________________
તા. ૧૬-૧૧-૬૩
પ્રબુદ્ધે
પરિણામે લશ્કરશાહી, સરમુખત્યારી કે એકાધિપત્યવાદની પકડમાં આપણે ભીંસાઈ જઈશું.
ત્રીજી વાત કરી લઈએ, મનુષ્ય અને પ્રકૃતિનો સંબંધ. વચ્ચે મને ફરસદ મળી ગઈ ! ચોપાટીની રેતી પર જઈને પ્રાર્થના કરી. અને શાંતિથી ધરતીમાતાની ગાદમાં પોઢી ગયા. પાછ ફરતાં કેટલાક ભાઈઓ મળી ગયા. સાહજિક મેં પૂછ્યું, “શું કામ દરિયે આવ્યા હતા ?” એક જણ કહે ‘ભેળપૂરી ખાવા.” બીજો કહે, “મોઢા જૉવા ! ” ત્રીજે કહે, “મુંબઈનાં જંગઢંગ જોવાં !” અરે, પણ આ સામે પેલા સાગર છે, એ જોયો કે નહીં ?” મેં પૂછયું. પેલા કહે, “એમાં શું જોવાનું છે? પાણી જેવું પાણી ! ” માણસ સાગર, નદી, ફ લ, ઝાડ, ફળ, ખેતરો વગેરેને જુએ છે એક વસ્તુ તરીકે. એની સાથે એના ભાવનાત્મક સંબંધ મટી ગયા છે. મનુષ્ય ભાકતા બની રહ્યો છે, સર્જક મટી રહ્યો છે. ત્યારે મને કૃષ્ણમૂર્તિ યાદ આવી ગયા.
એકવાર હું કૃષ્ણમૂર્તિને મળવા ગયેલા. ઘરમાં પૂછ્યું, ત જવાબ મળ્યો કે, એ બગીચામાં ગયા હશે. બગીચાના દરવાજા પાસે જઈને મેં જે દ્રશ્ય જોયું તે જોઈને મુગ્ધ બની ગયો. દુનિયાના એક મહાન તત્ત્વચિંતક, દાર્શનિક અને યાત્રિક શું કરતા હતા? હાથમાં ઝારી લઈને એકેએક છેાડને પાણી પીવડાવતા હતા. ક્યાંક પાંદડાં ખરી પડયાં હોય તે કચરાટોપલીમાં નાખી આવતા હતા. કયાંક ગાડ કરવા તે કયાંક કયારાની પાળી સમારવી. જાણે બસ પતંગિયું જ જોઈ લ્યો ને !” ફ લડે ફ લડે ફરે, પતંગિયું, ફ્ લડે ફ્ લડે ફરે.” પ્રકૃતિની પૂજામાં એ તલ્લીન હતા. ધાક કલાક રહીને એ બહાર આવ્યા. મે એમને જોયા--બસ, man of action! સહજતાથી મેં પૂછ્યું, “Sir, what were you doing in the garden ?” બગીચામાં શું કરતાં હતા. એ મરકતા “Oh, I was wooing with the beautiful flowers !" હું તો પેલાં સુંદર પુષ્પા સાથે વનન ( પ્રેમ ) કરતા હતા. આ સાંભળીને હું પ્રસન્ન થઈ ઊઠયો.
મકરતા
તમે કહે,
આમ આપણે ત્રણ બાબતોના વિચાર કર્યો. મનુષ્યનું વ્યકિતત્વ વિચ્છિન્ન બની રહ્યું છે એટલા માટે સામૂહિક ધ્યાન આવશ્યક છે. મનુષ્ય મનુષ્યથી અલગ પડી રહ્યો છે. એમાંથી શુષ્કતા, નિરસતા અને પાકળતા પેદા થઈ રહ્યાં છે. એટલા માટે ગામડાંમાં ગ્રામદાન અને શહેરોમાં મહાલ્લા - પરિવાર બનાવીને પારિવારિક જીવન શરૂ કરવું પડશે. ત્રીજું, મનુષ્ય પ્રકૃતિથી વિમુખ બનત જાય છે. ફળ-ફૂલ, શાકભાજી, પશુ-પંખી, વનસ્પતિ, સાગર એ બધી વિભૂતિઓ છે. એનું પાષણ, સંવર્ધન અને સિંચન કરીને તાદાત્મ્ય સાધીએ. પ્રકૃતિ અને મનુષ્યનું ઐકય સધાશે ત્યારે જ સૌ દર્ય પ્રગટ થશે. મનુષ્યમાં પડેલી સજકતાના સ્રોત, આ ત્રણ બાબતોને અમલી બનાવીશું ત્યારે સહસ્રધારાએ ઉમટશે. ત્યારે જ મનુષ્ય આનંદનો અનુભવ કરશે. કાયમી સરનામુ :
હરીશ વ્યાસ, ભૂમિપુત્ર, રાવપુરા, વડોદરા.
--હરિશ વ્યાસ પશ્ચિમ ભારત સર્વોદય પદયાત્રા,
હિન્દુધમ અને જૈનધર્મ
(આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાન માળામાં આ એક જ વિષયમાં મુંબઈ, ખાર, અને અમદાવાદમાં તેના વિવિધ પાસાઓને લઈને બાવાનું બન્યું હતું. સમયની મર્યાદા અને તત્કાળની સ્ક્રુતિને અનુસરીને બધે ઠેકાણે જુદા જુદા મુદ્દાઓ વિષે બેલાયું હતું, પણ અહિં એ બધાનું વ્યવસ્થિત સંકલન આપવામાં આવ્યું છે.)
હિંદુ અને જૈન ધર્મ વિષે વ્યાખ્યાન દેવું એ સહેલું નથી. પ્રથમ તો પ્રશ્ન એ થાય છે કે હિંદુ ધર્મથી જૈન ધર્મને જુદા શા માટે પડવા ? શ્રી ધ્રુવસાહેબ જેવા જ્યારે હિંદુ ધર્મના ત્રણ ભેદ પાડે છે જેમ કે વૈદિક, જૈન અને બૌદ્ધ, ત્યારે પછી હિંદુથી જૈનને જુદો
જીવન
ધર્મ શા માટે ગણવા? શ્રી ધ્રુવસાહેબની આ વ્યાખ્યા માન્ય કરીને પણ મારે એ કહેવાનું છેકે ભારતમાં અને ભારત બહાર હિંદુ ધર્મ કહેવાથી બહુજનસમાજમાં જે વૈદિક ધર્મ વિશેષે પ્રચલિત છે તેને જ બોધ થાય છે અને નહિ કે જૈન અને બૌધનો. આથી ભારતના બહુજનસમાજમાં જે વિશેષે પ્રચલિત છે તે વૈદિક ધર્મ એવા હિંદુ ધર્મ એ શબ્દના શંકુચિત અર્થ મેં અહિં પ્રસ્તૃતમાં વિવક્ષિત રાખ્યા છેઅને એથી જૈન ધર્મ જુદો છે જ એ હવે કહેવાની જરૂર રહી નથી. વિદ્રાનો એ વાતમાં મત છે કે વૈદિક ધર્મના પ્રવાહમાંથી જૈન ધર્મના ઉદ્ભવ નથી પણ એ એક સ્વતંત્ર ધર્મ છે. વધુ સંભવ ત એ છે કે ભારતમાં આ આવ્યા તે પહેલાં એટલે કે ભારતમાં વૈદિક ધર્મની આયાત થઈ તે પહેલાં પણ ભારતીય પ્રજામાં જે ધર્મપ્રવાહ હશે તેની સાથે જૈન ધર્મના પ્રવાહના વધુ સુમેળ છે. હિંદુધર્મના વ્યાપક અર્થ
૧૪૩
આમ આદિકાળની વાત જવા દઈએ તો પછીના કાળમાં વૈદિક અને જૈનબૌદ્ધના પારસ્પરિક આદાન-પ્રદાનમાં તો એવું ઘણું બન્યું છે જે ઘણી બાબતોમાં જૈન ધર્મને ઋણી બનાવે છે. તો ઘણી એવી પણ બાબતો છે જેમાં વૈદિક ધર્મ જૈન ધર્મનો ઋણી છે. વૈદિક ધર્મનું આજનું રૂપ વેદકાળના પેાતાના રૂપથી જે પ્રકારના પરિવર્તનને પામ્યું છે તેમાં જૈન બૌદ્ધ ધર્મના જેવાતેવા ફાળા નથી. વેદકાળના હિંસક યજ્ઞાને સ્થાને આજે આધ્યાત્મિક યજ્ઞાની વાત થાય છે તેમાં તીર્થંકર અને બુદ્ધની છાપ સ્પષ્ટ છે.-ચાર વર્ણમાં બ્રાહ્મણ જ શ્રેષ્ઠ અને તે જ સર્વેના ગુરુ એવી જે ભાવના મૂળ વૈદિકની હતી તેને સ્થાને પાળે એનો ધર્મ એ ન્યાયે શુદ્ર પણ સંત બની પૂજાઈ બને છે. આમાં પણ જૈન બૌદ્ધ પ્રભાવ સ્પષ્ટ છે. ઉલટ પક્ષે જૈન ધર્મને અનુસરનાર સમાજમાં ઊંચનીચની વ્યવસ્થા વૈદિકોની ચતુર્વર્ણની વ્યવસ્થામાંથી નિષ્પન થયેલ રૂપ છે. મંદિરોમાં મૂર્તિ સમક્ષ આડંબરી પૂજાનો પ્રકાર પણ વૈષ્ણવ ધર્મને આભારી છે. આમ અનેક પ્રકારે આદાનપ્રદાન થયું છે અને દીર્ઘકાલિન વૈદિક— જૈન—બૌદ્ધના પારસ્પરિક આદાનપ્રદાનને કારણે ભારતમાં એ ત્રણે સંપ્રદાયોમાં ધર્મનું જે એક સર્વસામાન્ય રૂપ તૈયાર થયું મેં જ હિંદુ ધર્મ. આ હિંદુ ધર્મ શબ્દ તેના વ્યાપક અર્થમાં છે અને તેવા ધર્મને લક્ષમાં રાખીને ડૉ. ધ્રુવ વગેરેએ હિંદુ ધર્મ શબ્દનો પ્રયોગ કર્યો છે અને તેના ત્રણ પ્રકારો વૈદિક, જૈન અને બૌદ્ધ એમ જણાવ્યા છે. વ્યાપક હિંદુધર્મના સામાન્ય લક્ષણા
સંકુચિત એટલે કે, વૈદિક હિંદુધર્મની વાત કરતા પહેલા વ્યાપક હિંદુ ધર્મના કેટલાક લક્ષણાને વિચાર કરીએ, જે ધર્મના ઉદ્ભવ હિંદુસ્તાનમાં થયા મનાય છે તે સર્વે હિન્દુધર્મમાં સમાવિષ્ટ છે. આમ જૈન- બૌધ તા હિન્દુસ્તાનની જ પેદાશ હોઈ હિન્દુ ધર્મ કહેવાય જ. વૈદિક આર્યો. બહારથી આવ્યા પણ તેમણે વેદની સંહિતાઓનું સંકલન તા હિન્દુસ્તાનમાં જ કર્યું છે. આથી તેમના ધર્મ પણ હિંદુધર્મ જ કહેવાય. પણ પછીના કાળમાં તો આ વૈદિક ધર્મે જ બહુજનસમાજમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આથી હિન્દુઆના ધર્મની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે મુખ્ય રૂપે તે જ સમજાય છે. આથી હિન્દુધર્મના સંકુચિત અર્થ વૈદિક ધર્મ. અત્રે સ્વીકારવામાં આવ્યો છે. વ્યાપક હિન્દુધર્મના સામાન્ય લક્ષણા વિષે વિચાર કરવા ઉચિત છે. એટલે કે વૈદિક બૌદ્ધ અને જૈન ધર્મની કેટલીક સામાન્ય બાબતો વિશે વિચાર પ્રથમ કરી લઈએ. તે આ પ્રમાણે છે.
કર્મ અને પુનર્જન્મની માન્યતા, બંધ અને મેાક્ષની માન્યતા, વિદ્યમાન અવસ્થામાં અસંતોષ અને એથી ઉચ્ચ-પરમોચ્ચ અવસ્થા અને તે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ – એમાં વિશ્વાસ અને એને પ્રાપ્ત કરવા. ભકિત, ધ્યાન આદિ અનુષ્ઠાનોની મૌલિક એકરૂપતા, ઉકત પરમાત્મરૂપ જે વ્યકિતમાં નિષ્પન્ન થયું હોય તેવી વ્યકિતની