________________
el: 1-2-73
શુદ્ધ જીવન
મુકેત
જીવનના માર્ગે
(પ્રબુદ્ધ જીવન’ના વાચકોને યાદ હશે કે, શ્રીમતી વિમલા ઠકારના ત્રણ લેખા પ્રબુદ્ધ જીવનના તા. ૧-૫-૬૨ થી તા. ૧-૬-૬૨ સુધીના અંકોમાં ક્રમસર પ્રગટ કરવામાં આવ્યા હતા અને એ વર્ષોજીનાં ભૂદાન કાર્યકરના જીવનમાં કેમ પલટો આવ્યો હતો, જેના પરિણામે તેઓ ભૂદાન પ્રવૃત્તિથી છુટાં થયાં હતાં અને તેમણે મુકત જીવનના માગે પદાર્પણ કર્યું હતું—આ તેમના જીવનની એક મહત્ત્વની ઘટનાના અને તે પાછળ શ્રી જે. કૃષ્ણમૂર્તિની વિશિષ્ટ વિચારણાથી પ્રભાવિત એવી તેમની વિચારક્રાન્તિના તે લેખા દ્વારા ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને ખ્યાલ આપવામાં આવ્યો હતો. તે વાંચીને, પછી તેમનું શું થયું, તેમણે શું કર્યું વગેરે બાબતે અંગે પ્રબુદ્ધ જીવનના વાચકો જરૂર જિજ્ઞાસા - કુતુહલ - અનુભવતા હશે. આ જિજ્ઞાસા અમુક અંશેતૃપ્ત થાય એ હેતુથી તેમના તરફથી હીલવર્સમ, હોલાન્ડથી અંગ્રેજીમાં લખેલા તા. ૧-૧-૬૩ ના એક પત્ર આવ્યો છે. તેમાંના ઉપયોગી ભાગના નીચે અનુવાદ આપવામાં આવે છે. અહિં જણાવતાં આનંદ થાય છે કે, એ લેખા પ્રગટ થયા ત્યારબાદ જૂન માસમાં તેઓ યુરોપ ગયાં હતાં અને ત્યાંથી ગત જાન્યુઆરી માસની ૨૭મી તારીખે તેઓ સુખરૂપ મુંબઈ ખાતે પાછા ફર્યા છે અને હવેથી તેઓ કાશી છેડીને માઉન્ટ આબુમાં સ્થાયીપણે રહેવા ધારે છે. તેમની સાથે સંપર્ક સાધવામાં જેમને રસ હોય તેઓ ‘શિવ કોઠી, માઉન્ટ આબુ રાજસ્થાન', એ સરનામે તેમની સાથે પત્રવ્યવહાર કરી શકે છે. પરમાનંદ)
જીવન કેવુ વહી રહ્યું છે?
......જીવન કોઈ વિચિત્ર માર્ગે વહી રહ્યું છે. ૧૯૬૨ ની સાલ પુરી થઈ છે. ૧૯૬૨ ના જાન્યુઆરીમાં હું કાશીમાં હતી. ફેબ્રુઆરીમાં મારા માતાપિતા તથા પુરાણા મિત્રાને મળવા માટે હું મધ્યપ્રદેશમાં ગઈ હતી. માર્ચમાં ગાવા ખાતે હું પ્રવાસ કરી રહી હતી. એપ્રિલ માસમાં હું વિનોબાજી સાથે આસામમાં હતી. મેં માસ દરમિયાન આસામમાં જ રહીને એ બાજુના સીમાપ્રદેશોમાં હું ફરી રહી હતી. જુનમાં હું કાશી પાછી આવી અને ત્યાંથી મુંબઈ આવી. જાન માસની ૨૪ મી તારીખે ત્રણ માસ ગાળવાના ઈરાદાથી હું યુરોપ તરફ વિદાય થઈ.
જુલાઈની ૯ મી તારીખે હું ઝુરીચ પહોંચી. એ વખતે ઈન્ફલુએન્ઝાના આક્રમણથી હું પરેશાન થઈ રહી હતી. એ કારણે લગભગ અઠવાડિયું મારે બીછાનામાં સુઈ રહેવું પડ્યું. આ સાત દિવસ દરમિયાન કાંઈક ન સમજાય - ન કલ્પનામાં આવે—એવું બનવા લાગ્યું. મેં કાવ્યો લખવાની શરૂઆત કરી. ખરૂ કહું તો આ પ્રવૃત્તિ મેં સભાનપૂર્વક શરૂ નહોતી કરી. કાવ્યપંકિતઓ અદમ્ય એવા આવેગથી મારી અંદર સ્કુરાયમાન થવા લાગી હતી. ૧૬ મી જુલાઈએ મેં “Fountain of Life' એ શિર્ષક કાવ્ય લખ્યું. પછી લગભગ હંમેશાં એક એક કાવ્યનું નિર્માણ થતું રહ્યું. ૨૫મી જુલાઈએ, જયારે હું સાનન પહોંચી ત્યારે સાત કાવ્યો લખાઈ ચૂક્યાં હતાં.
હાલાંડ અને સ્વીટ્ઝરલેન્ડથી આવેલા કેટલાક મિત્રા સાથે સાનન ખાતે હું એક ઝુંપડીમાં રહેતી હતી. મને કાવ્યો લખતી જોઈને તેમણે મારાં કાવ્યો વાંચી સંભળાવવા મને વિનંતિ કરી. તેમને મારા કાવ્યો ખૂબ ગમ્યાં, જેથી મને પણ આનંદ થયો. સાનનમાં એક મહિના રહી તે દરમિયાન ઘણાં વધારે કાવ્યો લખાયાં. હાલાંડ અને સ્વીટ્ઝરલેન્ડથી આવેલા મારા મિત્રોએ એક પુસ્તિકાના આકારમાં મારાં કેટલાક કાવ્યો પ્રગટ કરવાના નિર્ણય કર્યો.
ઈંગ્લાંડ, નાવે, જર્મની અને હોલાન્ડના મિત્રોએ મારા માટે વ્યાખ્યાનસભાઓ ગોઠવવાનો વિચાર કર્યો, અને મને ભાવભર્યું નિમંત્રણા મોકલ્યાં. આથી મને ભારે આશ્ચર્ય થયું. આ રીતે યુરોપ ખાતે મારો નિવાસ લંબાય.
મેં ઈંગ્લાંડમાં છ અઠવાડિયાં, નવે માં બે અઠવાડિયા, જર્મનીમાં દશ દિવસ અને હાલાંડમાં ત્રણ અઠવાડિયાં ગાળ્યાં. આમ બધું થઈને મેં ૨૫ સભાઓમાં ભાષણા કર્યા. આ વાર્તાલાપોને સારો આવકાર મળ્યો... ચર્ચાઓ પણ સારા પ્રમાણમાં રસમય બની. આ પ્રવૃત્તિના પૂરો ખ્યાલ આપવા માટે મને સાંભળવા આવતા શ્રોતાવર્ગને હું ત્રણ વિભાગમાં વહેંચવા છચ્છું :
(૧) આ સભાઓમાં ભાગ લેતું એક મંડળ કેટલાક યુવાનોનું • હતું. મને તેઓ ખૂબ ધ્યાનથી સાંભળતા હતા. તેઓ અનેક શંકાઓ સાથે આવ્યા હતા. હું જે કાંઈ કહું તેને પડકારવાના મનેાભાવપૂર્વક તેઓ આવ્યા હતા. સભા પૂરી થવાના સમયે કાં તો ત્યાં
આવવા બદલ તેઓ સંતોષ અનુભવતા હતા અથવા તે મારી સામે તેઓ ટકી ન શકયા એ બદલ દુ:ખ તથા અકળામણ અનુભવી રહ્યા હતા. હું જીવનને સીધા સ્પર્શ કરતા મારા પોતાના વિચારો રજુ કરી રહી હતી. અહિં શાસ્ત્રીય દલીલો અને વિચારસરણીઓ અપ્રસ્તુત બની જતી હતી. કેટલાક મને વ્યક્તિગત રીતે મળવા આવ્યા હતા અને મારી સાથે તેમણે અંગત રીતે ચર્ચા કરી હતી. આ મુલાકાતથી મને ખૂબ લાભ થયા હતા.
(૨) બીજું મંડળ કહેવાતા ધાર્મિક અને અધ્યાત્મલક્ષી લોકોનું હતું. પૂર્વથી આવેલા કોઈ નવા પયગંબરને કે કોઈ નવા તારણહારને મળવાની આશાથી તેઓ આવ્યા હતા. તેઓ મારા વિષે નિરાશ થયા હતા, જે તદન સ્વાભાવિક હતું. તેમણે મારી સામે સર્વપૂરાણા પયગંબરો અને તેમના નામ સાથે જોડાયેલા ધર્મશાસ્ત્રો રજુ કર્યા હતા. તેમના સવાલાએ અને તેમની સાથે થયેલી ચર્ચાઓએ મારા દિલને ગમગીન બનાવી દીધું હતું.
(૩) ત્રીજું મંડળ કૃષ્ણમૂર્તિના પ્રશંસકોનું હતું. તેઓ તેમને ૧૯૨૦ ની સાલથી જાણતા હતા. તેઓ પણ મને પડકારવાના આશયથી આવ્યા હતા. બીજું કોઈ સત્યને શી રીતે પ્રાપ્ત કરી શકે? આના અધિકારી તે માત્ર કૃષ્ણમૂર્તિ જ હોઈ શકે. તેમનું કહેવું હતું કે, “અમે તમારા વિષે કશું સાંભળ્યું નથી. અમે તમને કદિ જોયા નથી. તમે કૃષ્ણમૂર્તિના અનુયાયી છે? તમે તેમની મશાલ ઉપાડીને આવ્યા છે? અથવા તો તેમણે નીમેલા તમે તેમના વારસદાર છે?” પૂરી નમ્રતાપૂર્વક મારે આવા લોકોને જણાવવું પડતું કે, આવા કોઈ અધિકારના મારા દાવા નથી. જીવતા કે ન જીવતા એવા કોઈ પણ પયગંબર કે ગુરૂના ઉપદેશ સમાવવાને કે પ્રચારવાના મારો કોઈ હેતુ નથી. પણ હું તો માત્ર, જીવન તત્ત્વને જે રીતે .હું સમજું છું તે રીતે તમને સમજાવવાના આશયથી તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું.
કેટલાકે મને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી; કેટલાકે મનમાં ને મનમાં મારી હાંસી કરી; કેટલાકે ભાર દઈને જણાવ્યું કે, હું કૃષ્ણમૂર્તિની જ અનુયાયી અને સંદેશવાહક છું.
વાર્તાલાપ અને મુલાકાતો ઉપરાંત અહિં નહિ ચાલી રહેલા મારા પરિભ્રમણના દિવસો દરમિયાન કેટલાંક કાવ્યો રચાયાં હતાં. કેટલાક મિત્રોની મદદથી એક નાના સરખા કાવ્યસંગ્રહ પ્રગટ કરવાના મેં નિર્ણય કર્યો અને એ રીતે“The Eloquent Ecstasy' પ્રકાશિત થયું છે. હું ગદ્યમાં એક પુસ્તક લખી રહી છું. મારા પ્રવાસ દરમિયાન માત્ર થોડાંક પ્રકરણો હું લખી શકી છું. ભારત પાછી ફરૂં ત્યાર બાદ તે પુરૂ કરવાનું રહેશે.
મે. હવે કાશીથી માઉન્ટ આબુમાં સ્થિર થવાના નિર્ણય કર્યો છે અને ત્યાં શાંન્તિમય જીવન ગુજારવાની હું આશા રાખું છું. આ માટે અહિંથી થોડા સમયમાં ભારત આવી પહોંચવા ધારૂ છું.
વિમલા ઠકાર
»
appea