________________ પ્રબુદ્ધ જીવન તા. 16-12-63 : નિદર્શન છે. ગુજરાત બહાર પ્રવાસ કરતાં જ્યારે ગાંધીજીએ ગુજરાતી “પુરાતત્ત્વ'ની વિદ્રાને દ્વારા પ્રસંશા સાંભળી, ત્યારે ગાંધીજીને એમ થયું કે પુરાતત્ત્વ’ ચલાવવામાં ખેટ સહેવી પડે છે એ ફરિયાદ નકામી છે. તે વખતે શ્રીયુત રસિકભાઈએ સ્વતંત્રપણે અને શ્રી રામનારાયણ પાઠક સાથે મળી ને કામે કરેલાં છે તે ધ્યાન ખેંચે એવાં છે. અગધ' માસિસ્સાં શ્રી રસિકભાઈના જે લેખો મદિત છે, તે આજે પણ ભારતીય સંસ્કૃતીના જિજ્ઞાસુને અનેક રીતે સહાયક થઈ પડે એવા છે. ભાસનાં ચેડાંક નાટકો અને કાવ્યપ્રકાશને અનુવાદ તેમ જ “પ્રસ્થાન' માસિક–એ એ મિત્રયુગલની છત સ્મૃતિસમ છે. શ્રીયુત રસિકભાઈની જે મૌલિક વિશેષતા છે, તે તે એ છે કે નામરું હિ કિવિતા શબ્દો થડા પણ વકતવ્ય ધારું; અને આ બધાંની ભૂમિકારૂપે એમના વાચનની નિસીમ વિશાળતા તેમ જ બધું પૂરું સમજીને જ આગળ વધવાની ટેવ. વૈદિક, બૌદ્ધ, જૈન આદિ ભારતીય પરંપરાઓ તેમ જ પાશ્ચાત્ય ભાષા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન આદિને સ્પર્શતી વિદેશી પરંપરાઓના વ્યાપક જ્ઞાનને લીધે શ્રીયુત રસિકભાઈમાં એવું સાંસ્કારિક રસાયન જન્મવા પામ્યું છે કે તેને લીધે તેઓ કોઈ પણ નીતિ, પંથ કે દેશની સંકુચિત સીમામાં બંધાઈ રહેતા નથી. આ અને આવી બીજી ઘણી વિશેષતાઓને લીધે જ સ્વ. ડૉ. આનંદશંકર ધ્રુવે એમને ગુજરાત વિદ્યાસભાનું સંચાલન સોંપ્યું. શ્રીયુત રસિકભાઈએ, ધ્રુવ જીએ કલ્પી ન હોય એટલી એમની આશાને સફળ કરી છે, એ વાત ગુજરાત વિદ્યાસભાના વિકાસને છેલ્લાં વીશ વર્ષને ઈતિહાસ જાણનાર કહી શકશે. એયન્ટ ઈન્ડિયન’ હિસ્ટરી અને કલચરને એમ. એ.ના અભ્યાસક્રમમાં દાખલ કરાવી એનું સફળ સંચાલન કરાવ્યું એ શ્રીયુત રસિકભાઈને જ આભારી છે. આ વિષેના અનેક એમ. એ. ગુજરાતમાં અને ગુજરાત બહાર તે તે સંસ્થાઓમાં કામ કરે છે એ શ્રી રસિકભાઈના જ વિદ્યાર્થીએ. ગુજરાત વિદ્યાસભાએ ભે. જે. વિદ્યાભવન દ્વારા જે ઉચ્ચ અધ્યયન, અધ્યાપન અને સંશોધનની પ્રવૃત્તિ શરૂ કરી અને અત્યારે પણ ચાલુ રાખી છે, તેને મુખ્ય જશ શ્રીયુત રસિકભાઈને ફાળે જાય છે. ગયા વર્ષમાં જે. જે. વિદ્યાભવનના નવા મકાનનું ઉદ્ઘાટન કરતી વખતે શેઠશ્રી કરનુરભાઈએ જે એવી મતલબનું કહેલું કે પૈસા અને બીજું બધું હોત છતાં રસિકલાલ પરીખ આમાં ન હોત તો આ સંસ્થા જે કાંઈ કરી શકી છે તે કરી શકી ન હોત તે અક્ષરશ: સાચું છે.' ' શ્રીયુત રસિકભાઈ સંસ્કૃત, પ્રાકૃત, પાલી, અંગ્રેજી આદિ ભાષાઓ તો જાણે જ છે; દર્શન, તર્કશાસ્ત્ર, અને તેમાંય યોગશાસ્ત્ર એ પણ એમના પ્રિય વિષય છે; રાજકારણ અને ઈતિહાસના સંસ્કારો પણ એમના વિશિષ્ટ છે; પણ બધામાં મોખરે તરી આવે એવી એમની કળા એ વાર્તા, કાવ્ય અને નાટકવિષયક છે. તેઓ ગાઈ કે બજાવી જાણતા નથી, અભિનય પણ કરી શકતા નથી, પણ એમનું સંગીત, નૃત્ય અને અભિનયવિક જ્ઞાન અને એની સમજ, એ શાસ્ત્રીય તેમ જ ઊંડાં છે. સ્વ. ભાતખંડે અને તેમને મુખ્ય શિષ્ય શ્રી વાડીલાલભાઈ ભેજકને પાસ શ્રીયુતે રસિકભાઈને ઠીક ઠીક લાગે છે, ત્યાં સુધી કે એમણે પિતાના પુત્ર પરિવારમાં કોઈને એક પ્રકારની તો કોઈને બીજા પ્રકારની એ વિશેની તાલીમ અપાવી છે. સ્વ. બાપુભાઈ , નાયકનું સખ્ય એમણે આ જ દ્રષ્ટિએ કેળવેલું. અને વયોવૃદ્ધ શ્રી જયશંકરભાઈ “સંદરી', જે સર્વથા નિવૃત્ત જીવન ગાળવા છતાં વતન છોડી અમદાવાદમાં આવી કેટલાંય વર્ષો થયાં નાટયવિદ્યાની પ્રત્યક્ષ પ્રવૃત્તિ પોષી રહ્યા છે, તે એકમાત્ર શ્રીયુત રસિકભાઈના આકર્ષણને આભારી છે. ‘મના ગુર્જરી” નાટકની શ્રીયુત રસિકભાઈની રચના અને શ્રીયુત ‘સુંદરી’નું પ્રાયોગિક જ્ઞાન, એ બંનેના સુભગ મિલનને કારણે જ “મેના ગુર્જરી'એ ગુજરાતમાં અને ગુજરાત બહાર નામના મેળવી છે. ' આમ તે શ્રીયુત રસિકભાઈ વિષે શું લખવું અને શું છોડી દેવું અને ઝડપથી વિવેક કરવાનું કામ મારે માટે અત્યારે સહેલું નથી; છતાં ય એમને વિશે એક વિધાન નિ:શંકરૂપે કરી શકાય કે અત્યારના ગુજરાતમાં જે જે મારા પરિચિત વિશિષ્ટ વિદ્રાને અને પ્રાધ્યાપકો છે તે બધાયમાં હું શ્રી રસિકભાઈને મૂર્ધન્ય તરીકે લેખું છું. તેથી જ ગુજરાતની ત્રણ યુનિવર્સિટીએ જ નહિ, પણ મુંબઈ અને પૂનાની વિદ્યાસંસ્થાઓ સુદ્ધાં પાતપતાની કોઈ ને કોઈ કમિટીમાં શ્રીયુત રસિકભાઈને સાંકળી રાખવામાં ગૌરવ અનુભવે છે. એમણે 'કાવ્યાનુશાસન આદિ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે, પણ તેમના અધ્યયનની વિશાળતા અને વિશ્લેષણની મૌલિકતા. એ તેમની પ્રસ્તાવનામાં જોવા મળે છે. મેં એકવાર સભા રામક્ષ ખુલ્લા દિલે કહેલું કે હું મારું લખાણ શ્રીયુત રસિકભાઈ અને પં. શ્રી દલસુખભાઈ માલવણિયા એ બંનેને સંભળાવ્યા વિના ને તેમની સંમતિ મેળવ્યા વિના પ્રસિદ્ધ કરતો નથી એ માત્ર તેમના તટસ્થ વિશાળ અધ્યયન પ્રત્યેના મારા આદરને કારણે. જે ‘શર્વિલકને લક્ષી એમને રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું છે તે “શર્વિલક' વિષે લખવાનું આ સ્થાન નથી. તે વિષે તે અહિ એટલું જ કહી શકાય કે જેઓ નાટ્ય-સાહિત્યના રસિક અને પારખુ હોય તેઓ એને સ્વસ્થપણે વાંચી લે. શ્રીયુત રસિકભાઈની તબિયત હંમેશાં એકસરખી નથી રહેતી. ઉમર બહું ન કહેવાય તેય સાઠ ઉપર તે ગઈ જ છે. વિવિધ વિદ્યાઓને પરિપાક પણ એમનામાં ઠીક ઠીક છે. તેઓ ભલે પોતાની પ્રિય નાટક આદિ પ્રવૃત્તિઓ ખીલવે; છતાં એમના તેંતાળીસ વર્ષ જેટલા લાંબા પરિચયપટને આધારે હું એમની પાસેથી માત્ર ગુજરાત માટે જ નહિ, પણ સર્વસાધારણ માટે એક તત્ત્વજ્ઞાનવિષયક વ્યાખ્યાનમાળા કે પુસ્તકની અપેક્ષા સેવું છે. જો તેઓ તત્ત્વજ્ઞાનના અનેક વિષયોને આવરી વ્યાખ્યાન ન આપે કે ન લખે તોય છેવટે તેઓ યોગની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ વિષેની ભૂમિકાઓ ઉપર લખે તોય એમાં ઘાણ સારતત્વ આપણને મળશે એમ હું માનું છું. હમણાં જ એમણે વડોદરામાં રસ કે આનંદમિમાંસા વિષય ઉપર વ્યાખ્યાને આપેલાં, પણ હું જે વ્યાખ્યાને વિષે અભિલાષા રાખું છું તે ભારતીય આધ્યાત્મિકોની અધ્યાત્મપ્રણાલિઓ વિષે. શ્રીયુત રસિકભાઈએ નાટક-કળા જેવી દશ્ય અને શ્રવ્ય કળા ખીલવી ન હતી તે દિલ્હીનું ધ્યાન ભાગ્યે જ આકર્ષત, અને ગુજરાત તો ઘરના આંગણે પુરબહારમાં ખીલેલ ગુલાબપુપની સુવાસ ભાગ્યે જ મેળવી શકત. પણ એમનામાં જે તત્ત્વજ્ઞ અને દાર્શનિકની ઊંડી સમજની વિશિષ્ટ છતાં અમૂર્ત સુવાસ છે તેનું અભિનંદન દિલ્હી કે બીજી કોઈ બહારની સંસ્થાની અપેક્ષા રિવાય જ આપણે સમજદાર ? ગુજરાતીઓ જેટલું વહેલું કરીએ તેટલી જ આપણી સાચી ગુણપરીક્ષા કરે. ' પંડિત સુખલાલજી | પૃષ્ઠ - વિષયસૂચિ કરુણામૂર્તિ શ્રીમતી રૂકમણી એરંડેલને પરિચય સ્વ. મેહનલાલ મેતીચંદ ગઢડાવાળા પરમાનંદ 3 અને આજનું સૌરાષ્ટ્ર હિંદુ ધર્મ અને જૈનધર્મ દલસુખ માલવણિયા 4 “સંસ્કૃતિ-રક્ષકો” ચીમનલાલ ચકુભાઈ શાહ 6 લેકશાહી દ્વારા સમાજવાદ એક અપંગની આકાંક્ષા. પરમાનંદ 9 આગામી ગુજરાતી સાહિત્ય પરિષદના પંડિત સુખલાલજી 9 પ્રમુખ: વિદ્દવર્ય શ્રી રસિક્લાલ - છોટાલાલ પરીખ માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ 45-47, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, 3 મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.