________________
૧૪૨
પ્રભુ
અમેય આંખ મીંચી દેતા. પછી અમે પૂછતા કે આ મૌન- ધ્યાનમાં તે શું જોયું ? ત્યારે મા એની થઈ ગયેલી ભૂલા કહેતી. “બહેનને મેં અજે મારી એ ઠીક ન થયું.” અમે ય સામેથી કહેતા, “ નિશાળમાં એક છેકરાના ખિસ્સામાંથી છાનામાના ચણા કાઢી લીધેલા. એટલે મા વળતું પૂછતી, “તારા ખિસ્સામાંથી કોઈ આવી રીતે કાઢી લે તો તને ગમે ખરું કે ?' હું ના પાડતા. એટલે મા કહેતી, “આપણી વસ્તુ કોઈ છાનુંમાનું કાઢી લે તે આપણને ન ગમે ત આપણાથી બીજાની વસ્તુ છાનામાના લેવાય ખરો ?" એટલે અમે અમારો દોષ કબૂલ કરતા. આમ માએ નાનપણમાં અમને Introspection -આંતરનિરીક્ષણ કરવાની કેળવણી આપેલી. ત્યારે તો નાટક જેવું લાગતું. આજે તો એ એક ભવ્ય વસ્તુ બની ગઈ છે.
દુનિયાના લગભગ તમામ ક્રાંતિકારીઓ એક મૂકામ પર આવીને ઊભા છે. ખંડિત વ્યકિતત્વનો (Split personality) ઉકેલ શેt?
ગાંધી કહે છે, “ પ્રાર્થના કરો. વિનોબા કહે છે, “ મૌન રાખો.." શ્રી અરવિંદ કહે છે, “ ધ્યાન કરો.” કૃષ્ણમૂર્તિ કહે છે, Understand what is. . વસ્તુસ્થિતિને સમજો. રમણ મહર્ષિ કહે છે, “ હું. કોણ છું તે શોધો. ”. આલ્બર્ટ સ્વાઈત્ઝર કહે છે, Keep silence. શાંત થાઓ.
આજે મનુષ્યમાં કર્મયોગને બદલે કર્મકાંડ વધી રહ્યો છે. ખૈર, કર્મકાંડમાં ભારે ખતરો છે. આ સ્થિતિમાં જવાહરલાલને બદલે જયપ્રકાશ : કે રાજાજી આવે તે યે સમશ્યા ઊક્લે તેવી નથી. જ્યાં મનુષ્ય મૂઢ અને મૂછિત બની જાય છે ત્યાં કર્મ કાંડ પેદા થાય છે. જ્યાં મનુષ્ય જ્ઞાનમય, જાગૃત અને તટસ્થ બનતા જાય છે ત્યાં કર્મયોગ પેદા થાય છે. મૂઢતા સાથેનું કર્મ તે કર્મકાંડ અને જાગૃતિ સાથેનું કર્મ તે કર્મયોગ.
હમણાં રાજનીતિ અને અર્થનીતિની ચર્ચાઓ આપણા મિત્રો કરતાં હતા. ફલાણી વ્યકિત...જિદ્દી છે, એવી વાત થતી હતી. એને શું અર્થ છે ? A good mind is always palpable. But a silly mind is always conservative and invulnerable. સારું મન હંમેશાં પરિવર્તનશીલ અને સતત જાગૃતિવાળું હોય છે. જ્યારે જિલ્દી મન સ્થિતિચુસ્ત અને જડ હોય છે. આ palpable mind જો આપણી પાસે નહીં હોય તો આપણે રાજકારણ, સમાજકારણ યા અર્થકારણમાં અનેક ખતરાઓ પેદા કરીશું.
A good mind is never opportunity-seeking, but constantly conscious and living સારું મન ખુશામતખોર કે તકસાધુ નથી હોતું, પણ સતત જીવંત અને જાગૃત હોય છે. એમાંથી જ totality of personality વ્યક્તિત્વની સમગ્રતા શક્ય છે.
“
મુંબઈની પદયાત્રાએ નીકળ્યો છું. તો અવનવા અનુભવાયે થાય છે. એક ઘરમાં અમે ઊતરેલા. સારોયે દિવસ બારણાં બંધ ને બંધ.. એક વાર મેં બહાર જતાં ઘરધણીને પૂછ્યું, “સામા ફલેટમાં કોણ રહે છે?” એ કહે, “બારણા ઉપરનું પાટિયું વાંચી લ્યો ને !” મેં એ વાંચી લીધું. પછી પૂછ્યું, “આ શું કરે છે? એમના કુટુંબમાં કોણ કોણ છે ?” પેલા ભાઈ કહે, “જુઓ, આપણે એવી પંચાતમાં નથી પડતા. આપણે ભલા ને આપણે ફલેટ ભલા ! બીજાની આપણે શી નિરબત ?' એ સાંભળીને મને આશ્ચર્ય થયું. કુતરાંયે એકબીજાનાં માં સૂંધે છે. કીડી સામી મળે છે ત્યારે મે સૂંઘવા જાય છે, જ્યારે માણસ માણસની સાથે રહે પણ એકમેકને ઓળખે નહીં, પિછાને નહીં, તે માણસ શેના ? એરિક ફ઼ોમે બે પુસ્તક લખ્યાં છે, “The Sane Society” અને “Man for Himself શાણા સમાજ અને સ્વઅર્થી મનુષ્ય. યુરોપ-અમેરિકાનું જીવતું જાગતું ચિત્ર એણે એમાં દોર્યું છે. અદ્યતન વિજ્ઞાનના આગમન પછી માણસ માણસથી વિખૂટો પડી રહ્યો છે. Nobody is responsible for anybody. કોઈ કોઈને માટે જવા-બદાર નથી. આ સ્થિતિમાં democracies લાકતંત્ર કેવી રીતે જીવશે ? સર્વ કપ રાજસત્તા કોના હાથમાં ? લશ્કર અને સરકારના હાથમાં, રાજ્યસત્તા પબળ બનતી જાય છે અને
જીવન
તા. ૧૬-૧૧-૧૩
લોક (People) દુર્બળ અને લાચાર બની રહ્યા છે. શિક્ષણ, આયોજન, સંરક્ષણ, પાષણ, ન્યાય - બધું રાજ્યના હાથમાં ચાલ્યું જાય છે. લાક લાચાર બનતા જાય છે. એટલા માટે ગાંધી– વિનોબા બૂમ પાડીને કહી રહ્યા છે કે “ “let us have a decentralised pattern of society." વિકેન્દ્રિત સ્વરૂપની સમાજવ્યવસ્થા ચલા ઊભી કરીએ. લેાકતંત્રમાં લઇ મજબૂત બને અને રાજ્યસત્તા ક્ષીણ થતી જાય, એ અનિવાર્ય છે. પોષણ, શિક્ષણ, ન્યાય, આયોજન અને સંરક્ષણની જવાબદારી નીચેના સ્તરે સ્વીકારીને લોકસત્તાની સ્થાપના કરવી પડશે. ત્યા૨ે ગાંધીજીની કલ્પના સાકાર. થશે. હિંદુસ્વરાજ્ય પછી ગાંધીજી ગ્રામસ્વરાજ્યની સ્થાપના પર જોર દેતા હતા. એને સાકાર કરવા વિનાબાર વર્ષથી સતત ઘૂમી રહ્યા છે.
બાજી
રશિયાનાં બે ભાઈ-બહેનોએ ૪૦-૫૦ મિનિટિમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી. ૧૫-૧૭ વાર એમણે પરિક્રમા કરી વિજ્ઞાને આવી પ્રચંડ તાકાત માણસના હાથમાં આપી છે. સ્થળ અને કાળનાં અંતરો ઘટતાં પૃથ્વી ફ્ ટબોલ જેવડી બની રહી છે. આ સ્થિતિમાં માણસ માણસથી અલગ રહે એ શી રીતે બનવાનું છે ? તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન બન્નેય માનવીય ઐક્ય માટે પડકાર કરી રહ્યાં છે. સંસ્કૃતિના વિકાસ કરવા હશે તે માણસે પારિવારિક જીવન તરફ ગયે જ છૂટકો છે. આલ્બુસ હકસીલીએ લખ્યું છે. "Participation in the life of one another is culture." એકબીજાના જીવનમાં ભાગીદાર થવું એ જ સાંસ્કૃતિ છે. માણસે ઘરમાંથી મહાલ્લામાં અને ગામમાં કુટુંબભાવને ફેલાવવા પડશે. એટલા માટે વિનાબાજી ગામડામાં ગ્રામદાન અને શહેરોમાં મહાલ્લે મહા-લ્લે સર્વોદયપરિવાર બનાવવા માટે જોરશારથી સમજાવી રહ્યા છે. સુખદુ:ખમાં ભાગીદાર થઈને જીવવું એનું નામ ગ્રામદાન અથવા ગ્રામપરિવાર છે. પાંચ હજાર ગામડાંએ એ દિશામાં કદમ ઉઠાવ્યાં છે. વીલેપાર્લે, સાંતાક્રુઝ, ખાર, વાલકેશ્વર વગેરે વિસ્તારોમાં સર્વોદયપરિવાર . રચવાના પ્રયોગો ચાલી રહ્યા છે. દર અઠવાડિયે મહોલ્લાનાં ૨૫-૫૦ ઘરનાં ભાઈ-બહેનો ભેગાં મળીને રવિવારે એકાદ કલાક સમૂહ પ્રાર્થના, સમૂહ - ધ્યાન, સમૂહ -અભ્યાસ અને સમૂહજીવન જીવે. દરેક નાગરિક પોતાની આવકનો એક મહોલ્લા માટે આપે. ૧૦૦ રૂપિયે ૧ રૂપિયા આપે. એક ભાઈ એનો હિસાબ રાખે. એમાંથી આપણા મહોલ્લાના કોઈ માણસ ભૂખ્યો હોય તા ખવડાવીએ; બેકાર હોય તો કામધંધા આપીએ, રોજગારનાં સાધના અપાવીએ; શિક્ષણ માટે પુસ્તકોફીની મદદ કરીએ; બિમારને દવા-સારવારની ગોઠવણ કરી અપીએ; ઝઘડો થાય તો અંદરોઅંદર મળીને ફેસલા કરીએ. કૉકવાર સમૂહ ભાજન અને સમૂહપર્યટન પણ કરી શકીએ. આમાંથી Community Life પરિવાર - જીવન પેદા થશે. લેાકતંત્રની બુનિયાદ આ પરિવારમાં પડેલી છે.
ભાગ
સાંતાક્રુઝમાં ગોવિંદ પાંડુની ક્મકમાટી ઉપજાવે તેવી વાત સાંભળી. વાસણ માંજવા, કપડાં ધોવાં, પાણી ભરવું વગેરે કામ કરીને એ જીવતા હતા. બિચારા આ ઘાટીને ટી. બી. નો રોગ થયો. હવે કોણ એનું બેલી થાય? સૌ કામનાં સગાં! એ જનરલ હોસ્પિટલમાં ગયા. તા એને ટી. બી. હોસ્પિટલમાં જવાનું કહ્યું. એક ભાઈ દયાભાવથી એને શીવરી લઈ ગયા. ત્રણચાર કલાક એ બેસી રહ્યો. પણ કોઈએ . દાદ દીધી નહીં. ટી. બી. હોસ્પિટલમાં યે એને જગ્યા ન મળી. એટલે કંટાળીને એણે રસ્તામાં પડતું મૂકયું. અને એના ક્રચા ઊડી ગયા. માણસને માટે રાજ્ય જવાબદાર નહીં, મહાજન જવાબદાર નહીં અને સમાજ પણ જવાબદાર નહીં, તે પછી બાકી રહ્યો અરબી સમુદ્ર! એટલા માટે જવાબદારી અને વફાદારીના તત્ત્વના નીચેના સ્તર પર વિકાસ કરીને પરિવારો ઊભા કરવા પડશે. નહીં તો લાકતંત્રનાં મૂળિયાં ઉખડી જશે.