SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ હું જીવન ૧૩૮ ચાલતા હતા, એટલે હું ત્યાં જવા નીકળી. મારા મનમાં હતું કે કોઈ જખ્મી થયેલ હશે તે તેને ઈસ્પિતાલ પહોંચાડી મલમપટ્ટી કરાવીશ. પણ હું જતી હતી ત્યાં રસ્તામાં જ અમારા અંળખીતા બે ચાર જણા અમારા ઘર તરફ આવતા મને સામા મળ્યા. તેમણે ખબર આપ્યા કે “સરઘસના બે ભાગ થઈ ગયા હતા અને બીજા ભાગ ઉપર ગાળીબાર થયા હતા, જેમાં મારી મેાટી પુત્રી અને ઈંદિરા બંને હતાં અને મારી પુત્રીને ગોળી વાગી છે અને ઈંદિરાને પણ થોડું વાગ્યું છે.” . હું ગભરાઈ ગઈ. શું કરવું તે સૂઝ પડે નહિ. બે ચાર ક્ષણ મારે શું કરવું જોઈએ તેના વિચાર કરવા હું થાભી. હું પ્રમાણીકપણે કહું છું કે મહાત્માજીની અસર અમારી રગેરગમાં એવી વ્યાપી ગઈ હતી કે કંઈ પણ કઠિન પ્રસંગ આવે ત્યારે મહાત્માજી હોય ત આવે પ્રસંગે શું કરે તે વિચાર જ અમને પહેલા આવે. મને તરત થયું, “અહીં તારી સામે ગાળી ચાલી રહી છે, કેટલાએ છેકરાઓ મરતા હશે, સંભવ છે કે મારી પુત્રી પર પણ ગાળી ચાલી હોય, પણ અહીં સામે જે પડયા છે તેને છાડીને મારી દીકરીને ઢુંઢવા જાઉં એ કેમ બને ?' અને 'બસ, મને હિંમત આવી ગઈ. અને નજીકમાં ગાળીબાર ચાલતા હતા ત્યાં જ હું ગઈ. સારું થયું કે હું ત્યાં ગઈ. કેમકે બે ચાર છે.કરાઓ ઘાયલ થઈ ચૂકયા હતા. હું તરત જ તેમને ઈસ્પિતાલમાં લઈ ગઈ. આમ જે કોઈ ગાંધીજીના સહવાસમાં થોડા પણ આવતા તેમના ઉપર એમના એવા જાદુ થતા કે ગાંધીજી જે કહે તે તેના દિલમાં વસી જતું હતું. તમારામાંના કેટલાક જેઓ એમને મળ્યા હશે તેમના ઉપર પણ કદાચ એવી જ અસર થઈ હશે. અને આ અસર કંઈ થોડાઘણા ઉપર નહિ, લાખા માનવીઓ ઉપર પડી હતી કે જે પેાતાનાં દુ:ખસુખ ભૂલી જતા અને મહાત્માજી શું ઈચ્છે છે એનો જ વિચાર કરતા. આવા એમના ઉપર બધાને પ્રેમ હતેા, આદર હતા, વિશ્વાસ હતા. રાજા રામમોહનરાય અને એમના જેવા સ્ત્રીસમાજને ઊંચે લાવવા માટે જીવન દેનારા અનેક સમાજસુધારકો થઈ ગયા.. એમની અસર થોડી થોડી પડી હતી. પણ જ્યારે મહાત્માજીએ સ્ત્રીઓને કહ્યું “નીકળા ઘરની બહાર!” ત્યારે શું થયું? જેમ ચામાસામાં ગંગા-જમનાનાં પાણી ઉછળી ઉંછળીને વહે છે તેમ શ્રી ઘર છેડીને—જનાન છેડીને—બહાર નીકળવા ઉછળી પડી. એમને વિશ્વાસ હતો આ આદમી જે કહે છે તે સાચું છે, કરવા જેવું છે, તેમાં બનાવટ નથી, અને બધાં નીકળી પડયાં. નાની મોટી, ભણેલ, અભણ, વૃદ્ધ, યુવાન, કુંવારી, પરણેલી, બધી જ. અને તે પણ પુરુષોના પૂરા સહકારપૂર્વક. આ દેશમાં થેડા લેાકાને બાદ કરતાં અને સારા ખરાબ લેકો હંમેશા દરેક સમાજમાં હોય છે હંમેશા પુરુષોએ સ્ત્રીને સાથ આપ્યો છે. તેથી જ અહિં વિલાયત— અમેરિકાની જેમ પોતાના હક્કો મેળવવા ખાતર સ્ત્રીઓને લડત ચલાવવી પડી નથી. જ્યારે સ્ત્રીને સામાજિક, આર્થિક, કે કાનૂની સ્વતંત્રતા નહોતી ત્યારે પણ સ્ત્રીની પદવી કોઈ દિવસ નીચી નથી થઈ. એ હંમેશાં ગૃહલક્ષ્મી હતી, દેવી હતી. મારા પતિ અને મારા પિતાએ પણ આશીર્વાદ આપી મને બહાર નીકળવાની રજા આપી હતી. શાથી? કેમ કે એમને ગાંધીજી ઉપર અથાક વિશ્વાસ હતા. ઑલ ઈંડિયા વીમેન્સ કોન્ફરન્સ નવી નવી શરૂ થઈ હતી. મહારાણી ચીમનાબાઈ અને સરોજિની નાયડુ જેવી દશ વીશ ભણેલી બહેના એ ચલાવી રહી હતી. તેઓ એક દિવસ મહાત્માજી પાસે ગયા અને સ્ત્રીશિક્ષણના ખૂબ પ્રચાર કરવા, સામાજિક બંધના તાડવા વગેરે વગેરે કોન્ફરન્સના ધ્યેય વિષે તેમણે ઘણી વાતો કરી, મહાત્માજી બધું સાંભળી રહ્યા. પછી તેમણે કહ્યું, “તમે જે કહે છે તે બધું સારું છે, પણ તેમાં “હક્ક” એ શબ્દનો ઉપયોગ બહુ થયા છે, આ શું છે? તમે કહે છે કે આ અમારો હક્ક છે વગેરે, ચાલા માની લીધું. મને તમારા હક્કોની ખબર છે, પણ પછી તમારા તરફથીએ સમાજને, સંસારને કે ઘરને કોઈ ચીજ આપવા જેવી ખરી કે નહિં? તમારું પણ કંઈ કર્તવ્ય છે ખરું કે જેનું તમારે પાલન કરવાનું હોય? કે માત્ર હક્ક, હક્ક, અને હક્ક જ છે?' અને પછી એમણે એક વાત કરી જે હું કદી પણ ભૂલી શકી નથી. તેમણે કહ્યું, “જે મનુષ્ય હક્ક હક્કની બૂમા પાડયા કરે છે તે કદી ઉન્નતિના માર્ગે ચઢતા નથી, પણ જે મનુષ્ય પાતાના કર્તવ્યનું પાલન કરે છે તેને હક્ક આપેઆપ મળી જાય છે. અને જે તે આપભાગ આપીને કર્તવ્ય પાલન કરે છે કોઈ રોકી જ શકતું નથી.” તા તેના હક્કને એક બીજી મુખ્ય અને મેાટી વાત તે કહેતા કે જે આપણે ભૂલી ગયાં છીએ. તે વાત એ હતી કે સિદ્ધાંત કદી પણ ટાળવા નહિં. જો આપણું ધ્યેય શુદ્ધ છે તે તે ધ્યેય પ્રાપ્ત કરવાના ઉપાય તા. ૧૬-૧૧-૬૩ પણ શુદ્ધ હોવા જોઈએ, જેને તે સાધન અને સાધ્યmeans & aims કહેતા. અને “ડેમોક્રસી” અને “કોમ્યુનિઝમ” વચ્ચે આ જ ફરક છે. ડેમોક્રસી કહે છે: “Means & aims are important.” સાધન અને સાધ્યનુંસરખું મહત્વ છે. કોમ્યુનિઝમ કહે છે, “Only aims are important. માત્ર સાધ્ય જ મહત્વનું છે. મારે ધારેલે સ્થળે પહોંચવું છે, તે ચાહે તો તમને મારીને ત્યાં પહોંચ્યું, ચાહે તો તમારા ઉપર પગ મૂકીને ત્યાં પહોંચું, પણ કોઈ પણ રીતે ત્યાં પહોંચું એટલે ધ્યેય સિદ્ધ. અને ડેમેાક્રસી શું કહે છે? “મારે ત્યાં પહોંચવું છે અને પહોંચીશ, પણ તમારો બધાના સાથ મેળવીને, તમને પણ સાથે લઈને. મહાત્માજીના માર્ગ આ ડેમોક્રસીના હતા અથવા તે શુદ્ધ એવા સાધન અને સાધ્યના હતા. પણ આપણે બધા આ ભૂલી ગયા છીએ અને ઉપર ઉપરની વાત રહી ગઈ છે. મહાત્માજી કહેતા કે હું ઈચ્છું છું કે મારા ઘરની બધી બારી ખુલ્લી રહે અને બધી દિશાની હવા મારા ઘરમાં આવે, જેના હું પૂરેપૂરો ફાયદો ઉઠાવું. પણ મારા બે પગ મારા ઘરમાં રહે, મારી સંસ્કૃતિથી બંધાયેલા રહે. જે લોકો એમ કહે છે “અમારું બધું જ સારું” તો તે ભૂલ છે. જે લોકો એમ કહે છે, “દુનિયામાં બધું સારું જ છે” તે તે પણ ભૂલ છે. અને જે લોકો મ કહે છે “બીજી દુનિયા સારી છે” તો તે પણ ગલતી છે. શું સારું અને શું સારું નહિ તે તા માટા સંતા કે મહાત્માજી કોઈ બતાવી શકયા નથી. પણ જરૂરી એ છે કે જેવા સમય વચ્ચે આપણે રહેતા હોઈએ તેનો પૂરો લાભ ઊઠાવીએ અને તે લાભના સમાજની ઉન્નતિમાં પૂરો ઉપયોગ કરીએ.. અગર મહાત્માજી આજે જીવન્ત હોત તો મને ખબર નથી કે એમણે કયા માર્ગ અખત્યાર કર્યો હોત, પણ એટલું તેા નિ:સંદેહ છે કે તેમણે જે રાહ લીધા હોત તે constructive –રચનાત્મકવિધાયક— રાહ હોત. જગતમાં આજે જે પરિવર્તન થઈ રહ્યું છે તેને નજર સામે રાખીને, તેની સાથે મેળ બેસે અને ભારતને ફાયદો થાય એવા કોઈ માર્ગ જરૂર એમણે શેાધ્યો હોત. એટલે આપણી અત્યારે ફરજ છે કે એકબીજાની ટીકા કરવા કરતાં સાથે બેસીને આપણે વિચારીએ કે આપણું ધ્યેય શું છે, આપણા સિદ્ધાંત શું છે, અને આપણને વિશ્વાસ શેમાં છે? જે રાહ પકડવા આપણે જરૂરી માન્યો તે રાહ માટે જીવન જાય તો ભલે જાય, પણ સિદ્ધાંતમાંથી કદિ ડગવું ન જોઈએ. કોના દિલમાં આજે આવી ભાવના છે? બીજી વાત એ છે કે એકતા, સહયોગ અને સંગઠન એવાં મજબૂત કરવાં જોઈએ કે જે આ દેશને ઊંચા લાવી શકે. આ બધી ચીજો આપણી જાતમાં આપણે લાવવાની છે. આ પાયાની વાત છે અને તેને આપણે ટાળી નહિ શકીએ. સેાળ વર્ષની ઉંમર સુધી મારો ઉછેર અંગ્રેજી ઢબ પ્રમાણે થયા હતા. બાલીચાલી, ખાવું, પીવું, પહેરવું, ઢવું, બધું. તે બાહ્ય ચીજ હતી. પણ મોકો મળ્યો ત્યારે અસલી ચીજ નીકળી આવી. તે જે પાયાના સંસ્કાર છે તેને કોઈ ફેંકી દઈ નહિ શકે. બહારની હવા ભલે આવે પણ આપણા મૂળ ઊંડા અને મજબૂત હોવાં જોઈએ. અને મજબૂત કરવા માટે આસપાસ જે રદ્દી ચીજો ભેગી થઈ ગઈ હોય તેને દૂર હટાવી દેવી જોઈએ. લડાઈ, ઝઘડા, અને આપણે જ ઊભી કરેલી દિવાલા આપણને નબળા પાડી રહી છે. દિવાલા હટાવી દઈ. તે આજે પણ હિંદુ ધર્મમાં—હિંદી સંસ્કૃતિમાં—એટલી તાકાત છે કે જે આપણને ટટ્ટાર ઊભા રાખી શકે. મેં શરૂઆતમાં જ કહ્યું છે તેમ, અનેક લોકો આ દેશમાં આવ્યા. બધા કંઈ ને કંઈ પોતાની છાપ મૂકતા ગયા. એ છાપે આપણને મજબૂત બનાવ્યા છે. છેલ્લે છેલ્લે અંગ્રેજો આવ્યા. તે પણ કંઈક પેાતાની છાપ મૂકી ગયા. આપણે અંગ્રેજી દ્વારા વિજ્ઞાન શીખ્યા. આ બધી છાપ અને આપણી પુરાણી વાતાના સમન્વયી એક નવી ચીજ નીપજાવવી છે—એક સુંદર ડીઝાઈન ઉપસાવવી છે કે જેના વડે આપણું જીવન સરળ, ઉચ્ચ અને ઉર્ધ્વલક્ષી બને. આપણે કોઈની નકલ કરવી નથી. તેમ આપણે દશ - હજાર વર્ષ પાછળ પણ જવું નથી. નવા અને જુનાનો મેળ બેસાડી આપણે એક નૂતન ભારત સર્જવું છે. અને એમ કરીશું ત્યારે જ આપણે સાચી રીતે કહી શકીશું કે મહાત્માજીએ દેશને એવી ચીજની ભેટ આપી કે જેણે દેશને અમર કરી દીધા. અનુવાદક : મેનાબહેન નરોત્તમદાસ હિંદી : શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત મૂળ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy