SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્રબુદ્ધ જીવ ન વાત્સલ્યસ્મૃતિ સર લલ્લુભાઈ સામળદાસ ' ઑકટોબર માસની ૧૪મી તારીખે અને સામવારના રોજ અંધેરી ખાતે માન્યવર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના પ્રમુખસ્થાને સ્વ. સર લલ્લુભાઈ સામળદાસની જન્મશતાબ્દી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગને લક્ષમાં રાખીને શ્રી મુનશીએ તૈયાર કરેલા અંગ્રેજી પ્રવચનનો (તે પ્રસંગે આ પ્રવચનના સારરૂપ એવું તેમણે ગુજરાતીમાં ભાષણ કર્યું હતું.), આપણી વચ્ચેથી જે માનવવિભૂતિ ૭૩ વર્ષની ઉમ્મરે આજથી ૨૭ વર્ષ પહેલાં વિદાય થઈ છે તેના ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને પુણ્યપરિચિય થાય એ હેતુથી, નીચે અનુવાદ આપવામાં આવે છે. હું ભાવનગરમાં ઉછરીને મોટો થયો અને પછી કાલેજ શિક્ષણ માટે મુંબઈ આવીને રહ્યો. ભાવનગરમાં હું હતા તે દરમિયાન ભાવનગરના દીવાન કુટુંબના એક અગ્રગણ્ય રાજપુરુષ તરીકે તેમના વિષે કંઈ કંઈ વાત મારા સાંભળવામાં આવેલી, અને તેમને દૂરથી જોયેલા પણ ખરા, પણ તેમને પ્રત્યક્ષ મળવા—જાણવાનું બન્યું નહાતું. પછી ૧૯૧૦ની સાલમાં કાલેજ ભણતર માટે હું મુંબઈ આવ્યા અને એ પૂરું થયા બાદ વ્યવસાયી જીવનની શરૂઆત પણ મુંબઈમાં જ થઈ અને સમયાંતરે વિલે પારલે રહેવા માટે ગયા. આ સમય દરમિયાન ગગનભાઈ સાથે પરિચય થયેલા, તેમના મોટા ભાઈ ખંડુભાઈ (તેમનું બીજું નામ જ્યોતીન્દ્ર છે.) અને તેમનાં પત્ની મધુરિકાબહેનના પણ સમાર્ગમમાં આવવાનું બનેલું. આ અંગત સંબંધો ઉત્તરોત્તર · સર લલ્લુભાઈ સામળદાસ વધતા જતા હોવાના કારણે તેમના અંધેરી ખાતેના નવાસ્થાન ઉપર મને અવાર નવાર જવા આવવાનું બનવા લાગ્યું અને તેના અનુસંધાનમાં સર લલ્લુભાઈ જેમને અમે બધું ‘લલ્લુકાકા'ના નામથી સંબોધતા તેમને પણ પ્રત્યક્ષ મળવાના, તેમની સાથે વાત કરવાના, તત્કાલીન રાજકારણી પ્રશ્નાને અનુલક્ષીને ચર્ચા કરવાના પ્રસંગો ઊભા થવા લાગ્યા. તેમને મળતાં કોઈ અભેદ્ય અંતરના કે સંકોચના ભાગ્યે જ અનુભવ થતો. ઘરના વડીલ સાથે જેવી સહજતાથી આપણે વર્તીએ અને વાત કરીએ એવી સહજતાપૂર્વક તેમને અમે મળતા અને તેમની સાથે વાતચીત અને ચર્ચા કરતા. તેમનામાં નહાતા એવા કોઈ મોટાઈનો ખ્યાલ કે આપણને આંજી દે અથવા તો આપણી વાણીને રુંધે એવા નહાતા તેમનામાં કોઈ. રૂઆબ. વળી એમનું રસોડું જૂના વખતની ખાનદાનીની ઢબે ચાલતું હતું. એક તો તેમના બહેાળા કુટુંબપરિવાર, વળી મહેમાનો પણ કોઈ ને કોઈ હોય જ, અને જમવાના વખતે જે બહારના કોઈ હાજર હાય તેને જમાડયા સિવાય જવા દેવાય જ નહિ—આવી કૌટુંબિક પરંપરા—આવા તેમના પહાળા અને બહાળા રસોડે તેમના કુટુંબપરિવાર વચ્ચે બેસીને અવારનવાર ભાજન કરવાનું પણ બનતું. તદુપરાંત હંમેશાં મોટા ભાગે—ખાસ કરીને શનિવાર તથા રવિવારના રોજ–સાંજના સમયે તેમને ત્યાં મોટી મંડળી જામતી. લઘુકાકાના અંગત સ્નેહીઓમાંથી કોઈ ને કોઈ તેમ જ તેમના ત્રણ પુત્રાના અંગત સ્નેહીઓ અને સ્વજના આ બધા તેમના બંગલે એ વખતે એકઠાં થતાં. તેમના કુટુંબીજન જેવા સ્વ. બેલ્વીએ વખતના બેબે ક્રોનીકલના તંત્રી તો ત્યાં એ સમયે અચૂકપણે હાજર dl. 9-20-83 卐 હોય જ. આ વખતે પણ કાંઈ ને કાંઈ નાસ્તો તો હાવાના જ. લલ્લુકાકા મારી જેવા જે કોઈ ત્યાં આવેલ હોય તે દરેકને વ્યકિતગત રીતે જરૂર બાલાવે, અને તેની અંગત બાબત વિષે વાત કાઢીને ઊંડી સહાનુભૂતિનો અનુભવ કરાવે. જાહેર જીવનનાં કે વ્યાપાર વ્યવસાયનાં અનેક ક્ષેત્રમાં તેમણે સાધેલી સિદ્ધિઓના મને પ્રમાણમાં આછે ખ્યાલ હતો. મારે મન તો તે એક વાત્સલ્યપૂર્ણ વડીલ જેવા હતા. જ્યારે પણ તેમને મળવાનું બનતું ત્યારે તેમનું વાત્સલ્યતાભર્યું સ્મિત અને ભાવભર્યા ઉદ્ગારો ચિત્ત ઉપર ઊંડી સુવાસમધુર છાપ—અંકિત કરી જતા. તેમને વિદેહ થયાને આટલાં . વર્ષો થવા છતાં તેઓ તેમના નામી પુત્ર દ્વારા સ્મરણમાં એટલા બધા જીવન્ત રહ્યા છે—જેવી રીતે પંડિત મેાતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુ દ્રારા જીવન્ત જ છે એમ આપણે કહી શકીએ-કે તેઓ જાણે કે બહુ થોડા સમય પહેલાં આપણી વચ્ચેથી અદ્રશ્ય થયા છે આવા ભાસ—આવું સંવેદન—તેમના વિષે આપણું ચિત્ત અનુભવે છે. ' આવા એક વ્યકિતવિશેષના વિરલ જીવન—પુરુષાર્થની અનેક બાજુઓનું આકલન કરતું શ્રી મુનશીનું અધ્યક્ષીય પ્રવચન અહીં રજૂ કરતાં એક સ્વર્ગવાસી વડીલના સ્મરણને તાજું કર્યાની— તેમની ચિરપ્રતિષ્ઠિત સ્મૃતિને શબ્દારૂઢ કર્યાની—કૃતાર્થતા હું અનુભવું છું. પરમાનંદ (કુમારના સૌજન્યથી) ‘લલ્લુકાકા’ એક સત્વનિષ્ઠ સજ્જનની શબ્દપ્રતિમા Lallukaka': The Portrait of a Perfect Gentlernan. લલ્લુકાકા—મને તેમના સર લલ્લુભાઈ સામળદાસ સી. આઈ. ઈ. એ રીતે કદિ વિચાર આવી શકતો જે નથી—આ લલ્લુકાકા રાજ્યખટપટથી ખદબદતા કાઠિયાવાડ અને નવી પેઢી વચ્ચે, જૂના અને નવા યુગ વચ્ચે એક પુલ જેવા હતા. તેમનાં મૂળ ગગા ઓઝાની પુરાણી દુનિયામાં નખાયાં હતાં અને તેમના ઉત્કર્ષ ગાંધી—પ્રભાવિત નવી દુનિયામાં થયા હતા. જ્યારે મને તેમનું સ્મરણ થાય છે ત્યારે ઊંચી અને પાકા બાંધાની, ભરાવદાર મૂર્છાવાળી, ઉજળા સફેદ લાંબા કોટ, ડાઘડુંઘ વિનાની પહેાળી રૅશમી કિનારવાળી ધોતી, રેશમી મેાજાં અને ચળતાં જોડાં, અને કોઈનું પણ ધ્યાન ખેંચે એવી મોટી પહોળી દબદબાભરી ભાવનગરી પાઘડીમાં સજ્જ થયેલી તેમની આકૃત્તિ મારી નજર સામે હું નિહાળું છું. કોઈ પણ સમયે તેમની મુખાકૃતિ ઉપર મૈત્રીભાવ દાખવતું સ્મિત હોય જ, તેમની આંખોમાંથી માયાળુ ભાવ ટપકા જ હોય, એક ઉમરાવને શૅભે એવા તેમના હાવભાવમાં અભિમાનન—તુમાખીનો—અંશ પણ નજરે ન પડે. તેમની સમગ્ર રીતભાતમાં જૂની ખાનદાનીની ચમક અનુભવવા મળતી. આ ઉપરાંત અન્ય પક્ષને હંમેશાં ન્યાય આપવા માગતા હોય એવા એક પ્રકારના—બધી બાબતમાં તેમના સુભગ ન્યાયપૂર્ણ અભિગમ રહેતા, વર્તાવ રહેતા, અને અજાણ્યામાં સહજપણે મિત્રભાવ પેદા કરે એવું તેમની પ્રકૃતિમાં વાત્સલ્ય તરવરતું હતું, અને સદ્ ભાવથી અન્યને પ્રભાવિત કરે એવું તેમના વ્યકિતત્વમાં સામર્થ્ય ચમકતું હતું. . તેઓ એ નાગર બ્રાહ્મણ જ્ઞાતીના હતા કે જે જ્ઞાતિ રાજ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy