________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૨૫ : અંક ૧૬
બુદ્ધ જીવન
મુંબઈ, ડિસેમ્બર ૧૬, ૧૯૬૩, સોમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮
છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
કરુણામૂર્તિ શ્રીમતી રૂકમણી એ ડેલ પરિચય
વમાં રહેલ
ગની શા. વિમાની મથ
ભરત નાટયમના ઉપાસક તરીકે વિશ્વને પ્રવાસ કરી ચૂકેલાં અને ૧૯૨૫ માં અખિલ વિશ્વ યુવક થિયોસેફીસ્ટ મંડળના પ્રમુખ બનેલાં શ્રીમતી રૂકમણીદેવી એરંડેલ ગયા અઠવાડિયે અમદાવાદમાં પશુ કલ્યાણ બોર્ડના પ્રમુખ તરીકે આવ્યાં ત્યારે મને એ વિવિધ- મુખી વ્યકિતત્વને પરિચય મેળવવાનું દિલ થયું. એટલે એમનાં જુદાં જુદાં પ્રવચનમાં હાજર રહી એમની મુલાકાત માટે મેં પ્રયાસ કર્યો, પરંતુ એમના એક પછી એક એમ ગોઠવાઈ ગયેલા સળંગ કાર્યક્રમમાં એ મુલાકાત વેજાઈ જ નહિ. આખરે ૨૯ મીની રાતે મેં એમને શ્રીમતી ભારતીદેવી સારાભાઈને ત્યાં ફોન કર્યો ત્યારે વળતે દિવસે વહેલી સવારે વિમાની મથકે મારે તેમને મળવું એમ નક્કી થયું.
અમદાવાદના વિમાની મથકે મોટરમાંથી ઉતરતાં શ્રીમતી એરૂડેલ ભોંય પર સરકી પડેલા ફલ એક પછી એક જૂતાપૂર્વક વીણી લીધાં અને મુલાકાતને અંતે તમામ કતલખાનાં બંધ થાય તે તેમને ગમે એમ કહ્યું ત્યાં સુધીમાં શ્રીમતી રૂકમણીદેવીમાં મને એક સંસ્કારમૂર્તિના અનુકંપાશીલ ઋજુ હૃદયનાં દર્શન થયાં. લગભગ શ્વેત કેશમાં લાલ અને શ્વેત કરેણનાં ફલ ડોકાતાં હતાં. એમાં શ્રીમતી એરંડેલમાં રહેલ સૌન્દર્યાભિમુખ કલાકારને આત્મા વસતો હતો. ખભા પર ઘેરા પીળા રંગની શાલ હતી. બે દિવસના કાર્યક્રમથી શ્રમિત થઈ ગયા હોવા છતાં વિમાની મથકે એમણે અત્યંત સ્વસ્થતા અને શાંતિપૂર્વક મારી સાથે વાત કરી, તે વખતે વિમાન આવવાને માત્ર વીશેક મિનિટ જેટલો જ સમય બાકી હતો.
સાઠ વરસની ઉમ્મરનાં શ્રીમતી એરંડેલે ૧૯૨૦ માં જ્યારે આજન્મ કેળવણીકાર ડો. એરૂડેલ સાથે લગ્ન કર્યું ત્યારે સમાજમાં ઘણો ઉહાપોહ થયેલ. ચુસ્ત બ્રાહ્મણ અને સંસ્કૃતના પ્રસિદ્ધ વિદ્વાન શ્રી નીલકંઠ શાસ્ત્રીનાં પુત્રીએ એક અંગ્રેજ સાથે લગ્ન કરી જે કાંતિકારી પગલું ભર્યું તે એ વેળાના સમાજ માટે મોટી ઘટના હતી.
મદ્રાસમાં ભરત નાટયમના ઉપાસક શ્રી મીનાક્ષી સુંદરમ પલાઈના પરિચયમાં આવ્યા પછી તેમણે નૃત્યકલામાં અભુત પ્રવીણતા મેળવી અને ૧૯૩૬માં તે મદ્રાસ ખાતે અ યારમાં તેમણે કલાક્ષેત્ર નામની એક સંસ્થા પણ સ્થાપી.
રાજ્યસભાના સભ્ય તરીકે શ્રીમતી એરંડેલે કરેલા લાંબા પ્રયાસોના પરિણામે જ “પશુ કલ્યાણ બોર્ડ' રચાયું છે. અને યોગ્ય રીતે તેઓ કહે છે તેમ, દુનિયાભરમાં આવું “પશુ કલ્યાણ બે” | રચવામાં ભારત પ્રથમ છે. એમના પતિ શ્રી એરંડેલે એની બેસન્ટ શરૂ કરેલી હોમરૂલ ચળવળમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. શ્રીમતી એરંડેલને મેં પૂછયું કે, “એ હોમરૂલ ચળવળના દિવસની તમને ઘણી જીવંત સ્મૃતિઓ હશે તો એ ગત દિવસના
સંદર્ભમાં આજના ભારતના સામાજિક - રાજકીય ચિત્રમાં તમને કોઈ પરિવર્તન દેખાય છે કે કેમ?”
હા, ઘણાં બધાં પરિવર્તન થયાં છે. આજે નથી આપણે ભારતીય કે નથી પશ્ચિમી. નથી આપણે પ્રાચીન, નથી આપણે અર્વાચીન રહ્યા.”
ચીની આક્રમણે ભારતમાં એકતા આણી છે કે પછી હજુ આપણે વિવિધતામાં એકતાવાળી પેલી જુની વાત ચાલુ રાખવી પડશે?” “ભારતમાં નાતજાત, પહેરવેશ વગેરે વિવિધતા હોવા છતાં એક ઉંડી સાંસ્કૃતિક એકતા છે જ.”
તમે દૂધ પણ લેતાં નથી એવું સાંભળ્યું છે તે સાચું છે?” કોઈ વાર દુધ લઉં તો છું, પણ મને લાગે છે કે દૂધને આહાર છેવટે તે એક પ્રકારની હિંસા તરફ દોરી જાય છે.” શ્રીમતી એરંડેલ નવા સ્થપાયેલા પશુ કલ્યાણ બોર્ડના પ્રમુખ તરીકે પશુઓ * તરફ આચરવામાં આવતું ઘાતકીપણું દૂર કરવા માગે છે. ૧૮૯૦માં ‘પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ એકટ’ (પશુઓ તરફની દૂરતા અટકાવવા અંગેને ધારો) પસાર થયો જ હતો, પરંતુ એનું ક્ષેત્ર ઘણું મર્યાદિત હતું. એટલે શ્રીમતી એરંડેલે રાજ્યસભામાં ૧૯૫૪ માં નવેસર રીતે “પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ બીલ” રજૂ કર્યું. આ બીલને વડા પ્રધાનને ટેકો મળ્યો. નહેરૂએ પણ કહ્યું કે પ્રાણીઓ પ્રત્યે કરૂણાને ભાવ જાગૃત કરવો જોઈએ. ભારત સરકારના અન્ન અને ખેતીવાડી ખાતાએ નિર્ણય કર્યો અને એક સમિતિએ દેશ આખાને પ્રવાસ કરી ભલામણો તૈયાર કરી અને પરિણામે ઉપરનો કાયદો ઘડાય. જમ્મુ અને કાશ્મીર સિવાય આ ધારો સમગ્ર દેશને લાગુ પડે છે. જીવનનાં તમામ પાસાંને સમગ્રતયા નિહાળતાં શ્રીમતી એરંડેલનું કલાકારનું હૃદય બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા ધરાવે છે. એટલે આજે બોર્ડના પ્રમુખ તરીકે તેઓ ખાસ યોગ્યતા ધરાવતી વ્યકિત છે. મેં પૂછ્યું કે “તમે થીયોસેફીના કારણે આ અહિંસાના ખ્યાલ તરફ વળ્યાં કે અહિંસાના ખ્યાલમાંથી થયોસોફી તરફ વળ્યાં ?” શ્રીમતી રૂકમણીદેવીએ કહ્યું કે, “મને બાળપણથી જ પ્રાણીઓ તરફ કરૂણાને ભાવ હતો અને થી ફીમાંથી અહિંસા કે અહિંસામાંથી થીસોફી તરફ જવા જેવું કંઈ છે જ નહિ. આખરે તો જીવન તે એક સતત સંચારિત પ્રક્રિયા છે.”
તબીબી સંશોધન અને પ્રાણીઓ અસારવા ખાતે એક જાહેર સભામાં વાંદારાઓની નિકાસથી કરવામાં આવતી પરદેશી હૂંડિયામણની કમાણી અંગે શ્રીમતી એરંડેલે કંઈક કહેલું. એટલે એ સંબંધમાં મેં પૂછયું કે, “એ નિકાસથી થતી પરદેશી હૂંડિયામણની આવક જતી કરીએ તે એના વળતરમાં બોર્ડની. પ્રવૃત્તિઓ શું અપાવી શકશે?” તેમણે કહ્યું , “અમને તો પરદેશ