________________
તા. ૧૬-૧૧-૬૩
પ્રબુદ્ધ જીવ ન
卐
સમાજ અને સાધના
卐
(શ્રી હરિશ વ્યાસ સર્વોદય વિચારધારાના પ્રચાર અર્થે છેલ્લાં ત્રણ વર્ષ સુધી ગુજરાતમાં પદયાત્રા કરી રહ્યા હતા. ત્યાર બાદ છેલ્લા સાત મહિનાથી તેમણે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો અને ફરતા ફરતા, ગયા સપ્ટેમ્બર માસની અધવચમાં તેઓ મુંબઈ આવી પહેંચ્યા અને તે માસની ૨૧મી તારીખે ‘સમાજ અને સાધના’ એ વિષય ઉપર મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં યોજાયેલી જાહેર સભામાં વ્યાખ્યાન આપ્યું, જેની તેમણે પોતે જ કરી આપેલી નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
છેલ્લા ‘ચાર વર્ષથી હું સર્વોદય પદયાત્રાએ નીકળ્યો છું. ગુજરાત પૂરો કરીને હમણાં મહારાષ્ટ્રમાં અમે આવ્યા છીએ. વિનોબાજી કહેતા હતા કે માત્ર પોતાના પ્રાન્તમાં જ ફરીએ એટલું પૂરતું નથી. આજુબાજુના પ્રાંતો સાથે દોસ્તી કરવી જેઈએ. એટલા માટે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની પદયાત્રા કરવી એમ વિચાર્યું છે. સાડાસાત માસથી મુંબઈમાં છું. હજી એક વર્ષ અહીં રહેવાનું થશે. પદયાત્રાથી ગામડાં અને શહેર, સાક્ષર અને નિરક્ષર, ખેતી અને ઉદ્યોગ, વ્યાપાર અને રોજગાર એ બધામાં પડેલી સંસ્કૃતિનું અધ્યયન કરવાનું મળે છે. સાઢત્રણ વર્ષમાં ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસ જોવાનો મળ્યા. આ રીતે આ પદયાત્રા જીવતી જાગતી અધ્યયન – યાત્રા બની ગઈ છે. પરંતુ મારે મન તે પદયાત્રા એ એક સાધના છે. એમાંથી મારું જીવન સંપન્ન બની રહ્યું છે. પરંતુ માત્ર પોતાનું જ કરીને બેસી રહું તે સ્વાર્થી કહેવાઉં. આજે સમાજનીશી પરિસ્થિતિ છે તેને સમજવાની કોશિશ કરું છું અને સાથે સાથે એના ઉકેલ પણ શકું છું.
આજે માણસની સામે ત્રણ મૂળભૂત સમશ્યાઓ છે: (૧) માણસ અને પોતાની જાત વચ્ચેના સંબંધ તૂટી (૨) માણસ અને માણસ વચ્ચેના સંબંધ ક્ષીણ થ (૩) માણસ અને પ્રકૃતિ વચ્ચેનું તાદાત્મ્ય ખોરવાઈ રહ્યું છે. આજના સમાજની ત્રણ સમશ્યાઓને હું fundamental problems મૂળભૂત સમશ્યાઓ તરીકે જોઉં છું.
''
ગુજરાતની પદયાત્રાએ વિનોબાજી આવ્યા હતા. અમદાવાદમાં સાબરમતીને કાંઠે ભવ્ય સભા થયેલી, ૪-૫ લાખ માણસ એકઠું થયું હશે. આ માનવમહેરામણ જોઈને થતું હતું કે આમાં શાંતિ કેમ જળવાશે. પણ વિનોબાએ પ્રાર્થનાની શરૂઆત કરતાં કહ્યું, “જે ઊભા હોય તે બેસી જાઓ. બેઠા હેય તે આંખ મીંચી દે. પાંચ મિનિટ મૌન રહેશે. સત્ય, પ્રેમ અને કરણાનું ધ્યાન કરવાનું છે...... અને ધીરે ધીરે મૌન પ્રસરી ગયું. “ૐ શાંતિ શાંતિ: શાંતિ: ’’ એ મંત્રના ઉદ્ઘોષ સાથે જ pin-drop-silenceતદ્દન શાંતિ થઈ ગઈ. જાણે સારાયે માનવમહેરામણ શાંતિના પારાવારમાં ગરકાવ થઈ ગયો. કાં તો સાબરમતીનાં પાણી ક્લકલ કરતાં વહેતાં હતાં, કાં તે પંખીના ક્લરવ કયારેક સંભાળતા હતા .બાકી બધું શાંત. સભા પૂરી કરીને અમે મૂકામ પર આવ્યા. મેં વિનોબા પાસે જઈને પૂછ્યું– “ બાબા, આ બધું નાટક તમે શું માંડયું છે!” વિનોબા ગંભીર થઈને કહે, “તું એને નાટક કહે છે?” અણુવિજ્ઞાનયુગમાં સામૂહિક મૌન અનિવાર્ય છે.” મેં સરળભાવે પૂછ્યું, “એ કેવી રીતે ? જરા સમજાવે.' ઢે પ્રત્યુત્તરમાં વિનાબા બોલ્યા, “માણસનું બાહ્ય જીવન અને આંતરિક જીવન છિન્નભિન્ન થઈ રહ્યું છે. એ સ્થિતિમાં અંતર્મુખ થયા સિવાય માણસના આરો નથી. એટલા માટે સામૂહિક મૌન અને સામૂહિક ધ્યાન અનિવાર્ય બની રહ્યાં છે.”
-
રહ્યો છે. જાય છે.
અમે ગુજરાતના એક મોટા શહેરમાં પદયાત્રા કરતાં હતાં. ફરતા ફરતા એક વાર અમે એક મેટા વકીલસાહેબને ઘેર પહોંચી ગયા. વકીલસાહેબે અમારું સ્વાગત કર્યું અને પ્રેમથી આવકાર આપ્યો. દુધ પાયું અને વિનોબાનાં થોડાંક પુસ્તકો મેં ખરીદ્યાં. સામેથી વાત કરતાં એ કહે, “વિનોબાએ તે ભાઈ, ભારે કરી ! 'ભૂમિહીનોને તે જમીન અને સાધના અપાવે છે એ નાનીસૂની વાત છે? મારી એમને તમામ શુભેચ્છાઓ છે!” હું તો આ સાંભળીને પુલકિત બની ગયો. પરંતુ અંદરથી કોઈએ એમને હાક મારી.
૧૪૧
એટલે વકીલસાહેબ અંદર ગયા. બારીની તરડમાંથી એમની વાત મને રંભળાતી હતી. એક મોટા જમીનદાર સાથે વાતચીત ચાલતી હતી. “આ ગણતધારામાં મારી જમીન ગણેતિયાઓના હાથમાં જવા બેઠી છે. એમાં તમે કાનૂની મદદ કરશે ?” વકીલસાહેબ કહે, “મને કાંઈ વાંધો નથી. પણ પેલા હરિશભાઈ વ્યાસ અહીં આવ્યા છે. એ ભૂદાનના કાર્યકર્તા છે. એ જાય ત્યાર પછી આપણે કામ પતાવી દઈએ. આમ વાત કરીને એ બહાર આવ્યા. મને
કહે, “લ્યો ત્યારે, નમસ્કાર, મારે લાયક કાંઈ કામકાજ હોય તે જરૂર જણાવજો. ” ચાલતાં ચાલતાં મેં ધીરેથી વકીલમાહેબને કહ્યું, “બીજું તો શું કામકાજ હોય? પણ પેલા ગણેતિયા ભૂમિહીન ન થઇ જાય એટલું કરજો.” અને વકીલસાહેબ બે કાને અને બે પગે એકદમ ઊંચા થઈ ગયા. દિગ્મૂઢ થઈને મારી સામે તાકી રહ્યા. એમને થયું અંદરની વાત આને કેવી રીતે માલૂમ પડ઼ી ગઈ? હું પ્રણામ કરીને ચાલતા થયા.
1
આજે મનુષ્યની આ પરિસ્થિતિ છે. અભણ માણસ કરતાં ભણેલા માણસની મને ખૂબ બીક લાગે છે. ગામડાનાં અભણ માણસને ખાસ છેતરતાં નથી આવડતું. પણ ભણેલે માણસ તે બુદ્ધિપૂર્વક તર્કશુદ્ધ દલીલે' કરીને છેરે છે. આનાથી માણસની Integration of personality -વ્યકિતત્વની સમગ્રતા-તૂટી રહી છે. બાહ્ય અને આંતર જીવનના ભાગલા પડી ગયા છે. એને લીધે પહેલાં માણસ આત્મવંચના – Self-deception પાછળથી – Social-deception -- સમાજŌચના. આ સ્થિતિ વધુ વખત ટકશે. તે મનુષ્ય મનુષ્ય મટીને શયતાન બની જશે.
કરે છે.
માણસને આજ સુધી બીજાના ભય લગતે હતા. હવે માણઅને પોતાને જ ભય લાગે છે. અંદરનું બધું બહાર આવી જશે તે ? એટલા માટે એ નવરા પડતા જ નથી. એક ઘરમાં અમે ઊતરે. જેવું તો બસ રેડિયો સતત વાગ્યા કરે! મેં ઘરધણીને પૂછયું, “આમ કેમ ? ! એ કહે, “મન સનત engaged રહે એટલા માટે !'' માણસ રેડિઓ, ક્લબ, હેટેલ, પુસ્તકો અને programmes --કાર્યક્રમેક્રમાં ફસાયેલો રહેવા માગે છે. એને અંતર્મુખ થતું નથી. એટલા માટે Man is either wasting the time or killing the time. માણસ કાંતા સમયને વેડફી નાખે છે કાં એને હણી નાખે છે. જ્યાં આગળ માણસ સમયને હણે છે ત્યાં આગળ પય કાળ બની જાય છે અને જ્યાં આગળ માણસ સમયને જીવે છે ત્યાં આગળ સમય એ ભગવાનની વિભૂતિ બની જાય છે. We have neither to kill the time, nor to waste the time; but we have to live th time. આપણે સમયને બગાડવા કે નથી અને હવાયે નથી, પરંતુ સમયને જીવવા છે.
ઘણીવાર ભૂતકાળની સ્મૃતિઓમાં માણસ ખોવાઈ જાય છે, અથવા ભવિષ્યકાળનાં સ્વપ્નો રચવામાં ગૂમ થઈ જાય છે. અતીત અને અનાગત માં ફસાઈ જતાં વર્તમાન, માણસ સામેથી પસાર થઈ જાય છે. વર્તમાનેન વર્તન્તિ વિપક્ષના : । ડાહ્યા માણસે વર્તમાનમાં જ જીવે છે. એ ભૂત અને ભાવિમાં ખોવાઈ જતા નથી. કૃષ્ણમૂર્તિ ઘણી વાર કહે છે, “Present moment is a moment of revolution.” વર્ત-માન ક્ષણ એ જ ક્રાંતિની ક્ષણ છે. એકએક ક્ષણ સાથે જે સમરસ થઈને જીવે છે તે જ જિંદગીને અનુભવે છે.
મા અમે નાનાં નાનાં છે.કરાં હતાં ત્યારે મા અમને મૌન રાખતાં શીખવતી. અમે મૌનનું નાટક કરતા. મા આંખ મીંચી દે તે