________________
૧૮
પ્રબુદ્ધ જીવન
‘પુણ્યવિજયજી સાથેની મારી પરિચયકથા’
*
( પહેલી ડીસે ંબરના અંકથી ચાલુ )
ધર્મ અને વિદ્યાને લગતા વિચારો
મહારાજશ્રી પુણ્યવિજયજી જૈન ધર્મની પરંપરાના તેમ જ પ્રાચ્યવિદ્યાના સંશાધનવિકાસની પરંપરાના એક વિશિષ્ટ પ્રતિનિધિ કહી શકાય એવી વ્યકિત છે. તેથી તેમની આ જયંતી પ્રસંગે ધર્મ અને વિદ્યાને લગતા થોડાક વિચારો રજૂ કરવાનું પ્રસ્તુત લેખાય. અહીં જૈનેતરો વિશેષ હશે, છતાં જૈન ગણ પ્રધાન હોવાનો, તેથી જૈન પર’પરાને લક્ષીને કહું તો પણ તે બધી પરંપરાને લાગુ પડી શકે એ દૃષ્ટિએ જ જે કાંઈ કહેવાનું છે તે કહેવા ધારું છું. ધાર્મિક વિકાસના માર્ગ
વ્યકિત અને સમષ્ટિના જીવનમાં સામાન્ય રીતે ધર્મની ત્રણ અવસ્થાઓ ક્રમથી આવે છે. પહેલી અવસ્થા બાહ્ય આચાર, ઉપાસના અને બાહ્ય ક્રિયાકાંડની હોય છે. બુદ્ધિ અને સમય પાકતાં એમાં સમજણ, જ્ઞાન યા તત્ત્વચિંતનનું તત્ત્વ ઉમેરાય છે અને સંસ્કારોનો ઠીક ઠીક પરિપાક થતાં જીવનશુદ્ધિનું મૌલિક ઝરણું પણ ઉદયમાન થાય છે. સામાન્ય રીતે આ ત્રણ અવસ્થાઓ બધી જ ધર્મપર ંપરાઓમાં જોઈ શકાશે. પણ અહીં આ વસ્તુ સમજાવવા ખાતર ગુજરાતના પ્રાચીન ભકત કવિ રસિંહ મહેતાના દાખલા સૌને ઉપયોગી થઈ પડે તેવા છે.
નરસિંહ મહેતાએ પોતાનાં અનેક પદામાં વૈષ્ણવભકત તરીકે શ્રીકૃષ્ણના ગુણાનું ગાન કર્યું છે, પણ સાથે સાથે કેટલાંય પદામાં તેમણે તિલક, તુલસીની માળા અને નૈવેદ્ય આદિને વૈષ્ણવભકતના વિશિષ્ટ લક્ષણ તરીકે ગાઈ તેને સમાજમાં પુરસ્કાર કર્યો છે. આ તેમની વૈષ્ણવધર્મની પ્રાથમિક યા બાહ્ય ઉપાસના થઈ. પણ નરસિંહ મહેતાના જીવ એ ભૂમિકાએ જ થંભી જાય તેવા પ્રમત્તા ન હતા. તેથી જયારે તેઓ જ્ઞાન અને વિચારના ઊંડાણમાં ઉતરે છે, ત્યારે તેમની ભૂમિકા બદલાઈ જાય છે. એમનાં ભજન-પ્રભાતિયાં આ વાતનું પ્રકાશમાન ઉદાહરણ છે. “જયાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં.” ઈત્યાદિ ભજન માત્ર પ્રભાતમાં જ નહિ, પણ ગમે ત્યારે ગાતાં ગાનારના જીવનમાં સમજણનું પ્રભાત ઊઘાડે તેવાં છે. નરસિંહ મહેતા આ તત્ત્વચિંતનની ભૂમિકામાંય થે।ભતા નથી; અને એને ‘“તત્ત્વજ્ઞાનનું ટીપણું” કહી એથી આગળ વધે છે. ખરો વૈષ્ણવ કોણ—કે ખરો હરિજન કોણ એ પ્રશ્ન એમના મનમાં ઊઠે છે. હવે એ પ્રશ્નનો ઉત્તર તેઓ બાહ્ય ટીલાં-ટપકાં કે તત્ત્વજ્ઞાનના ટીપણામાંથી નથી આપતા, પણ તેઓ જીવનને સાટીએ ચડાવે એવા જીવનશુદ્ધિપ્રેરક, સદાચાર અને ઉદાત્ત માનવીય સદ્ગુણો દ્વારા આપે છે. તેઓ કહે છે કે, “જે પરની પીડા જાણે અને બીજાનાં દુ:ખ નિરભિમાનપણે નિવારે તે જ વૈષ્ણવજન.' અને જે કોઈ હરિ એટલે પ્રભુ યા પરમાત્માને ભજે તે ગમે તે દેશ, કાળ કે જાતિના હાય—બધા જ હરિના જન, એમણે વૈષ્ણવજન કે હરિજન પદની વ્યાખ્યા ‘વૈષ્ણવ જન તો તેને કહીએ' એમાં આપી છે. તેઓ પાસે વૈષ્ણવ પરંપરામાં જન્મેલા અને સંસ્કાર પામેલા. લોકો પણ તેમને વૈષ્ણવ તરીકે ઓળખતા. તેથી એમણે ‘વૈષ્ણવ જન' શબ્દ લઈ તેની વ્યાખ્યા કરી; પણ એ વ્યાખ્યા એમણે એવા અલૌકિક અને ઉદાત્ત . ભાવથી કરી, અને એમાં પાતાના ઊંચ-નીચ ભાવને સર્વથા ભૂલી જઈ સમાન ભાવે વ્યવહાર કરવાનું એવું બળ પૂર્યું કે, જેથી એ ‘વૈષ્ણવ’ શબ્દ સાંપ્રદાયિક હોવા છતાં ખરા અર્થમાં સાચી માનવતાના ઘોતક બની ગયો. સાચી માનવતાના ઘોતક એટલે કોઈ પણ ધર્મપરંપરાના અનુયાયી વૈષ્ણવ જનને બદલે જૈન જન, બૌદ્ધ જન, શૈવ જન, મુસલમાન કે ખ્રિસ્તી એ શબ્દો વાપરીને પણ એ ભજનને પેાતાનું કરી ગાઈ શકે.
ધાર્મિક વ્યકિતનું જીવન કેવી રીતે વિકાસ પામે છે તેના આ
તા. ૧-૧
*
એક જાણીતા દાખલા છે. પણ આવા જ્ઞાની અને સંત બધી જ ધર્મપરંપરાઓમાં નાની સંખ્યામાં પણ મળી આવે છે. સામાન્ય સમાજ બહારના આચારો અને ક્રિયાકાંડોમાં રચ્યા પચ્યા રહે છે. અને આવા ક્રિયાકાંડો પંથ અને ફિરકાભેદે જાદા પડવાના. આ જુદાઈ જોઈ એક ધર્મસમાજ બીજા ધર્મસમાજને પોતાથી ભિન્ન અને ઘણી વાર વિરુદ્ધ લેખવાના સંસ્કારો પોષતા હાય છે, અને તેમાંથી માત્ર વિવાદા જ નહિ, પણ કલેશે। સુદ્ધાં જન્મે છે.
ધર્મના મુખ્ય હેતુ માણસને સાંકડા મનમાંથી મોટા મનના બનાવવાનો છે, અને માટું મન બન્યા સિવાય માણસ, બીજી ગમે તેટલી અને ગમે તેવી સગવડ હોવા છતાં, શાંતિ કે સંતાપ મેળવી શકતા નથી. એટલે જેઓ ખરી રીતે ધર્મની આરાધના અલ્પાંશે પણ કરવા ઈચ્છતા હોય તેમણે બહારનાં વિધિ-વિધાના માત્રમાં રચ્યાપચ્યા ન રહેતાં પેાતાના મનને વિકસિત કરવાનું પ્રાપ્ત થાય છે. જૈન હોય કે જૈનેતર, દરેક પોતાના પંથમાં રહ્યા છતાં જો ઉપરની વાત ધ્યાનમાં રાખે તે પડોશમાં અને એક જ દેશ કે પ્રદેશમાં વસવા છતાં ધર્મની બાબતમાં જે એકબીજાથી સાવ અજાણ્યાપણ' અને અતડાપણું કેળવાય છે તે દૂર થાય, જે ધર્મ માણસજાતને એક કુટુંબી તરીકે સાંધવા ઉદ્ભવ્યો છે તે જ ધર્મની અધૂરી અને એકાંગી સમજણથી માણસજાત એકબીજાથી સાવ વિખૂટી જેવી પડી ગઈ છે. એટલે ધર્મની સાચી સમજણ કેળવવી, એ એક જ ધ્યેય ધાર્મિકોનું હોઈ શકે. આવું ધ્યેય સમજાવવા કબીર, આનંદઘન, તુકારામ આદિ સંતોએ પ્રયત્ન કર્યો છે. છેલ્લા પ્રયત્ન મહાત્મા ગાંધીજીના કહી શકાય. આજના પ્રસંગે આપણે સર્વધર્મસમભાવની દિશામાં આટલું સમજીએ તે મહારાજશ્રીની જયંતી ઊજવવાનું થોડુંક પણ સાર્થકય થયું ગણાય. વિદ્યાવિકાસના માર્ગ
હું અત્યારે જાણીને જ કેવળ જૈન પરંપરાને અનુલક્ષીને વિદ્યાવિષે કાંઈક કહેવા ધારુ' છું. આમ તે મારા મનમાં જૈન પરંપરાના બધા ફિરકા સમાનભાવે વર્તમાન છે. પણ આજને પ્રસંગે કેવળ શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાને અનુલક્ષીને જ કહું તે તે વિશેષ ઉપયોગી ગણાય. અલબત, મારા આ કથનમાંથી બીજા ફિરકાઓ પણ, કાંઈક ગ્રાહ્ય લાગે તો, તે ઉપર વિચાર કરી શકે.
:
શ્વે. મૂ. પરંપરાની કેટલીક વિશેષતાઓ
શ્વેતાંબર મૂર્તિપૂજક પર પરાની કેટલીક વારસાગત લાંબા કાળની વિશેષતાઓ છે, જે અમુક અંશે અત્યારે પણ સુરક્ષિત છે અને તે જાણવી જરૂરી છે. પહેલી વિશેષતા એમના ભંડારોની સમૃદ્ધિ છે. હું જાણું છું ત્યાં સુધી, આ પરંપરાના ભંડારો જેવા સમૃદ્ધ અને અનેક વિષયને સ્પર્શતા તેમ જ અનેક ઈતર પર પરાઓના સાહિત્યના પણ સંગ્રહ ધરાવતા ભંડારો કદાચ ઈતર જૈન ફિરકાઓ પાસે નથી. અલબત્ત, દિગંબર પરંપરા પાસે ભંડારની સમૃદ્ધિ ઠીક ઠીક છે અને તે પ્રાચીન પણ છે; છતાં શ્વેતામ્બરીય ભંડારોમાં છે તેટલી વિશેષતા એમાં નથી.
બીજી વિશેષતા એ છે કે, આ પરંપરામાં સાધુઓની અવિચ્છિન્નતા બરાબર સચવાઈ છે. ભલે ગણ, ગચ્છ, આદિના ભેદો અને વિસંવાદો રહ્યા હોય, છતાં સાધુપર પરાને! વિચ્છેદ કયારેય થયા નથી,
ઉપરની બે વિશેષતાઓને કારણે આ પર’પરાએ રાગણમાં વિઘાની ઉપાસનાને ઠીક ઠીક મોકળાશ આપી છે અને અત્યારે પણ એ ઉપાસનાના પ્રવાહ ચાલુ છે જ. કેટલીક નબળાઈઓ
આમ છતાં આ પરંપરામાં વિશેષતાઓ સાથે જે દુ:ખદાયક નબળાઈઓ પાષાતી રહી છે, અને ઉત્તરોત્તર વધારે ને વધારે
ચક રસો