________________
Additionalit
૧
પ્રબુદ્ધ ાન
અમે આ બાબતની ચર્ચા કરવાની શરૂઆત કરી એ દરમિયાન ગાંધીજી પ્રત્યેના મારા વલણમાં થઈ રહેલા ફેરફાર વિષે હું એકાએક સભાન બની. અત્યારે મારી સામે Bullock — Cart Culture — બળદગાડાના યુગની સંસ્કૃતિ – અને સર્વથા અસ્વીકાર્ય એવા ૧૯ મી સદીના જરીપુરાણા વિચારો ધરાવતા વિચિત્ર કઢંગો લાગતો કોઈ સામાન્ય માનવી નહિ, પણ એક મહાન ભવ્ય મહામાનવના સાન્નિધ્યમાં હું છું એ પ્રકારનું તીવ્ર સંવેદન મારા ચિત્તને સ્પશી રહ્યું હતું.
જેમને લાખા માનવીઓએ બાપુ તરીકે સ્વીકાર્યા હતા એવા આ પુરુષની—કોઈથી પણ ઈનકાર થઈશકે એવી—ભવ્યતાની પ્રતીતિ થતાં, મારે કબૂલ કરવું જોઈએ કે, મને બે વર્ષ લાગ્યાં હતાં. હું એક અમેરિકન હોઈને, યંત્રયુગને લગતા તેમના વિરોધી પુરાણા વિચારોને— અને હજુ પણ મને એ વિચારો એટલા જ પુરાણા—જુનવાણી— લાગે છે—મારા મગજમાં સ્થિર કરવા એ મારા માટે ઘણુ વધારે કઠણ કામ હતું, કારણ કે આધુનિક યંત્ર મને આ જમાનાની હમેશાં એક મહાન સિદ્ધિ લાગી છે. જયારે અરાજકતામાંથી—અનવસ્થામાંથી-તાકાત અને હિંમતપૂર્વક તેમને માર્ગ કાઢતા મે જોયા ત્યારે જ આ દેશમાં ગાંધીજીનું. કેવું અજોડ સ્થાન અને અનુપમ મૂલ્ય છે તેની મને વધારે ઊંડી સુઝ પ્રાપ્ત થઈ. તાજેતરના મહિનાઓ દરિમયાન હિંદને સર્વથી વધારે મહત્ત્વના તબકકાઓમાંના એક એવા તબકકામાંથી પસાર થતું હું જોઈ રહી હતી કે જયારે, ધર્મને લગતા વેરઝેરની ભયાનક જવાળાઓમાંથી દેશને બચાવી લેવા માટે ગાંધીજીએ પોતાની જીંદગીને હોડમાં મૂકી હતી અને જયારે, નહેરુએ જણાવ્યું હતું તે મુજબ, ‘પ્રલય તરફ ધસી રહેલી આ દુનિયામાં તેઓ ખડક સમાન ઊભા હતા અને દીવાદાંડી માફક સત્યનો ચોતરફ પ્રકાશ ફેલાવી રહ્યા હતા.' દુનિયાની અમારી બાજુએ, આપણી દુનિયા પ્રલયના જોખમ તરફ ધસી રહી હતી. અને એમની ધીરગંભીર વાણીમાંથી અમને કોઈ સંદેશા-કોઈ · માર્ગદર્શન-કદાચ પ્રાપ્ત થશે એવી આશા હું સેવી રહી હતી.
મે ગાંધીજીને પૂછ્યું કે, “અમેરિકા અણુબાંબ બનાવવાનું બંધ કરશે એમ આપ માને છે?” તેમણે જરા પણ અચકાયા સિવાય જવાબ આપ્યો, “અમેરિકાએ બંધ કરવું જ જોઈએ.”
અમારી આ વાત ચાલી રહી હતી; ગાંધીજી વિચારપૂર્વક, કદિ કદિ અચકાતા અટક્તા, અત્યન્ત ગંભીર ઊંડાણમાંથી બોલી રહ્યા હતા; તેમના શબ્દો હું ટપકાવી રહી હતી; અને અમારામાંના કોઈને પણ મનમાં ખ્યાલ સરખો પણ નહોતો કે, દુનિયાને તેમના છેલ્લા સંદેશાઓમાંના એક - કદાચ આ સૌથી છેલ્લા–સંદેશા હતા.
તા. ૧૨-૬૩
તેઓ બાલ્યા “હું તેના સમર્પણપૂર્ણ કર્મ—prayerful action વડે સામના !” તેમણે ‘કર્મ' ઉપર ભાર મૂક્યા અને મેં પૂછ્યું કે, “આ કર્મ કેવું રૂપ ધારણ કરે?”
આ અત્યન્ત મહત્ત્વના દિવસ બાદ ઘણા લોકોએ મને પૂછ્યું છે કે, “ગાંધીજીની સમીપમાં બેઠી હોઉં ત્યારે એક અસાધારણ કોટિના પુરુષ સમક્ષ હું બેઠી છું એવી લાગણીના મને અનુભવ થતો હતો ખરો?” મારો જવાબ છે કે “હા, ખરેખર તેમની હાજરીમાં હું હંમેશા આવી જ કાંઈક લાગણી અનુભવતી હતી.” અને આ લાગણી આ દિવસે સૌથી વધારે તીવ્ર બની હતી કે જયારે મને મુંઝવતી તેમનામાં દેખાતી કેટલીયે પરસ્પરવિરોધી બાબતો મારા મનમાંથી સંપૂર્ણપણે સરી ગઈ હતી અને જે ભયાનક સમસ્યા આપણ સર્વને મુંઝવી--અકળાવી--રહેલ છે તે સમસ્યાના ઊંડાંણને સ્પર્શવા ગાંધીજી મથામણ કરી રહ્યા હૈય એમ હું જોઈ રહી હતી. નહેરુએ ગાંધીજી વિષે કહ્યું છે કે “એ નિર્વિવાદ છે કે ગાંધીજી ચાલુ ઢાળામાં ઢળાયલા કોઈ સામાન્ય આદમી નથી, પણ તદૃન જુદા અને વિરલ ઢાળાની તે પેદાશ છે.” અને અમારા વાર્તાલાપની છેલ્લી ઘડીઓ દરમિયાન, નહેરુએ જણાવ્યું છે તે મુજબ, મને લાગતું હતું કે, “કદિ કદિ the unknown — અગમ્ય તત્વ - તેમની આંખા દ્વારા અમારી સામે તાકી રહ્યું હતું.”
મે ગાંધીજીને પૂછ્યું કે, “આપ એટમ બોંબના શી રીતે સામના કરી? તેને અહિંસા વડે સામનો થઈ શકે ખરો?” તેમણે જવાબ આપ્યો કે, “આના ઉત્તર શું આપું?” થેડી વાર ચરખો તેમના ચપળ હાથમાં વેગપૂર્વક ફરી રહ્યો અને પછી
» Elliott dalala Talod
‘હું ભૂગર્ભમાં નહિ સંતાઉ, સુરક્ષિત સ્થાનમાં પ્રવેશ નહિં કરૂં, પણ હું ખુલ્લામાં આવ્યું અને મારા મોઢા ઉપર પાયલટ સામે લેશ માત્ર તિરસ્કારનો--અણગમાનો-ભાવ નથી એ બરોબર તે જોઈ શકે એમ સ્થિરપણે ઊભા રહું.”
આગળ બેાલતાં પહેલાં થોડી ક્ષણ તેઓ ચરખા ચલાવવામાં રોકાયા અને પછી બાલ્યા:
“હું જાણું છું કે એટલી ઊંંચાઈએથી પાઈલટ મારા મોઢાને જોઈ ન જ શકે, પણ તે આપણને ઈજા કરવા માટે ન જ આવે એવી મારા ઊંડા દિલની ભાવના તેને જરૂર સ્પર્શે અને તેની આંખા જરૂર ઉઘડે. હિરોશીમામાં જે હજારો માણસા માર્યા ગયા તેઓ જૉ ઊંડા દિલના આક સમર્પણપૂર્ણ કર્મ— prayerful action ’-- પૂર્વક ખુલ્લી રીતે મરી ગયા હોત તો લડાઈના અન્ત જે અવહેલનાપૂર્વક આવ્યો તેવા આવ્યો ન હોત. આ વિજેતાઓ ખરેખર વિજેતા છે કે” તેઓ બહુ ધીમા અવાજે બોલી રહ્યા હતા અને શબ્દો પકડવાનું મુશ્કેલ બનતું હતું—“આપણ સર્વમાં રહેલા દુષ્ટ વિકારો અને ત્રુટિઓના તેઓ પણ ભાગ બનેલા છે એ એક સમસ્યા છે. કારણ કે દુનિયામાં આજે શાન્તિ નથી”-તેમના અવાજ એકદમ ધીમા પડી ગયો હતો-દુનિયાનું ભાવી હજા પણ ખૂબ ભયાનક દિસે છે.'
મને અપાયલા સમય પૂરો થવા આવ્યો હતો અને તેથી તેમની રજા લેવા હું ઊભી થઈ. નમસ્કાર કરવાની રીતે મેં મારા બે હાથ ભેગા કર્યા--પશ્ચિમની માફક જુદા પડવાને વખત પરસ્પર હસ્તધૂનન કરવાને બદલે ભારતવાસીખો સાધારણપણે આ રીતે હાથ જોડીને છૂટા પડે છે—પણ ગાંધીજીએ મારી સામે પોતાના હાથ લંબાવ્યો અને પશ્ચિમની ઢબે મારી સાથે ખૂબ ઉમળકાપૂર્વક હાર્દિકતાપૂર્વક--હસ્તધૂનન કર્યું. હું આથી ખૂબ પ્રભાવિત બની, જરા ઉભી રહી, ઊંચે જોયું અને “good bye-good luck" “નમસ્કાર, આપનું શુભ થાઓ !” એમ બોલી હું તેમનાથી છુટી પડી.
થોડાક જ કલાક બાદ આ માનવી કે જે એમ માનતો હતો કે એટમ બોંબનો પણ અહિંસા વડે સામના થઈ શકે છે તે એક રીવાલ્વરની ગાળી વડે વીંધાઈ ગયો. અને આ કમનસીબ ઘડીએ જેઓ તેમની પાસે હતા. તેઓ મારફત જાણવા મળે છે કે જેવા તેઓ પડયા કે તેમના પ્રાર્થના કરતા હાથ ઉંચે જોડાયા અને ‘હે રામ' શબ્દો તેમના હોઠ ઉપર ફરકી રહ્યા. અનુવાદક : પરમાનંદ
મૂળઅંગ્રેજી; માર્ગરેટ બાર્ક—વ્હાઈટ
રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલેાચના
તા. ૪-૨-૬૩ સોમવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં ૪૫૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ‘રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય પરિસ્થિતિ'ની આલોચના કરશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઇ-બહેનોને આ જાહેર વ્યાખ્યનતો લાભ લેવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
વિષયસૂચિ સમર્પણપૂર્ણ કર્મ
બે અવલોકન
સ્વામી વિવેકાનંદ
સ્વામી પ્રણવતીર્થના પરિચય
મુકત જીવનના માગે ભારતની આંતર-બાહ્ય પરિસ્થિતિનું આકલન અભય, અસ્પ્રંગ, અહિંસા
માર્ગરેટ-બાર્ક-વ્હાઈટ
ગૌરીપ્રસાદ ચુ. ઝાલા ચીમનલાલ ચકુભાઈ શાહ
પરમાનંદ
વિમલા ઠકાર
વિમલા ઠકાર
ડૉ. રાધાકૃષ્ણન
પૃ
૧૮૭
૧૮૯
૧૯૦
૧૯૨
૧૯૩
૧૯૪
૧૯૫