________________
૧૫૦
પ્રબુદ્ધ
હતી તે એક સમાજમાન્ય સભ્ય. વ્યકિત હતી અને એ રીતે તેને હું છૂટો કરાવી શકયા.
આ ‘બેંગર્સ ’ ‘ભિખારી ’ ને પકડીને પૂરવા માટે જે પેાલીસવાનના ઉપયોગ કરવામાં આવે છે તે પોલીસવાન ભાઈશ્રી મુલગાંવકરે કદી નજરે નિહાળી છે કે નહિ તે વિષે મને સંદેહ છે. તેમાં દાખલ થવા માટે કોઈ પગથિયાં હોતા નથી અને જાણે કે જાનવર હાય તેવી રીતે ધરપકડ કરાયેલા માણસને તે તરફ ઘસડવામાં આવે છે અને તેની અંદર ધકેલવામાં આવે છે. આ અનાચારનોમાણસજાત પ્રત્યેના નિર્દય વર્તાવના-અંત આણવા માટે હું રાજ્યસરકારને અપીલ કરી શકું?”
આ પત્રને ટીકા ટીપ્પણની જરૂર નથી. આ અસહ્ય પરિસ્થિતિના અંત આવવા જ જોઈએ અને તે માટે જાહેર જનતાએ વ્યવસ્થિત રીતે પોકાર ઊઠાવવા જોઈએ. સૌ કોઈ સમજી લે કે બામ્બે બેગર્સ ઍકટ એવા પહોળા છે કે જે નીચે પોલીસનું મગજ ફરે તે રસ્તે ચાલતા કોઈ પણ સાધુ સંન્યાસીની પણ આવી દશા કરી શકે છે. મૂર્તિમંત કરુણાનાં દર્શન થયાં!
થોડા દિવસ પહેલાં અમદાવાદ જવાનું બન્યું. જે દિવસે અમદાવાદ પહોંચ્યો તે જ દિવસે અગિયાર વાગ્યા લગભગ પંડિત
સુખલાલજીને મળીને ગુજરાત કૉલેજ બાજુએ થઈને મારા નિવાસસ્થાન ઉપર હું જતા હતા એવામાં ગામડાના કોઈ પટેલ સામે આવતા જણાયા. તે પોતાની પછેડીમાં એક નાના સરખા કૂતરાને ગોઠવીને
ખભા પાછળ ઉપાડીને ચાલ્યા આવતા હતા. આ જોઈને મને કૂતુહલ થયું અને પટેલ નજીક આવ્યા એટલે મે' સહજભાવે પ્રશ્ન કર્યો કે, “ પટેલ, આમ આ કૂતરાને ઉપાડીને કયાં જાઓ છે ?” તેમણે જવાબ આપ્યા કે, “ ભાઈ, આ કૂતરાને લઈને નજીક આવેલા મારા ગામથી હું આવું છું. તેને કોઈએ પીઠ ઉપર લાકડી મારેલી તેથી તે ચાલતાં ખૂબ લંગડાંનું હતું. ગામના લોકો કહે છે કે આને ઈસ્પિતાલમાં લઈ જવામાં આવે અને દવા કરાવવામાં આવે તે કદાચ સારૂ થઈ જાય. આ તેમની વાત વિચારીને આને હું ઈસ્પિતાલમાં લઈ જાઉં છું. જો બીચારાના નસીબમાં હશે તે ઊગરી જશે અને સારૂ થઈ જશે. આટલી મહેનત કરવામાં આપણું શું જાય છે ? ” વધારે વાત કરતા તેમણે જણાવ્યું કે “આ કૂતરો મારી સાથે હતા એટલે બસવાળાએ મને બસમાં બેસવા ન દીધા. અને તેથી મારા ગામથી ચાલતો આવ્યો છું.” મને થયું કે આ પટેલ આ કૂતરાને ઈસ્પિતાલમાં તો લઈ જશે, પણ તેને દવાદારૂના કાંઈક ખર્ચ તે થશે જ ને ? એટલે ખર્ચ માટે મેં બે ત્રણ રૂપિયા આપવા ઈચ્છા દર્શાવી. તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, “ના ભાઈ, મારે એવી કોઈ મદદની જરૂર નથી, ઘેરથી જ ગાંઠે બે રૂપિયા બાંધીને નીકળ્યો છું.” તે પણ મે કાંઈક લેવા આગ્રહ કર્યો, છતાં તેમણે એવી કોઈ મદદ સ્વીકારવાની સ્પષ્ટ ના કહી અને ‘ભગવાનની ઈચ્છા હશે તે ' આને જરૂર સારૂ થઈ જશે' એમ બોલતા પટેલ પાતાના માર્ગે આગળ ચાલતા થયા, અને હું તેઓ વળાંક લેતા રસ્તે અદ્રષ્ય થયા ... ત્યાં સુધી તેમને જોતો જ રહ્યો. ગામડાના એક સાદા સીધા માનવી ! ન કોઈ ઊંચા ભણતરને તેના દાવા, એમ છતાં તેના વદનમાં, તેની વાણીમાં, તેના વર્તનમાં નીતરતી કરુણાનાં મને દર્શન થયાં. અને ધારાસભા તરફ જતાં માર્ગમાં બાજુએ આવેલા ખાબોચીઆના કીચડમાં ખૂંપી ગયેલા ડુક્કરની ચીસા સાંભળીને દ્રવિત બનેલા અને કીચડમાં જઈને એ ડુક્કરને બચાવતા અને એ રીતે કાદવથી ખરડાયલા પેશાકમાં ધારાસભામાં પ્રવેશ કરતા અબ્રાહમ લીંકનનું અથવા તો, યજ્ઞમાં બલિદાન આપવા માટે લઈ જવામાં આવતા ધેટાંના બચ્ચાને કરુણાપ્રભાવિત બનીને ઉપાડી લેતા ભગવાન બુદ્ધનું મને સ્મરણ થયું. કયાં ભગવાન બુદ્ધ, કર્યાં અબ્રાહમ લીંકન અને ક્યાં આ ગામડાના અશિક્ષિત અને અસંસ્કૃત પટેલ ? પણ આ ત્રણેને એક સૂત્રે અનુસ્મૃત કરતી કરુણા ત એક જ છે અને કાળનિરપેક્ષ વ્યકિત તેનું નિરપેક્ષ અસ્તિત્વ કાયમ છે. આમ છતાં પણ આજે જયારે કરુણા ચોતરફ લાપાતી જોવામાં
જીવન
તા. ૧-૧૨૬૩
આવે છે, જ્યારે માનવેતર જીવસૃષ્ટિ ઉપભાગ, પ્રયોગો કે અર્થપ્રાપ્તિનું સાધન બની રહેલ છે, એટલું જ નહિ પણ, ગિરના પ્રદેશમાં કે આફ્રિકાના જંગલમાં અસહાય પશુઓને ફાડી ખાતા સિંહાને જોવામાં માનવી મનોરંજન અનુભવે છે ત્યારે એ ગામડાના પટેલના ઉપર જણાવેલ આચરણમાં પ્રત્યક્ષ થતી સાકાર બનતી કરુણા ચિત્તમાં વિસ્મય પેદા કરે છે અને હજુ પણ કરુણા જીવંત છે એ અનુભૂતિ સ્મૃત:પ્રાય બનતી જતી આશામાં નવી ચીનગારી મૂકે છે.
#
આમ તાજેતરના સ્મરણને જ્યારે હું ટપકાવી રહ્યો છું ત્યારે આજથી ચાર-સાડા ચાર વર્ષ પહેલાં બદ્રિનાથ તથા કેદારનાથની યાત્રાએ જવાનું બનેલું તે યાત્રા સાથે જોડાયલાં બે ત્રણ સ્મરણાને પણ અહિં શબ્દારૂઢ કરવાનું મન થાય .છે. જોષીમઠ મૂક્યા પછી વિષ્ણુપ્રયાગ . પસાર કરીને હું આગળ જઈ. રહ્યો હતો. એ રસ્તા ગાજતી ઘુઘવતી અલકનંદાના કિનારે કિનારે આગળ વધતા હતા. બન્ને બાજાએ ગગનચુંબી રુક્ષકાય ભીષણ પહાડો સુનકારપણાનો અનુભવ કરવાતા હતાં. આગળ ચાલતાં ચઢવાનું આવ્યું અને અલકનંદા હવે સુગમ ન રહી. મધ્યાહ્નના સમય હતો. રસ્તે ગરમી ઠીક ઠીક અકળાવતી હતી. માર્ગમાં નહોતું આવતું કોઈ ઝરણુ કે નહોતા દેખાતા કોઈ જળપ્રપાત. આગળ ચાલતાં તૃષા પીડવા લાગી પણ તરતમાં પાણી મળવાના કોઈ સંભવ ન રહ્યો. એવામાં એક ચાની દુકાન આવી, માથે ઠીક ઠીક ઢાંકણ કરીને તેણે પોતાની દુકાન માંડી હતી અને ચા તેમ જ થોડાક ખાદ્યપદાર્થો તે જતા આવતા પ્રવાસીઓને પૂરા પાડતા હતા. એના ઢાંકણ નીચે કોઈ કોઈ યાત્રીઓ આરામ પણ કરતા હતા. મેં તે દુકાનવાળા પાસે પાણી માંગ્યું. તેણે કહ્યું કે, “ પાણી તો છે પણ તે પાણીને ચા બનાવવા માટે તેને ખપ છે અને અલકનંદા બહુ નીચે વહેતી હોવાથી નીચેથી પાંણી લાવવું બહુ મુશ્કેલ છે. એટલે મારી પાસેના પાણીમાંથી હું આપી શકું તેમ નથી.” બાજુએ એક બીજો પહાડી માણસ ચા બનાવવાને લગતી નાનીસરખી માંડ માંડીને ખુલ્લામાં બેઠો હતો. હું તેની પાસે ગયા અને પાણી માંગ્યું. તેણે કશે પણ વધારે વિચાર કર્યા સિવાય પાણીના ડબ્બામાંથી પ્યાલા ભરીને મને પાણી આપ્યું અને મારી તૃષા એ રીતે મેં છીપાવી. આના બદલામાં મેં તેની સામે ચાર આના ધર્યા. તેણે પૂછ્યું “આ શા માટે ?” મેં કહ્યું કે, “તમે મને પાણી આપ્યું તેના.” તેણે એ ચાર આના સ્વીકારવાની ચોખ્ખી ના પાડી અને જણાવ્યું કે, “આ પાણીના મને કશા પૈસા પડયા નથી. જેના મને પૈસ ન પડે તેના બીજા પાસેથી પૈસા કેમ લેવાય ?” આ તેના ઉદ્ગાર સાંભળીને હું દિગ્મૂઢ થઈ ગયો. મારી પાસે તેના કોઈ જવાબ નહોતો. મુંબઈ કે જ્યાં પાણીના ` પાર વિનાના અપવ્યય થાય છે અને એમ છતાં જયાં કોઈ હોટેલ કે રેસ્ટોરામાં પાણી માગીએ છીએ તે, તેને બે પાંચ આનાની કશી પણ કીંમત હોતી, નથી એમ છતાંયે એક આના સિવાય કોઈ પાણી પાતું નથી, ત્યાંથી આવનાર મારા જેવા માટે આ અનુભવ કલ્પનાબહારનો હતા. તેની ગરીબી એવી અને એટલી બધી હતી કે તેને પેલા હોટલવાળા કરતાં ચાર આનાન તો શું એક આનાની પણ બહુ મોટી કીંમત હતી. આમ છતાં આ ણ હક્કની એક પાઈ પણ લેવાને તે તૈયાર નહાતા. તે। આ બેમાં સભ્યતાં કોની ચડે ? પેલા મુંબઈના હોટેલવાળાની કે આખુલ્લામાં બેસીને જતા આવતા યાત્રીઓને પાંચ પંદર પ્યાલા ચાના પૂરા પાડીને માંડ માંડ પોતાનું પેટ ભરનાર પહાડી માનવીની ? અલબત્ત, પછા ફરતાં અમારી મંડળીએ જ તેની પાસેથી ચા પીને તેને ઘેાડો વકરો કરાવેલા. પણ એ કાંઈ તેની ઉપર અમે કોઈ ઉપકાર કર્યો નહતા. મે જીવતા જાગતા શ્રાવણકુમાર જોયા !
"
એક બીજા સ્મરણની પણ અહીં નોંધ કરૂં. બદ્રીનાથથી પાર્છા ફરતાં રસ્તામાં એક ૧૪-૧૫ વર્ષના છે.કરો મળ્યા. તેની પાછળ લાકડીના ટેકે ટેકે તેના અંધ માબાપ ચાલતા હતા. આપણે માતપિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવનાર શ્રાવણકુમારનાં, અહોનિશ ગુણગાન ગાઈએ છીએ અને આ તા સતયુગની વાત છે, માતાપિતાની આવી સેવા આ જમાંનામાં કોણ કરવાનું હતું એમ કહીને આજના કાળ વિષે આપણે નિરાશા વ્યકત કરીએ છીએ. પણ જ્યારે