અને તે સાથે જ લોકોની ભાળી શ્રાદ્ધા નાશ પામશે અને આપણુ જીવન સહેજે સમૃદ્ધ થશે.
“માનવજાતિની સર્વાંગી ઉન્નતિ વિષે તાલાવેલી, જ્ઞાનની અભિરુચી, પ્રાણી માત્ર વિષે પ્રેમ, દુ:ખિયાને વિષે ક્રુણા, પવિત્રતા,
જીવન
સંયમ અને સદ્ગુણી, તરફ સ્વાભાવિક વલણ, પોતે કષ્ઠ વેઠીને બીજાને સુખી જોવાની ઈચ્છા, જીવનસિદ્ધિ વિષે મહત્ત્વાકાંક્ષા, પ્રયત્નના સાતત્ય માટે જરૂરી ચીવટ, શેાધકપણું, ધૈર્ય, ગાંભીર્ય વગેરે અનેક પ્રકારની પાત્રતા જેનામાં હોય છે તેને માટે આ મુશ્કેલ નથી. અને સૌથી મહત્ત્વનો ગુણ તે ઈશ્વરનિષ્ઠા છે. તે જેનામાં હશે તેને કશું જ મુશ્કેલ નથી. કોઈ પણ સિદ્ધિ આપણે સંકલ્પશકિતથી સિદ્ધ કરી શકતા હોઈએ તો પણ, સર્વ શકિતનો અને સર્વ સામર્થ્યનો અનન્ત ભંડાર જે પરમાત્મા તેની પાસેથી જ કોઈ પણ શકિત આપણામાં સંચરે છે અને આવિર્ભાવ પામે છે. તેના પરની નિષ્ઠા વિના આપણે તે અનન્ત શકિતમાંથી આપણા પોતાનામાં કોઈ વિશિષ્ટ શકિત લાવી શકતાં નથી, તેમ જ ધારણ પણ કરી શકતા નથી. એટલા માટે પોતાના ક્ષુદ્ર અહંકાર ફેંકી દઈને, પોતાપણું ભૂલી જઈને, નમ્રતા, અનન્યતા અને એકનિષ્ઠતાથી આપણે વિશ્વશકિત સાથે સમરસ થઈ શકીએ તો તેમાંથી જ આગળ ઉપર પ્રાપ્ત થનારી મહાજાગૃતિમાં આપણામાં સંકલ્પિત જ્ઞાનની અને શકિતની સ્ફુરણા અને સંચાર થયા વિના નહીં રહે. જીવનની બધી સિદ્ધિનું સૂત્ર આમાં જ છે.”
પરમાનંદ
પૂરક અંગત નોંધ
આ નિવેદનના અનુસંધાનમાં એક અંગત એકરાર કરવા જરૂરી લાગે છે, જ્યારે પણ આપણી બુદ્ધિ અને તર્કશકિત સાથે ટકરાય એવાં વિધાનો કોઈ વિશેષ વ્યકિત તરફથી કરવામાં આવે છે ત્યારે બુદ્ધિ અને તર્કને અગ્રસ્થાને રાખીને વિચારવાને ટેવાયેલ વ્યકિતને તેવાં વિધાના પડકાર જેવાં લાગે છે અને તે પડકાર સામે પ્રતિપડકાર કરવાને તે પ્રેરાય છે. પૂજ્ય નાથજીની વિચારણાને અમુક રીતે પડકારતી એવી જે નોંધો પ્રબુદ્ધ જીવનના ઉપર જણાવેલ અંકોમાં પ્રગટ કરવામાં આવી હતી તે પાછળ આવી પ્રતિપડકારની વૃત્તિ કામ કરી રહી હતી એમ આજે મને લાગે છે, પૂજ્ય નાથજી સાથે વર્ષોજૂના ઊંડો સદ્ભાવ અને સ્નેહભર્યો મારો સંબંધ છે અને અમારી બન્ને વચ્ચે કોઈ એક યા અન્ય બાબતમાં વિચારસામ્ય હોય યા ન હોય, એમ છતાં, વસ્તુતત્ત્વને વિચારવાનું અમે બન્નેનું ધારણ લગભગ એક સરખું રહ્યું છે—આમ હું તેમના વિષે માનતો સમજતો રહ્યો છું. તો પછી આ વિષય અંગે કાંઈ પણ લખવા પહેલાં મારે તેમને પ્રત્યક્ષ મળવું જોઈતું હતું. તેમને મળ્યા બાદ આ વિષયમાં મને યોગ્ય લાગે તે લખવાના મારો હક્ક યા અધિકાર અબાધિત હતા. આમ છતાં તેમને પ્રત્યક્ષ મળવાને બદલે, એક પ્રકારની બૌદ્ધિક પ્રગલ્ભતાને વશ થઈને, પ્રતિપડકારને ભાવ દાખવતી નોંધો લખી નાખવામાં મેં ઉતાવળ કરી હતી અને જેમના વિષે મારા દિલમાં પૂજ્યભાવ હતા તેમના પ્રતિ મેં કાંઈક અવિનય આચર્યો હતા એમ આજે મને લાગે છે. મારી નોંધામાં ઉપસ્થિત કરેલા ઘણાખરા મુદ્દાઓનો ઉપરના ૫ટીકરણમાં સીધા કે આડકતરો જવાબ આવી જાય છે. તેથી તેને લગતી ચર્ચાના આ નિવેદન સાથે અંત આવે છે.
પરમાનંદ
વિષયસૂચિ વ્યથિતહૃદય જવાહર દિલ્હી—પેકીંગ મૈત્રીયાત્રા રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલોચના મંત્રદ્રારા સર્પનિવારણ અંગે વિશેષ સ્પષ્ટીકરણ પરિસ્થિતિને યથાસ્વરૂપે પીછાણીયે, તેની માંગને સર્વપ્રકારે વધાવીએ. બે અવલાકના
તા. ૧૬-૨-૬૩
પરમાનંદ શંકરરાવ દેવ
પૃષ્ઠ
૧૯૭
૧૯૮
ચીમનલાલ ચકુભાઈ શાહ પરમાનંદ
ખીમજી માડણ ભુજપુરિયા ૨૦૫
ગૌરીપ્રસાદ ચુ. ઝાલા
૨૦૦ ૨૦૩
૨૦૬