SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ endorsestors of old fier i પ્રભુ જીવન સ્વામી વિવેકાનદ (સ્વામી વિવેકાન’દ જયન્તી—તા. ૧૭–૧–૬૩–ના રોજ ઑલ ઈન્ડિયા રેડીયો, મુંબઈના મથકેથી પ્રસારિત કરવામાં આવેલ વ્યાખ્યાનને તેની ઉદાર અનુમતિપૂર્વક આ વ્યાખ્યાનને લેખકે થોડુક વિસ્તાર્યું છે. નીચે આપવામાં આવે છે. ~*~) બાલું છું અને તને જોઉં છું તેવી જ રીતે તું ઈશ્વરને જોઈ શકે, તેની સાથે બાલી શકે. પણ તેમ કરવાના સાચા પ્રયત્ન કોણ કરે છે? પોતાના સ્ત્રી-પુત્ર કે માલ મિલકત માટે લોકો રડે છે, પણ ઈશ્વરને પામવા કોણ રડે છે? પણ તેને પામવાની ખરી તાલાવેલી જાગે તો તેને સાક્ષાત્કાર થાય જ.” ૧૯૦; સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ, ભારત વર્ષમાં સ્થળે સ્થળે અને વિદેશામાં ઊજવાઈ રહી છે. ઓગણીસમી સદી દરમિયાન, ભારતના પુનરુત્થાનમાં જે મહાપુરુષોએ મહત્ત્વનો ભાગ ભજવ્યા તેમાં સ્વામી વિવેકાનંદ અગ્રસ્થાને છે. રાજા રામમેાહનરાય, મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન વગેરે મહાનુભાવાએ બ્રહ્મો સમાજની સ્થાપના કરી, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને સમન્વય કરવા પ્રયત્ન કર્યો. પણ ભારતના આત્મા જેમાં પૂર્ણપણે પ્રકટ થયા અને ભારતની આમજનતાનું હૃદય જેમણે જીતી લીધું તે તે હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી દયાનંદ સરસ્વતી. બન્નેનું કાર્ય અત્યારે આપણી સમક્ષ મોજુદ છે, રામ કૃષ્ણ આશ્રામ અને આર્ય સમાજ મારફત. સ્વામી રામકૃષ્ણ પરમહંસ ખરેખર એક અવતારી પુરુષ હતા. નિરક્ષર બ્રાહ્મણ, કાલીમાતાના પૂજારી, પણ ચૈતન્ય પ્રભુ જેવા પરમભકત અને શંકરાચાર્ય જેવા પ્રખર જ્ઞાની. આત્મસાક્ષાત્કાર સાધી, સંખ્યાબંધ બુદ્ધિશાળી અને શિક્ષિત પુરુષોને પોતાના તરફ તેમણે આકર્ષ્યા. પણ તેમાં સર્વશ્રેષ્ઠ હતા નરેન્દ્ર દત્ત, પાછળથી જે સ્વામી વિવેકાનંદને નામે વિખ્યાત થયા. જેમ સેક્રેટીસના સંદેશ આપણને તેના શિષ્ય પ્લેટો મારફત મળ્યા છે, તેમ સ્વામી રામકૃષ્ણના દિવ્ય સંદેશ જગતે સ્વામી વિવેકાનંદ મારફત જાણ્યા. સ્વામી વિવેકાનંદ પરમહંસના શિષ્ય કેવી રીતે થયા તે પણ એક રોમાંચક કથા છે. સ્વામી રામકૃષ્ણ લકત્તા નજીક દક્ષિણેશ્વરમાં રહેતા હતા ત્યારે તેમની ખ્યાતિ સાંભળી, સેંકડો સ્ત્રી-પુરુષો તેમનાં દર્શને જતાં. નવેમ્બર ૧૮૮૦ માં, એક ભજન મંડળીમાં, ૧૮ વર્ષની ઉંમરના નરેન્દ્ર એક ભજન ગાયું. રામકૃષ્ણ પરમહંસ હાજર હતા.. પરમહંસની વેધક દ્રષ્ટિએ આ યુવાનના અંતરતમ ઊંડાણનું માપ તરત કાઢી લીધું અને તેને દક્ષિણેશ્વર મળવા આવવા કહ્યું. કેટલાક દિવસ પછી નરેન્દ્ર કેટલાક મિત્રા સાથે મળવા ગયો. નરેન્દ્રના કંઠ બુલંદ અને ભાવવાહી હતા. પરમહંસે ભજન ગાવા કહ્યું અને નરેન્દ્ર ગાયું. પછી શું બન્યું તે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં જ કહેવા જેવું છે :— « “મેં ગાયું પછી તેઓ ઊઠયા અને મારો હાથ પકડી - રાદી ઓસરી તરફ મને લઈ ગયા અને દ્વાર બંધ કર્યું. અમે બન્ને એકલા હતા. આશ્ચર્યથી હું તેમને નિહાળી રહ્યો અને તેમના મુખ ઉપર હર્ષનાં’ અશ્રુ વહી રહ્યાં હતાં. દીર્ઘ સમયથી મને ઓળખતા હોય તેમ મને તેઓ જોઈ રહ્યા અને મૃદુતાથી કહ્યું, “મારી પાસે આવવામાં આટલા બધા વિલંબ કેમ કર્યો? આટલા સમય મને રાહ કેમ જોવડાવી ? મારી આધ્યાત્મિક અનુભૂતિ સમજી શકે એવી વ્યકિતનાં અંતરમાં મારૂં હૃદય ઠાલવવા હું તલસી રહ્યો છું. તું નારાયણનો અવતાર છે. માનવજાતના દુ:ખ દૂર કરવા આ પૃથ્વી ઉપર તે જન્મ લીધા છે.” હું આત્મા થઈ ગયો. હું શું સાંભળું છું ? આ કાંઈ ગાંડપણ તો નથી ને ? હું વિશ્વનાથ દત્તના પુત્ર. આ મને શું કહે છે? ફરીથી આવવાનું મારી પાસેથી વચન લીધું અને તેમનાથી છૂટવા મેં વચન આપ્યું. મું." ! પછી તે વિવેકાનંદને આવા વિચિત્ર અનુભવ અનેક વખત થયો. બુદ્ધિ ના પાડે, હૃદય આકર્ષણ કરે; અનિચ્છાએ આવે, મુગ્ધ થાય. વળી શંકા-કુશંકામાં ડૂબી જાય, વળી આર્કાય. એક વખત પરમહંસને કહેતા સાંભળ્યા : “ઈશ્વરના સાક્ષાત્કાર થઈ શકે છે. હું અત્યારે તારી સાથે તા ૧-૨-૬૩ અને નરેન્દ્રના હ્રદયમાં આ અને આવાં અનેક વચનાએ ચોટ પકડી. પણ “ શિષ્યન્તેદું શાધિ માદ્ સ્વામ્ પ્રપન્નમૂ ” એ ભાવ જાગતાં પહેલાં, 'લગભગ પાંચ વર્ષ સુધી, એક પ્રકારના ગજ ગ્રાહ ચાલ્યો. બુદ્ધિવાદી નરેન્દ્રને ભક્તિની લાગણીવિવશતાના અણગમો હતો. શ્રદ્ધાથી કાંઈ પણ સ્વીકારવા તે તૈયાર ન હતા. He questioned everything. He never allowed his reason to abdicate. ---તે દરેક બાબત વિષે તર્ક કરતો રહ્યો. તેણે કદિ પાતાની બુદ્ધિને પદભ્રષ્ટ થવા ન દીધી. કૉલેજમાં તત્વજ્ઞાન, વિજ્ઞાન, ઈતિહાસ વગેરેના તે અભ્યાસ કરતો. પ્રખર બુદ્ધિશાળી હતા. તેજ સ્વભાવ, પ્રચંડ કાયા, ક્ષાત્ર લેાહી, દરેક રીતે પરમહંસ વિરોધી પ્રકૃતિ હતી. તેના અંતરમાં તમુલ યુદ્ધ હતું, કાંઈક સ્વપ્નાઓ તે સેવતા. કોઈ વખત લક્ષ્મી, કીતિ, અને સત્તાના શિખરે પહોંચવાની મહત્ત્વાકાંક્ષા તેનામાં જાગતી, તે બીજી વખત ભભૂત લગાવી, લંગોટ પહેરી, સંન્યાસી બનવાની ઈચ્છા થતી, અને બન્ને શક્ય છે તેમ લાગતું. અંતે બીજા સ્વપ્ને તેના અંતરને ઘેરી લીધું. પણ તેમ થતાં પહેલાં કાંઈક યાતનાઓ તેણે વેઠી. જમીનદાર પિતાનો પુત્ર, તેની ૨૧ વર્ષની વયે, પિતાનું અવસાન થયું અને છ સાત જણના ભરણપોષણના બાજો તેના પર આવી પડયા. ઉંડાઉ પિતાએ લેણદારોને ભાર જ વારસામાં આપ્યા હતા. નોકરીની શોધમાં સફળતા ન મળી અને દુ:ખના ડુંગર માથે જ તૂટી પડયા. જીવનની કઠોર વાસ્તવિકતાનો અનુભવ થયો અને તે પોકારી ઊઠયા કે, “આ જીવનમાં નિર્બળ કે ગરીબ કે ત્યજાયેલાંઓ માટે કોઈ સ્થાન નથી.” ઈશ્વર ઉપરની શ્રાદ્ધા રહી નહીં અને “The world seemed to me the creation of a Devil * “દૂનિયા સેતાનનું નિર્માણ હોય એમ તેને લાગ્યું,” પણ તેના લખવા મુજબ "Ramkrishna was the only one who had unwavering faith in me. His unshakable confidence bound me "to' him forever. He alone knew the meaning of love". --“રામકૃષ્ણ એક જ એવી વ્યક્તિ હતી કે, જેને મારામાં અવિચળ શ્રદ્ધા હતી. તેમના સુદઢ વિશ્વાસના પરિણામે હું તેમની સાથે સદાને માટે બંધાયો. પ્રેમતત્વનું રહસ્ય માત્ર તેઓ જ જાણતા હતા.” અને અંતે એ દિવસ આવ્યો કે, જ્યારે નરેન્દ્રના બધા સંશયાનું નિવારણ થયું. Suddenly it seemed as if the folds enveloping his soul were rent asunder and there was light. “ આત્માને આવરી રહેલા બધા પડદા એકાએક ચિરાઈ ગયા અને જ્ઞાનના સૂર્ય ઊગ્યો. પછી તે આત્માની મુકિતની તાલાવેલી જાગી અને નિર્વિકલ્પ સમાધિમાં પરબ્રહ્મ સાથે એક્સાન થવા તેના જીવ તલસી રહ્યો. પણ પરમહંસની આજ્ઞા થઈ કે, “તારે માત્ર તારો સ્વાર્થ અને તારી મુકિત શોધવાની નથી, તારે જગતનું કલ્યાણ કરવાનું છે” અને નરેન્દ્ર આ આજ્ઞા સ્વીકારી. ૧૫મી ઑગષ્ટ ૧૮૮૬ના દિને પરમહંસનું અવસાન થયું. પછી તેમના શિષ્યગણના નરેન્દ્ર સ્વાભાવિક રીતે જ નેતા થયા. શું
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy