SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૬૩ » બુ દ્ધ જી વ ન ૧૯ સંસ્કૃતિમાં વણાયેલા છે. ઉત્તર કે સન્ન મૂકુ વૈદું મન જ છે આ જૈન ધર્મને સંદેશ કેવળ જેને નથી, સમગ્ર ભારતને છે. વૈરથી વૈર શમતું નથી—આ બૌદ્ધધર્મ પ્રતિપાદિત સૂત્રનું અનુપાન આપસને ગળથુથીમાં મળ્યું છે. આથી આગળ વધીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે કે, યુદ્ધ૪ વિજાતવર: આ પંકિત એમ સૂચવે છે કે, અમુક સંગમાં યુદ્ધ અનિવાર્ય ધર્મરૂપે પ્રાપ્ત થાય તે પણ રાગદ્વેષરૂપી કશા પણ જવર વગર યુદ્ધ કર - આમ અવ્યવહારૂ જેવી દેખાતી છતાં માનવી જીવનના ઊંડા સત્યને રજુ કરતી આ ભાવના એ ભારતીય પ્રજ્ઞાની વિશેષતા છે. આવી વિચારણા અન્ય કોઈ દેશની સંસ્કૃતિ કે સભ્યતામાં જોવા નહિ મળે. આમ જયારે હું બેલી રહ્યો છું ત્યારે તેમાંથી અન્ય દેશો કરતાં ભારત ચડિયાતો આવો કોઈ ભાવ ન તારવે એવી મારી આપને પ્રાર્થના છે. દેશ દેશની એક યા બીજી ખાસિયત હોય છે. ભારતની આ ખાસિયત છે. Any claim of speciality and on that account any claim of superiority is not a quality. It is arrogance. કોઈ પણ વિશેષતાને અને તે કારણે અન્ય દેશો કરતાં ચડિયાતા હોવાને દાવો એ કોઈ ગુણ નથી, એ નર્યું અભિમાન છે. જેમ બીજા દેશોની ભિન્ન ભિન્ન ખાસિયત. હોય છે, વિશેષતા હોય છે, તેમ આ દેશની આ ખાસિયત છે, વિશેના છે એટલું જ જણાવવાનો મારો આશય છે. હવે આજની દુનિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે આજને મિત્ર આવતી કાલને શત્રુ બને છે અને આજના શત્રુ આવતી કાલને મિત્ર બને છે. આ મિત્ર અને શત્રુભાવ પાછળ જે માનવતાસૂચક મન છે તે હણાવું ન જોઈએ. અને તેથી આજના શરઆવતી કાલે મિત્ર બનવા માગતા હોય તે તેને મિત્ર તરીકે સ્વીકારવા આપણે તૈયાર ન હોઈએ એમ બનવું ન જોઈએ. આ જાતની ચિત્તની ઉદાત્તતા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા : છે. તેને આપણે જાળવવી જોઈએ, સુરક્ષિત રાખવી જોઈએ. મૈત્રી અને શત્રુતા એ બહારની વસ્તુ છે, પણ માનવતા સર્વને સ્પર્શતી સમાન વસ્તુ છે. એવી જ રીતે ચીન-ભારતને વિચાર કરીએ તે આપણી અને તેની વચ્ચે ઉપસ્થિત થયેલી અથડામણ વધે, ઘટે કે સમયાન્તરે શમી પણ જાય, આમ છતાં પણ તેની સાથેનું આપણું પાડોશી પારું કોઈ પણ રીતે અને કોઈ પણ કાળે ટાળી શકાય તેમ છે જ નહિ. આ વાસ્તવિકતાની આપણે કદી પણ ઉપેક્ષા કરી ન જ શકીએ. એવી જ રીતે આજે તેની સાથે આપણને સંઘર્ષ હોય તે પણ સમય પાકતાં આપણે તેની સાથે peaceful settlement-શાન્તિભર્યું સમાધાન–કરવું જ રહ્યું. આ આજના જીવનની તેમ જ આજના વિજ્ઞાનની માંગ છે તે આપણા લક્ષ્ય બહાર જવું ન ઘટે. સત્ય, અહિંસા, કરુણા, પ્રેમ, જેને આપણે ધર્મનાં મૂળતત્ત્વો સમજીએ છીએ તે તેનો સ્વીકાર એ આજના વિજ્ઞાનની પણ એટલી જ ઉત્કટ માંગ છે. આ બરાબર સમજી લઈને તેની આપણે વિશેષ ખેજ કરીએ. આ બેજ વસ્તુત: ભારતની વિશેષતા છે. આ દેશમાં પ્રાચીનકાળથી તેને પ્રયોગ ચાલી રહ્યો છે. તેની આ દેશમાં અખંડ પરંપરા વહી રહી છે. મો : એ સૂત્ર આ દેશનું છે. કરુણા અને પ્રેમને ઉપદેશતા ભગવાન બુદ્ધ અહિ થયા. અહિંસાને સૌથી વધારે આગળ ધરતા ભગવાન મહાવીર પણ અહિથયા. જૈન ધર્મ જે અહિંસાલક્ષી ધર્મ માત્ર આ દેશની પેદાશ છે. I am extending this spirit of non-violence to the field of politics - આ અહિંસાની ભાવનાને રાજકીય ક્ષેત્ર સુધી હું લંબાવી રહ્યો છું. એમ કહેનાર ગાંધીજી પણ આ દેશમાં પાકયા. વિનોબાજી પણ ભૂદાન-ગ્રામદાન દ્વારા non-violent economic revolution-અહિંસા દ્વારા આર્થિક ક્રાંતિને જ આગળ ધરી રહ્યા છે. આમ દુનિયા સામે અહિંસા–વિશ્વમૈત્રી ઉપર આધારિત એવી એક પછી એક ચીજો આ દેશમાંથી જ મુકાતી રહી છે. હવે જ્યારે ચીન અને ભારત વચ્ચે સંઘર્ષ ઊભો થયો છે ત્યારે ભારત શું કરે છે, કેમ વર્તે છે એ દુનિયા જોઈ રહી છે. અલબત્ત, ચીની આક્રમણને સામુદાયિક મુકાબલે કરવાને બીજો કોઈ ઉપાય ન દેખાય ત્યાં સુધી ભારત સરકાર ભલે તેને સશસ્ત્ર મુકાબલો કરે અને સશસ્ત્ર મુકાબલામાં પ્રજાના જે મોટા ભાગને શ્રદ્ધા છે તે તેમાં ભલે સાથ આપે. આમ છતાં પણ આપણી અને તેની વચ્ચે સંઘર્ષ ઊભો થયો છે એટલે પરસ્પર મૈત્રીની વાત કરવી ગલત છે એમ જો કોઈ કહે છે એમ કહેનાર ભારતીય સંસ્કૃતિના હાર્દને સમજ નથી એમ નમ્રતા સાથે મારે કહેવું પડે છે. પ્રસ્તુત મૈત્રી યાત્રા આજના સંઘર્ષને ઉકેલ લાવશે એ કોઈ અમારો દાવો નથી, એ જાણીનું કથન છે કે, Peace and war are built in the minds of men - શાન્તિ અને યુદ્ધ માનવીના મનની પેદાશ છે. આ મનને - સામુદાયિક ચિત્તને શાન્તિ - અભિમુખ કરવું, સ્નેહ-અભિમુખ કરવું, મૈત્રીઅભિમુખ બનાવવું એ અમારી આ મૈત્રીયાત્રાને આશય છે. આ સંદેશ લઈને એક પછી એક ગામ અને શહેર વટાવતાં આગળ અને આગળ જવું, ગામેગામ અને શહેર શહેરની જનતાને સમજવી અને અમારી આ મૈત્રીની–પ્રેમની સ્નેહની વાત તેમને સમજાવવી આ અમારું લક્ષ્ય છે. સંભવ છે કે, આ અમારી મૈત્રીયાત્રાને કોઈ ભાઈ યા બહેન ચીન સામેના અહિંસક પ્રતિકારની એક પ્રક્રિયાના રૂપમાં સમજે, તો અહિ મારે સ્પષ્ટ કરવું જોઈએ કે, આ મૈત્રીયાત્રા પાછળ કોઈ પણ પ્રકારના પ્રતિકારને વિચાર કે ભાવના છે જ નહિ, ભલે પ્રતિકારનું રૂપ અહિંસક હોય તે પણ પ્રતિકર તે પ્રતિકારજ છે અને તે સામા પક્ષના દિલમાં એક પ્રકારનું resistance –સંઘર્ષની લાગણી પેદા કરે છે અને આમાંથી સંઘર્ષ—પ્રતિસંઘર્ષનું વર્તુલ પેદા થયા વિના રહેતું નથી. મૈત્રી યાત્રાને અંગે અમારા દિલનો ભાવ શુદ્ધ સ્નેહ-શુદ્ધ પ્રેમને–છે અને તે ભાવની ભારત તેમ જ ચીનની પ્રજાને પ્રતીતિ કરાવવી, તેમના દિલમાં ઓસરતી જતી મૈત્રીની ભાવનાને સવિશેષ જાગૃત કરવી, પ્રેમની ઓલવાતી જતી જતમાં સ્નેહરૂપી તેલનું સીંચન કરીને તે જ તને સંકોરવી, પ્રજવલિત કરવી એ છે. અમારા દિલમાં ઉઠેલી આવી તમન્ના એ જ અમારૂં પ્રેરક બળ છે. અમે જયાં જઈએ ત્યાંના લોકો અમને મિત્રભાવે આવકારે, સ્વીકારે અને સાંભળે તે તેટલા પૂરતી અમારી યાત્રા સાર્થક બને–આવી અમારી માન્યતા છે. અહિં બીજી પણ એક સ્પષ્ટતા કરૂં. ચીન-ભારત સંઘર્ષના સંદર્ભમાં અમારૂં વલણ war-resisters નું યુદ્ધવિરોધીનું– નથી. એટલે કે, અત્યારે જે યુદ્ધપ્રયત્ન ચાલે છે તેને કોઈ વિરોધ કરવાનું નથી. આજના સંઘર્ષની જેમ બને તેમ જલદીથી અન્ત આવે અને બન્ને રાજયના શાસકો વચ્ચે સ્થાયી સમાધાન પેદા થાય એ બન્ને પક્ષે ઈચ્છવાયોગ્ય છે. બન્ને પ્રજા વચ્ચે જેટલી કટુતા ઓછી હશે અને મૈત્રીભાવની માત્રા વધારે હશે તેટલી બન્ને વચ્ચેના સમાધાનની શકયતા વધશે અને તેટલું સુખદ અને સ્થાયી બન્ને વચ્ચે સમાધાન થશે. આવું વાતાવરણ બન્ને પ્રજા વચ્ચે ઊભું કરવું એ અમારી મૈત્રીયાત્રાનું પ્રયોજન છે. આપને જાણીને આનંદ થશે કે, આપણા મહાઅમાત્યને અમારી આ, દિલ્હી - પેકીંગ મૈત્રીયાત્રાને ખ્યાલ ખૂબ પસંદ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy