________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪
- -
-
-
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૪: અંક ૨૦.
જીવન
T
મુંબઈ, ફેબ્રુઆરી ૧૨, ૮૬૩, શનિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર * આફ્રિકા માટે શિલિંગ ૮
છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
એક
વ્યથિતહૃદય
જવાહર
JE
* આપણા વ્યથિતહૃદય મહાઅમાત્ય પંડિત જવાહરલાલ નહેરનું આ ચિત્ર છે. આ ચિત્ર, જ્યારે ચીને ભારતની અગ્નિકોણ સરહદ ઉપર મોટા પાયાને હુમલો કર્યો હતો તે દિવસો દરમિયાન, તા. ૧૨-૧-૬૨ ના ‘ન્યુ લીડર” માં મૂળ પ્રગટ થયું હતું. “મેં આજ સુધી દુનિયામાં જ્યાં ત્યાં યુદ્ધો અટકાવવાનખાળવાને–પ્રયત્ન કર્યો અને મારા દરવાજે જ આ ધાડ આવી અને એ કોના તરફથી? જેની મૈત્રીને મેં આજ સુધી ઝંખી હતી, અને એ ભાવનાને વશ થઈને જેનાં સરહદી આક્રમણોની આ જ સુધી મેં ઉપેક્ષા કરી હતી—એવી આશાએ કે લગભગ નિર્જન એવા એ પ્રદેશ પૂરતી ગમે ત્યારે બાંધછોડ કરીને ચીન સાથે સમાધાન કરી લઈશું આવા ચીન દેશે. ભારત ઉપર હુમલો કર્યો અને વાટાઘાટ દ્વારા ગમે તેવા સંઘર્ષોને ઉકેલ લાવવો જોઈએ એવો આગ્રહ દાખવનાર મારી સામે રાષ્ટ્ર રક્ષણાર્થે સશસ્ત્ર પ્રતિકર સિવાય બીજો વિકલ્પ રહેવા ન દીધો!” આવું મનોમંથન અનુભવી રહેલા નહેરનું આ ચિત્રમાં આપણને આબેહુબ દર્શન થાય છે. આ જ ચિત્ર ઉપર નોંધ લખતાં શ્રી મગનભાઈ દેસાઈ તા. ૫-૧-૬૩ ના ‘સત્યાગ્રહમાં જણાવે છે કે, “ચીની ચઢાઈ અહિંસા અને શાંતિની આપણી પ્રાચીન પ્રકૃતિને (કે સંસ્કૃતિને કહો તે તેમ પડકાર રૂપ છે; એ પડકારને ઝીલવા માટે વેર અને અસૂયાના ઝનૂન
આ આ આ આ કોણે કહ્યું, પૂરો થયો સંગ્રામ છે? કોણે કહ્યું આવી ઘડી આરામની? ભાઈ! ના હથિયાર હેઠાં મેલશે,.. વાત સંભાર નહિ વિશ્રામની... એક તૂટી શંખલા અન્યાયની, બીજા ઘણા છાતી ઉપર આ ભાર છે.
ભરેલા યુદ્ધવરને સામાન્ય રસ્તો તે પરાપૂર્વથી જાણીતું છે. આજેય જગત એ રસ્તે જ હજી છે. હિંદની ચિતા એ છે છે કે, હિંદ માટે પણ શું એ જ પંથ છે? એ લેવો પડે તેવ-યુદ્ધ લડવું જોઈએ તોય–તે વિગતજવર ધર્મયુદ્ધ ન હોવું જોઈએ? ચિત્રમાં ચહેરા ઉપર યુદ્ધજવર નથી, પરંતુ શાંત, ઊંડી અનુચના આલેખાઈ છે. તે અર્થે તેમના હાથ પૂંઠ પાછળ જોડાયા છે યુદ્ધ અર્થે ઉગ્ર થઈને ઊંચા અને મારવા આગળ નથી. આવ્યા. તથા આંખમાં ક્રોધને આવેશ નથી; તેમ જ વેરની ભારેલી આગ કે અસૂયાની બળતરા કે ઝેરનું ઘેન નથી; પણ આકાશમાંથી કોઈ ગેબી મંત્રની મદદ મળી જાય તો તે માટે . ઉર્વ દ્રષ્ટિ–ઉત્કંઠ અભિલાષા ચીતરી છે. અને . એમ છતાં ચહેરા ઉપર વ્યગ્ર વિમાસણ કે અમૂંઝવણ નથી, પણ ધીર અમર અપેક્ષા છે, અને તે ફળવી જ જોઈએ એવી શાંત આત્મિક સ્થિસ્તા છે. ચહેરાની કળી કરમાયલી સ્વાન તથી, જો કે, તેમાં અમુક વિષાદની છાયા જરૂર કહેવાય, હિંદના નસીબે આ પીડા ક્યાંથી આવી?—એવો ઉદ્ગાર પણ કાંઈક આલેખાયો હોય, પણ તે ખેદની ગ્લાનિ કરતાં અંતરાત્મામાંથી કદીક કદીક પ્રગટતો ભારતીય વિષાદયોગ હોય.”
કોણે કહ્યું? ડગમગી ભાસે દીવાલે અસતની | ભેદવા બાકી ઘણા અંધાર છે.
જીંદગીમાં એક જ્યાં ચડિયે શિખર ને ત્યાં શિખરમાળા બીજી થાતી છતી,
1 x x ' સાથીઓ ! યાત્રા ન થંભે આપણી
ચરણની ઢીલી નહિ થાજે ગતિ.
ધન્ય! આરોહણ લખાયાં જે લલાટે.' . 'તિમિરમાંથી પરમ જયોતિના પ્રતિ.
નાથાલાલ દવે.. .
'