________________
તા. ૧૬-૧૧-૩
પ્રબુદ્ધ જીવન
૧૩૭
ને તેની ઝોળીમાં ફેંકી. પણ પછી માતાજીના ઠપકાની બીકથી ગભ- રાવા લાગી. મારો બંગડી વગરને હાથ કોઈ ન દેખે તેવી રીતે સાડીના છેડામાં છુપાવતી ઘરમાં આવી. માતાજીને થયું કે મને હાથ ઉપર કંઈ વાગ્યું લાગે છે, પણ પછી સાચી વાતની તેમને ખબર પડી અને મને ધમકાવવા લાગ્યા. “તું એ સભામાં ગઈ કેવી રીતે ? ત્યાં તેને કોણ લઈ ગયું?” અમારું ઘર મેટું હતું. કાકા, મામા, ભત્રીજા, વગેરેનું વિશાળ સંયુકત કુટુંબ હતું. બધા જતા હતા ને હું પણ ગઈ હતી, કોનું નામ દઉં? સાંજના જમતી વખતે ગાંધીજીને મળવાનો પ્રસંગ આવ્યો. મારી ઉપર મારી મા નારાજ હતી તેમ જ ગાંધીજી વિશે તેના મન ઉપર સારી છાપ પડી નહોતી. તેણે એમ કહેલું પણ ખરું કે આ કે આદમી છે અને આપણને કયાં લઈ જઈ રહ્યો છે. પણ ગાંધીજીને કોઈ રીતે ખબર પડી ગઈ હતી કે મને ઠપકો મળ્યો છે. એટલે જમતી વખતે તેમની - ખાસ રીત મુજબ હસતાં હસતાં મારી માતાજી સામે તેમણે જોયું અને બોલ્યા, “આના બીજા હાથમાં બંગડીઓ કેમ રહેવા દીધી છે? હજુ સુધી તમે ઊતરાવી લીધી નથી ?” અને પહેલી જ વાર મારી દ્રષ્ટિ મહાત્માજી ઉપર સ્થિર થઈ ગઈ અને તેમને જોઈને હું મુગ્ધ બની ગઈ. બહુ થોડા વખતમાં અમારા ઘરમાં એમનું સ્થાન કુટુંબના એક મુરબ્બી જેવું થઈ ગયું. અમારે મન તેઓ અમારા વડીલ થઈ ગયા. અને પછી તો અમારા ઘરની નાની કે મોટી કોઈ બાબત એવી નહોતી જે વિષે અમે એમની સલાહ લીધી ન હોય, તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેમની સાથે અમારો આ સંબંધ એ ને એવો ટકી રહ્યો હતો.
થોડા દિવસ પછી મારા વિવાહની વાત ચાલી. જે ઘરમાં મારો વિવાહ કરવાની વાત ચાલતી હતી તેઓ રાજકોટના રહેવાસી હતા. તે કુટુંબને ગાંધીજી બહુ સારી રીતે ઓળખતા હતા. મારા પતિને પણ તેઓ જાણતા હતા. પણ એ જમાનામાં તે નાતની અંદર જ વિવાહ કરવાનો રીવાજ હતો. હવે હું એક સારસ્વત બ્રાહ્મણની દીકરી, મારા પતિ પણ સારસ્વત બ્રાહ્મણ હતા, પણ તે મહારાષ્ટ્રના અને હું કાશમીરની. એટલે અમારા કાશ્મીરી કુટુંબેએ મારા લગ્નમાં આવવાની ના પાડી. મારાં માતાજીને ચિંતા થવા લાગી. જો લગ્નમાં કુટુંબીઓ નહિ આવે તો લગ્ન કેવી રીતે કરવાં? મહાભાજી ત્યારે મદદે આવ્યા. એમણે માતાજીને સમજાવ્યા. તમે કટે બીઓની ફિકર ન કરો. “તમે તો ઈચ્છે છે કે ધામધૂમથી લગ્ન થાય, અને વીસ પચીસ હજાર માણસ તમારે ઘેર જમે. પણ હમણાં એ સમય નથી. દેશ ચિંતામાં પડયો છે. તેવા સમયે જે આવે તે આવે, જે ન આવે તે ભલે ન આવે.” મહાત્માજીએ આ પ્રમાણે મારાં માતાજીને હિંમત આપી. લગ્નની ધામધૂમપૂર્વક તૈયારી થવા લાગી. પિતાજીએ વકીલાત છોડી દીધી હતી. અમારે ત્યાં કોઈ જાતની ખામી નહોતી. નાતનું બંધન તોડયું હતું, પણ તેથી કાંઈ દીકરીના લગ્નમાં જે કંઈ રીતરીવાજ કરવાના હોય તે થોડા જ બંધ થાય છે?
મારે માટે કરીઆવર અંગે ખૂબ સામાન આવવા લાગ્યો. ઘેડા ' દિવસની લગ્નને વાર હતી ત્યાં મહાત્માજીની ચીઠ્ઠી આવી. “કન્યા લગ્ન વખતે કેવાં કપડાં પહેરશે ?” જવાબમાં જે પહેરવાનાં હતાં તેનું વર્ણન મોકલવામાં આવ્યું. મહાત્માજીએ કહેવડાવ્યું, “એવી સાડી નહિ, ખાદીની સાડી પહેરે.” હવે તે ૧૯૧૯ની સાલ હતી, જે વખતે આજના જેવી ઝીણી એકસરખા સુતરની ખાદી મળતી નહોતી. એક તે ખાદી મળતી'તી જ જજ અને જે મળતી તે એવી જાડી કે માથે તે ઓઢી જ ન શકાય. મારી માં બહુ ગુસ્સે થઈ. એણે કહ્યું: “આ આદમી તે બધી બાબતમાં મારા ઘરમાં દખલગીરી જ કર્યા કરે છે. મારા ઘરમાં બધી એણે ઉથલપાથલ કરી નાખી છે અને હવે લગ્નમાં ઝઘડા કરાવવા તૈયાર થયા છે. હું એવું નહિ થવા દઉં. વિધવા જેવી સફેદ સાડી એને પહેરાવું?
ખાદી આજે મને કોણ રંગી આપશે?” –જે દાગીને આપવાને હોય તે, તે જમાનામાં તે લગ્ન વખતે કન્યાને પહેરાવી અગ્નિની શીખે આપવામાં આવતું. ગાંધીજીએ કહ્યું, “કેવળ ફલના હાર સિવાય ન કંઈ પહેરાવવું અને ન કંઈ આપવું.” હવે દાગીના થાળ ભરીને તૈયાર કરવામાં આવ્યા હતા. ચાંદીના વાસણોને તે સુમાર નહોતે. મારી માએ કહ્યું, “આ શું કહેવાય? હું શા માટે ન આપું? મારી દીકરીને લોક ભવિષ્યમાં શું કહેશે? (તે વખતમાં લગ્ન વખતે પિયર કે સાસરેથી જે કન્યાને આપવામાં આવતું તે જ તેનું સ્ત્રીધન હતું. બીજી કઈ મિલ્કતમાં તેને હક્ક રહે નહિ.) આ બધી ગડબડ ચાલી રહી હતી તેમાંથી બા” (કસ્તુરબા)એ રસ્તો કાઢી આપ્યો. બાના જીવનનું જો આપણે નિરીક્ષણ કરીએ તે દેખાઈ આવે છે કે એમના જીવનમાં એ એક કુદરતી બક્ષીસ હતી કે
જ્યાં કયાંય સંઘર્ષ જાગે ત્યાં એ પોતાની સહજ બુદ્ધિથી એવી એક વાત મૂકી દે કે જે બંને પક્ષને સ્વીકાર્ય થઈ જાય. એમણે પિતાના હાથે કાંતેલા સુતરની ખાદી રંગીને મને પહેરાવવા માટે આપી, જે બારીક સુતરની ને ઝીણી હતી. આનાથી બધાં કંઈ ખુશી ન થઈ ગયાં, પણ એથી થોડો સંતોષ થયો. અને ગળામાં માત્ર ફલને હાર. જરઝવેરાત જે આપવાનું હતું તે એમ ને એમ અગ્નિ સમક્ષ મૂકીને મને આપવામાં આવ્યું. લગ્નવિધિ પૂરી થઈ તે પછી હું મહાત્માજીને પગે લાગવા ગઈ તે વખતે મેં તે બધાં દાગીને પહેર્યો હતો. કેમકે ત્યાંથી હું સીધી મારે સાસરે ચાલી જવાની હતી. મારી માના પેટમાં ગભરાટ હતો કે રખેને મહાત્માજી એ બધે દાગીને ઉતરાવી લે. પણ મહાત્માજી એવડા મોટા નેતા થયા હતા તે કાંઈ અમસ્તા નહોતા થયા. એમનામાં ઘણી ઊંડી સમજણ હતી, વ્યવહારકુશળ હતા. એમણે કંઈ ન કહ્યું. એટલું જ કહ્યું કે “હું ઈચ્છું છું કે દેશને માટે તમે બંને બધું કરી છૂટવાને નિર્ણય કરશે.” તે દિવસથી તે આજના દિન સુધી મારો હંમેશા એ પ્રયત્ન રહ્યો છે કે જે એમને સિદ્ધાંત હતો તે સિદ્ધાંતને અનુસરીને ચાલવું અને તેને અંગે જે કાંઈ ભેગવવું પડે તે ભેગવવું. અને આજે અમે જે સ્થિતિએ છીએ તે એમના કારણે છે. અમે તો કાંઈ સમજતા નહોતાં, પણ એમનાં વ્યાખ્યાને સાંભળીને, એમને સમજવાનો પ્રયત્ન કરીને અમે આગળ વધ્યાં અને આજે કંઈક કરી શકયાં છીએ. ' '
કોઈના નિકટવર્તી સંબંધીના મૃત્યુ સિવાય બીજા કોઈ કારણે મહાત્માજી કોઈને પત્ર લખતા નહોતા. મારી પર મહાત્માજીને પહેલો કાગળ આવ્યો, જયારે મારા પતિ ગિરફતાર થયા. મારા પતિ ' '
જ્યારે સ્વર્ગવાસ પામ્યા ત્યારે એમનો બીજે કાગળ આવ્યો. એ કાગળ એવો હતો કે મહાત્માજી જ લખી શકે. બીજા કોઈની એ તાકાત નથી. એમણે લખ્યું, “હું તને આશ્વાસન આપવા આ , કાગળ નથી લખતે. હું તો વીર પિતાની પુત્રી છે અને વીર ભાઈની , બહેન છે. તારે માટે તો આ મુબારકબાદીની વાત છે.”
હું તમને પૂછું છું કે કોઈ યુવાન સ્ત્રી, કે જેને પતિ મૃત્યુ પામ્યો છે તેના ઉપર કોઈ આવો કાગળ લખી શકે ખરું? ખેર ! મહાત્માજીની મહત્તાની એક બીજી વાત કહું.
૧૯૪૨માં જ્યારે “Quit India”ની –હિંદ છોડો'નીચળવળ ચાલતી હતી ત્યારે અલહાબાદમાં બહુ ફાન થયા કરતાં હતાં. બધા નેતાઓને પકડીને અહમદનગરની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એ સમયે વિદ્યાર્થીઓનાં સરઘસ સભા વગેરે થયા કરતાં હતાં. મારી મોટી પુત્રી ચંદ્રલેખા પણ યુનિવર્સિટીમાં હતી અને અલહાબાદમાં જ રહેતી હતી. ૧૯ વર્ષની તેની ઉંમર હતી. બે ત્રણ સરઘસ નીકળ્યા ત્યાં સુધી તે કોઈ ખાસ બનાવ ન બને, પણ પછી ખબર આવી કે સરઘસ ઉપર ગોળી ચલાવવામાં આવી છે. યુનિવર્સિટી અમારા ઘરની નજીક હતી અને ત્યાં જ ગોળીબાર
?