________________
go
૧૯૬
પ્રખુ જીવન
જીવનદર્શનને અત્યન્ત વિશાળ અને સર્વગ્રાહી બનાવે છે તેને કોઈ સિદ્ધાન્તો, માન્યતાઓ કે ક્રિયાકાંડો સાથે વાંધા વિરોધ નથી. ભારતીય. સંસ્કૃતિના પાયામાં રહેલું આ વિચારવલણ એવું છે કે, જે તેના અનુયાયીને—અનુસરનારને-સહજમાં વિશ્વલક્ષી બનાવે છે. આપણા સામર્થ્યનું, આપણી તાકાતનું એક રહસ્ય આ છે. જો આમ છે તે પછી, દુનિયાની યાતનામાં, વિશ્વ જીવનના પરિવર્તનમાં સર્વત્ર વ્યાપી રહેલ ઉપાધિઓમાં અને સંઘર્ષોમાં આપણે ભાગીદાર બનવું ઘટે છે. આ સંસારકાર્યથી અલગ રહેવાનું કે બનવાનું . આપણા માટે યોગ્ય નથી. સંસારકાર્યમાં આપણે ભાગ. લેવા જ રહ્યો. સંસારયાત્રા એ જ મોક્ષયાત્રા છે. (મોક્ષાયતે સંસર્:1)સંસારના માર્ગે પ્રવાસ કરતાં કરતાં મેાક્ષરૂપી ધ્યેયને પહોંચી શકાય છે. એ દ્વારા જ અનંત આનંદની—સુખની—ોયની પ્રાપ્તિ શક્ય બને છે. આ સંસારને—આ જગતને એક માયા કે ભ્રાન્તિ સમાન લેખવી ન ઘટે. જો તેની પાછળ પાયાનું કોઈ તત્ત્વ ન હોત તો તે જરૂર માયારૂપ કે ભ્રાન્તિરૂપ હોત. આ વિચારવલણના ધીમે ધીમે પણ સતત અનવરત વિકાસ થઈ રહ્યો છે. શંકરાચાયૅ નીચે મુજબ કહ્યું છે: एकस्यापि कूटस्थस्य चिन्तनतारतम्यात् ज्ञानैश्वर्याणाममि व्यक्तिः परेण परेण भूयसी भवति ।
એક જ પાયાનું તત્ત્વ છે કે જે ખુગળતા, સજીવતા, પશુતા, બુદ્ધિ
મત્તા અને આધ્યાત્મિક્તા-એમ ઉત્તરોત્તર ઉર્ધ્વલક્ષી ક્રમમાં પ્રગટ થતું રહે છે. આધ્યાત્મિક શ્રેયપ્રાપ્તિના નિારે ઊભેલા એવા આપણે બુદ્ધિમાન પ્રાણીઓ છીએ. આપણને પૂર્ણતા પ્રાપ્ત કરવા આદેશ છે, કારણ કે, આપણે આ જે કાંઈ છીએ તે અપૂર્ણતાસૂચક છે. આમ હોવાથી આ વિશ્વના કાર્યમાં આપણે ભાગ લેવાના છે. પણ તે અનાસકિતપૂર્વક, ‘અસંગ’ ભાવપૂર્વક, જે કાર્યો આપણે કરી રહ્યા હોઈએ તેમાં ખુપી ગયા સિવાય.
અસગ
અભય ઉપરાંત આપણે બીજો વિચાર ‘અસંગ’નો કરવાનો છે. આપણા ગુરૂઓમાં પણ સર્વશ્રેષ્ઠ એવા એ પુરુષો હતા કે જેમણે આસકિતથી કેમ મુક્ત રહીને જીવન જીવવું, આચરણ કેળવવું એ શિખવ્યું હતું.
विवेकी सर्वदा मुक्तः कुर्वतो नास्ति कर्तृता । अपवादमाश्रित्य श्रीकृष्णजनको यथा ।
જેવી રીતે શ્રી કૃષ્ણે અને રાજા જનકે લેપાયા વિના, અંદર ખૂંપી ગયા સિવાય, પરિસ્થિતિપ્રાપ્ત કર્તવ્ય બજાવ્યું હતું, તેવી રીતે આપણામાંના દરેકે—તે સાધક હોય કે સિદ્ધઅનાસકિતપૂર્વક પેાતાને પ્રાપ્ત કર્તવ્ય કરતા રહેવાનું છે. એ રાજા જનક હતા કે જેમણે એમ. કહેલું કે:
"मिथिलायां प्रदीप्तायां न मे दह्यति किञ्चन ।” ‘મિથિલા બળી રહી છે .એમાં મારૂં કશું બળતું નથી.” બીજા શબ્દોમાં તેમણે એવી આશા વ્યકત કરી હતી કે જે ખરેખર તેનું પેાતાનું છે તે પુન: પ્રાપ્ત થવાનું છે અને આ એ આશા હતી કે જે વડે તેઓ એમ માનવાને પ્રેરાયા હતા કે મિથિલા પોતાની ગુમાવેલી ભવ્યતા જરૂર પુન: પ્રાપ્ત કરશે.
તા. ૧-૧ ૬૩
વરનો ત્યાગ કરવા એનું નામ અહિંસા. તેના અર્થ એમ નથી કે તમારે કોઈને ઈજા પહોંચાડવી નહિ. એને અર્થ એમ નથી કે જયારે કોઈ અમુક પ્રવૃત્તિ હાથ ધરવાની જરૂર પડે ત્યારે તમારે બીકણ બનીને પ્રવૃત્તિથી પાછા હઠીને હાથ પગ જોડીને બેસી રહેવાનું છે. તે એમ કહે છે કે, જે કાંઈ કરે તે દ્રેષ વિના કરો. મત્સર વિના કરો, વૈરભાવ વિના કરો, તમારા ધારણથી નીચા ન ઉતરો, પશુ જેવા ન બની બેસા, જરૂર હોય ત્યારે પૂરો પ્રયત્ન કરો, કરવા યોગ્ય સર્વ કરો, સર્વ પ્રત્યે પ્રેમનું—અૌરનું–ૌરત્યાગનું—વલણ ધારણ કરો, વૈરભાવયુક્ત એવા મન વડે એક પણ કાર્ય ન કરો. માત્ર આટલા જ
તેનો આશય અને અર્થ છે.
અહિંસા
આમાંથી જે ત્રીજો ગુણ વિચારવાનો પ્રાપ્ત થાય છેતે છે અહિંસા. · અહિંસા એટલે શું તે સમજવાની જરૂર છે. તસનિથી ધૈરત્યાગ:।
‘અભય,’ ‘અનંગ,’ અને ‘અહિંસા’—ભારતીય વિદ્યાના ત્રણ મુખ્ય સિદ્ધાન્તો છે. આ સિદ્ધાન્તોના આધાર ઉપર આપણે સેકડો વર્ષોથી ટકી રહ્યા છીએ, તે કોઈ લશ્કરી તાકાત નથી, કોઈ ઔઘો ગિક અથવા તે કૃષિવિષયક ઉત્કર્ષ નથી કે જે વડે, અનેક પ્રતિકૂળ પરિવર્તનમાંથી પસાર થતા હોવા છતાં, સદીઓ સુધી આ દેશ ટકી રહ્યો છે. આ બની શક્યું છે અમુક થોડી વ્યક્તિઓએ આ પાયાના સિન્હાન્તાનું નિષ્ઠાપૂર્વક અનુપાલન કર્યું તેથી, એ ઘેાડી વ્યકિતઓ કે જેઓ આપણી સંસ્કૃતિના પુરસ્કર્તા હતા, અગ્રેસર જયોતિર્ધરો હતા. ગમે તેવી સમસ્યાઓ હોય કે જે આપણને ક્ષુબ્ધ બનાવી રહી હોય, ગમે તેવા સવાલો હોય કે જે આપણા ચિત્તને રૂધી રહ્યા હોય, આજની પરિસ્થિતિની ગમે તેવી માંગ હોય, આપણે એ કંદ ન ભૂલીએ કે, આપણા પાયાના તત્ત્વો આપણામાં પ્રકૃતિનું સમધારણ, અનાસક્તિ અને અહિંસાના ગુણા વિક્સાવવાની અપેક્ષા રાખે છે.
જો આપણે આ આદર્શ મુજબ જીવી શકીએ તેમ હોય તે આપણને એ બાબતની પૂરી શ્રાદ્ધા અને પ્રતીતિ હોવી જોઈએ કે જેમ આપણા દેશ હજારો વર્ષથી આજ સુધી ટકી રહ્યો છે તેમ હવે પછી પણ અનેક સૈકાઓ સુધી આપણા દેશ ટકી રહેવાને છે. અને તેનું તત્ત્વદર્શન પ્રજા – પ્રજાના માનસ ઉપર અંકિત થયેલા ભ્રૂણને-ઘારાંઓને—ઝવી નાંખશે, અને લોકોને એક્મની સમીપ લાવશે, અને જગવ્યાપી ઐકયનું નિર્માણ કરશે.
આપણા સર્વ માનવીઓ એકમેકના બંધુઓ છીએ. અહિંસાના સિદ્ધાન્ત એ એક પાયાના સિદ્ધાન્ત છે. આમ છતાં પણ આજે ચેાતરફ પ્રવર્તતા ભ્રાન્તિજનક ખ્યાલોને લીધે રાષ્ટ્રો એકમેક પ્રત્યે શત્રુતા દાખવી રહ્યા છે, ધર્મે કદિ કદિ એકમેક સાથે ઝગડી રહ્યા છે, અને જો માનવતા એક છે, અખંડ છે, અવિભાજય છે એ પાયાનું સત્ય આપણે સમજવા માગતા હોઈએ અને જીવનમાં તેને અમલી બનાવવા ઈચ્છતા હોઈએ તો, આ બધી ભ્રમણાઓ, ભ્રાન્તિઓ, ગેરસમજુતિઓ નાબૂદ કરવી ઘટે છે, નિર્મૂળ કરવી ઘટે છે. આજના આ આદર્શ છે, જે આપણને ક્ષિતિજ ઉપરથી સાદ પાડી રહ્યો છે. એમ થવું જ જોઈએ. ઈશ્વરના એ જ હેતુ છે. દુનિયાની આ જ ઈચ્છા છે, માંગ છે. એ જ પાયો છે કે જેના ઉપર ભારતીય વિદ્યાની ઈમારત ઊભેલી છે.
જો આપણે આ બાબતો બરોબર યાદ રાખતા થઈએ, તા મને કોઈ શક નથી કે, જે ફેરફારો અને ઉપાધિઓ આપણી સામે ડોકીયું કરી રહેલ છે, આપણને ભડકાવી રહેલ છે,. તેમાંથી આપણે જરૂર સહીસલામત પાર ઉતરી શકીશું, અને ઈષ્ટ સિદ્ધિને આપણે સત્વર હસ્તગત કરી શકીશું.
અનુવાદક : પરમાનંદ
મૂળ અંગ્રેજી: ડૉ. રાધાકૃષ્ણન
માલિક શ્રી સુખ જૈન યુવક સુધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાન કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુક્ષુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, સુ"બઇ,