________________
૧૮
માં તો મુખ્યત્વે એની બાલ્યાવસ્થાનો ચિતાર છે. પોતાના પ્રદેશનું એણે એવી સુંદર કાવ્યમય શૈલીમાં વર્ણન કર્યું છેકે જીલાસની આ કૃતિ એક રાજકીય પુરુષ કરતાં જન્મજાત સાહિત્યકારની હોય એવી ભાસે છે.
És "
પ્રબુદ્ધ જીવન
જેલમાં ગાળેલાં પાંચેક વર્ષ દરમ્યાન જીલાસનું વર્તન ખૂબ સારૂ હાવાથી ૧૯૬૧માં એને છોડી મૂકવામાં આવ્યો – માત્ર એક શરતે કે એણે રાજ્ય વિરુદ્ધ કાંઈ લખવું નહીં. પણ કોઈ સંવેદનશીલ આત્મા શાંત રહી શકે ખરો ? જેલમાં એણે અનેક સચોટ વાર્તાઓ લખી હતી. સ્ટાલિન સાથેના એના પ્રસંગા તાજા કરી. 'Conversations with Stalin' નામનું એક પુસ્તક પણ લખ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા પછી તુરત એણે એ પુસ્તક પ્રકાશનાથે અમેરિકા મોકલી આપ્યું. આ પુસ્તકે ટીટોને ખૂબ નાખુશ કર્યો. અને રાજ્યને લગતી ખાનગી બાબતા જાહેર કરવાના આરોપસર જીલાસ પર ફરી મુકદ્મા ચાલ્યો. મે ૧૪, ૧૯૬૨ના રોજ એને ફરી આઠ વર્ષની સજા થઈ અને એ બંડખાર આત્મા પાછે જેલમાં ચાલ્યો ગયા. જીલાસ કાંઈ એકલ-દોકલ અવધૂત નથી. એને પત્ની છે અને એક દીકરો પણ છે. ચારેક પરદેશી ભાષા ઉપર જીલાસ સુંદર કાબૂ ધરાવે છે. મેકિસમ ગાર્ડીની ઘણી રશિયન કૃતિઓ એણે માતૃભાષામાં ઊતારી છે, યુદ્ધની નિરર્થકતા પૂરવાર કરતી હૃદયસ્પર્શી વાર્તાએ પણ એણે લખી છે.
સ્ટાલિનનાં કાળાં કૃત્યો જીલાસે ખૂબ સચોટ રીતે ખુલ્લાં પાડયાં છે. એને મન સ્ટાલિન ઈતિહાસના સૌથી માટો ગુનેહગાર છે. એણે કરેલી કત્લેઆમ આગળ હિટલરની જુલમખારી કાંઈ વિસાતમાં નથી. આમ છતાં બિલાડીના ગયા પછી ઉંદરો જે કૂદંકુદા કરે એવી જ કૂદંકૂદા એને સ્ટાલિનના મૃત્યુ પછીની સામ્યવાદી આંતરરાષ્ટ્રીય પરિષદ્માં તેને દેખાઈ છે. સ્ટાલિનના જીવતાં એની કદમબાસી કરનારો કુવ આજે ડહાપણ કરે છે, પણ એ વખતે ‘ચૂં’ કે ‘ચાં’ પણ કરી શકયા ન હતા એનું જીલાસને ખૂબ દુ:ખ છે. આમ છતાં એ માનવીને શ્રદ્ધા છે કે અંતે તો સત્યનો જ વિજય થશે. માનવ આત્મા એવા પ્રબળ છે કે ગમે તેવા જુલમા પણ એને ડગાવી શકશે નહિ. સત્યના જયને ખાતર જ્વાસ આજે આટલી યાતના સહન કરે છે. આવતી કાલે એનું શું થશે એ કહેવું મુશ્કેલ છે. સંભવ છે કેસરમુખત્યારી સમાજમાં વસતી યુગાસ્લાવિયાની પ્રજા એના વિષે ફરી કૉંઈ સાંભળવા ન પણ પામે; પરંતુ ઉજળી દુનિયા સર્જવા માટે પુરુષાર્થ કરતા માનવાને તો જીલાસનો આત્મભાગ પ્રેરણા પાયા જ કરશે. રામુ પંડિત
આંગાળના સાહિત્યકારા વચ્ચે
તા. ૧-૧૦-૧૩
છે. જનતામાં ભળવા છતાં તે નિલે પ રહી શકે છે. તે જળકમળવત્ રહે છે. કમળ જળમાંથી રસ ચૂસે છે, પણ કમળપત્રને જળના સ્પર્શ થતો નથી. તેના ઉપર પાણી ટકી જ શકતું નથી. દેડકો પાણીમાં ડૂબકી મારે છે ને પાણીમાં ડૂબે છે, કેમકે તે પાણીના જીવ છે, પણ કમળ પાણીની ઉપર રહે છે, પાણીમાંથી રસ ચૂસતા છતાં તેનાથી ન્યારૂ રહે છે. 'સ્થિતપ્રજ્ઞ મુકતપુરુષ સૂર્ય સમાન છે, જે બધાંને પોષણ આપે છે, દેડકાને અને કમળને બન્નેને, પણ તે રહે છે બધાંથી ઊંચે
આકાશમાં.
થૅાડુંક કાંઈક લખી નાખવાથી સાહિત્યકાર નથી થવાતું; જેને વિશ્વાનુભૂતિ થઈ છે અને જે સર્વભૂતÆય બનેલ છે તે જ સાચા સાહિત્યકાર છે.” . વિનોબા.
સાહિત્યકારની બેનમૂન તટસ્થતા
આ બાર વર્ષમાં સાહિત્યકારો આગળ બાલવાના મને ઘણા પ્રસંગા મળ્યા છે. બંગાળના સાહિત્યકાર આગળ બોલવાનો આ ત્રીજે અવસર છે. હું જાણું છું કે સાહિત્યકારનું કામ સામાન્ય સંસારીજન અને સંસારમુકત સ્થિતિપ્રજ્ઞ જન એ બન્નેથી ભિન્ન પ્રકારનું છે. સંસારીજન અનેક વાસનાઓ અને ભાવનાઓના પ્રવાહમાં તણાય છે. એ વાસનાઓ અને ભાવનાઓ એના ઉપર સ્વાર થઈ બેસે છે, વાસનાઓ અને ભાવનાઓથી તે ઘેરાઈ જાય છે. વાસનાઓ તેને વશ રહેતી નથી, પણ વાસનાઓને વશ તે થઈ જાય છે. શૃંગારભાવ, કરુણાભાવ, વીરભાવ, વગેરે અનેક ભાવા તેના કબજો લઈ લે છે, તે ભાવાના તે દાસ બની જાય છે. આનાથી વિપરીત એક 'સ્થિતપ્રજ્ઞ મુકતપુરુષ' આ બધા ભાવોથી અલિપ્ત, તટસ્થ દ્રષ્ટા કે સાક્ષીરૂપે અલગ રહે છે. તેને તેના પોતાના એક ચૅક્કસ નિર્ણય– હોય છે. જેમ કોઈ ન્યાયાધીશ પેાતાની આગળ રજૂ થયેલા કેસોનો નિલે ૫પણે નિર્ણય આપે છે, તેવી રીતે મુકતપુરુષ સ્થિતપ્રજ્ઞ, નિર્ણયશકિતસંપન્ન, અને વાસનાપ્રવાહથી નિલે૫ રહે છે. પરંતુ, એક સાહિત્યકાર જનતાની બધી ભાવનાઓના અનુભવ કરતા છતાં—જનતામાં આતપ્રોત થઈને રહેતો. છતાં પોતાને એટલા તટસ્થ રાખે છે કે તે પેાતાને પ્રકાશન—સમર્થ, ભાવપ્રકાશનસમર્થ બનાવી શકે
મેં દેડકો, કમળ અને સૂર્ય એ ત્રણની ઉપમા આપી. કમળનું જે કાર્ય છે તેવું સાહિત્યકારનું કાર્ય છે. રસાના તે અનુભવ લે છે, પણ તેમાંથી તે પવિત્રતા ખેચી લે છે, રસાથી નિલ્ પ રહે છે. પોતાની નિર્મળતા કાયમ રાખે છે. આવી રીતે રસાનુભવ કરવા છતાં નિર્મળતા કાયમ રાખવી એમાં જ સાહિત્યકારની કુશળતા છે. રસ લેતાં તેમાં ડૂબી જવું એ દેડકાની અવસ્થા છે, અને અત્યંત તટસ્થપણે બધા રસાને જુએ અને તેને પેષણ પણ આપે કે બાળે પણ ખરો એ સૂર્યની ખૂબી છે. તેમાં કરણામાં દાહકશકિત પણ છે અને પોષકકિત પણ છે. તે પાષણ કરવા યોગ્યનું પાષણ કરશે અને બાળી નાખવા યોગ્યને બાળી નાંખશે, છતાં બધાંથી તે ન્યારો રહેશે.
સાહિત્યકારની વૃત્તિ વિશ્વવ્યાપી હોય :
સાહિત્યકાર વિષે મે કેટલીક કલ્પના કરી મૂકી છે. મારૂં માનવું છે કે ભવિષ્યમાં સાહિત્યકારનું એક આગવું સ્થાન હશે. કેમકે તે આત્મજ્ઞાન અને વિજ્ઞાનને જોડનારી સાંકળ સમાન છે. આજે તે અવા સાહિત્યકાર કોઈ વિરલ હશે. થોડુંક લખવાથી સાહિત્યકાર થવાતું નથી. તેનામાં વિશ્વવ્યાપી વૃત્તિ હોવી જોઈએ. શ્રી રવીન્દ્રનાથ ઠાકુર આ યુગના એવા સાહિત્યકાર હતા. વાલ્મીકિ અને વ્યાસના આદર્શ
ભાગવતમાં વર્ણન આવે છે, “વિવાનુભૂતિઃ સાનુભૂતિઃ સાહિત્યકારમાં વિશ્વની બધી કલાઓની અનુભૂતિ હોવી જોઈએ. વાલ્મીકિ સ્નાન કરવા જઈ રહ્યા હતા અને માર્ગમાં એમણે જોયું કે, શિકારીએ કૌંચપક્ષીના જોડલાને બાણ માર્યું. ત્યારે, “ શોશ : જોવમાનત : '' વાલ્મીકિના અંતરમાં જે શાક ઉત્પન્ન થયા તે શ્લાક રૂપે બહાર આવ્યો. આ દ્રશ્ય જોતાં એમને થયું કે આ એક ક્રૂર કામ થયું છે, એક નિષ્પાપ પંખીને બાણ મારવામાં આવ્યું છે, બીજાં પ્રેમી પંખી વિહ્વળ થઈ રહ્યું છે. આવી નિર્દય હૃદયશૂન્યતા જોઈ એમના પુણ્યપ્રકોપ પ્રજજવળી ઊઠયા અને એમની જીભેથી શ્લાક સરી પડયો. તે તે ક્રૌંચ પક્ષી સાથે એકરૂપ થઈ ગયા હતા—વિશ્વાનુભૂતિ સુકલાનુભૂતિ થઈ ગઈ.
મહાકવિ વ્યાસ ભગવાનની પણ એક કથા છે. પુત્ર શુકદેવ વ્યાસના આશ્રાય છેાડી ચાલ્યા જતા હતા; અને વિરહ—વિહ્ વળ વ્યાસ ઋષિ “હે પુત્ર ! તું કયાં જાય છે?” એમ બૂમા પાડતા એની પાછળ દોડતા હતા. શુકદેવે ઉત્તર ન આપ્યા ને ચાલી ગયા. ભાગવતકાર લખે છે કે, “પુત્રેતિ તન્મયતયા તરવોઽમનેવું:" શુકદેવની સાથે તન્મય થઈને વૃક્ષÙએ વ્યાસ ભગવાનને આપ્યા.
જવાબ.
સારાંશ કે જેને વિશ્વાનુભૂતિ થઈ છે, જેનું હૃદય સર્વભૂતમય થઈ ગયું છે, તેના મનમાં સંકુચિતતા નહિ હાય, અને તે જ સાહિત્યકાર છે. એવા સાહિત્યકાર વિરલ હશે. આ હું કહી રહ્યો છું તે આજની પરિસ્થિતિ જોઈને, પણ હવે એવા સાહિત્યકારો ઉદ્ભવવાના છે. આવતી કાલની દુનિયાના માનવી પરિવર્તિત થયેલા હશે. જ્યારે આ પૃથ્વી ઉપર સ્વર્ગ ઊતરશે ત્યારે દરેક માનવ દિવ્ય માનવ હશે. સાહિત્યકાર વિષેની અપેક્ષા
સાહિત્યકારના મારી ઉપર મોટો ઉપકાર થયો છે. એમના આશીવંદ પણ મને મળ્યા છે. જે કામ હું કરી રહ્યો છું, ભગવતકૃપાથી જેની મને પ્રેરણા મળી રહી છે, તેનું તમે તટસ્થપણે નિરીક્ષણ કરો, તેમાં જ્યાં દોષ દેખાતો હોય ત્યાં માર્ગદર્શન આપો. ક્ષમા તો તમે કરશેા જ. પણ દોષદર્શન અને ગુણવૃદ્ધિ. પણ તમે કરો એવી તમને મારી પ્રાર્થના છે.
અનુવાદક: મેનાબહેન નરોત્તમદાસ મૂળ હિંદી : વિનોબા ભાવે