________________
તા. ૧૬-૧૨-૬૩
કવિત્વ છે, પણ તેનું તાત્પર્ય તો ભૌતિક સમૃદ્ધિની યાચનામાં રહેલું છે. કોઈ પારલૌકિક કે આત્માની ઉન્નતિ—આધ્યાત્મિક ઉન્નતિ—માટેના પેાકારો તેમાં નથી. પણ શત્રુ—બાહ્ય શત્રુ ને નાશ કરી સામ્રાજ્ય - પ્રદેશ વિસ્તારમાં દેવાની સહાય માગવામાં આવી છે. આથી ઉલટું આગમોમાં આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ દેખાડવામાં આવ્યો છે અને ભૌતિક સમૃદ્ધિની તુચ્છતાનું વર્ણન છે. અને જ્યાં પણ કોઈ સ્તુતિ છે ત્યાં આંતરિક શત્રુ રાગદ્ર ષને નિવારી મુકિતલાભની ઝંખના દર્શાવવામાં આવી છે. વેદ અને આગમના આ મૌલિક ભેદ છે.
×બુ* જીવ ન
વળી વેદમાં જે આરાધ્યદેવા છે તેમાં પણ ઋષિઓએ પેાતાના જ જેવા રાગદ્વેષની ક્લ્પના કરી છે. તે પણ સ્તુતીથી પ્રસન્ન થઈ સ્તોતાની મદદે દોડે છે અને તેમને પણ એ જ ભાજન ભાવે છે જે આરાધકને ભાવેછે એવી કલ્પના છે. આરાધકના જે શત્રુ એ દેવાના પણ શત્રુ બની જાય છે અને તેના નાશ કરવાનું કાર્ય તે કરે છે એવી કલ્પના છે. આથી ઉલટું આગમામાં જે દેવાની કલ્પના કરવામાં આવી છે તે સ્વર્ગમાં રહે છે પણ સ્તુત્ય નથી. તે દેવા તો સ્વયં તીર્થંકરની ઉપાસના કરવા આવે છે. ઉપાસ્ય હાય તે તે વીતરાગ જ હોવા જોઈએ. અને ઉપાસનાના હેતુ વીતરાગ બનવું એ છે. આ બધી ભાવનાને આધારે વેદ અને આગમના ભેદ પડે છે. આગમને આધારે જે સમગ્ર જૈન સાહિત્યનું નિર્માણ થયું છે તેમાં ઉકત ભાવનાને જ પાષણ મુખ્યરૂપે આપવામાં આવ્યું છે.
પ્રવર્તક મહાપુરુષો
હિન્દુધર્મમાં અત્યારે રામ, કૃષ્ણ, શિવ-શંકર—આ ત્રણની વિશેષે પૂજા ભગવાનરૂપે થાય છે. તેમાં પણ કૃષ્ણનું મહત્ત્વ સવિશેષ છે. એ ત્રણેય એક જ પરમાત્માના અવતાર છે. એવી કલ્પના છે. અને એ પરમાત્મા તો સદા મુકત મનાયા છે. વળી તે તે સંપ્રદાયા તે તે મહાપુરુષોને નામે પ્રચલિત થયા છે. જેમ કે શૈવ, વૈષ્ણવ આદિ. આ પછી પણ જે જે સંતો થયા તેમના નામે પણ રામાનુજી, ચૈતન્ય, રામાનંદી, કબીરપંથી આદિ સંપ્રદાયો થયા. આ સંત પણ ભગવાનપરમાત્માના અંશાવતાર હોઈ સ્વયં ભગવાન જેમ જ પૂજાય છે.
ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરીએ તો આ અવતારવાદના સિદ્ધાંત, ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા મનુષ્યો પૂજાવા શરૂ થયા ત્યાર પછી, શરૂ થયો છે. ામણ સંપ્રદાયમાં તીર્થંકર કે બુદ્ધો એ ક્ષત્રિયો હતા, તે રામ અને કૃષ્ણ જે અવતારરૂપે પૂજાયા છે તે પણ ક્ષત્રિયા જ છે. પણ શ ણાના તીર્થંકરો અને આ અવતારોમાં જે એક ભેદ છે તે એ છે કે અવતારો સ્વયં મુકત પુરુષના રૂપાંતરો હોઈ તેમને જીવનમાં પેાતાની ઉન્નતિ માટે કશી જ આધ્યાત્મિક સાધના કરવાની હોતી નથી, આવશ્યક પણ મનાઈ નથી. આવી દેખીતી કોઈ પણ આધ્યાત્મિક સાધના રામ કે કૃષ્ણના જીવનમાં દેખાતી પણ નથી. હા, શિવ-શંકરના જીવનમાં એ દેખાય છે ખરી. પણ શિવ એ મૂળ વૈદિક દેવ નથી, પણ વૈદિક બ્રાહ્મણાએ એ પ્રભાવશાળી પૂજાતા દેવને પોતાની દેવ શ્રેણીમાં દાખલ કરી દીધા છે. કૃષ્ણ પણ વેદવરોધી હશે જ, કારણ, કૃષ્ણે ઈન્દ્ર જે વૈદિક પ્રધાનદેવ છે તેના ઉપદ્રવથી લોકોને બચાવવા ગોવર્ધન પર્વત ઉપાડયો હતા એ સૂચવે છે કે કૃષ્ણને અને ઈન્દ્રને વિરોધ છે. આથી પ્રજામાંથી ઈન્દ્રાદિ વૈદિક દેવાને નિર્મૂળ કરવામાં કૃષ્ણે ઠીક ઠીક ભાગ ભજવ્યો હશે. પ્રજાના મોટા ભાગમાં પૂજાતા આવા મનુષ્યોને વૈદિકોએ અવતારવાદની કલ્પના કરી પરમાત્માની શ્રેણીમાં દાખલ કરી દીધા. પરિણામે આમજનતામાં ક્રમે કરી વૈદિક ઈન્દ્રાદિ દેવા પૂજાપાત્ર રહ્યા નહિ. સમાજની નાના પ્રકારની મર્યાદાઓ સુસ્થિર કરવામાં ભગવાન રામના ફાળા જેવા તેવા નથી અને ખરેખર તે ભગવાન તરીકે પૂજાય તેમાં કશું જ આશ્ચર્ય નથી. આ જ રીતે મહાભારતમાં રાજનીતિમાં કૃષ્ણે
જે ભાગ ભજવ્યો તે તેમને તે કાળના નેતા બનાવવા પુરતા હતા અને આગળ જઈ તે પણ ભગવાન બની ગયા. તે માટે તેમને કોઈ પણ પ્રકારે સંસાર ત્યાગીને આધ્યાત્મિક સાધના કરવાની આવશ્યકતા હોય એવું તેમના અનુયાયીઓએ કદી માર્યું નથી.
આથી વિરુદ્ધ પરિસ્થિતિ શ્રમણાના તીર્થંકરો અને બુદ્ધ વિષે છે. તે કોઈના અવતાર હોય એવી મૂળ ભાવના નથી. પરન્તુ સામાન્ય મનુષ્ય જ જીવનને ઉન્નત બનાવી છેલ્લી હદે પહોંચે એટલે કે વીતશગ બને ત્યારે તે આદર્શ તરીકે પૂજાય અને એવા વીતરાગ જ્યારે પ્રજાના કલ્યાણ માટે પ્રયત્ન કરતા હોય છે ત્યારે પ્રજામાં તીર્થંકર કે બુદ્ધ અને છે. આમાં ઈશ્વરનું અવતરણ નથી પણ મનુષ્યનું ઉત્થાન છે.
૧
આવા જગતના કલ્યાણ માટે ઉત્થિત મનુષ્યો જ જૈનધર્મમાં તીર્થંકર તરીકે પૂજાય છે. અને તે તે કાળે જૈન ધર્મના પ્રવર્તક મનાયા છે. તેમની સંખ્યા ૨૪ મનાય છે તે તો આ યુગ પૂરતી, પણ આવી અનેક ચાવીશી થઈ ગઈ અને થશે-આ સાંપ્રદાયિક માન્યતામાં એટલું તો સત્ય રહેલું.જ છે કે જે કોઈ મનુષ્ય સ્વયં ઉન્નત થઈ બીજાને ઉન્નતિને રાહે લઈ જઈ શકે તે સૌને તીર્થંકર બનવાના સમાન અધિકાર છે. આથી જ જૈન ધર્મનું પ્રચલન કોઈ એક મહાપુરુષના નામે નથી મનાયું, પણ તે જિનાના એટલે કે રાગ દ્વેષને જીતનારાઓના ધર્મ છે. સૌ વીતરાગા કાંઈ પરકલ્યાણની પ્રવૃત્તિ કરતા નથી, પણ જે કોઈ જન્મ-જન્માન્તરથી જગતકલ્યાણની ભાવનાવાળા થઈને કરુણાનો અભ્યાસ કરે છે અને જગતહિતાર્થે પાતાની સાધના વાળે છે તેવા જ સાધકો તીર્થંકરપદને પામે છે. આમ અનેક રીતે અવતારો અને તીર્થંકરોની ભાવનામાં એક
વસ્તુનું સામ્ય તો છે જ કે તે સૌના મનમાં ધર્મવ્હાર કે ધર્મનું માર્ગદર્શન આપવાની ભાવના સરખી છે.
જૈન આચાર
જૈન આચારના મૂળમાં દ્રવ્ય નહિ પણ ભાવ છે. એટલે કે બાહ્ય આચરણ કરતા અંતરના ભાવ એ આચારમાં મુખ્ય છે. આથી વૈદિકોમાં પ્રચલિત સ્નાન આદિ બાહ્ય આચારને સાધકના ધાર્મિક વિધિ વિધાનમાં છે. અવકાશ છે. બાહ્ય આચારનું ત્યાં સુધી મહત્ત્વ છે, જ્યાં સુધી તે અંતરના ભાવને ઉત્તરોત્તર નિર્મળ કરવામાં સહાયક હોય. જો આમ ન બનતું હોય તો પછી બાહ્યાચારનો કશો જ અર્થ રહેતા નથી. સમગ્ર જૈન આચ રનો ભાર આમ આંતરભાવ ઉપર છે. પણ તે કયા ભાવ એ પ્રશ્ન થાય તો તેના ઉત્તર એ છે કે આત્મૌપમ્ય અથવા સમભાવ. અહિંસા એ સમભાવ કે આત્મૌપમ્યના પરિણામ રૂપે જીવનમાં આવવી જોઈએ. અને એ અહિંસા જ સર્વે ધર્મના પણ મૂળમાં મનાઈ છે. કારણ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય કે અપરિગ્રહ એ સૌ અહિંસાંમૂલક છે. અથવા તો અહિંસાના જ વિસ્તાર છે. આ અહિંસાને જ આધારે શ્રાવક કે સાધુના આચારોના નિયમા ઘડાયા છે. અહિંસાના બે પ્રકાર છે. હિંસા ન કરવી એ નિવૃત્તિરૂપ અને સકલજીવો પ્રત્યે મૈત્રી રાખવી અને તેમના કલ્યાણના પ્રયત્ન કરવા તે વિધાયક રૂપ. જીવનમાં કરુણા, અનુકમ્પા, દયા કે દાન એ બધા અહિંસાના વિધાયક તત્ત્વને આભારી છે. જીવનમાં ત્યાગ કે તપસ્યા તે અહિંસાના નિવૃત્તિરૂપને આભારી છે. આપણે જોઈએ છીએ કે તીર્થંકર ભગવાન મહાવીરે જે ઉગ્ર તપસ્યા કરી અને દીર્ધ ઉપવાસાની હારમાળા સેવી તે અહિંસાનું નિવૃત્તિરૂપ છે. પણ તીર્થની સ્થાપના માટે ઉગ્રવિહારી બન્યા અને લોકોને આદિ કલ્યાણ, મધ્ય કલ્યાણ અને અંતે કલ્યાણ એવા ઉપદેશ આપવા જે કષ્ટો સહ્યાં તે બધું અહિંસાના વિધાયક રૂપને આભારી છે. શ્રાવકોમાં જે તપસ્યાની પ્રવૃત્તિ છે તે નિવૃત્તિપરક છે, પણ દયા, દાન, સાધર્મિક વાત્સલ્ય આદિ અહિંસાની વિધાયક પ્રવૃત્તિ છે. જીવનમાં ધ્યાન, સ્વા ધ્યાય એ પણ રાગ - દુષાદિ દોષો જેને લઈને હિંસા જન્મે છે તેના નિવારણ માટે જ છે. અને પૂજા આદિ પણ એ રાગદ્વેષને નિવારી વીતરાગ બનેલ મહાપુરુષોની છે. અને તે આદર્શ પ્રત્યે આગળ વધવા માટે જ છે. આથી જો પૂજામાં વીતરાગ આદર્શની પ્રત્યે આગળ વધવાનું અટકાવે એવી કોઈ પણ આડંબરી પ્રવૃત્તિ હોય તે તે ન્યાય જ કરે છે. આમ વિચાર કરીએ તે। જીવનમાં પરમ અહિંસક ભાવરૂપ બ્રહ્માની સિદ્ધિ અર્થે જ સકલ આચારનું નિર્માણ જૈનધર્મમાં છે. જૈન ધર્મના આ પ્રકારના અહિંસક વણલની મોટી અસર હિન્દુધર્મ ઉપર થઈ છે એ તથ્ય છે.
જેનામાં પ્રચલિત સામાજિક એટલે કે, સમભાવ - સર્વ જીવાને દુ:ખ અપ્રિય છે અને સુખ પ્રિય છે માટે સૌને સમાન માની કોઈ પણ જીવની વિદ્ધ કરવી નહિ- ભાવનાની અસર ગીતાના સામ્યયોગમાં સ્પષ્ટપણે છે અને મહાભારતના “આત્મન: પ્રતિકુલાનિ પરેષાં ન સમાચરત ” ધર્મતત્ત્વનો આ સાર પણ શ્રમણાની અહિંસક ભાવનાને આધારે જ છે એમાં શંકાને સ્થાન નથી.
"
જૈનાની આવી તાત્ત્વિક અહિંસા છતાં, વ્યવહારમાં જે અનેક મુશ્કેલીઓ પડી તેના નિવારણ અર્થે જે કેટલાક અપવાદો છેદગ્રન્થોના ટીકાગ્રન્થામાં સૂચવાયા છે તેમાં જૈનધર્મની મૂળ ભાવનાને લાંછન લગાડે અને અહિંસાની નિષ્ઠાના અભાવને સૂચવે તેનું ઘણું છે. પણ અપવાદોની એ વિચારણાના વિરોધ સ્વયં જેનાએ જ કર્યો છે અને તેનું અનુસરણ જેમ બને તેમ ન કરવાના સતત જાગૃતિપૂર્વકના પ્રયત્ન જૈનાચાર્યો કરતા રહ્યા છે.
અપૂર્ણ
દલસુખ માલવણિયા