________________
તા. ૧-૧-૬૩
પ્રબુદ્ધ
પોષાતી જાય છે, એ તરફ વિશેષ લક્ષ આપવાની જરૂર છે. એ સિવાય, આપણે સૌ ઈચ્છીએ છીએ તેમ, વિદ્યાબળ કે ચારિત્રબળ ન સચવાઈ શકે, ન વિકસી શકે.
પહેલી નબળાઈ તા ગણ - ગચ્છનો ભેદ વિરોધમાં પરિણમ્યો છે તે છે. આ વિરોધમાંથી એકબીજા પ્રત્યે બહુમાનની અગર ગુણગ્રાહિતાની દષ્ટિ લગભગ લાપાયા જેવી થઈ ગઈ છે. સાથે આહારવિહારની વાત તો બાજુએ રહી, સહવાસ સુદ્ધામાં અને વિઘાના વિનિમયમાંય એ વિરોધના ઓળા પથરાયેલાં છે. એક જ ગચ્છના જુદા જુદા આચાર્યોના સમુદાયોમાં પણ પારસ્પરિક, સાધુત્વયાગ્ય ઉદારતા ભાગ્યે જ રહી છે; એટલું જ નહીં, એ દોષે એક જ આચાર્યના સમુદાયમાં વર્તતા મુનિઓ વચ્ચે પણ માનસિક ઐકય નબળુ પાડયું છે અને જાણે દરેક મુનિ પોતાની આવડત અને શક્તિના પરચા, પોતાના જુદા ચોકો જમાવવામાં જ બતાવતો ન હોય એવી સ્થિતિ દેખાય છે. આ આજની કરુણ સ્થિતિ એકાએક નથી આવી. સેકડો વર્ષ પહેલેથી આનાં બીજ પાષામાં આવ્યાં છે, અને અત્યારે, જયારે વિદ્યા તેમજ ચારિત્ર્યની દષ્ટિએ વધારે સુસ્થિર અને સબળ થવાની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે ઉપરના સૂચિત દોષ વધારે સાલે છે અને આગળ વધતાં અટકાવે છે. ઉપરની . નબળાઈનાં દેખીતાં . પરિણામે। આ છે:--
(૧) કોઈ વિદ્નાન અને સમર્થ અભ્યાસી સાધુ હાય તો તેને કોઈ યોગ્ય.. શીખનાર મળે નહીં, અને એ વ્યક્તિના જીવન સાથે જ એની બધી વિદ્યાતપસ્યાના અંત આવે છે.
(૨) કોઈ ઉત્કટ જિજ્ઞાસુ અને બુદ્ધિશાળી શિષ્ય હોય, અને તેના પરિવારમાં કોઈ સમર્થ અભ્યાસી ગુરુ ન હેાય તે એ જિજ્ઞાસુ અને સુપાત્ર મુનિની જિજ્ઞાસા પણ મહદંશે વણસંતાપાયેલ રહે છે. એકની પકવ વિદ્યાનો લાભ પડોસમાં રહેતા અને વિચરતા બીજા પરિવારના યોગ્ય સાધુ પણ લઈ ન શકે એવી એક જાતની, અણસમજની દીવાલ ઊભી થઈ છે!
(૩) પોતપોતાના શિષ્યાને જ ભણાવવાની ચિંતામાં ગુરુઓ અને વડાં સાધુઓ એટલા બધા વ્યસ્ત રહે છેકે, તેમને અધ્યાપક આદિની સારી સગવડ મેળવવા સુખી સદ્ગૃહસ્થાનું યોગ્ય કે અયોગ્ય, અનેક જાતનું અનુસરણ કરવું પડે છે. અને જે જે વિષયા યોગ્ય જૈન વિદ્વાન સાધુઓ પાસેથી શીખી શકાય એવું હાય તે તે વિષયમાં પણ ઈતર અધ્યાપકોને શરણે જવું પડે છે. આ શરણાગિત ચિરકાલીન ગુલામી જેવી પણ બની ગઈ છે.
(૪) વિદ્યાવિનિયમના આ મહાન અંતરાયો કહેવાય. આ તરાયાએ બીજો દોષ એ જન્માવ્યા છે કે, સૌને જેમ પોતપેાતાના જુદા ગ્રંથસંગ્રહા, તેમ દરેક લેખક – સંપાદક સાધુને પોતપોતાની જુદી જુદી ગ્રંથમાળાઓ. આ ગ્રંથમાળાઓમાંથી પરિગ્રહવૃત્તિ એવી જન્મે છેકે, જેની સાથે પાંચ મહાવ્રત પૈકી અપરિગ્રહ - મહાવ્રતના કોઈ મેળ રહેતા જ નથી.
(૫) જે રીતે અત્યારે શાસ્ત્રીય અધ્યયન – અધ્યાપન સાધુગણમાં ચાલે છે તે મુખ્યપણે પ્રાચીન દષ્ટિને અનુસરીને ચાલે છે. એ દષ્ટિમાં જેમ ઈતર દર્શન - સંપ્રદાયમાં હતું તેમ, જૈન સંપ્રદાયમાં પણ પરમતખંડન અને સ્વમતસ્થાપનની મુખ્ય વૃત્તિ રહેલી છે. સમાલાચના કરવી એ એક વસ્તુ છે, અને મેન કેન પ્રકારેણ પરમતનું નિરાકરણ કરવું એ જુદી વસ્તુ છે. માત્ર નિરા“કરણ કરવું હોય ત્યારે દોષદષ્ટિ ખીલે છે, અને સમત્વ તેમ જ ગુણદિષ્ટ, જે સાધુતાનો પાયો છે, તે રૂંધાય છે. ખંડનમંડનની આ દષ્ટિનો વિકાસ એટલે સુધી થયો છે કે, જૈન પર પરાના ચારે ફિરકાઓમાં આંતરિક સૌહાર્દ જેવું ભાગ્યે જ દેખાય છે.
,,
(૬) ખંડનપરાયણ પ્રાચીન દષ્ટિએ થતા અધ્યયન-અધ્યાપનના સંભારમાંથી અત્યારની પ્રજાને જે જોઈએ છે તે ઉચ્ચ દષ્ટિબિંદુ તો લાધતું જ નથી; ઉપરાંત, માત્ર જુદા જુદા ફિરકાઓ વચ્ચે જ નહીં
જીવન
૧૬૯
પણ એક જ ફિરકાના જુદા જુદા સમુદાયો વચ્ચે પણ સુમેળ સાધુવાનું કામ અઘરું બની ગયું છે. અને નવા યુગનાં બળા તેમજ નવીન વિદ્યાઓના ઉપક્રમા તરફ તે ભાગ્યે જ કોઈ વિદ્વાન ગણાતા મુનિનું ધ્યાન પણ જતું હશે.
(૭) છેલ્લાં સવાસે વર્ષમાં પાશ્ચાત્ય વિદ્રાનાએ બધી જ ભારતીય વિદ્યાઓની શાખાઓને લગતું મૂલ્યવાન સંશેાધન અને લેખનકાર્ય કર્યું છે. એ બધાની વાત બાજુએ રાખીએ, અને માત્ર જૈન પર 'પરાને અનુલક્ષીને પાશ્ચાત્ય વિદ્રાનાએ કરેલા સંશાધન અને લેખનને ઉદ્દેશીને કહેવું હોય તે પણ એમ કહી શકાય કે સમગ્ર જૈન પરંપરામાંથી એ નવયુગીન સંશાધન-લેખનને પૂર્ણપણે અવગત કર્યું હોય એવા કોઈ આચાર્ય કે સામાન્ય સાધુ ભાગ્યે જ મળશે. આવી જ્ઞાનવિચારદરિદ્ર પરિસ્થિતિમાં આશા રાખવી કે આપણા વિદ્વાન અને વિદ્યારસિક મુનિવર્ગ આધુનિક દષ્ટિને સમજી નવયુગને સંતાપી શકે એવાં વિદ્યાવિષયક કાર્યો કરે, તે અત્યારે તે અસ્થાને લાગે છે.
સાધુ-સાધ્વીઓ માટેના વિદ્યાલયની જરૂર
પરંતુ યુગબળ અને લોકોની જિજ્ઞાસાનું ઉત્કટ બળ એટલું બધું દબાણ કરી રહ્યું છે કે, હવે આ દિશામાં સમજદાર જૈન ગૃહસ્થને કે શાસનભકત મુનિગણને વિચાર્યા વિના અને કાંઈક એને અનુરૂપ પગલું ભર્યા વિના ચાલે તેમ જ નથી. આ રીતે વિચાર કરતાં આપણે એવે તબકકે પહોંચીએ છીએ કે જેમાં કાંઈક રચનાત્મક એવું કામ કરવું જોઈએ, કે જેને લીધે પ્રથમ સૂચવેલ વિશેષતાઓ સચવાય, નબળાઈઓ દૂર થાય અને નવાદિત વિદ્યાપ્રવાહોને ઝીલી આત્મસાત્ કરી શકાય. આ માટે મને અત્યારે એક જ વિચાર મુખ્યપણે રજૂ કરવાનું મન થાય છે; અને તે વિચાર સાધુ-સાધ્વીઓના વ્યવસ્થિત, સર્વગ્રાહી અને નવીન વિદ્યાપ્રવાહોનો પૂરો લાભ લઈ શકાય તેવા અભ્યાસની યોજના કરવાના, અને તે માટે એક વિશિષ્ટ કહી શકાય એવા વિદ્યાલયની જવાબદારી લેવાના.
સૂચિત વિદ્યાલય અમદાવાદ જેવા સ્થાનમાં જ યોગ્ય રીતે ચલાવી શકાય. ક્રમે ક્રમે બીજાં સ્થાનોને પણ આવરી શકાય. આવા વિદ્યાલયને સ્થાપવાને અને ચલાવવાનો નિર્ણય લેવાય, તે પછી જ તેને લગતી બંધારણ, નિયામાવળી, અભ્યાસના વિષયો, એના ક્રમ અને અધ્યાપક આદિ બાબતો વિશે વિશેષ વિચાર કરી શકાય અને જરૂર પડતાં આ વિચારણાને અંગે સુયોગ્ય સાધુ કે ઈતર વિદ્યાન સાથે ચર્ચા પણ કરી શકાય. અત્યારે તો આવા વિદ્યાલયની કાંઈક ઝાંખી થઈ શકે એટલા જ નિર્દેશ ઉપર્યુકત ગણાય. વિદ્યાલયની થાડીક રૂપરેખા
વિદ્યાલયના બે ભાગ હોય: એક સાધુઓને લગતા અને બીજો સાધ્વીઓને લગતા. પરંપરામાં સાધ્વીઓની સંખ્યા બહુ મોટી છે, અને તે વધતી. પણ જાય છે. એમાં આધુનિક સ્કૂલ અને કોલેજનું ઓછું - વધતું શિક્ષણ પામેલ બહેન પણ હોય છે. એમાંથી કેટલીક સાધ્વીઓની જિજ્ઞાસા અને બુદ્ધિશકિત માન ઉપજાવે એવી પણ દેખાય છે. તેના પ્રમાણમાં તેને યોગ્ય રીતે સંતોષવા કે વિકસાવવાની કોઈ વ્યસ્થિત યોજના નથી. એવી સુયોગ્ય સાધ્વીઓની પૂર્વાશ્રામમાંની સહચરી બહેને જયારે મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલયના ઉચ્ચ શિક્ષણ દ્વારા સ્પૃહણીય યોગ્યતા મેળવે છે અને ઉચ્ચ વિદ્યાસ્થાનામાં શાસ્ત્રીય વિદ્યાઓનું અધ્યાપન કરે છે, તેમ જ વધારામાં સૌનું ધ્યાન ખેંચે એવાં પુસ્તકો પણ લખે છે, ત્યારે એ જ કક્ષાની જિજ્ઞાસા અને બુદ્ધિશકિત ધરાવતી સાધ્વીઓ એવા વિદ્યાના ઉચ્ચ લાભથી તદ્દન વંચિત રહે છે. જૈન પરંપરામાં તા એક મૂળભૂત સિદ્ધાંત છે કે, સ્ત્રીશકિત એ પુરુષશકિત જેવી જ મહત્ત્વની છે. એક યા બીજે કારણે સાધ્વીઓની પરંપરામાં આ શકિત વિકાસ પામી નથી. આ યુગમાં, યારે ચામેર સ્રીશકિતનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ગુરુપદ ધરાવતી સાધ્વીઓ એ ક્ષેત્રમાં પછાત રહે