________________
તા. ૧૨-૬૩
પ્રબુદ્ધ જીવ ન
અભય, અસંગ, અહિંસા
(તા. ૨૦-૧૨-૬૨ થી તા. ૩૧-૧૨-૬૨ સુધી એમ બાર દિવસના ભરચક સાંસ્કૃતિક કાર્યક્રમથી ભરેલા એવા શ્રી ભારતીય વિદ્યાભવનના રજત મહાત્સવનું તા. ૨૦-૧૨-૬૨ ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઉદ્ઘાટન કરતાં જે મંગળ પ્રવચન કર્યું હતું તેના પ્રાર’ભમાં તેમણે ડૉ. કનૈયાલાલ માશૅલાલ મુનશીને તેમની અનેકવિધ સેવાઓને ઉલ્લેખપૂર્વક ભાવભરી જેલી આપી હતી અને ભારતીય વિદ્યાભવન વિષે પણ પ્રશસ્તી પૂર્ણ ઉલ્લેખ કર્યો હતા. ત્યાર બાદ તેમણે અભય, અસંગ, અને અહિંસા એ ત્રણ તત્ત્વોને અનુલક્ષીને જે પ્રેરક વિવિરણ કર્યું હતું તેના નીચે અનુવાદ આપવામાં આવે છે. તંત્રી )
આપણે ભારતીય વિદ્યા વિષે બાલીએ છીએ, વિચારીએ છીએ તા આ ભારતીય વિદ્યા છે શું ? ભારતીય વિદ્યા એટલે ભારતીય પ્રજ્ઞા, ભારતીય સંસ્કૃતિ. આપણે ત્યાં વિકસેલા વિજ્ઞાનનો વિચાર કરીએ, પદાર્થ સાયણશાસ્ત્ર, ખનિજશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ઉપનિષદમાં ગણાવેલી બધી વિદ્યાઓ, ક્ષાત્ર વિદ્યા, નક્ષત્ર વિદ્યા-આ બધાનો વિચાર કરીએ, તે તેમાં આપણા દેશનું ખાસ લાક્ષણિક કહી શકીએ અથવા તો આ બધા વિજ્ઞાનવિષયામાં ખાસ ભારતીય કહી શકીએ એવું કશું જ નથી. પણ આ બધા પાછળ એક એવી બાબત છે કે, જે ભારતીય સંસ્કૃતિને અને ભારતીય પ્રજ્ઞાને અનેખું - અન્યથી અલગ એવું—રૂપ આપે છે. તે સર્વમાંથી જે એક વસ્તુ ફલિત થાય છે તે એ છે કે, અહિંની આ બધી વિદ્યાઓ પાછળ - વૈજ્ઞાનિક સંશાધનો પાછળ વસ્તુઓના તત્ત્વને - ગૂઢ રહસ્યને - પ્રગટ કરવાના હેતુ રહેલા છે.
सर्वशास्त्रप्रयोजनं तत्वदर्शनम् ।
સર્વ શાસ્ત્રોનું પ્રયોજન તત્ત્વનું—અન્તિમ સત્ નું Ultimate Reality નું દર્શન કરાવવું તે છે. ગીતા કહે છે તે મુજબ અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં । બધી વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા શ્રેષ્ઠ છે. બીજા શબ્દામાં કહીએ તો, આપણને પ્રારંભથી એક પ્રકારના આધ્યાત્મિક સંસ્કર મળેલા છે—એ સાંસ્કાર કે જે Ultimate Reality ને-અન્તિમ સતને-સમસ્ત વિશ્વના મૂળ તરીકે લેખ છે.
અભય
જો આપણે જગતના પદાર્થોને માત્ર ઉપર ઉપરથી નિહાળીએ, એ પદાર્થો કે જે દેખાય છે અને અલાપ થાય છે જ્યારે સર્વભક્ષી કાળ સર્વ કાંઈને આવરી લેતા માલુમ પડે છે, એ પદાર્થો કે જે વિનશ્વર છે, અને જન્મ, જરા, વ્યાધિ અને મરણને આધીન છે - આ પદાર્થોને જો આપણે માત્ર ઉપર ઉપરથી નિહાળીએ તો આપણે નિરાશાવાદી બની જઈએ અને આપણી સામે એ પ્રશ્ન આવીને ઊભા રહે કે પદાર્થ માત્રનો શું આ જ અન્ત છે, આ જ હેતુ છે? આ બધું શું કેવળ ક્ષણિક, ભ્રામક અને અખ્તર'ગી છે? માનવી જન્મે છે, મોટો થાય છે, માંદો પડે છે, ક્ષીણ થાય છે, મરણ પામે છે. વસ્તુ માત્રના જન્મવું, ક્ષણ બે ક્ષણ ટકવું અને વિનાશ પામવા—એ જ માત્ર હેતુ છે ? વસ્તુની બહારના દેખાવ પાછળ નજર પહોંચાડવાનું જો આપણા માટે શક્ય ન હોય, આ બધા બહારના દેખાવ જેના ઉપર આધારિત છે એવી કોઈ અન્તિમ વાસ્તવિકતાના - પરમ સતનાસ્વરૂપને સમજવાનું આપણા માટે શક્ય ન હોય, આ સતત પરિવર્તનશીલ દ્રષ્યને પ્રેરતા સજીવ બનાવતા, ચેતના આપતા કોઈ પાયાના તત્ત્વની ઝાંખી કરવાનું આપણા માટે શક્ય ન હોય, આવી કોઈ અનુભૂતિ આપણને થાય તેમ ન જ હોય તે આપણે કેવળ ભયના ભાગ બની જઈએ, આપણુ જીવન ભયવ્યાકુળ બની જાય.
જો ભયમુકિત, ‘અભય’ની પ્રાપ્તિ અપેક્ષિત હોય તો આપણા માટે એ જાણવું અતિ આવશ્યક છે કે, આપણી આંખ સામે દેખાતી સતત પરિવર્તનશીલ જીવનલીલા એ સંપૂર્ણ દર્શન નથી, પણ તે પાછળ કાંઈક એવું સ્થાયી તત્ત્વછેકેજે આપણે જાણવાનું—સમજવાનું અને ગ્રહણ કરવાનું છે. એ કદાચ પુરૂ' સમજી ન શકાય તે પણ એ સમજવાની આપણા દિલમાં જિજ્ઞાસા હોવી જરૂરી છે. એ બાબનની શોધ તો હોવી જ જોઈએ. એ શેાધ સિદ્ધિમાં આખરે પરિ
૧૯૫
ણમે કે ન પરિણમે, તે પણ એ શોધની વૃત્તિ જ એક એવી વસ્તુ છે જે માનવીને અન્ય જીવાથી અલગ તારવે છે.
તે પછી, જો આપણે શાન્તિ, સ્વસ્થતા, ભયમુકિતને ઈચ્છતા હોઈએ તો, આપણા દિલમાં એ ઊગવું જોઈએ કે, આ દુનિયાનું આ દ્રષ્ય જગતનું—મૂળ અન્ય કોઈ પાયાના તત્ત્વમાં રહેલું છે. અને આપણા દેશના મહાન ઋષિઓ, દષ્ટાઓ એ છે કે જેમણે આ પાયાના સત્યને સ્વીકાર્યું હતું અને જેમણે એ સત્યની ઉપાસના ખાતર ઉગ્રમાં ઉગ્ર તપસ્યા કરી હતી અને જીવનને શૂન્યવત્ બનાવી દીધું હતું અને પોતાની કાયાને ક્ષીણ કરી નાખી હતી અને એ ખાતર જેમણે તરેહ તરહના ધર્મસ્થાનામાં, મઠોમાં, મંદિરોમાં વાસ કર્યો હતો અને અનેક પર્વત શિખરીને પદાક્રાન્ત કર્યાં હતાં અને એ રીતે પેાતાની જાતનેપોતાના જીવનને—પૂર્ણતાની પરાકોટિએ પહોંચાડયું હતું. જયારે આપણે અપૂર્ણતાના ભાગ બનેલા આમ તેમ ભવભ્રમણ કરી રહ્યા છીએ ત્યારે તેઓ પૂર્ણતા પ્રાત્પ કરીને પૂર્ણ માનવી બન્યા હતા.
આ ભારતીય વિદ્યાના જો કે, આ દેશમાં ઉદ્દભવ થયો છે, એમ છતાં તેનું દર્શન આપણા દેશ પૂરતું સીમિત રહ્યું નથી, તેને કોઈ એક કે અન્ય પ્રદેશ સાથે મર્યાદિત સંબંધ નથી. અસીમ વિશ્વ -વ્યાપક એવું તેનું દર્શન છે. આપણને મળેલા આ વારસાનું મૂળ અવાસ્તવિક એવા આ જાગતિક પ્રપંચ વિષેના અસંતોષમાં રહેલું છે અને એ અસંતેષ જ Ultimate Reality ને—અન્તિમ સતને પ્રાપ્ત કરવા માટે આ દેખાતા જગતનાં મૂળમાં જવાને આપણને પ્રેરે છે, આવ્હાહન કરે છે. જેઓ અધ્યાત્મના ઉત્તુંગ શિખરોએ પહોંચવાની યાત્રા શરૂ કરે છે—પછી તેઓ ગમે તે ધર્મના અનુયાયીઓ હોય—તેઓ એકમેકને ઓળખી કાઢે છે, ચઢાણ પાર કરે છે, અને એક જ કુટુંબના હોય એવાં તેઓ અનુભવ કરે છે.
અહિં સામે જ એ પુસ્તક પડયું છે, જેના પ્રકાશનની આજે જાહેરાત કરવાની છે, તે પુસ્તકનું નામ છે “ All Religions Are True" (બધા ધર્મો સાચા છે). તેમાં આ વિષયને લગતા મહાત્મા ગાંધીના લેખોના સંગ્રહ કરવામાં આવ્યો છે. જયારે તેઓ એમ કહે છે કે, બધા ધર્મો સાચા છે, ત્યારે તેઓ એમ કહેવા માગે છેકે જો દરેક ધર્મે પોતપોતાની રીતે નકકી કરેલી સાધનાના ક્રમને માનવીઓ અમલમાં મૂકે અને સુચવાયલા શિસ્ત મુજબ પોતાના આચાર વ્યવહાર ઘડે તે! તેમાંની સર્વ કોઈ વ્યકિત જીવનના અન્તિમ ધ્યેયને જરૂર સિદ્ધ કરી શકે છે અને પરમ તત્ત્વની અનુભૂતિ કરી શકે છે. જ્યારે આ અનુભૂતિને તર્કબદ્ધ શાબ્દિક આકાર આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે જ મુશ્કેલી ઊભી થાય છે. એટલા માટે આપણા મહાન દ્રષ્ટા ઋષિમુનિઓએ કહ્યું છે કે, ‘અન્તિમ રહસ્યને શબ્દોમાં અને વાક્યોમાં વ્યકત કરવાના પ્રયત્ન ન કરતા'.
एतो वांचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।
એ રહસ્યને સમજવાને તમારા મન સાથે વાણી નિષ્ફળ નીવડે છે. ભગવાન બુદ્ધ કહે છે કે:
अनक्षरस्य धर्मस्य श्रुतिः का देशनाकरा ।
એ પર ધર્મ, એ પરમ સત્ય કે જે અક્ષરો દ્વારા વ્યકત થઈ શકતું નથી. તો પછી ધર્મશાસ્ત્રો અને ઉપદેશેાની ઉપયોગીતા શું ? સિદ્ધિ તો વ્યકિતના પેાતાના પુરુષાર્થનું પરિણામ છે. ગુરૂ કે ધર્મશાસ્ત્ર આપણને માર્ગ બતાવે છે, પણ માર્ગ ઉપરના પ્રવાસ તો વ્યક્તિએ પોતે જ ખેડવાના છે. ભારતીય સંસ્કૃતિની આ દષ્ટિ છે કે જે આપણા
r