________________
૧૫૮
પ્રબુદ્ધ જી વ ના
તા. ૧૬-૧૨–૬૩
-
-
''
તરફથી અમારી પ્રવૃત્તિઓ માટે તબીબી સહાય, એબ્યુલન્સ વાન વગેરે મળવા લાગ્યું છે. પણ વાંદરાઓની નિકાસથી પરદેશી હૂંડિ| યામણ કમાવું તે ભયંકર ચીજ છે. પરદેશી હૂંડિયામણ કમાવાના બીજા રસ્તા પણ છે.” “પણ તે પછી તમે એમ પણ માને છે કે તબીબી સંશોધનમાં પ્રાણીઓને ઉપયોગ ન કરવો જોઈએ?” “અલબત્ત, નહિ. પશ્ચિમના લોકોની સંસ્કૃતિમાં પ્રાણી જગત માટે કરૂણાને અભાવ હોવાથી જ તબીબી સંશોધન માટે પ્રાણીઓ પર પ્રયોગ થાય છે. આપણે ત્યાં એવું નથી અને મને લાગે છે કે જો પશ્ચિમી વૈજ્ઞાનિકમાં પણ પ્રથમથી જ પ્રાણીઓ પ્રત્યે કરૂણાભાવ હોત તો આટલાં અજાયબ સંશોધન કરનારા તે લોકો પ્રાણીઓ પર પ્રગો કર્યા વગર પણ તબીબી સંશોધન કરી શકયા હોત, અને હજુ પણ પ્રાણીઓ પર પ્રગો કર્યા સિવાય એવું સંશોધન થઈ શકે.” . પશુ કલ્યાણ બોર્ડની કામગીરીમાં એક એવો પણ ઉલ્લેખ છે કે, કતલખાનાની ડીઝાઈન સુધારવી અને પ્રાણીઓને જબ્બે કરતાં પહેલાં ઓછામાં ઓછું દુ:ખ પડે તે જોવું. એ માટે ઓજારો બુઠ્ઠાં ન હોય પણ વધારે ધારદાર હોય તે જોવું અને આગળ વધીને બને તે પ્રાણીઓની કતલ કરતા પહેલાં એમને વેદના ન થાય તે માટે કલોરોફેમ જેવું કંઈક આપીને બેભાન બનાવી દેવાં.. એટલે
આ બધાંનો ઉલ્લેખ કરી મેં પૂછી લીધું કે, “પ્રાચીન લડાઈમાં : હથિયારો તીણ ન હતાં, જ્યારે આજના યુદ્ધમાં તરત જં મૃત્યુ
નીપજાવે તેવાં શસ્ત્રો વપરાય છે, તે તેથી એ હિંસા નથી એમ ઘેડું કહી શકાશે?” શ્રીમતી રૂકમણીદેવીએ કહ્યું, “ જાનવરોને બેભાન બનાવીને કતલ કરવાની વાત અને બને તેટલી માનવતાભરી રીતે તેમને મારવાની વાત હાસ્યાસ્પદ છે. હા, એમને બેભાન બનાવી દેવાય તે એમની વેદના ઓછી થાય, પણ એ હિંસા નથી. એમ થોડું જ કહેવાય ? હું તો કતલખાનાંની જ વિરુદ્ધમાં છું.” એક ભાષણમાં શ્રીમતી એરંડેલે કહ્યું કે “કતલખાનાની આસપાસ રમતાં બાળકોમાંથી કેવાં ભાવિ નાગરિકો પેદા થશે?” એ પણ મને યાદ આવ્યું.
સંગ્રહસ્થાન અને પ્રાણીઓ “પ્રાણીઓ માટે સંગ્રહસ્થાને ઊભાં કરાય છે. પણ અસીમ આકાશ ને વિશાળ જંગલની મુકિત એમને મળતી નથી; તો એ પણ એક પ્રકારની હિંસા કેમ ન ગણાય?” એવા મારા પ્રશ્નના જવાબમાં શ્રીમતી એરંડેલની પ્રાણીજગત પ્રત્યેની કરુણા અને 'વ્યવહારિક જગતના પ્રશ્ન એ બંને વચ્ચેના વિરોધાભાસમાં એમને જે મૂંઝવણ હતી તે પ્રગટ થતી જણાતી હતી. એમણે કહ્યું, “હા, પ્રાણીઓનાં સંગ્રહસ્થાનમાં એમને વધારે મેકળાશ’ મળવી જોઈએ. લંડન વગેરે સ્થળે એ લોકો લગભગ કુદરતી વાતાવરણ સર્જે છે અને પ્રાણીઓને પોતાના કુદરતી સ્થળમાં જ રહેતાં હોય તેવું લાગે તે માટે ખાસ કાળજી લે છે. ” પણ મેં તે આગળ ચલા- વ્યું, “ એવી પરિસ્થિતિ સંગ્રહસ્થાનમાં સર્જવાથી પંખીઓને એમનું આકાશ મળ્યું કે પ્રાણીઓને એમનાં જંગલ મળ્યા એમ તે કહે'વાય જ શી રીતે ?” “હા, એ તો ન જ કહેવાય. પ્રાણીસંગ્રહ- સ્થાનમાં પ્રાણીઓને પૂરવા તે ન જ જોઈએ. પણ એ પ્રવૃત્તિ અત્યારે હું કેવી રીતે ઉપાડી શકું ?”
અમદાવાદમાં એક વ્યાખ્યાનમાં શ્રીમતી એરંડેલે ગૌતમ બુદ્ધના શબ્દો યાદ કર્યા હતા. “હાજરીને કબર બનાવવી નહિ જોઈએ.” અર્થાત માંસાહાર કરે નહિ જોઈએ. પણ આજે યુવાન વર્ગમાં ફેશન ખાતર પણ માંસાહાર વધતું જાય છે અને શાકા- હારી તરીકે રહેવું તે જુનવાણી માનસ ગણાય છે. માંસાહાર કરે તે જ પ્રગતિવાદી ગણાય એવું કાંઈક વલણ અત્યારે પ્રવર્તે જ છે. આવા વલણને પ્રસાર અટકાવવા મુંબઈમાં જીવંદયા મંડળી તર-
ફથી જાન્યુઆરીમાં શાકાહારીઓનું કન્વેશન પણ ભરાવાનું છે. (ઈન્ડિયન વેજીટેરીયન કોંગ્રેસના અધ્યક્ષસ્થાને શ્રીમતી એરંડેલ છે) અને ઈગ્લેન્ડથી વીસેક જેટલા જુવાનિયા આવીને કહેશે કે, “અમે શાકાહાર જ કરીએ છીએ અને પ્રગતિવાદી છીએ.” આમ માંસાહાર કરીને પ્રગતિવાદી થવાય તે જે મતિ ભ્રમ પ્રસરી રહ્યો છે તેને દૂર કરવાનો પ્રયાસ થશે. અમદાવાદ ને વડોદરામાં પણ આ પ્રતિનિધિઓ આવે તેવી ગોઠવણ થઈ રહી છે.
આ સંદર્ભમાં મને પંદરેક દિવસ પહેલાંના સમાચાર યાદ આવી ગયા. ગુજરાત સરકાર વેરાવળ બંદરને ભારતનું પ્રથમ નંબરનું ‘મસ્યબંદર’ બનાવવા માગે છે. અને રૂ. ૧૦૬ લાખના ખર્ચે એ બંદરને અદ્યતન મત્સ્ય બંદર' બનાવીને વધારેમાં વધારે માછલાં પકડીને, નિકાસ પણ કરવામાં આવશે. એટલે શ્રીમતી રૂકમણીદેવીને મેં પૂછયું કે, “આ બધું પણ બંધ થવું જોઈએ તેમ તમે માનો છો ?” ભારતમાં મત્સ્ય ઉદ્યોગ વિકસે તે ભારતની સંસ્કૃતિની વિરુદ્ધની વાત છે એમ તેમણે જણાવ્યું અને લગભગ સ્પષ્ટ મત ઉચ્ચયો કે, આપણે એવી ફીશરીઝ ખીલવવી નહિ જોઈએ.'
માનવકલ્યાણ પહેલાં કેમ નહિ? ગ - સેવા મંડળીને ફાળો ઉઘરાવનારી એક વ્યકિત સ્વામી વિવેકાનંદને મળી હતી અને કંઈક ફાળાની માંગણી કરી હતી, ત્યારે
સ્વામી વિવેકાનંદે પૂછેલું. “તમારી મંડળી દુષ્કાળપીડિત માણસોને રાહત આપવા શું કરે છે?” એટલે પેલા ફંડ ઉઘરાવનારે કહેલું,
એ ક્ષેત્રે અમે કોઈ કંઈ કરતા નથી.” ત્યારે સ્વામી વિવેકાનંદ એને ફાળો આપ્યો નહોતો અને પોતાને એવા ફંડ ઉઘરાવનારાઓ તરફ સહાનુભૂતિ નથી એમ સંભળાવી દીધું હતું. શ્રીમતી કમણીદેવીને મેં ઉપરના પ્રસંગની યાદ આપીને સ્વામી વિવેકાનંદ વિશે એમને અભિપ્રાય માગ્યો ત્યારે એમણે કહ્યું કે “હું સ્વામી | વિવેકાનંદ સાથે સંમત થતી નથી. બંગાળમાં તો મચ્છીને આહાર થાય છે, અને વિવેકાનંદ પણ તે રીતે ઉછર્યા હતાં. ”
શ્રીમતી એરંડેલે અમદાવાદના ભાષણમાં એક વસ્તુ પર ભાર મૂકયા કર્યો હતો કે, “કેટલાક શિક્ષિતેની દલીલ એવી છે કે માનવ - કલ્યાણ પહેલું કેમ નહિ ?” માનવકલ્યાણ પછી જ પશુકલ્યાણની પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ ને? તે એ “પછી”. શા માટે અને માનવકલ્યાણની “સાથે ” જ કેમ નહિ? “પછી ” ને વાર જ ન આવે ને ?” પશુ કલ્યાણ બોર્ડ બિનજરૂરી પ્રાણીઓ માટે પાંજરાપોળ જેવી સંસ્થાઓ વિસ્તારવા માંગે છે અને તબીબી સવલતે પણ વિકસાવવા માગે છે. એટલે આવાં પશુઓ માટે ખેરાકીને પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઊભે થશે. એટલે શ્રીમતી રૂકિમણીદેવીને મેં પૂછયું કે, “ પશુ કલ્યાણ બોર્ડ આ બધી ' સવલતો ઊભી કરવા માગશે ત્યારે નાણાંના ભંડોળને પ્રશ્ન પણ ઊભો થશે જ ને?” એમણે હા પાડી એટલે મેં દેશની અનાજની તંગીના પ્રશ્નની પણ યાદ આપી.
જીવન એક શાળા મદ્રાસમાં ભરત નાટયમ્ ની કૅલેજ જેવી સંસ્થાનું સંચાલન કરતાં શ્રીમતી એરંડેલ સાડીઓના વણાટના કેન્દ્ર તરફ પણ ધ્યાન, આપે છે. તે ઉપરાંત બેસંટ હાઈસ્કૂલનું સંચાલન પણ કરે છે. અમદાવાદની થીયેાફીકલ લેજમાં તેમણે કહેલું કે, “મને જો કોઈ પૂછે કે થીઓસોફી અને ભરત નાટયમ ઉપરાંત તમે આ પશુકલ્યાણ બોર્ડનાં પ્રમુખ પણ બન્યાં છે એમ કેમ? એ સવાલ કરનારને હું કહું છું કે, “હું પશુ - કલ્યાણની પ્રવૃત્તિ પણ કરું છું. કેમકે હું. “હું' છું. “ ઈટ ઈઝ મી; આઈ કાન્ટ હેલ્પ ઈટ.” આવા સમગ્ર દર્શનવાળાં શ્રીમતી એરંડેલને આંતરરાષ્ટ્રીયતાના અસ્પષ્ટ ખ્યાલે મંજૂર નથી. તેઓ તે કહે છે, “પ્રથમ ભારતીય સંસ્કૃતિને ઓળખો; પછી વિશ્વનું બધું શુભ તમને સમજાઈ જશે.
કળા
જ
. :
+