SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ miss wastewati patel digit ane lad ૧૯૨ ઝંખના જાગી વિવેકાનંદ પેાકારી ઊઠયા—“Pray for me that my work stops for ever, and my whole soul be absorbed in the Mother.” મારા માટે પ્રાર્થના કરો કે મારૂ ક્રમ હંમેશને માટે સમાપ્ત થાય, અને મારો અત્મા માતામાં સમાઈ જાય.” દેશ પાછા ફર્યા પછી પણ સતત કામમાં રોકાયા અને મિશનનું કામ અને ગુરુભાઈઓને માર્ગદર્શન આપતા રહ્યા. ૪ થી જુલાઈ, ૧૯૦૨ ને દિવસે, પ્રફલ્લ ચિત્તે ઊઠયા, ત્રણ કલાક ધ્યાન ધર્યું. દિવસનું કાર્ય કર્યું. સાંજે સાત વાગે, આરતી સમયે, ફરીથી સમાધિમાં બેઠા, અને એક ક્લાકને અંતે, દીર્ધશ્વાસ લઈ, ૩૯ વર્ષની વયે, પેાતાનું જીવનકાર્ય પૂરું કરી,ચિર શતિમાં ' પામ્યા. સ્વામી વિવેકાનંદે ભારત વર્ષને અને જગતને સંદેશ આપ્યો તે શું હતા ? ટૂંકમાં, એમના પોતાના શબ્દોમાંજ એ રજુ કરીશ, તેમણે કહ્યું છે “ મારો આદર્શ હું થોડાં જ શબ્દોમાં રજુ કરી શકું છું. માનવ માત્રને એના દિવ્ય સ્વરૂપનું ભાન કરાવવું અને જીવનની પ્રત્યેક ક્રિયામાં એ સ્વરૂપને મૂર્ત કરાવતા રહેવું. મુકિતની મને કોઈ ઝંખના નથી. શાંત ઝરણાની જેમ લાકહિતાર્થે કામ કરતાં કરતાં અગર હજાર વાર જન્મ લેવા પડેતા ભલે લેવા પડે. એ જ છે. મારો ધર્મ. મરીશ ત્યાં લગી હું અવિરત કામ કરતો રહીશ. અને મૃત્યુ પછી પણ જગહિતાર્થે પ્રવૃત્ત રહીશ.” માનવીનું અંતિમ ધ્યેય, સર્વ ધર્મના છેડો તો એક જ છે—પરમાત્મા સાથેનું તાદાત્મ્ય, દિવ્યૂ તત્ત્વ કે જે દરેક માનવીની અસલ પ્રકૃતિ છે તેની સાથેનો સુભગ સમાગમ. જનસમાજમાંથી એક વાર ધર્મ ખસેડી લઈએ તો પછી રહેશે શું? રાની પશુઓથી ભરેલું . જંગલ જ રહેશે. ઈન્દ્રિય સુખ એ જનસામાજનું ધ્યેય નથી. જીવનનું ધ્યેય છે જ્ઞાન પણ આ ધ્યેય સિદ્ધ કેમ થાય? નિવૃત્તિમય જીવનથી ? સ્વામી વિવેકાનંદે કહ્યું, “ઈશ્ર્વરની ઉપાસના, જનકલ્યાણના કાર્યોથી થઈ શકે છે. ઈશ્વરની ખોજમાં તમારે કર્યાં જવું છે? જે દીન છે; દરિદ્ર છે, જે અપંગ છે તે સહુ ભગવાન નથી શું ? મારો ઈશ્વર એ છે જે દુષ્ટોમાં છે, જે કંગાળોમાં છે, જે સર્વ જાતિઓના અને પ્રાણીમાત્રના દરિદ્રામાં રહેલા છે—એ જ મારો આરાધ્ય દેવ છે.” સ્વામી વિવેકાનંદ મહાન કર્મયોગી હતા. તેમણે સ ંન્યાસધર્મ ને નવું સ્વરૂપ આપ્યું અને સંન્યાસ મારફત જનકલ્યાણના માર્ગ બતાવ્યો. અપરિગ્રહ અને બ્રહ્મચર્યનાં વ્રતાને સ્વીકારી જ્ઞાન અને માનવસેવામાં અવિરત જીવન સમર્પણ કરતા શિક્ષિત સંન્યાસીના નવા વર્ગ તેમણે ભારતને આપ્યો. પ્રબુદ્ધ જીવન તેમના બીજો સંદેશ છે સર્વ ધર્મ સમભાવના. આ જગતમાં ધર્મને નામે ઘણા કલહો થયા છે. પોતાના ધર્મ જ સાચા અને એ જ મુકિતનો માર્ગ છે એવા હઠાગ્રહ અને ઝનૂન ધર્મને લજવે છે. તે ધર્મ નહિ પણ પંથ છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે પોતાના દેહમાં સર્વ ધર્મના સાક્ષાત્કાર કર્યો. અને તેમના વારસા વિવેકાનંદે જાળવી રાખ્યો. સ્વામીજી પરંમ દેશભકત હતા અને ભારતના ઉદ્ધાર માટે તેમણે ભગીરથ પુરુષાર્થ સેવ્યો છે. વિદેશથી પાછા ફર્યા ત્યારે તેમણે કહ્યું “ભારત છોડીને હું પરદેશ ગયો ત્યારે આ ભૂમિ માટે મને પ્રેમ હતા, અને હવે જયારે અર્ધા જગતના પ્રવાસેથી પાછા ફર્યો છું ત્યારે ભારતની ધૂળ પણ મારે મન પવિત્ર છે.” આમ છતાં પણ રાજકારણથી સ્વામીજી હ ંમેશા દૂર રહ્યા હતા. દરેક પ્રકારની નિર્બળતા - શારીરિક, માનસિક, બૌદ્રિક અને આધ્યાત્મિક તેના સ્વામીજી કટ્ટર વિરોધી હતા. તેમણે કહ્યું છે, નાસ્તિક તે છે કે જેને પેાતાનામાં વિશ્વાસ નથી. ઈશ્વરને ન માને તે નાસ્તિક તે વાત હવે જાની થઈ. નવા ધર્મ શીખવે છે કે પોતાની જાતમાં જેને વિશ્વાસ નથી તે જ નાસ્તિક છે." એમના સંદેશ એક જ વાક્યમાં કહેવા હોય તા: : “ઉત્તિષ્ઠિત, જાગ્રત, પ્રાપ્યવરાન નિબોધત;” ચીમનલાલ ચકુભાઈ શાહ તા. ૧-૨-૬૩ આપણા જીવનમાં હિમાલયનુ` સ્થાન સ્વામી પ્રણવતીના પરિચય આ વિષય ઉપર તા. ૧૮–૧~~’૬૩, શુક્રવારના રોજ સ્વામી પ્રણવતીર્થનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. સ્વામીજીના પરિચય આપતાં સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિઆએ જણાવ્યું કે, “ આજથી સવા વર્ષ પહેલાં સ્વામીજીનું લખેલું ‘ઉત્તરાપથ ’ નામનું એક પુસ્તક મારા વાંચવામાં આવ્યું. આ પુસ્તકમાંં બદ્રીનાથ, કેદારનાથ તેમજ ગંગાતરી તથા જન્માતરી એ હિમાલયનાં ચાર પ્રસિદ્ધ તીર્થોની સ્વામીજીએ કરેલી યાત્રાનું વર્ણન હતું. હિમાલય વિષે મારા મનમાં હંમેશાં એક પ્રકારનું કુતુ હલ રહ્યું છે, તેથી જ્યારે પણ તે પ્રદેશનાં વર્ણના વાંચવાનું બને છે ત્યારે ચિત્ત ઊંડો આનંદ અને પ્રસન્નતા અનુભવે છે. ઉપરનું પુસ્તક વાંચતાં લેખકનો પરિચય સાધવાનું મને મન થયું અને એ પરિચય પહેલાં પત્રવ્યવહાર દ્રારા સધાયો અને પછી તો ગયા જાન્યુઆરી માસમાં તેઓ અહિં આવ્યા ત્યારે તેમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું બન્યું. તેમની સાથે વાત કરતાં માલુમ પડયું કે, તેમનાથી હું સાવ અપરિચિત નહોતો. આગળના વર્ષો દરમિયાન તેમને બે ત્રણ વાર મળવાનું બન્યું હતું. તેમની આજે ૬૬ વર્ષની ઉમ્મર છે. તેમને કાલેજ શિક્ષણ વડોદરામાં પ્રાપ્ત થયેલું. ૨૯ વર્ષની ઉમ્મરે તેઓ બર્મા-રંગુન ગયેલા ત્યાં તેઓ એક યા બીજા સામયિકના સંપાદન સાથે જોડાયેલા હતા. તેઓ તે વખતે ‘રમેશ રંગનાથ ધારેખાન 'ના નામથી ઓળખાતા હતા. રંગુન મેઈલ ત્યાંનું બહુ જાણીતું છાપું હતું. તેનું સંપાદનકાર્ય સ્વીકારીને પણ તેમણે કેટલાક સમય કામ કર્યું હતું. આ ઉપરાંત તેમના તરફ્થી જુદા જુદા વિષય ઉપર લખાયેલાં પુસ્તકો પણ પ્રગટ થઈ રહ્યાં હતાં. આમ સામયિક તેમ જ સાહિત્ય પ્રવૃત્તિ પાછળ તેમણે રંગુનમાં ૧૫ વર્ષ ગાળેલાં, ત્યાર બાદ તેઓ ભારત ખાતે પાછા ફર્યા અને વડોદરા સરકારના સમાચારખાતાના અધિકારી તરીકે તેમણે કામ કર્યું, ૧૯૪૮માં તેમણે સંન્યાસ ધારણ કર્યો. અને ત્યારથી તેઓ સ્વામી પ્રણવતીર્થ 'ના નામથી ઓળખાવા લાગ્યા. હાલ કેટલાએક સમયથી તેઓ માઉંટ આબુ ખાતે રહે છે. તેમની લેખનપ્રવૃત્તિ ચાલુ જ છે. વર્ષમાં મુંબઈ બે વાર આવે છે અને પોષ મહિના તથા શ્રાવણ મહિનો મુંબઈમાં ગાળે છે. બ્રહ્મદેશ, ભ્રમણ, વૃત્ત, વિવેચન, ઉત્તરાપથ, દક્ષિણ કૈલાસ (લંકા) દર્શન, કહેવત કથાનકો, વેદાંત સંજ્ઞાર્થ સંગ્રહ કોશ, સાધના, ઝાંખી, Immortality, Says Yagnavalkya અને - આ ઉપરાંત કેટલીક નવલકથાઓ અને વાર્તાસંગ્રહો તેમના તરફથી પ્રગટ કરવામાં આવેલ છે. આમ અનેક ક્ષેત્રને સ્પર્શતી તેમની વર્ષોથી અખંડપણે ચાલી રહેલી સાહિત્યપ્રવૃત્તિ છે. તાજેતરમાં તેમનું લખેલું ‘કૈલાસ’ નામનું પુસ્તક છપાઈ રહ્યું છે. આ રીતે તેઓ એક મોટા સાહિત્યકાર તે છે જ, પણ એ ઉપરાંત ધર્મશાસ્ત્રોના તેઓ ઊંડા અભ્યાસી છે અને પુરાતત્વ સંશાધનમાં પણ તેઓ ઊંડો રસ ધરાવે છે. આવી એક વિશેષ વ્યકિતને સંઘ તરફથી આવકારતાં મને ખૂબ આનંદ થાય છે. તેઓ અહીં પંદર વીસ દિવસથી આવ્યા છે. આ તકનો લાભ લઈને સંઘના સભ્યોને તેમને લાભ મળે એ હેતુથી તેમનું વ્યાખ્યાન રાખવા મેં તેમને વિનંતિ કરી. એ વિનંતિના સ્વીકારના પરિણામે તેઓ આજે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, આ માટે તેમના આભાર માનીએ, તેમને આજના વિષય ઉપર વ્યાખ્યાન આપવા હું વિનંતિ કરૂં છું. ” ત્યાર બાદ સ્વામીજીએ ‘આપણા જીવનમાં હિમાલયનું સ્થાન’ એ વિષય ઉપર લગભગ સવા કલાક સુધી ધારાવાહી પ્રવચન કર્યું અને અનેક માહિતીઓથી ભરેલા અને હિમાલયના ગૌરવ વિષે શ્રોાતાઓને સભાન બનાવતા વ્યાખ્યાન વડે માતા ભાઈ બહેનાને અત્યંત પ્રભાવિત કર્યા. આ પ્રવચનને સંક્ષેપમાં સમાવિષ્ટ કરતી નોંધ સ્વામીજીએ લખી મેાકલવાનું કબૂલ કર્યું છે. તેથી તેની વિગત અહીં આપવામાં આવતી નથી. છેવટે સંઘના અન્ય મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે સ્વામીજીનાં આભાર માન્યો અને સભા વિસર્જન કરવામાં આવી.
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy