SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૩ » શું હું છ વન આંધ માતા-પિતાને દોરી જનાર આ ચદ પંદર વર્ષના છોકરાને મેં જોયો ત્યારે એ પુરાણકથિત શ્રવણકુમારનાં મને સાક્ષાત્ દર્શન થયાં. ' ' એ અંધ પિતાને મેં પૂછયું કે, “આ તમે બદ્રીનાથ શા માટે જઈ રહ્યા છે? તમને તે ભગવાનનાં દર્શન થવાનાં નથી.” તેણે જવાબ આપ્યો કે, “હા ભાઈ, તમે કહો છો તે બરાબર છે. અમે તો ભગવાનને દેખવાના નથી, પણ ભગવાન તો અમને દેખશે ને? . અમને તે દેખશે અને અમે કૃતાર્થ થઈશું.” આ તેમના કથનને મારી પાસે કોઈ ઉત્તર નહોતે. “ભગવાન તે અમને દેખશે ને?” એ શબ્દોમાં કેટલી ઊંડી શ્રદ્ધા, કેટલી ઊંડી નિષ્ઠા છે ? આ તે કેવી શ્રદ્ધા? | આવો જ એક બીજો અનુભવ કર્યું. એ બદ્રીનાથને જ રસ્તે જોશીમઠ તરફ જતાં એક મોટી ઉંમરના બાપ પિતાના ખભા ઉપર ચાર-પાંચ વર્ષના બાળકને ઉપાડીને તેમ જ બીજા એક હાથમાં જરૂરિયાતની ચીજોથી ભરેલા નાનાસરખા પેટલા સાથે મારી બાજુએથી ગાતા ગાતો પસાર થતો જોયો. મેં તે આધેડ વયના આદમીને પૂછયું કે, “તમારા આ નાના બાળકને ખભે ઉપાડીને હિમાલયના પહાડની આવી વિકટ યાત્રા કરવા કેમ નીકળ્યા છે ? બરફ પડે, વાવાઝોડું થાય, વરસાદ આવે તે આ બાળકનું શું થાય ?” તેણે જવાબ આપ્યો કે, “આની મા થોડા સમય પહેલાં આને મૂકીને મરી ગઈ. પછી મને થયું કે ચાલ, બદ્રીનાથની યાત્રા કરવા જાઉં અને આ બાળકને ભગવાનનાં દર્શન કરાવું, એટલે મારે ગામથી નીકળ્યો છું. ગાતો ગાતે આગળ ચાલું છું. ભાવિક માણસે બે પૈસા આપે છે અને નિર્વાહ થઈ રહે છે અને અહિ તે ભગવાન બચાવે છે.” આ તેના જવાબમાં પણ એવી જ કોઈ અપૂર્વ શ્રદ્ધાનું દર્શન થાય છે. શ્રદ્ધા નિર્બળને સબળ બનાવે છે, અશક્યને શકય બનાવે છે. આવી જ રીતે તુંગનાથ બાજુ જતાં એક અપંગ સંન્યાસીને બે ઘડીના આધાર ઉપર પોતાને માર્ગ કાપત મેં જોયો અને તેના કહેવા ઉપરથી માલૂમ પડયું કે યમુનેરી તથા ગંગોત્તરીનાં તીર્થો કરીને તથા કેદારનાથનાં દર્શન કરીને તુંગનાથ તરફ તે જઈ રહ્યો છે, જેનું અંદાજે રમ્યા એવું જે ભગવાનની કૃપાનું ફળ ધર્મશાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે તેની આ અપંગ સંન્યાસીને પહાડો ઉપર પહાડો વટાવતે જોઈને ઝાંખી થઈ, કાંઈક પ્રતીતિ થઈ. આમ તે બદ્રીનાથ કેદારનાથની યાત્રા દરમિયાન પ્રાંત પ્રાંતના અનેક સ્ત્રી-પુરુષોને જોયાં. આ સ્ત્રી પુરુષે મોટા ભાગે આધેડ ઉમ્મરના હોય. તેમની દરેકની પાસે છેડા સરખા કપડાનું પિટકું હોય. આપણે જયારે આ બાજુએ યાત્રાએ નીકળીએ છીએ ત્યારે પાર વિનાની તૈયારી કરીએ છીએ, ઢગલાબંધ સામાન હોય છે. મજરા વિના તો ચાલે જ નહિ, ત્યારે આ યાત્રીકોની સગવડસામગ્રી એક નાના પોટલામાં સમાઈ જાય છે. પાર વિનાનાં કષ્ટો ખમે છે, જે મળ્યું તે ખાઈને કે રાંધીને ચલાવી લે છે. યાત્રીકોની આવી અતૂટ હારમાળાઓ જોઈ અને તેઓ કેવાં સંકટ, અગવડો અને હાડમારીઓનો સામનો કરીને આવે છે તેનો વિચાર કરવા સાથે એ પ્રશ્ન થયો કે આ તે કયું બળ છે કે જે તમને જાનના જોખમે પણ અહિ આવવાને પ્રેરે છે, ધકેલે છે, તે તેને એક જ જવાબ મળ્યું કે હિંદુધર્મમાં રહેલી તેમની ઊંડી શ્રદ્ધાં. શ્રદ્ધાનું આવું દર્શન થતાં મને પ્રતીતિ થઈ કે આવી શ્રદ્ધા જીવંત છે, ત્યાં સુધી હિંદુધર્મના અસ્તિત્વને કદિ પણ વાંધો આવવાનો નથી. હિમાલયમાં એક્ક જૈન તીર્થ કેમ નહિ? - ' આમ હિમાલયનાં તીર્થોમાં ફરતા હતા એ દરમિયાન એક આનુષંગિક વિચાર અવારનવાર આવ્યા કરતો હતો કે જેને એ જ્યારે અનેક પહાડોને તીર્થ બનાવ્યા છે ત્યારે હિમાલયમાં જેના હાથે એવું એક પણ તીર્થ કેમ ઊભું થવા પામ્યું નથી ?' અટાપદ નામનું એક તીર્થ હિમાલયમાં હોવાનું ક૯પવામાં આવ્યું છે, પણ કાં ત એ કેવળ ક૯૫ના છે; અથવા તે આજે આખા હિમા- , લયમાં એવું કોઈ જેન તીર્થ વિદ્યમાન નથી તેમ જ તેના કોઈ, અવશેષ નજરે પડતા નથી. આનું શું કારણ? આને વિચાર કરતાં એવા અનુમાન ઉપર અવાય છે કે જ્યાં જ્યાં જૈન સાધુએને વિહાર શક્ય હતું ત્યાં ત્યાં જૈન મંદિરો તેમ જ જૈન તીર્થો . ઊભાં થયાં છે. જ્યાં તેમને વિહાર તેમના આચારના કડક બંધનોને લીધે અશકય બન્યો છે ત્યાં જૈન મંદિરો કે તીર્થો નિર્માણ થયાં નથી. જૈન મુનિઓના ખાનપાનને લગતા આચારનિયમ એવા છે કે જેનું પાલન હિમાલયમાં વિહરનાર માટે તે શું, પણ ભારતની બહાર અન્યત્ર વિચરનાર માટે પણ લગભગ અશકય છે. આ જ કારણે, જયારે બૌદ્ધ ધર્મનો ભારતની બહાર એશિયાના અનેક દેશોમાં ફેલાવો થઈ શકયો ત્યારે, જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર ભારતની બહાર બીલકુલ થઈ શકયો નથી. આમ જૈન મુનિએનો હિમાલય બાજુ કદિ પણ વિહાર ન થયો અને તેથી જૈન ધર્મનું કોઈ સ્મારક હિમાલયમાં ઊભું થવા ન પામ્યું. આનું આડકતરૂ પરિણામ એ આવ્યું કે જૈન જનતા હિમાલયની ભવ્યતાથી લગભગ અસ્કૃષ્ટ રહી ગઈ. હું ઈચ્છું કે હિમાલયમાં જ્યાં અન્ય તીર્થો છે તે વિભાગમાં કોઈ સુંદર વિભાગ પસંદ કરીને એકાદ ભવ્ય જૈન મંદિર અને ધર્મશાળા ઊભાં કરવામાં આવે કે જેથી જૈન સમાજને આમવર્ગ હિમાલય જવા પ્રેરાય અને ત્યાંના અપ્રતિમ પ્રાકૃતિક સૌન્દર્યના પ્રત્યક્ષ પરિચય દ્વારા પરમ તવના સીધા સંપર્કમાં આવે. શિખોનું પહેલાં હિમાલયમાં કશું જે સ્થાન નહોતું. કેટલાંક વર્ષથી બદ્રીનાથના રસ્તે તેમણે એક ગુરુદ્વારા ઊભું કરેલ છે, એટલું જ નહિ પણ, તે ધર્મના સંસ્થાપક ગુરુ ગોવિંદશિહે પૂર્વજન્મમાં તપસ્યા કરી છે એવી એક કેવળ કાલ્પનિક વાતને હિમાલયના પેટાળમાં આવેલા હેમકુંડ સાથે જોડી દીધી છે અને એ કારણે ઉપર જણાવેલ ગુદ્ધારના રસ્તેથી ફંટાતા અંદરના ભાગમાં લગભગ ૧૩૦૦૦ ફીટની ઊંચાઈએ આવેલાવરસને મોટો ભાગ હિમથી આચ્છાદિત રહેતા હેમકુંડ નામના જળરાશિ-સરોવરના-કિનારે ઊભી કરવામાં આવેલ સમાધિ અથવા તે ધાર્મિક મથકે અનેક શિખ યાત્રાએ જતા થયા છે. હિમાલય તીર્થોનું પણ તીર્થ છે. આપણા આધ્યાત્મિક જીવન સાથે હિમાલયને અત્યંત નિકટને સંબંધ છે. તેનું પરિભ્રમણ, અહંકાર ગાળવાનું અને નમ્રતા કેળવવાનું પરમ રસાયણ છે. જેનું વર્ણન માનવીની વાણી માટે અશકય છે એવું તેનું અદ્ભુત અનુપમેય પ્રાકૃતિક સૌન્દર્ય છે. આવી પવિત્ર ભૂમિના સ્પર્શથી હિંદુ સમાજને અંગભૂત એવો જૈન સમાજ વંચિત ન જ રહે એમ જૈન સમાજ વિષે મારામાં જન્મથી કેળવાયેલી મમતાના કારણે હું અત્તરથી ઈચ્છું છું અને આ તે જ બને છે. જે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ કે શ્રી શાંતિ પ્રસાદ જેન જેવી કોઈ સાધનસંપન્ન અને પ્રતિષ્ઠાસંપન્ન વિભૂતિ હિમાલયમાં એક જૈન તીર્થ નિર્માણ કરવાનું ધ્યાનમાં લે. આ તે કેવે પ્રશ્ન ? ગુજરાત યુનિવર્સિટીની બી. કેમ . ની નવેમ્બર માસની ચોથી તારીખે લેવાલી પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ માં નીચે મુજબને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો : “એક ડિટર તરીકે તમારા માટે જરા પણ કફોડી સ્થિતિ ઊભી કર્યા સિવાય કંપનીએ કાળા બજારમાંથી કરેલી ખરીદીને માટે આપવામાં આવેલ રકમને તમે કેવી રીતે પાસ કરશે એટલે કે મંજર રાખશે ? જો તમે આ રીતે અપાયેલી રકમને પાસ કરી ન શકો તે ભવિષ્યમાં આવી કાળાબજારની ખરીદીની ચોપડામાં ભેંધ કરવા માટે તમે કે વિકલ્પ સૂચવશો?” જ્યાં કાળાબજારનો વ્યવહાર ગેરકાનૂની છે ત્યાં એવો પ્રશ્ન સરકારી માન્યતા ધરાવતી એક યુનિવર્સિટીના પ્રશ્નપત્રમાં પૂછાય એ ભારે આશ્ચર્ય પેદા કરે તેવું છે. આને અર્થ એમ કરાય કે કાળાબજાર સાથે લેવડદેવડને વ્યવહાર ગેરકાનૂની હોય તે પણ ચાલુ વ્યવહારમાં તે સર્વત્ર ફેલાયેલી બાબત હોઈને તેનું ગેરકાનૂની પણ ઉપેક્ષાપાત્ર છે, એટલું જ નહિ પણ આમ જયારે આવા વેચાણખરીદ વિશે જાહેર રીતે પ્રશ્ન પૂછાય છે ત્યારે કાળાબજારના વ્યવહારને અર્ધસરકારી માન્યતા મળી ચૂકી છે એમ માની લેવાને કોઈ પણ સામાન્ય માનવી પ્રેરાય. - પ્રબુદ્ધજીવનના ગતાંકની મુદ્રણશુદ્ધિ : (૧) પાનું, ૧૩૬, પહેલું કોલમ, છેલ્લી લીટીમાં ‘મારા પિતા વિષેની 'ને બદલે મારા પિતા વિષે ની એમ સુધારીને વાંચો. " . . . . ! ) પાનું ૧૩૯, પ્રવેશનોંધના બીજા પારીગ્રાફની પહેલી લટીના છેડે ‘ઉપચાર કરવાની ઓરડીમાંને બદલે ક.." . ‘ઉપચાર કરવાના ઓરડામાં એમ સુધારીને વાંચે. '''" . " તંત્રી પ્રબુદ્ધ જીવન
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy