________________
તા. ૧૬-૧૧-૨૩
પ્રભુનું જીવન
☆
પારસમણિના સ્પર્શે
✩
શ્રી ટહેમિનાબહેન ખંભાતાની મુલાકાત
(થોડા દિવસ પહેલાં તા. ૧૪-૧૦-૬૩ ના ‘સુકાની' માં નીચે આપેલા લેખ વાંચવામાં આવ્યો. એ લેખમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છ તે સ્વ. ડૉ. બહેરામ ખંભાતા તથા તેમનાં પત્ની શ્રી ટહેમિનાબહેન સાથે લગભગ ૪૫ વર્ષથી મારો એક કુટુંબીજન જેવા સંબંધ રહ્યો છે અને તેથી તેમની સાથેના વર્ષોજુના સ્નેહસંબંધના સ્મરણને તીવ્રપણે જાગૃત કરતા આ લેખ વાંચીને ખૂબ રાજી થયા. ડૉ. બહેરામ ખંભાતા પેટના અલ્સરથી વર્ષોથી પીડાતા હતા. એ વ્યાધિના કારણે દિન પ્રતિદિન કમજોર બનતા જતા બહેરામભાઈને મેં એક વાર લેાહી આપ્યું હતું. બીજી વાર પણ લોહી આપવાનું નક્કી થયેલું પણ તત્કાળ તેમની તબિયત બગડી જતાં અદ્ધર રાખવું પડયું હતું. ત્યાર પછી તેઓ જ્યારે બીજા કોઈ મિત્ર સાથે મારી ઓળખાણ કરાવતા ત્યારે તેઓ એમ જ કહેતા હતા કે “ અમે બન્ને એકલાહીયા ભાઈઓ થયા છીએ.” આવા અમારો ધનિષ્ઠ સંબંધ હતા. તેમના ખૂબસુરત દીકરા જાલને પણ મેં ઘણી વાર જોયેલા. ૧૯૯૪૩ના જાન્યુઆરી માસમાં ડૉ. બહેરામે પેટના અલ્સર અંગે માટું ઑપરેશન કરાવેલું. ઑપરેશન સમયે તેમને મળવા જતાં તેમણે ગાંધીજીને મારી સમક્ષ ખૂબ યાદ કરેલા. તે આપરેશનથી તે સાજા ન થયા અને ફેબ્રુઆરી માસની પહેલી તારીખે તેમણે દેહ છેડયો. આ વખતે પણ હું હાજર હતો. ત્યાર બાદ યરવડા જેલમાં ગાંધીજીના ઉપવાસ આવ્યા ત્યારે ગાંધીજીને મળવા જવાનું બનતાં ડા. બહેરામના તેમણે ખબર પૂછેલા, થોડા સમય પહેલાં થયેલા તેમના અવસાનની તેમને ખબર જ નહાતી. મારી પાસેધી આ સમાચાર તેમણે જાણ્યા ત્યારે ખૂબ ખિન્ન બનેલા. ડૉ. બહેરામની ગાંધીભકિત અપૂર્વ હતી અને ગાંધીજી પણ તેમની હંમેશાં ખૂબ ચિંતા કરતા હતા. જે તેમના પત્રો ઉપરથી સહજપણે માલુમ પડે છે. શક્ય હતું ત્યાં સુધી ડૉ. બહેરામ હંમેશા કાંતતા હતા. ડા. બહેરામ જેવા મુલાયમ પ્રકૃતિના માનવી મે" બહુ જ ઓછા જોયા છે. કરુણા તેા તેમના શ્વાસે શ્વાસે ભરી હતી. મૃદુતાની તેઓ મૂર્તિ હતા. મહાદેવભાઈ, કિપલાણી, વગે૨ે ગાંધીકુટુંબના સ્વતા તેમને ત્યાં અનેકવાર જતા આવતા અને તેમના મહેમાન પણ બનતા. હેમિનાબહેન એક પવિત્ર સાધ્વી સ્ત્રીનું જીવન ગાળે છે. તેમની સાથેનો મારો સંબંધ આજે પણ કાયમ છે. ડા. બહેરામ જે દિવસે ગુજરી ગયા તે દિવસે તેમના ઘરની જે રચના હતી, દર્દીઆને તપાસવા અને તેમનો ઉપચાર કરવાની આરડીમાં જે ચીજો જે રીતે જ્યાં પડેલી હતી. તે બધું આજે પણ તે જ રીતે પડેલું, ગાઠવાયેલું નજરે પડે છે અને આપણે તેમના ઘરમાં દાખલ થઈએ તો ડૉક્ટર તેમના ચિકિત્સાલમાં બેઠા છે અને હમણાં જ બહાર આવીને આપણને આવકારશે—એવા મન ઉપર ભાસ થઈ આવે છે. આવી ટહેમિનાબહેનની તેમના સ્વર્ગસ્થ પતિ પ્રત્યેની અપૂર્વ નિષ્ઠા છે. આવા એક કુટુંબને પુણ્ય પરિચય કરાવતા લાભુબહેનના લેખ અહિં અવતરિત કરતાં એક પુણ્યકાર્ય કર્યાના હું સંતોષ અનુભવું છું. આ લેખમાં માત્ર નમુનારૂપે ગાંધીજીના અમુક પત્રો આપવામાં આવ્યા છે. પણ ગાંધીજીના આ દંપતી સાથે ચાલુ પત્ર-વ્યવહાર રહેતા હતા, અને તેથી આવા બીજા અનેક પત્રો શ્રી ટહેમિનાબહેન પાસે આજે મેાજુદ છે. પરમાનંદ)
તે
પૂ. ગાંધીજીની સ્થૂળ અથવા તો સૂક્ષ્મ અસર જેમના પર પડી છે તેમનાં જીવન પુણ્ય અને સમૃદ્ધ બની ગયાં છે. એ અસર કોઈ કોમ, પ્રાંત કે પ્રદેશ પૂરતી મર્યાદિત રહી નથી. આ દેશના અને વિદેશના હજારો લોકો એમની પવિત્ર અસર નીચે આવી ગયા છે ને હજુ પણ અંતરથી એમની પૂજા કરે છે એમ કહીએ ત અતિશયોકિત ન ગણાય. આવાં એક પારસી બહેનના હમણાં પરિચય થયા, એમનું નામ છે ટહેમીનાબહેન. એમના પતિ બહેરામજી ખંભાતા એક બહુ જ પ્રતિષ્ઠિત ને કુશળ હાડવૈદ્ય હતા. તેઓ હાલ જીવંત નથી, પરંતુ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પૂ. બાપુના પરમભકત બનીને રહ્યા હતા. એમના જીવનઆદર્શને પહોંચવા માટે એમણે બાપુની મદદ લીધેલી અને બાપુની સલાહ અનુસાર જીવન વ્યતિત કરેલું. એમનાં પત્ની ટહેમીનાબેનને પણ તે બાપુચિંધ્યા માર્ગે દોરી ગયા હતા. જેમના શિરે સમસ્ત રાષ્ટ્રની જવાબદારી હતી તે બાપુ કેટલા બધા લોકોને કેવી રીતે જીવનમાં ઉપયોગી થઈ જતા ને વૈયકિતક રીતે એમનાં જીવનમાં કેટલા ઝીણ વટભર્યો રસ લઈ એમના જીવનને ઘાટ આપતા તે જાણીએ તો આશ્ચર્ય થયા વિના ન રહે.
પૂ. ગાંધીજીના સંપર્કમાં શ્રી ખંભાતા કેમ આવ્યા ને એમના જીવનઘડતરમાં બાપુએ કેવડો મોટો ફાળા આપ્યો છે તે વિષે શ્રી ટહેમીનાબેનને પૂછતાં એમણે જણાવ્યું :
“મારા પિત પ્રથમથી જ આધ્યાત્મિક વિચારના હતા. જીવન સેવા માટે છે, મેાજમજા માટે નથી તેમ માનતા ને તેથી રામકૃષ્ણ પરમહંસ તથા વિવેકાનંદના સાહિત્યના ઉપાસક હતા. એમના ઉપદેશ પ્રમાણે જીવવાની તેમની કોશિષ ચાલુ હતી. જીવનના મજા માટે અમે કદી ઉપયોગ કર્યો નથી ને કોઈ કરતું તો અમને આશ્ચર્ય થતું. એવામાં એમણે ગાંધીજીનું નામ સાંભળ્યું ને એમના આફ્રિકાના આશ્રમ તથા સત્યાગ્રહ વિષે જાણ્યું ત્યારે એમના દિલમાં થયું કે જે પરમહંસે કહ્યું છે તે જ ગાંધીજી કરી રહ્યા છે. ગાંધીજીમાં જ તે પરમહંસને તથા વિવેકાનંદને મેળવી શકશે એવી શ્રદ્ધા જન્મવાથી એમણે પૂ. ગાંધીજીની મુલાકાત માગતા એક પત્ર લખ્યો ને એ
૧૩૯
પત્રમાં પોતાના જીવનના આદર્શો વિષે પણ જણાવ્યું. બાપુએ તો તરત જ મળવા બોલાવ્યા ને એમના આત્મજન તરીકે અપનાવી લીધા.
“અમારું જીવન તો બાપુના આવા સીધા સંપર્કથી સમૃદ્ધ બની ગયું. તેઓ અમારા જીવનની ઝીણીઝીણી બાબતાનું કેટલું ધ્યાન રાખતા, અમારા પ્રત્યે કેટલી મમતા રાખતા ને નાની મોટી બાબતામાં અમને કેવી રીતે કેળવતા તેનું દર્શન આ પત્રા જોવાથી થશે.” ભાઈશ્રી ખંભાતા,
તમારો કાગળ મળ્યો છે. તમારા આવવાથી હું બહુ જ રાજી થયો છું. ફી પણ આવજો.
જેમ જેમ દેહ ઉપરના મેાહ ઉતરશે તેમ તેમ તમે શાંત થશેા. પેલા તેલનું નામ હજુ મારે હાથ નથી આવ્યું. મેળવી લઈશ. વર્ષા, ૫–૧૨-૪૨૬
બાપુના આશીર્વાદ યરવડા સેન્ટ્રલ પ્રીઝન
ભાઈ ખંભાતા,
તમારો કાગળ મળ્યો. તમને હવે તો રહો તો સારું છે. ફળના રસ જરૂર લા. તે તાજું વગર ગરમ કરેલું દુધ લેવાય તો જ કૉ.
સારું હશે. દૂધ ઉપર જ સામે આવીને દોહી જાય ઠીક. મને ખબર આપ્યા
પેલા એક રૂપૈયાની ગભરામણ શાને? એ લખવામાં ભૂલ ચંદ્રશંકરની છે. પણ તેના વિચાર પણ કરવાનો નથી. પેલા ૫૦૦નું તો નામ ન આવ્યું? એક રૂપિયો જોઈને કોઈ કહે, ખંભાતા હવે કંજૂસ થયા અથવા ભિખારી, તે કંઈ હરકત નથી. એ સારું ના ? બાપુના આશીર્વાદ
૨૯૦૪-’૩૩ ભાઈશ્રી ખંભાતા,
મારા અપવાસ. ઈશ્વરના હાથમાં છે એટલે એની ચિંતા હોય નહિ, ત્યાં જ ગાય મળે તે તેને સામે રાખી આંચળ સાફ કરાવી સાફ વાસણમાં દોવરાવી દૂધ મેળવા તો બહુ સારું. દૂધ અને ફળના રસ ઉપરાંત કંઈ જ ન લેશો. અને ટહમીનાને આશીર્વાદ. બાપુ