________________
તા. ૧-૧૨-૧૩
પ્રભુ જીવન
પ્રકીણુ નોંધ
પ્રમુખ કેનેડીની કરુણાજનક પ્રાણહત્યા
યુનાઈટેડ સ્ટેટ્સના ૪૭ વર્ષની ઉમ્મરના જુવાન પ્રમુખ કેનેડી ટેકસાસ પરગણામાં પોતાનાં પત્ની સાથે પ્રવાસ કરી રહ્યા હતા. સાથે મેાટરના માટો રસાલા હતા. આ પ્રવાસ દરમિયાન કોઈએ પ્રમુખ કેનેડી ઉપર નવેમ્બર માસની ૨૨મી તારીખે ગોળી છેાડી જેના પરિણામે તેમણે એકાએક પ્રાણ ગુમાવ્યા. તેમની સાથે પ્રવાસ કરતા ગવર્નર કોર્નેલી પણ ઘાયલ થયા હતા. આ પ્રાણહત્યાને, યુનાઈટેડ સ્ટેટ્સમાં વસતા હબસીઓને રાજયના નાગરિક તરીકેના સર્વ હક્કો અને સમાન દરજો અપાવવાના પ્રમુખ કેનેડીના ભગીરથ પ્રયત્ન સાથે સ્વાભાવિક રીતે સાંકળવામાં આવે છે અને એ રીતે તેમના નામને અબ્રાહમ લીંકન અને મહાત્મા ગાંધીના નામ સાથે ઉચિત રીતે જોડવામાં આવે છે. આ ખુન આજની દુનિયાની એક અસાધારણ અને માનવીના દિલમાં ઊંડી વેદના પેદા કરતી અત્યંત દુ:ખદ દુર્ઘટના છે. પ્રમુખ કેનેડી આજની દુનિયાની ખરેખર એક વિશિષ્ટ વિભૂતિ હતા. તેમના માટે આદર–અંજલિના હું બે શબ્દો લખું તે કરતાં તા. ૨૩મી નવેમ્બરના રોજ આપણા મહાઅમાત્ય નહેરૂએ ઓલ ઈન્ડિયા રેડીઓ દ્વારા જે અંજિલ આપી છે તે જ અહિં ઉષ્કૃત કરૂં તે વધારે ઉચિત લાગે છે. તેઓ આ મહાન નરને અંજલિ આપતાં નીચે મુજબ જણાવે છે:--
ગઈ કાલ—નવેબર માસની ૨૨મી તારીખ—ભારે અપશુકનિયાળ અને અણકલ્પી દુર્ઘટનાથી ભરેલી તારીખ બની છે. લગભગ મધ્યાહ્નકાળના સમયે પૂચમાં બનેલી ભયંકર દુર્ઘટનાના સમાચાર આપણા સાંભળવામાં આવ્યા, જે દુર્ઘટનાના પરિણામે આપણે હવાઈ અકસ્માતના કારણે સંરક્ષણ દળોમાંના સૌથી વધારે જુના, અનુભવી અને અત્યંત મહત્ત્વના અમુક અધિકારીઓને ગુમાવી બેઠા છીએ.
("
ત્યાર બાદ મેાડી. રાત્રે, યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ કેનેડીના ખુનના મર્મદારક સમાચાર આપણે સાંભળ્યા છે. આ ભારે આઘાતક અને આપણને દિગ્મૂઢ બનાવે તેવી એક ઘટના બની છે.
“ પ્રમુખ કેનેડીએ, પોતાની અઢી વર્ષની પ્રમુખ તરીકેની કારકીર્દી દરમિયાન, દુનિયામાં મહત્ત્વના ભાગ ભજવતી બાબતો અંગે ભારે ઉદારતાભર્યો દષ્ટિકોણ દાખવ્યો હતો, અને જેને પોતાને સામનો કરવા પડયો હતા એવી કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં, દુનિયામાં સુલેહશાન્તિ જળવાય, તંગદિલી હળવી બને, અને દુનિયાના વિકાસાભિમુખ રાષ્ટ્રોને મદદ મળે–ટેકો મળે– આ બધા માટે તેમજ બીજી ઘણી રીતે તેમણે અવિરત અને એકસરખો પ્રયત્ન કર્યા હતા અને ખાસ કરીને અમેરિકામાં હબસીઆને અન્ય પ્રજા સાથે સમાન એવેા દરજજા પ્રાપ્ત કરાવવાના પ્રશ્ન અંગે તેણે પોતાના દેશને જે મહત્વની દોરવણી આપી હતી તે ખરેખર વીરતાભરી હતી, જેની ભારતમાં તેમજ, મને ખાત્રી છે કે, અન્યત્ર પણ ભારે કદર થઈ હતી.
3
“પાતાના મહાન પદને ાભાવી રહેલ કેનેડી ખરેખર એક મહાન નર હતા એ વિષે બેમત હાઈ ન જ શકે અને તેથી આપણ સર્વ એવી મહાન આશા સેવી રહ્યા હતા કે તેમણે અખત્યાર કરેલી નીતિ દુનિયામાં આજે વ્યાપેલી તંગદિલીને જરૂર હળવી કરશે અને વ્યાપક એવા શીતયુદ્ધના છેડા લાવશે અને પ્રત્યક્ષ યુદ્ધની તાત્કાલિક શકયતાને એક દૂર દૂરની બાબત બનાવી દેશે.
“તેમના દેહવિલય દુનિયા માટે એક ભારે ભયંકર કરુણતાભરી ઘટના છે અને આખી દુનિયામાં અને ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં ફેલાયલી સર્વસામાન્ય શોકની લાગણીમાં ભારતની પ્રજા ભાગીદાર બને છે. આ ગંભીર કરુણ દૂર્ઘટનાની ઘડિએ તે બહાદુર સન્નારી–તેમનાં પત્ની—પ્રત્યે આપણે ઊંડા દિલની સહાનુભૂતિ દાખવીએ છીએ. યુનાટેડ સ્ટેટ્સના પ્રજાજના કે જેમણે પોતાના મહાન નેતાને
A
૧૪૯
આમ એકાએક અને કરુણાજનક રીતે ગુમાવેલ છે તેમના પ્રત્યે પણ આપણા તરફની આદરભરી સહાનુભૂતિ વ્યકત કરીએ છીએ.
“પ્રમુખ કેનેડીના પરલોકગમનનાં અનિવાર્યપણે આપણી દુનિયા ઉપર અનેક પ્રકારનાં દુરલક્ષી પરિણામે નિપજવા જ જોઈએ. આમ છતાં પણ હું અંત:કરણપૂર્વક વિશ્વાસ ધરાવું છું કે જે ઉદાર તેમ જ ઉદાત્ત રાજનીતિ તેમણે અખત્યાર કરી હતી તે રાજનીતિ ચાલુ રાખવામાં આવશે અને તેનાં અચૂક શુભ પરિણામે। આવશે.”
બોમ્બે બેગર્સ એકટના અક્ષમ્ય દુરૂપયોગનો એક બીજો દાખલા
તા. ૧૬–૧૧–’૬૩ના પ્રબુદ્ધજીવનમાંની પ્રકીર્ણનોંધમાં બોમ્બે બેગર્સ એકટના અક્ષમ્ય દુરૂપયોગ વિષે જરૂરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનું વિશેષ સમર્થન તા. ૧૩–૧૧–’૬૩ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ કરવામાં આવેલ શ્રી એમ. એન. કાપડિયાના પત્રમાંથી આપણને મળે છે. તે અંગ્રેજી પત્રના નીચે મુજબ અનુવાદ છે:
“ભિખારીઓ માટેની મહારાષ્ટ્ર રાજ્યની એડવાઈઝરી કમિટીના સભ્ય શ્રી બી. એમ. મુલગાંવકરે બૅગર્સ એકટના બચાવ કરવા માટે તા. ૩૧-૧૦-’૬૩ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ ? કરવામાં આવેલા પત્ર દ્વારા બહાદુરીભર્યો પ્રયત્ન કર્યો છે, પણ તેમણે વાપરેલા મીઠાં મીઠાં શબ્દો, આ કાયદાનો મુંબઈની પોલીસ અત્યંત અમાનુષી રીતે અને અપમાનભરી વર્તણુકથી ઉપયોગ કરી રહી છે, તે સત્યને છુપાવી શકે તેમ છે જ નહિ,
“આ કાયદા નીચે કરવામાં આવતી ધરપકડો વિવેકવિનાની મનસ્વી રીતનીહોય છે અને ઘણી વાર કેવળ ગરીબ અને બચાવ કરી શકે તેવા ન હોય એવા નાગરિકોને પકડવામાં આવે છે, અને કોઈ પણ સભ્ય શહેરીઓના દિલમાં રોષ પેદા કરે એવા ત્રાસ અને વ્યથાના તેઓ ભાગ બને છે. આ વિધાન મારા પોતાના અંગત અનુભવના આધારે હું કરી રહ્યો છું.'
“થોડા મહિના પહેલાં હાર્નબી રોડ ઉપર મારી નજર સામે એક ઘટના બની જે દ્વારા, મિસ્ટર મુલગાંવકરના કહેવા મુજબ જે કાયદાના પૂરી કાળજી અને સહાનુભૂતિપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે તે કાયદાની કામગીરીના મને આબેહૂબ ચિતાર જોવા જાણવા મળ્યો છે.
“એક ૭૦ વર્ષના બુઠ્ઠો આદમી પોતાના ભત્રીજા સાથે બારીબંદરના સ્ટેશનના રસ્તે જઈ રહ્યો હતો. મને પાછળથી માલૂમ પડયું તે મુજબ આ બુઢ્ઢો આદમી સેન્ટ્રલ રેલ્વેના નિવૃત્ત ડ્રાઈવર હતો. એક માણસનું જૂથ (એન્ટી-બેગર્સ સ્કવેડ–ભિખારી વિરોધી મંડળી—ના ભલા દિલના માણસા)એ બંને કાકા ભત્રીજા ઉપર તૂટી પડયા અને પેલા બુઢ્ઢા આદમીને પોલીસવાનમાં ધકેલી દીધા. જાણે કે કોઈ ગાંસડી કે પાટલું હોય એવી રીતે તેને પેલી ગાડીમાં નાંખીને પછી તે માણસો એ જ રસ્તે ચાલી જતી કોઈ બાઈ માણસ ઉપર તૂટી પડયા અને તેને પણ પેલી ગાડીમાં ફંગોળી દીધી. પેલા ભત્રીજાએ પોતાના કાકાને બચાવવા માટે પ્રયત્ન કરવા માંડયો અને ખરી વસ્તુસ્થિતિ સમજાવવા માટે પોલીસની તે ગાડી ઉપર ચઢી બેઠો. પણ તેને ધકેલીને નીચે ઉતારી દેવામાં આવ્યો. મારી નજર જ્યાં સુધી પહોંચી તે ઉપરથી હું કહી શકું છું કે એ પેાલીસની ગાડીમાં કોઈ સામાજિક કાર્યકર્તા હતા જ નહિ, આથી કોઈ સંસ્થાનું અસ્તિત્વ એ મિસ્ટર મુલગાંવકરની કેવળ કલ્પનાનું જ તુત છે.
“પેલા ભત્રીજો રસ્તા ઉપર આંસુ સારતા ઊભેદ રહ્યો. તાજેતરમાં જ ઉત્તર ભારતથી આવેલા તેના કાકાને પોલીસે આવી બેશરમ રીતે શા માટે પકડયો હતો તે તેની તો કોઈ સમજમાં આવ્યું નહિ. હું તેને એસ્પ્લેનેડ રોડ પોલીસ સ્ટેશને લઈ ગયો અને ત્યાંથી અનેક કોર્ટો અને પેાલીસ થાણાઓમાં અમે ઘૂમી વળ્યા. પાંચેક કલાક બાદ; સત્તાધીશોને હું ખાતરી કરાવી શકયા કે તેમણે જેની ધરપકડ કરી