________________
તા.૧-૧૦-૬૩
પ્રભુ
કારણમાં, વ્યાપારવ્યવસાયમાં, વિદ્યુતામાં, અને ઉચ્ચ કક્ષાની સ્થિતિચુસ્તતામાં—અને મધ્યયુગીન કાળ દરમિયાન યુદ્ધકાર્યમાં પણ— ગુજરાતના ઈતિહાસમાં છેલ્લાં એક હજાર વર્ષથી અત્યંત માનવંતું પ્રતિષ્ઠાપાત્ર સ્થાન ધરાવતી હતી. સમસ્ત ગુજરાતી પ્રજાની કલ્પના ઉપર નાગર બ્રાહ્મણની એવી કોઈ પક્ડ હતી કે બીજી જ્ઞાતિના કોઈ એક સુપ્રસિદ્ધ સાહિત્યકારે પેાતાની વંશવારસગત ત્રુટિને દુર કરવા માટેહળવી કરવા માટે—નાગર બ્રાહ્મણ કામની એક વિધવા સાથે લગ્ન કરવાની ઈચ્છા દાખવી હતી, અને જ્યારે મારી જેવી એક અપ્રસિદ્ધ વ્યક્તિએ ગુજરાતના સાહિત્યના ક્ષેત્રમાં એકાએક મોટી નામના મેળવીએ, ત્યારે કેટલાય સમય સુધી સાહિત્યકોની દુનિ યામાં હું પણ એક નાગર બ્રાહ્મણ જ છું એવી માન્યતા પ્રસરી રહી હતી.
૧૯મી સદી દરમિયાન અમુક કુટુંબાએ કાઠિયાવાડના રાજ્યકર્તાઓને દીવાનો પૂરા પાડવાનો કેટલી પેઢીએ સુધી જાણે કે ઈજારો ભાગવ્યો હતો. આમાંનું એક કુટુંબ લલ્લુકાકાનું હતું. આ કુટુંબ અસાધારણ સુવ્યવસ્થિત એવા ભાવનગર રાજ્યના ઉદય અને વિકાસ સાથે જોડાયેલું હતું. ખરી રીતે તેઓ તેના મેભાના અને આબાદીના પરાક્રમી ઘડવૈયા હતા.
લલ્લુકાકાના પિતામહ પરમાનંદદાસ ૧૮૨૮થી ૧૮૪૭ સુધી ભાવનગર રાજ્યના દીવાન હતા. તેમના મામા ગૌરીશંકર ઉદયશંકર (જેને “ગગા ઓઝા” એવા ટુંકા નામથી ઓળખાતા હતા.) ૧૮૪૭થી ૧૮૭૯ સુધી, લલ્લુભાઈના પિતા સામળદાસ જેમના ઉપરથી સ્વ. ગોવર્ધનરામે તેમની સુપ્રસિદ્ધ નવલક્થા ‘સરસ્વતીચંદ્ર’માં આવતા બુદ્ધિધનના પાત્રની કલ્પના કરી હતી, તેઓ ૧૮૭૯થી ૧૮૮૪ સુધી, અને તેમના મોટાભાઈ વિઠ્ઠલદાસ ૧૮૮૪થી ૧૮૮૯ સુધી ભાવનગર રાજ્યના દીવાનપદ ઉપર હતા. આ બધાય ભારે શકિતસંપન્ન પુરુષો હતા, અને ઉર્દુ તથા સંસ્કૃત ભાષાના સારા જાણકાર હતા અને પ્રત્યેક પોતપોતાની રીતે જૂની-પુરાણી રાજ્ય ખટપટમાં એક્કા હતા.
એ દિવસોનાં કાઠિયાવાડનાં શજ્યોનું વાતાવરણ ખટપટથી ભરેલું રહેતું હતું. આ રાજ્યોના ટકાવ ચાણાક્યસદશ કુટિલતા અને કુશળતા ઉપર જ આધારિત હતા. દાખલા તરીકે લલ્લુકાકાના મામા ગૌરીશંકર ઓઝા આ કળામાં અસાધારણ નિષ્ણાત પુરુષ હતા. સરસ્વતીચંદ્રમાં જે શઠરાયનું પાત્ર આવે છે, તે આ ગગા ઓઝા ઉપરથી પ્ાયેલું માનવામાં આવે છે, જો કે સરસ્વતીચંદ્રમાંનું એ પાત્રનું આલેખન વધારે પડતું ઢંગું અને કદરૂપું છે. મારી બાલવય ' દરમિયાન તેમનાં પરાક્રમાની મે અનેક રસપ્રદ વાતો સાંભળી હતી. તેમના હાથમાં લગભગ પા સદી સુધી ભાવનગરનું ભાવી રમતું હતું. તેમણે રાજ્યને સમૃદ્ધ કર્યું હતું, આગળ વધાર્યું હતું અને પ્રતિષ્ઠા અપાવી હતી. મારા પિતામહ તેમના એક મોટા મિત્ર હતા અને મારા પિતા જેએ માણસાના એક સારા પરીક્ષક હતા, જે, જ્યારે તેમની બદલી ગાઘા મુકામે થતી હતી ત્યારે, આ ગગા ઓઝાના ઘણી વાર મહેમાન થતા હતા, તેઓ તેમની બહુલક્ષી કુશળતા વિષે, વિદ્નતા વિષે, રાજ્યરમત વિશે અને પોતાના દુશ્મનાના જે નિષ્ઠુરતાપૂર્વક તેઓ સામનો કરતા હતા તે વિષે અમને અનેક વાતો કહેતા હતા અને તેવી વાતો કરવામાં તેમને ખૂબ મઝા પડતી હતી. તેમની સંન્યાસી તરીકેની છબી (દીવાનપદેથી નિવૃત થયા બાદ તેમણે સંન્યાસ ધારણ કર્યો હતા) મારા પિતાના ઓરડામાં વર્ષો સુધી લટકતી હતી. એ દિવસેામાં દરેક સ્થિતિચુસ્ત બ્રાહ્મણ યા નાગર અમુક ઉમ્મરે પહોંચ્યા બાદ સંન્યાસ ધારણ કરતો હતો. આથી તેણે રાગ, દ્વેષ, ભય કે ક્રોધનો ત્યાગ કર્યો હતો કે નહિ એ જુદી બાબત છે.
૧૮૬૩માં લલ્લુકાકાનો જન્મ થયા હતા. મેટ્રીક સુધીનું તેમનું ભણતર ભાવનગરમાં થયું હતું. કૉલેજના અભ્યાસ માટે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા હતા, અને બી. એ. સુધીન
જીવ ન
અભ્યાસ પૂરો થવા આવ્યો એટલામાં સંયોગો તેમને ભાવનગર ઘસડી લાવ્યા અને ૧૮ વર્ષની ઉંમરે તેઓ રાજ્યના વહીવટી અધિ કાર ઉપર નિયુકત થયા. પછીનાં વર્ષો દરમિયાન રાજ્યવહીવટની કેટલી યે શાખાઓમાં દુષ્કાળ રાહત, મહેસુલ, રેલ્વેખાતું, સહકારી પ્રવૃત્તિ, અને શિક્ષણના ક્ષેત્રમાં—તેમના ભાગે કામ કરવાનું આવ્યું અને આ રીતે તેમને આ બધાં ખાતાંઓના બહેાળા અનુભવ મળ્યો. આમ છતાં કાઠિયાવાડના કાવાદાવાથી ભરેલા વાતાવરણમાં સ્વતંત્રતાપૂર્વક શ્વાસ લેવાનું—માકળા મને જીવવાનું શકય નહોતું અને એ કારણે સ્થાનિક વાતાવરણ તેમને માફક આવે એમ નહોતું. અને બન્યું પણ એમ જ. તેઓ આગળ વધતાં વધતાં મહેસુલ ખાતાના અધિકારીના પદ સુધી પહોંચ્યા. તેમનું રાજ્યમાં સ્થાન દીવાનથી બીજું હતું. પણ ભાવનગર મહારાજાની એક યા બીજા કારણે તેમના ઉપર ખફા ઉતરી, અને ૧૮૯૯ના ઓકટોબરમાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી. આ સાથે તેમના મોટાભાઈ પણ દીવાનપદેથી ફારેગ થયા.
૧૩૧
લલ્લુકાકા જો કે જૂની દુનિયાના વાતાવરણમાં ઉછર્યા હતા, એમ છતાં પણ, ભારતભરમાં શરૂ થયેલી નવજાગૃતિ લલ્લુકાકાના માનસિક ક્ષિતિજને સ્પર્ધા વિના –પ્રભાવિત કર્યા વિના રહે એ શકય જ નહોતું. તેમણે પોતાને મળતા અવકાશ દરમિયાન અંગ્રેજી ભાષાસાહિત્યનું જ્ઞાન વધારે પરિપકવ અને સમૃદ્ધ કર્યું હતું અને તત્વજ્ઞાન, ઈતિહાસ, અધ્યાત્મશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર—આવા અનેક વિષયોના પણ તેમણે ઠીક ઠીક અભ્યાસ કર્યો હતો. તેમના ઉપર જૅન સ્ટુઅર્ટ મિલના agnosticism ને—અજ્ઞેયવાદના-સારો પ્રભાવ પડયા હતા, જો કે જેમ વીસ વર્ષ બાદ અમારામાંના કેટલાકની બાબતમાં બનવા પામ્યું તેમ, તેઓ પણ ઉંમર વધતાં આસ્તિકતા ઉપર ઢળ્યા હતા. તેઓ ભાવનગરમાં હતા તે દરમિયાન તેમના પ્રયત્નના પરિણામે ભાવનગરમાં સૌથી પહેલી આર્ટસ કૅલેજ ઊભી કરવામાં આવી હતી. આ કૅલેજ ગુજરાતી ભાષાભાષી પ્રદેશમાં બીજી હતી. આ કાલેજ સાથે તેમના પિતાનું નામ જોડવામાં આવ્યું હતું.
જ્યોતિષશાસ્ત્રમાં માનો કે ન માનો, ઑકટોબર મહિના લલ્લુકાકાના જીવનની ચડતી પડતી સાથે કોઈ વિચિત્ર રીતે જોડાયેલા રહ્યો છે. તેમને જન્મ કટોબરમાં થયો હતો. આગળ ઉપર તેઓ ઓકટોબર મહિનામાં ભાવનગર રાજ્યની નોકરીમાંથી છૂટા થયા હતા. મુંબઈ તરફ તેમણે એ જ મહિનામાં પ્રયાણ કર્યું હતું અને તેમણે દેહ પણ એજ મહિનામાં છેડયા હતા.
*
*
૧૯૦૦ની સાલમાં તેઓ મુંબઈ આવ્યા. ખુલ્લા દિલથી અને બધી બાજુએથી દરેક પ્રશ્નને સમજવાની તેમની વૃત્તિએ તે વખતના પાલીટીશને સાથે રાજકારણી અગ્રેસરો સાથે—ગોઠવવામાં એકરૂપ થવામાં—બાધા ઊભી કરી અને પોતા માટે તેમણે સ્વતંત્ર માર્ગ નિર્માણ કર્યો. એ વખતે ધી લૅન્ડ રેવન્યુ એમેન્ડમેન્ટ બીલ (જમીન મહેસુલ સુધારાને લગતા ખરડા) ઉપર ભારે તીવ્ર રસાકસી ચાલતી હતી. આ ખરડા સામે એ વખતના પ્રતાપી રાજપુરુષ સર ફિરોજશાહ મહેતાની આગેવાની નીચે ભારે ઉગ્ર ઉહાપોહ ચાલી રહ્યો હતો. લલ્લુકાકા મહેસુલી વહીવટની આંટીઘૂંટીઓ બહુ સારી રીતે જાણતા હતા અને તેથી આ ખરડા સંબંધમાં વિરોધપક્ષ સાથે હા એ હા ભણવાનું તેમને યોગ્ય ન લાગ્યું. આ ખરડાના સમર્થનમાં તેમણે એક ભારે તેજસ્વી નોંધ લખી. આ નોંધથી તે વખતના રાજદ્રારી આગેવાના બહુ નાખુશ થયા, ક્રોધાવિષ્ટ થયા, પણ આ નોંધે મહેસુલી વહીવટના એક નક્કર નિષ્ણાત તરીકે તેમને એકાએક અસાધારણ નામના પ્રાપ્ત કરાવી.
હવે મુંબઈના રાજદ્રારી જીવનમાં તેમના માટે માર્ગ મોકળો થયો. મુંબઈ સરકારે એ વખતની લેજીસ્લેટીવ કાઉન્સિલમાં વર્ષો સુધી તેમની