________________
૧૪૪
આરાધના ઈત્યાદિ. વળી શાસ્રદ્રષ્ટિએ જોઈએ તો એ ત્રણે સંપ્રદાયો સનાતન મનાયા છે. એટલે કે વસ્તુત: આ સંપ્રદાયો કયારે શરૂ થયા એને ઈતિહાસ તે તે શાસ્ત્રો માનતા નથી. એમાં તો એવી માન્યતા છે કે એ ત્રણે કાળ પ્રવાહની સાથે સાથે વહ્યા કર્યા છે. હિંદુ-વૈદિક ધર્મમાં અવતારોદ્રારા ધર્મનું સાતત્ય છે તે જૈન બૌદ્ધમાં તીર્થંકરો અને બુદ્ધોની હારમાળાથી એ સાતત્ય સૂચવાયેલું છે. આ અવતાર અને જિન કે બુદ્ધોની હારમાળા અનાદિ અનંત છે. : ધર્મનું સનાતન સત્ય
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ૧૧૨૩
ઠેસા ખવરાવ્યા પછી જ નવાં નવાં ક્ષેત્રે ઊંઘાડી આપે છે. ધાર્મિક પુરુષને એ જોવાની જરૂર નથી કે જે ધાર્મિક અનુષ્ઠાન હું ક છું તે કયારથી શરૂ થયું છે. પણ તે માત્ર એટલું જ જુવે છે કે આ મારું અનુષ્ઠાન મને ધ્યેય પ્રતિ અગ્રસર કરે છે કે નહિ ત્યારે ઐતિહાસિક઼ને એની સાથે બહુ સંબંધ નથી. એ તો એ અનુષ્ઠાનનું મૂળ તપાસવામાં રસ ધરાવે છે. આથી ધાર્મિક પુરુષને આત્મસાક્ષીએ પતી જાય છે પણ ઐતિહાસિકને અનેક પ્રકારની સાક્ષીએની જરૂર પડે છે. આથી બને છે એમ કે જે બાબત ધાર્મિક પુરુષને સાવ સાદા અંતિમ સત્ય તરીકે માન્ય હોય છે તેને ઐતિહાસિક કાલિક કે દેશિક સત્ય તરીકે સ્વીકારતા પહેલાં પણ તેની અનેક સાક્ષીએ ચકાસણી કરીને જ આગળ ચાલે છે. આત્માને ઠગવા સહેલા નથી. આત્મપ્રત્યયથી વિરુદ્ધ વર્તનારને એક ડંખ તો રહે જ છે. એટલે આત્માના અવાજને દાબી શકાતા નથી. આથી ધાર્મિક પુરુષ જે તે ખરેખર ધાર્મિક હોય તો આગળ ને આગળ જ વધે છે. આત્મ- વંચના જ કરવી હોય અને આત્માના અવાજને દાબી દઈને જ ધાર્મિક કહેવરાવવું હોય તો વાત જુદી છે. પણ આત્માને. અવાજ ધાર્મિક પુરુષને માર્ગ બતાવે છે એમાં શક નથી. આથી ઊલટું ઈતિહાસના સાક્ષીઓમાં આત્મપ્રત્યયન જે લાભ છે તે મળતો નથી અને ઐતિહાસિક પોતાના ગમ-અણગમાને આધારે માટે ભાગે આગળ વધતા હોય છે. આથી અનેક બાબતો વિષે સમાન સામગ્રી છતાં મતભેદોને અવકાશ મળે છે. આ જ કારણને લઈને ધર્મના ઐતિહાસિક આલેાચનમાં ઐકમત્ય સ્થાપી શકાયું નથી. પણ અહિં જે કહેવામાં આવશે તે અધિકાંશ ઐતિહાસિકોને માન્ય છે એવું જ મોટે ભાગે કહેવાશે, આમાં ધાર્મિકોની લાગણી કે માન્યતાને દુભવવના. જરાય ઈરાદો નથી.
પણ આ ત્રણેની આવી માન્યતામાં ભલે ઈતિહાસનું સત્ય ન હોય પણ સત્યનું સત્ય તો છે જ, અને તે એ કે પ્રવાહમાં ધર્મના ભલે નવા નવારૂપો થાય. પણ ધર્મનું સનાતન સત્ય બદલાતું નથી, અને તે એ કે જીવનો શિવ સાથેને સુમેળ બેસાડી દેવા. અહિં શિવ શબ્દ મેં જાણીજોઈને વાપર્યો છે. શિવના સામાન્ય અર્થ કલ્યાણ થાય છે અને વિશેષ અર્થ કલ્યાણકારી દેવ પણ થાય છે. ધર્મના સનાતન સત્યમાં આ બન્ને અર્થની સંગતિ છે. યાગ અને ભકિત એ ધર્મના બે પ્રવાહો છે. યોગ શબ્દમાં પણ બે અર્થા રહેલા છે. પોતાના આત્મા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા એ જેમ યોગ છે તેમ પરમાત્મા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા પણ યોગ છે. પરમાત્મા એ પાતાના વિશુદ્ધ આત્મા માનવામાં આવે કે તેથી જુદા – એ કારણે તેની પ્રક્રિયામાં કશા જ ભેદ પડતો નથી. એ બન્ને સ્થિતિમાં પેાતાના આત્મામાંથી રાગ-દ્વેષાદિ આસુરી વૃત્તિના સમૂળા નાશ કરી નાખવા એ પરમ આવશ્યક છે. એમ થયું રાધક પોતાના આત્મારૂપ પરમાત્માને પામે કે પછી પોતાથી ભિન્ન પરમાત્માને પામે એ બાબત ગૌણ બની જાય છે. પણ તેને એક વાર સ્વાત્માને તા નિર્મળ કરવેશ જરૂરી જ છે. અને એ બીજું કશું જ નહિ પણ સ્વાત્માપલબ્ધિ જ છે. ભકિત વિષે પણ આપણે સમજી લેવું જોઈએ કે સાધક પરમાત્માને પોતાથી જાદો માનીને પણ ભકિત કરી શકે છે અને સ્વાત્માને પરમાત્મા માનીને પણ ભકિત કરી શકે છે. ધ્યેયમાં થોડો ભેદ એ પડશે કે ભકિતના ફળરૂપે એકમાં સ્વાત્માપલાબ્ધિ કરવાની હોય છે તે બીજામાં સ્વાત્માથી ભિન્ન પરમાત્માની ઉપલબ્ધિ કરવાની હોય છે. પણ એ બન્ને સ્થિતિમાં સ્વાત્માની વિશુદ્ધિ તો અનિવાર્ય જ છે. એટલે કે સ્વાત્માપલબ્ધિ તે અનિવાર્ય જ છે. અને એ જ ભકિતની પ્રક્રિયામાં મુખ્ય છે. એ વિના ભકિત નિષ્ફળ જાય છે. સ્વાત્માપલબ્ધિ થઈ એટલે એકને કૃતકૃત્યતા લાગે છે, જ્યારે બીજો એ ઉપરાંત, પરમાત્માને પણ પામે છે, તેના સામુંજ્યને આનંદ મેળવે છે. બન્નેના આનંદ એ આનંદ જ છે. ભેદ એ છે કે એકને બ્રહ્મ કે આત્મરમણમાં જે આનંદ મળે છે તે બીજો પરમાત્માની સામુંયતામાંથી મેળવે છે. ધર્મતત્ત્વના આ સનાતન સત્યને જો બરાબર સમજવામાં આવે તે આગળ ધાર્મિક ક્રિયાકાંડો અને વિધિવિધાનોની જે નાના પ્રકારની પ્રક્રિયા શરૂ થઈ છે તે બધાંનું સામંજસ્ય સમજવામાં જરા પણ મુશ્કેલી ઊભી થવા સંભવ નથી.
ઐતિહાસિક અને સાધક
પ્રસ્તુત ચર્ચાની મર્યાદા આટલી સામાન્ય ભૂમિકા પછી હવે અહીં વિક્ષિત વૈદિક ધર્મ અને જૈન ધર્મની વિચાર કરવા છે.
હિન્દુધર્મ એ એક વિશાળ વટવૃક્ષ છે. જેની વડવાઈઓ એટલે કે સંપ્રદાયો એટલા બધા ફેલાઈ ગયા છે કે તેનું મૂળ શે!ધવા જતાં અટવાઈ જવાય એવું છે. છતાં પણ તેના પ્રચલિત પ્રધાન રૂપને નજર સમક્ષ રાખી વિચાર કરવાના છે.
હિંદુધર્મ એટલે કે કેટલીક બાબતો વિષે
આમ તો શૈવ, વૈષ્ણવ આદિ અનેક સંપ્રદાયો હિન્દુસ્તાનમાં ઊભા થયા છે અને પ્રચારમાં આવ્યા છે. પણ હિન્દુધર્મમાં કૃષ્ણભકિતએ જે ઉચ્ચ આસન જમાવ્યું છે તે સ્પષ્ટ છે અને એક રીતે જોઈએ તો કૃષ્ણભકિતમાં જ ગીતાએ સૌની ભકિતના સમાવેશ કરી લેવાની ઉદારતા દાખવીને જે સૌનો સમન્વય કર્યો છે. તે જ આજના હિન્દુધર્મનું પ્રધાનરૂપ કહી શકાય. આથી અહિં ગીતામાં નિષ્પન્ન એ હિન્દુધર્મનું રૂપ કઈ કઈ ભૂમિકામાંથી પસાર થયું છે તે બાબત મુખ્ય રૂપે હિંદુધર્મની વિવેચનામાં કહેવામાં આવશે. અને જૈન ધર્મના વિચારમાં, સાહિત્ય, પ્રવર્તક પુરુષો આચારવિચાર અને સંપ્રદાયો એ મુદ્દાઓ વિષે હિન્દુધર્મની તુલના કરીને વિવેચન કરવાનો ઈરાદો છે.
અપૂર્ણ
દલસુખ માલવણિયા
આમ ધર્મ સનાતન હોવાની માન્યતા તે તે ધર્મોની છે પણ તેથી કાંઈ ઈતિહાસના વિદ્વાનોને સંતૅષ થાય નહિ. તેઓ તો ધર્મોના ઈતિહાસના સૂંથણા થવાના જ, જેને ધર્મમાં રસ નથી પણ ઈતિહાસમાં રસ છે એટલે કે ધાર્મિક સાધના સ્વયં કરવામાં રસ નથી પણ તટસ્થ ભાવે ધાર્મિક માન્યતાઓના ઉત્થાનપતનન ઈતિહાસને જાણવામાં રસ છે. તેને એ ધર્મની સનાતનતામાં શંકા ઉદ્ભવે તે સ્વાભાવિક છે. ધાર્મિક પુરુષની શ્રદ્ધા તેને આગળ વધારે છે ત્યારે ઐતિહાસિકની જિજ્ઞાસા તેને અનેક માલિક શ્રી મુંબઈ જૈન યુવક સુધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ અંતર મુદ્રણુસ્થાન :- ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ*બઇ,
વિષયસૂચિ
ગાંધીજી વિષેના સંસ્મરણા શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત પારસમણિના સ્પર્શે લાભુબહેન મહેતા સમાજ અને સાધના હિંદુધર્મ અને જૈનધર્મ
હરિશ વ્યાસ દલસુખ માલવણિયા
પૃષ્ઠ
૧૩૫
૧૩૯
૧૪૧
૧૪૩
કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩
* Aaj thi t