SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૨-૬૩ પ્રભુ બહુ લાંબા તફાવત સિવાય વાસ્તવમાં આઠપી સપ્ટેમ્બરની હરોળના સ્વીકાર આવી જાય છે અને ખુલાસાઓ સાથેની કોલંબા દરખાસ્તો મુજબ લાખનો કેટલોક પ્રદેશ demilitarised Zone - જેમાં કોઈ પણ પક્ષનું લશ્કર ન હેાય એવા પ્રદેશ—તરીકે ગણવાના છે અને આ પ્રદેશમાં બન્ને પક્ષના civil posts લશ્કરી નહિ એવા પોલીસ થાણા—સરખી સંખ્યામાં ગાઠવવાના છે. આ બ ા તેથી લડાખ પૂરતી પણ આઠમી સપ્ટેમ્બરની હરોળના લગભગ સ્વીકાર જેવી સ્થિતિ ઊભી થાય છે. શ્રી નહેરૂએ કહ્યું છે કે, ૮ થી સપ્ટેમ્બરની પરિસ્થિતિ કરતાં, કોલંબા દરખાસ્ત તેના ખ્વાસા સાથે, વધારે સારી છે કારણ કે, પહેલામાં બન્નેન સૈન્યા સંલગ્ન રહે છે, જ્યારે બીજામાં Demilitarised Zone થી ઘર્ષણના સંભવ ઓછો થાય છે. ૮ મી સપ્ટેમ્બરની પરિસ્થિતિ ઉપર ચીન જવા તૈયાર હોય તે વાટાઘાટો કરવાની આપણે શરૂઆતથી ખાત્રી આપી છે, એટલે કોલંબો દરખાસ્તોનો સ્વીકાર આપણા માટે અનિવાર્ય છે. ચીને કોલંબા દરખાસ્તને તો સ્વીકાર કર્યો છે, પણ તેના ખુલાસાઓને સ્વીકારવાને તે હજુ તૈયાર નથી. તે એમ કહે છે કે, કોલંબો દરખાસ્તના વિશેષ અને વિગતવાર અર્થ નક્કી કરવા માટે આપણે વાટાઘાટના ટેબલ ઉપર એકઠા થઈએ. આજે આ બાબત અહીં આવીને અટકી છે. મને લાગે છે કે, ખુલાસા સાથેની કોલંબો દરખાસ્તાને ચીન પણ કદાચ સ્વીકારશે. નહિ સ્વીકારે તે તેનું દુનિયામાં બૂરૂ દેખાશે અને તે કેવળ સમાધાનીનો દેખાવ કરે છે, સમાધાની તેને ખપતી નથી—આવી છાપ ચીન વિષે દુનિયાના દિલમાં ઊઠશે, જે ખુલાસાઓ સાથેની કોલંબોની દરખાસ્તોને ચીન સ્વીકાર કરશે અને તે મુજબનો અમલ કરશે તે પછી પરસ્પર વાટાઘાટોની કક્ષા શરૂ થશે. અલબત્ત, આ રીતે બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામ થાય તે પણ પરિણામ એ આવે કે, ચીનનું ઋણ પાંચ વર્ષથી શરૂ થયું છે અને તેને આપણે border dispute ગણીને સહન કરતા રહ્યા છીએ અને તે દરમિયાન તેણે લડાખમાં લગભગ ૧૨૦૦૦ ચારસ માઈલના પ્રદેશ પોતાને કબજે કર્યા છે તે તેના હાથમાં જ રહે. જ્યાં જ્યાં cease - fire-મુદ્ધવિરામ થયેલ છે—દા. ત. કાશ્મીરની સરહદ ઉપર ભારત અને પાસ્તિાન વચ્ચે, ઈઝરાઈલ અને આબ દેશ વચ્ચે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે, વીએટ નામ અને લાઓસમાં— ત્યાં ત્યાં બધે યુદ્ધવિરામ બાદ જે પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે એટલે કે યુદ્ધવિરામ વખતે જે પ્રદેશ જેના હાથમાં હોય તે પ્રદેશ તેના કબજામાં વર્ષો સુધી ચાલુ રહે, સમાધાનની ચાલ્યા કરે અને છતાં તેનો કોઈ છેડો ન આવે, બન્ને પક્ષા વચ્ચે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ એક્સરખી ટકી રહે—આવી જ પરિસ્થિતિ, આપણે ત્યાં જો બન્ને બાજુએ યુદ્ધવિરામના સ્વીકાર થાય તા, ચીન—ભારત વચ્ચે ઊભી થવાની. આ કોઈ સુખદ સમાધાન નથી. આથી આપણા દેશને કોઈ લાભ થવા સંભવ નથી. જ્યાં સુધી ચીને આક્રમિત કરેલી તસુએ તસુ જમીન પાછી ન મળે, ત્યાં સુધી અમે જંપીને નિહ બેસીએ—આવી આપણા તરફથી કરવામાં આવેલી જાહેરાત નિષ્ફળ સાબીત થાય. આમ સમજીને આપણે ત્યાં સ્વતંત્ર પક્ષ તથા જનસંઘ આવી પરિિિસ્થતિ સ્વીકારવાને તૈયાર નથી અને તે તે પક્ષનો એવા આગ્રહ છે કે, યુદ્ધવિરામ ન સ્વીકારો, પાશ્ચાત્ય દેશની પૂરી મદદ લ્યો અને આપણા તરફથી આક્રમણ શરૂ કરીને ગુમાવેલા પ્રદેશ પાછા મેળવો. એ તો દેખીશું છે કે પાશ્ચાત્ય દેશોની મદદ સિવાય આપણા પેાતાના પગ ઉપર ઊભા રહીને ચીન સામે આક્રમણ કરવું અથવા તો ચીનના આક્ર મણને હઠાવવું એ શક્ય નથી. એટલી આપણી આર્થિક તાકાત પૂર્ણ નથી. તેથી કોઈ પણ જૂથ સાથે નહિ જૉડાવાની આપણી જીવન ૨૦૧ નીતિનો ત્યાગ કરવાનું અને પશ્ચિમના દેશે સાથે military pacts લશ્કરી કરાર---કરવાના તેઓ આગ્રહ કરે છે. આ સામે નહેરૂ અને દેશના મોટા ભાગના લોકોનો વિરોધ છે. મને પણ લાગે છે કે, આપણે આ પ્રકારની તટસ્થતાની નીતિ છેડવી ન જોઈગે. એ છેડવાથી રશિયા અને આફ્રિકાની સહાનુભૂતિ આપણે ગુમાવીશું અને દુનિયાના રાજકારણમાં થંડા યુદ્ધના વાતાવરણને જોર મળશે. વળી, એ પશ્ચિમી જૂથ સાથે ન જોડાઈએ તો પણ જ્યારે જરૂર ઊમી થશે ત્યારે એ દેશા મદદ નહિ કરે એમ માનવાનું કારણ નથી. એ ખાતર આજે કોઈ એક જૂથ સાથે લશ્કરી કરારમાં જોડાવાની કોઈ જરૂર નથી. ઈતિહાસની દ્રષ્ટિએ જોતાં આ આપણા એક major decision છે. તે નિર્ણય સાચો છે કે ખોટો છે તે ભવિષ્યના ઈતિહાસ નક્કી કરશે. તેને આધાર વિશ્વનું રાજકારણ ભવિષ્યમાં કેવા વળક લે છે તેના ઉપર છે. આજે આપણે ત્યાં ઉપર જણાવ્યા મુજબ બે પ્રકારના મતો અથવા તો વલગા પ્રવર્તે છે, એ તરફ આપનું હું ધ્યાન ખેંચું છું. ' '; પાકિસ્તાન સાથેની વાટાઘાટો પાકિસ્તાન સાથે આપણા સંબંધ સુધરે નહિ ત્યાં સુધી તે બાજુના આપણા માથે લકી બાજ કાયમ રહેવાને, જે ચીન સાથેની સંઘર્ષમય પરસ્થિતિમાં આપણને મુંઝવ્યા જ કરવાનો છે. આમ સમજીને નમનું મૂકીને પણ તેની સાથે પતાવટ કરવી જરૂરી છે એમ રાજગેાપાલાચારી માને છે. આ સંબંધમાં પપનું પણ આપણા ઉપર ઠીક ઠીક દબાણ છે. કાશ્મીર અંગે પાકિસ્તાનને દાવો વધારે સબળ છે એવી છાપ પશ્ચમના દેશા ઉપર રહેલી છે. જ કાશ્મીર વેલી પાકિસ્તાનને સોંપી દેવામાં આવે તો પછી લડાખનાં આપણા માટે કોઈ પ્રશ્ન જ રહેતા નથી, કારણ કે, કાશ્મીર વેલી જ લડાખનું પ્રવેશદ્રાર છે. ભારત આ સ્વીકારી ન જ શકે, એક એવી સૂચના છે કે, કાશ્મીર વેલીને autonomous state —સ્વાયત્તæ રાજ્ય બનાવવામાં આવે અથવા તે ભારત અને પાકિસ્તાનના તે ઉપર સમાન અધિકાર સ્થાપિત થાય—-ત્યાં જવા આવવાના બન્નેને સમાન અધિકાર હોય. આવા તોડ કાઢવાના પ્રયત્ન થઈ રહ્યો છે. પણ આવા તાડ થી નહેરૂના ગળે ઉતરે એમ લાગતું નથી. આમ પાકિ સ્તાન સાથે સમાધાન થાય એ બન્ને દેશ માટે ઈષ્ટ અને આવશ્યક લાગવા છતાં હજુ સુધી એવા કોઈ સમાધાનની આશા બંધાતી નથી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે--ઈગ્લાંડ અને અમેરિકા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છેલ્લા છે માસ દરમિયાન ઘણા વિસ્મયકારક પલટો વાટાધાટો આવ્યો છે. કમુબામાં સોવિયેટ રશિયાએ નમતું જોખ્યું. અમેરિકાના એ રીતે એક મોટો વિજય થયો. એ કારણે અમેરિકાની નીતિમાં વેગ આવ્યો અને પ્રેસિડેન્ટ કેનેડીના વર્ચસ્ માં ખૂબ વધારો થયો. તેણે વધારે જોરદાર નીતિ. અખત્યાર કરી છે. અમેરિકાના યુરોપના અન્ય દેશેા કરતાં ઈંગ્લેંડ સાથે વધારે મેળ છે. બન્ને એકજ પ્રજા છે; બન્નેની જીવનદ્રષ્ટિ પણ લગભગ સમાન છે. વળી, ઈંગ્લાંડને અમેરિકા ઉપર અનેક બાબતોમાં ઘણા અધાર રાખવો પડે છે. હમણાં જે કેનેડી અને મેકમિલન વચ્ચે કરારો થયા તે બતાવે છે કે, ઈંગ્લાંડ ખૂનું અમેરિકા પોતે ધારે તેમ કરી શકે તેમ છે. અણુશસ્રો ઉપર અમેરિકાનું જ સ્વામિત્વ છે. ઈંગ્લાંડ પાસે સ્કાઈમેટલ્ડ હતું તે પણ તેને છેડવું પડયું. તદુપરાંત અમેરિકા અને રશિયા એક્મની વધારે નજીક આવતા હોય . એમ લાગે છે. રશિયા સહઅસ્તિ-વનું તત્ત્વ સ્વીકારીને બધા દેશે સાથે સંબંધ ટકાવી રાખવા કેળવવા માંગે છે. ઈગ્લાંડ અને યુરોપિયન કૅમન મારકેટ યુરોપના અન્ય દેશનું વલણ જા છે. યુરોપિયન કોમ્ન માર્કેટમાં જોડાયેલા છ દેશેએ પોતાનું એક સ્વતંત્ર જૂથ ઊભું “કર્યું”
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy