________________
પ્રભુ જીવન
હિન્દુ લગ્ન અને છૂટાછેડા
(આપણા હિન્દુ કાયદામાં લગ્નવિચ્છેદની છૂટ અપાયા બાદ કુટુંબોમાં લગ્નવિચ્છેદ તરફ લઈ જતી પરિસ્થિતિ ઠેકાણે ઠેકાણે ઊભી થતી સાંભળવામાં આવે છે અને એમ છતાં હિંન્દુ કાયદામાં લગ્નવિચ્છેદ અંગે શું પ્રબંધ કરવામાં આવ્યો છે . તે વિષે પ્રમાણભૂત માહિતી બહુ જ ઓછા લોકો ધરાવે છે. તે આ બાબતમાં આપણા લોકોને સ્પષ્ટ માર્ગદર્શન મળે એ હેતુથી મારા મિત્ર શ્રી કેશવલાલ એમ. શાહ જે વકીલાતનો વર્ષોથી વ્યવસાય કરે છે.અને હિંદુ સમાજને આજની સમસ્યાઓના સંદર્ભમાં અઘતન કાયદો કયા સંયોગામાં કેવા પ્રકારની રાહત આપી શકે છે તે વિષયના અભ્યાસી.છે તેમને આ વિષયને લગતી સંક્ષિપ્ત છતાં પ્રમાણભૂત માહિતી આ વિનંતિ પૂરા પાડે એવા એક નિબંધ ‘પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરી આપવા કેટલાક સમયથી હું વિનંતિ કરી રહ્યો હતા.
લક્ષમાં લઈને તેમણે સમય કાઢીને તેમ જ ખૂબ મહેનત કરીને જે નોંધ તૈયાર કરી આપી સાથે નીચે પ્રગટ કરવામાં આવે છે. તદુપરાંત આ વિષય અંગે અનેક દિશાએથી સતત પૂછાવટ થતી આ નોંધની થોડી છુટી નકલ તૈયાર કરાવવાનું પણ વિચારાયું છે. તંત્રી)
૧૫૨
હિંદુ લગ્ન પછવાડેની દ્રષ્ટિ કરારની નહીં પણ પવિત્ર બંધનની રહી છે અને ભગવાન મનુના કાળથી એ ભાવનાને લક્ષમાં રાખી હિંદુ શાસ્ત્રકારોએ તથા હિંદુ કાનૂનના રચિયતાઓએ લગ્ન વિષે વિસ્તૃત સિદ્ધાંતા તથા કાનૂના સ્થાપિત કર્યા હતા.
આજે ભારતભરમાં જે હિંદુ લગ્નના નવા ધારો ૧૮ મે ૧૯૫૫ના રોજ અમલમાં આવ્યો છે, તે પહેલાં ભારતનાં દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર ને ' મધ્ય વિસ્વતારોમાં લગ્ન વિષે શાસ્ત્રકારોએ તથા ભાષ્યકારોએ નિયત કરેલાં વિવિધ કાનૂના પ્રવર્તતા હતા; તે ઉપરાંત અનેક કોમો તથા જ્ઞાતિઓમાં, “શાસ્રાત રૂઢિર્બલીયસી” એ નિયમ અનુસાર લગ્ન અંગેના તરેહતરેહનાં રીત-રિવાજો ને રૂઢિઓ પ્રવર્તતાં હતાં, પણ હવે એ પ્રાચીન હિંદુ ધર્મશાસ્ત્રોનાં લગ્નનાં કાનૂનો અને રીત રિવાજો આ કાયદાથી રદ થયાં છે. માત્ર જે જે જ્ઞાતિમાં છૂટાછેડા જ્ઞાતિનાં રીત રિવાજ મુજબ પરાપૂર્વથી થઈ શકતાં હોય તેને આ કાનૂનથી મુકિત મળી છે ને તેને મંજૂર રાખવામાં અવ્યા છે. એટલે કે જ્ઞાતિનાં રિવાજ મુજબ જ્ઞાતિ છુટાછેડા આપી શકતી હોય ત્યાં આ કાયદા અન્વયે છુટાછેડા માટે પગલાં લેવાની જરૂર નથી. પણ તે સિવાય આ કાયદા નીચે પગલાં લીધાં હાય તા જ કાયદેસર છુટાછેડા મળે છે. એકબીજાની સંમતિથી મળતા નથી.
વ્યાખ્યાઓ
દરેક કાયદાનું મહત્ત્વનું અંગ તે કાયદામાં વપરાએલાં શબ્દોની વ્યાખ્યાઓ છે. તે મુજબ ‘હિંદુ ’ કોણ ? તથા ‘ હિંદુ લગ્ન શું? એની વ્યાખ્યા જોઈએ.
આ કાયદા મુજબ બૌદ્ધ ધર્મી, જૈન, શીખ, વિરાશૈવ, લીંગાયત, બ્રાહ્મો અગર પ્રાર્થના સમાજ અગર આર્ય સમાજના અનુયાયીઓ હિંદુ છે.
જેનાં મા તથા બાપ હિંદુ, જૈન, બૌદ્ધ ધર્મી અથવા શીખ હાય એનાં આરસ કે અનૌરસ સંતાનો હિંદુ છે. હિંદુ બૌદ્ધ, જૈન કેશીખ ધર્મમાં જેનું ધર્મ પરિવર્તન કે પુન:પરિવર્તન કરવામાં આવ્યું હોય તે હિંદુ છે.
બે હિંદુ સ્ત્રી–પુરુષ વચ્ચે જો નીચેની શરતો પળાય તો થયેલાં લગ્ન હિંદુ લગ્ન ગણાશે.
(૧) બંન્નેના અન્ય પતિ કે અન્ય પત્ની હયાત નહાય. (૨) લગ્ન પ્રસંગે બેમાંથી એક ગાંડા અથવા મૂઢ ન હોય (૩) વરે ૧૮ વર્ષ પૂરાં કર્યા હોય ને વધૂએ પંદર વર્ષ પૂરાં કર્યા.હાય.
(૪) બંન્ને વચ્ચે ‘પ્રતિબંધિત સગાઈ' ન હોય અગર બન્ને ‘સપડ’ સગાઈમાં ન હોય સિવાય કે રિવાજથી આ પ્રકારની સગાઈવાળાં વચ્ચે લગ્ન થઈ શકતાં હાય. (૫) જો વધૂએ ૧૮ વર્ષ પુરાં ન કર્યાં હોય તો તેનાં લગ્નમાં પ્રેરક વાલીની સંમતિ હોવી જોઈએ..
નોંધ: (૧) ત્રણ, ચાર અને પાંચ કલમનો ભંગ કરીને લગ્ન કરવા તે ગુન્હા છે ને સજાને પાત્ર છે (૨) ‘સપિડ સગાઈ’ એટલે માતૃપક્ષે પાતા સહિત ત્રણ
તા. ૧૧૨-૬૩
તે
તેમનો આભાર માનવા હોય છે તે ધ્યાનમાં લઈને
પેઢીની અને 'પિતૃપક્ષે પાતા સહિત પાંચ - પેઢીની સગાઈ.
(૩) ‘પ્રતિબં ધત સગાઈની વ્યાખ્યા લાંબી ને ગુંચવણભરી છે એટલે તે જયારે જરૂર પડે ત્યારે વ્યકિતગત કિસ્સામાં સમજી લેવી...
(૬) વર અગર વધૂની જ્ઞાતિમાં લગ્નની જે વિધિ હોય તે વિધિ સંપૂર્ણ થાય ત્યારે લગ્ન પાકાં થયાં ગણાય. જો જ્ઞાતિમાં સપ્તપદી એટલે કે બંન્નેએ સાથે સાત ફેરા ફરવાનાં હોય તે સાત ફેરા પુરાં થાય એટલે લગ્ન પાકાં થયાં ગણાય.
લગ્ન થઈ ગયા પછી હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ હિંદુ લગ્ન અવિચ્છિન્ન છે, પરંતુ સમય તથા કાળબળ સમક્ષ એ સિદ્ધાંત ટકી શકયા નથી. . ભારતમાં સૌથી પ્રથમ ૧૯૪૭ માં મુંબઈ રાજ્ય હિંદુ લગ્નમાં છૂટાછેડાને પ્રબંધ કરતા કાનૂન” કર્યો. ત્યાર પછી અન્ય કેટલાંક રાજ્યો પણ તેને અનુસર્યા. પણ ૧૯૫૫ ના કેન્દ્રના ધારો અમલમાં આવતાં ભિન્ન ભિન્ન રાજ્યનાં કાનૂના નાબૂદ થયાં ને એક મધ્યવર્તી ધારો અમલમાં આવ્યા.
ત્રણ પ્રકારો
લગ્નવિચ્છેદનાં પણ આ કાયદાની દ્રષ્ટિએ જુદા જુદા પ્રકાર છે, તે મુજબ આ કાયદા નીચે લગ્નવિચ્છેદના ત્રણ પ્રકારો છે. (૧) લગ્ન મૂળથી જ ગેરકાયદેસર હોઈ (Illegal) રદબાતલ જાહેર કરવા. (૨) લગ્ન મૂળથી જ ગેરકાયદેસર ન હોય છતાં તે રદ થવાને પાત્ર હોઈ (Voidable) રદ કરવાં. (૩) છૂટાછેડાં
ત્રીજો પ્રકાર જે છૂટાછેડા છે તેનાં પૂર્વ પગલાં તરીકે બે પ્રકારનાં અદાલતી પગલાં લઈ શકાય છે. તેમાં એક છે જેને judicial separaton કાયદેસર અલગ રહેવાના અધિકાર કરે છે તથા બીજો છે Restitution of conjugal rights (લગ્નનાં હક્ક પૂરોં કરવાના અધિકાર)
આ છેલ્લાં બે પૂર્વ પગલાંઓ છૂટાછેડાનાં પુરોગામી હોઈ તેની વિગતમાં પ્રથમ જોઈએ,
જાદા રહેવાનો અધિકાર
નીચે જણાવેલ કોઈ પણ કારણાસર પતિ કે પત્ની કાયદેસર અલગ રહેવાની અરજી અદાલતમાં કરી શકે છે.
(૧) અરજી કર્યા પહેલાંનાં બે વર્ષ દરમ્યાન પતિ કે પત્નીએ એક બીજાને તજી દીધાં હોય.
નોંધ : ‘તજી દેવા’ નાં અર્થ વિષે ઘણી ચર્ચા વિવિધ ચુકાદાઓમાં થઈ છે. પણ પતિ કે પત્નીએ બીજાની સાબત છેડી હોય, તેની સંમતિ વિના છોડી હોય, સાબત છેડવાનું કોઈ વાજબી કારણ ન હોય તે તેને તજી દીધું ગણાય. એવા પણ કિસ્સા બને કે જેમાં પતી કે પત્ની પોતાની વર્તણૂકથી બીજા માટે તેની સાથે રહેવું અસહ્ય બનાવે ને તે ઘર છેાડી ચાલી જાય. તો પણ તેવા કિસ્સામાં 'ઘર છોડનારે તજી દીધેલ છે એમ ન કહેવાય પણ જેણે તેને માટે સાથે રહેવું અશકય