SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૬૩ કરવું તે કોઈને સૂઝતું ન હતું. નિવૃત્તિમય જીવન સ્વીકારીને આત્મસાધના કરવાની ઘણાની ઈચ્છા હતી. પ્રબુદ્ધ જીવન ૧૮૮૬ના ૨૫ મી ડિસેમ્બરની રાત્રે તાપણું કરી સૌ બેઠા હતા. વિવેકાનંદે જીસસ ક્રાઈસ્ટની જીવનકથા કહી અને પછી તેમણે જગતકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પણ કરવા સૌને આદેશ આપ્યા. અને સૌએ સંન્યાસની પ્રતિજ્ઞા લીધી. પણ એ સંન્યાસ જુદા પ્રકારનો હતો. એ સંન્યાસ માત્ર આત્મસાધનામાં નિમગ્ન થવાના જ નહિ પણ માનવસેવાને સંન્યાસ હતા. It combined the ideal of contemplotion with the ideal of human service. તે સંન્યાસની કલ્પનામાં ધ્યાનના આદર્શ સાથે માનવસેવાના આદર્શના મેળ જોડવામાં આવ્યા હતા. પણ આ પ્રતિજ્ઞાને આકાર આપતા બીજાં ૧૧ વર્ષ વહી ગયાં. તે પહેલાં વિવેકાનંદે ઘણું જાણવાનું હતું, ઘણું કરવાનું હતું. પરમહંસના અવસાન સમયે વિવેકાનંદની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. ભારતની ભૂમિ, તેની જનતા અને તેના આત્માના તેણે પરિચય કરવાનો હતો. આ માટે તેમણે પરિભ્રમણ આદર્યું, પાંચ વર્ષ સુધી આ મહાપરિવ્રાજક તિબેટથી કન્યાકુમારી સુધી ફરી વળ્યા, ભારતવર્ષની ભયંકર ગરીબાઈના અનુભવ કર્યો અને તેના આત્મા કકળી ઊઠયા. મારા દેશબાંધવા માટે હું શું કરું છું તે એક જ નાદ તેના અંતરને ચીરી રહ્યો. તેને એક વિચાર સ્ફ ુર્યો કે, પશ્ચિમમાં જઈ વેદાંતના સંદેશ તે પ્રજાને આપું અને તેની પાસેથી લક્ષ્મી લાવી ભારતની પ્રજાની ગરીબાઈ ઓછી કરૂં. અને તેમને એ તક મળી. શીકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ થવાની છે તે સાંભળ્યું અને ત્યાં જવાનો તેમણે નિર્ણય કર્યો. આ સમયે નરેન્દ્ર મટી તે સ્વામી વિવેકાનંદ થયા. સ્વામી વિવેકાનંદે ૧૮૯૩ માં કરેલી. અમેરિકાની યાત્રા એક અદ્ ભુત પરાક્રમ હતું. તેમણે સાહસથી ઝંપલાવ્યું. વિશ્વ ધર્મ પરિપદ વિષે કોઈ ચોક્કસ માહિતી તેમને ન હતી. ક્યાં અને કયારે ભરાવાની છે તેની ખબર ન હતી. તેમાં કોને સ્થાન છે તે જાણતા ન હતા. તેમની પાસે કોઈ પરિચયપત્રા ન હતા. એક માત્ર ઈશ્ર્વરમાં શ્રદ્ધા રાખી પેાતાના આત્મવિશ્વાસથી ૩૦ વર્ષના આ સંન્યાસી ઉપડયા અને ફરતાં ફરતાં અઢી મહિને શિકાગો શહેરમાં । આવીને ઊભા રહ્યો. એની સમૃદ્ધિ અને દોડધામ આશ્ચર્યચકિત થઈને તે જોઈ રહ્યો. ૧૯૧ નિધિ નહિ એવા આ યુવાન સંન્યાસી હતો અને શું થયું? રોમાં રોલાંના શબ્દોમાં કહ્યું. તે : “The unknown of yesterday, the beggar, the man despised for his colour by a world, wherein the dregs of more than half a dozen of the peoples of the world meet, at first glance, was to impose his sovereign genius.” “દુનિયાના અરધા દેશોના લોકોના ઉતાર જ્યાં ભેગા થાય છે અને જ્યાં . કાળા રંગ સામે સૂગ છે એવા આ સ્થળમાં ગઈ કાલ સુધી જેને કોઈ જાણતું નહોતું, એક ભિક્ષુક, ચામડીના રંગના કારણે તિરસ્કૃત એવા આ માનવી પોતાની તેજસ્વી પ્રતિભા વડે પરિષદમાં એકઠા થયેલા લોકોને પ્રથમ દર્શને જ અભિભૂત કરવાના હતા, આંજી નાખવાનો હતો. ” - માહિતી ખાતામાં ખબર કરી તો જાણ્યું કે પરિષદ ભરાવાને હજી બે મહિનાની વાર છે. વિશેષ જાણ્યું કે, પ્રતિનિધિઓનાં નામ નોંધાવાનો સમય વીતી ગયા છે, અને કોઈ સંસ્થા તરફથી માકલાયેલ ન હોય તેવી કોઈ વ્યક્તિ પ્રતિનિધિ થઈ શકે નહિ, પણ નિરાશ થાય એ વિવેકાનંદ નહિ, ભગવા ઝબ્બો, ફેંટો, અને તેમાં તેમના ભવ્ય દેહ સૌનું ધ્યાન ખેંચતો. બોસ્ટનમાં પ્રા॰ રાઈટ તેમને મળી ગયા. તેમણે સર્વ ધર્મ પરિષદમાં વિવેકાનંદની હાજરી માટે વ્યવસ્થા કરી. બાસ્ટનથી શિકાગોની ટિકિટ કઢાવી આપી. ટૂ ઈન મોડી પહોંચી. અને શિરનામું ગુમાઈ ગયું હતું. ક્યાં જવું તેની ખબર ન હતી. કોઈ માર્ગ બતાવે નહિ. રાત્રે સ્ટેશન પર પડી રહ્યા સવારે ઊઠયા શહેરમાં ભમ્યા પણ કોઈ મદદ કરે નહિ, અને થાકેલા રસ્તા પર બેસી ગયા. પણ ઈશ્વરના સંકેત હતા જ કે આ સંન્યાસીએ વિશ્વ ધર્મ પરિષદમાં જવું. એક ભલી બાઈ મળી. તેણે તેમને ઘરમાં બાલાવ્યા. ત્યાં સ્નાન કર્યું અને છેવટે પરિષદમાં તેઓ હાજર થયા. જુદા જુદા ધર્મના પ્રતિનિધિઓ વચ્ચે સ્થાન લીધું, ભારતમાંથી બ્રહ્મોસમાજના પ્રતાપચંદ મઝુમદાર હતા, થીઓસેફિસ્ટ ચક્રવર્તી હતા, બુદ્ધ ધર્મના ધરમપાલ હતા, જૈન ધર્મના વીરચંદ રાઘવજી ગાંધી હતા અને એ બધાની વચ્ચે, કોઈના પ્રતિ આવી મહાન પરિષદ સમક્ષ પ્રથમવાર તેને બોલવાનું હતું. અંતરમાં ખળભળાટ હતા, એક પછી એક પ્રતિનિધિ ઊઠી, પેાતાની ઓળખાણ આપે અને વિદ્રતાભર્યું ભાષણ કરે. આમ લગભગ આખો દિવસ વીતી ગયો. અને અંતે આ સંન્યાસી ઊઠ્યા. તેણે કોઈ તૈયારી કરી ન હતી. કોઈ ભાષણ લખ્યું ન હતું. પણ-Hardly had he pronounced the very simple opening words “Sisters & Brothers of America" the hundreds arose in their seats and applanded. “અમેરિકાના ભાઈઓ અને બહેના” એટલા જ શબ્દ તેણે ઉચ્ચાર્યા કે તરત જ સેંકડો સભાજનો પોતાની બેઠક ઉપરથી ઊભા થઈ ગયા અને તેને વધાવી લીધા. અને પછી ધોધ વહ્યો એની વાણીના, એના અંતરાત્માના નાદન. His speech was a tongue of flame —તેની વાણીમાં આગ ભરી હતી. દરેક પ્રતિનિધિ પાંડિત્યભર્યું ભાષણ કરે. પોતાના ધર્મ શ્રેષ્ઠ છે, તે ધર્મ મારફત જ મેાક્ષ મળે, પોતાના ઈશ્વર જ મનુષ્યના ઉદ્ધાર કરે છે એમ પુરવાર કરવા પ્રયત્ન કરે. આ સંન્યાસીએ બુલંદ અવાજે પાકાર્યું કે ઈશ્વરને પહોંચવાના ઘણા માર્ગો છે. અને દરેક માર્ગ ઈશ્વરના દરબારમાં લઈ જાય છે. વિશ્વધર્મ પરિષદમાં સાચા વિશ્વધર્મના માનવધર્મના—સંદેશ આ એક પ્રતિનિધિએ આપ્યો. અને પરિષદ સાર્થક કરી. પછી તો તેમણે પરિષદમાં અને પરિષદના વિવિધ વિભાગામાં ૮-૧૦ બીજાં વ્યાખ્યાનો હિંદુ ધર્મ, વેદાંત, વગેરે વિષયો ઉપર આપી સૌને મંત્રમુગ્ધ કર્યાં. જનતા જે ભાષા સમજે તે ભાષામાં ધર્મના સાચા સંદેશ ભારતના આ પ્રતિનિધિએ અમેરિકાને આપ્યો. ક પરિષદની પૂર્ણાહુતિ પછી અમેરિકામાં એ લગભગ બે વર્ષ રહ્યા. રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, વેદાંત, હિંદુધર્મ વગેરે વિષયો ઉપર વ્યાખ્યાનો આપ્યાં. વૉલ્ટ વ્હીટમેન, ઈમર્સન અને થારાના અમેરિકામાં પૂર્વનો આ સંદેશ ઝીલવા કેટલાક સાચા જિજ્ઞાસુ જીવા હતાં, તેમ કેટલાક કુતૂહલથી આકર્ષાયેલા પણ હતા. રાજયોગથી શરીરસૌન્દર્ય વધે છે તેમ જાણી સૌન્દર્ય ધામોની કેટલીક સુંદરીઓ પણ રાજ્યોગની અભ્યાસી થવા તૈયાર થઈ. આવા દંભ પ્રત્યે વિવેકાનંદના રોષ ઊતયાં. પછી યુરોપમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની વગેરે સ્થળોએ પ્રવાસ કરી ત્યાં મેક્સમુલર, ડોયસન જેવા પૌર્વાત્ય વિદ્વાનોને મળ્યા, તેમજ વેદાંત અને તત્ત્વજ્ઞાન ઉપર વ્યાખ્યાના આપ્યા. ચાર વર્ષના પ્રવાસ પૂરો કરી, સ્વામીજી સ્વદેશ પાછા ફર્યા ત્યારે તેમના દેશબાંધવાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ગુરુભાઈએ મળ્યા અને ભવિષ્યના કાર્યની વિચારણા કરી. ૧૮૯૭ના મે માસમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. બે વર્ષ પછી ફરીથી લગભગ દોઢ વર્ષ યૂરોપના પ્રવાસ કર્યો. શારીરિક શકિતનો જે અસ્ખલિત વ્યયય કર્યો હતો તેથી શરીર ભાંગ્યું અને ફરીથી તેમનામાં શાંતિની A CORTES
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy