________________
REGD. No. B-4268
વાર્ષિક લવાજમ રૂા. ૪
પબુ જીવન
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસ’કરણુ વર્ષ ૨૫ અંક ૧૩
શ્રી સુખદ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા
મુંબઇ, નવેમ્બર ૧, ૧૯૬૩, શુક્રવાર. આફ્રિકા માટૅ શિલિંગ ૮
તંત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
મિલાવાન જીલાસ: આત્માને વફાદાર માનવી
(શ્રી મુબઈ જૈન યુવક સંઘદ્રારા આયોજિત આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાનની સંક્ષિપ્ત નોંધ.)
સાધનાની સુચિતા અને સત્ય વિષેનો આગ્રહ મુકત દુનિયાના વિચારકોમાં જ સંભવી શકે, યેન લેન પ્રારંભ શ્રામજીવીએની સરમુખત્યારી સ્થાપવામાં માનનારા માસવાદીઓમાં નહિ— એવી માન્યતા સામાન્યત: પ્રચલિત છે. પરંતુ યુગેાસ્લાવિયામાં એક એવા માનવી જન્મ્યો છે કે જેણે સમગ્ર સામ્યવાદી વિચારસરણીને નવાં મૂલ્યો ચીંધ્યાં છે. અલબત્ત, એ મૂલ્યો ચીંધવાનું “પાપ” કરવા બદલ એ જેલની સજા ભાગવે છે; પરંતુ નવા વિચાર રજૂ કરનાર કર્યો માનવી આ દુનિયામાં હેરાનગતી ભાગવ્યા વિના રહી શક્યો છે?
ગાંધીજીએ આપણને અન્યાયનો પ્રતિકાર કરતાં શીખવ્યું; આત્માના અવાજને વંફાદાર રહેવાનો અનુરોધ કર્યો અને સત્ય સમજાય ત્યારે ગમે તે ભાગે એ રજૂ કરવાના આગ્રહ કર્યો. યુગાસ્લાવિયાના જીલાસ કદાચ હિંદના ગાંધીને માત્ર નામથી જ ઓળખતા હશે, પરંતુ ગાંધીના મૃત્યુ પછી ગાંધીવાદ એક યા બીજા સ્વરૂપે જીવતે રાખવામાં અમેરિકાના માર્ટીન લ્યુથર કીંગ અને યુગાલ્લાવિયાના મિલાવાનં જીલાસે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બંને જુદી જુદી પરિસ્થિતિમાં આત્માના અવાજને વફાદાર રહ્યા છે. રંગભેદ સામે માર્ટીન લ્યુથરા અહિંસક સત્યાગ્રહ અમેરિકા જેવા લાકશાહી દેશમાં મેડા-વહેલા પણ કાંઈક શુભ પરિણામે આણી શકશે; પણ જીલાસને તો એવી કોઈ લડત માંડવાની તક જ આપવામાં નથી આવી. એ જે દેશમાં વસે છે તે સરમુખત્યારી સામ્યવાદી દેશ છે. વાણી-સ્વાતંત્ર્ય માટે ત્યાં નહિવત્ અવકાશ છે. બાહ્ય દષ્ટિએ એ સમાજમાં સહુ સરખા છે, પરંતુ એમાં ય અમુક લોકો બીજા લોકો કરતાં વધુ સરખા છે. વાણી—સ્વાતંત્ર્ય એ સમાજમાં દોહ્યલું છે. સરમુખત્યારની મરજી વિરુદ્ધ ‘ઊં” કે ‘ચૂં’ કરનાર કાયમ માટે પડદા પાછળ સરી જાય છે.
જીલાસ આજે ૫૩ વર્ષના છે ને ગયે વર્ષે જ નવ વર્ષની લાંબી જેલની સજા પામી એ પાંચમી વાર કારાગૃહમાં પહોંચ્યો છે. ૧૯૩૩માં એ સૌથી પ્રથમ વાર રાજ્ય સામે દેખાવા કરવા માટે પકડાયેલા અને ત્રણ વર્ષની સજા પામેલો. એના વિચારો સામ્યવાદી હોવાથી રાજ્યે એને ખતરનાક માનવી ગણેલા. ૧૯૬૨માં યુગોસ્લાવિયાની સરકારે એને સામ્યવાદ વિરોધી બનવા માટે જેલમાં પૂર્યો છે—એ જ કોટડીમાં કે જેમાં એણે ૩૦ વર્ષ પહેલાં સજા ભાગવી હતી.
૧૯૨૯–૩૦ની વિશ્વવ્યાપી મંદીને કારણે ઘણા યુવાનો માસવાદ પ્રત્યે આકર્ષાયેલા. જીજ્લાસ પણ એમાંના એક હતા, પહેલી વાર જેલમાંથી છૂટયા પછી એ સામ્યવાદી પક્ષના મહામંત્રી ટીટોના સાથીદાર બન્યો અને ૧૯૪૦ની સામ્યવાદી પરિષદમાં એ કાર્યવાહક સમિતિના સભ્ય ચૂંટાયો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુગોસ્લાવિયા જર્મનાએ કબજે કરી લીધું. અને જીલાસનાં બધાં સ્વજનો યુદ્ધમાં માર્યાં ગયાં, ૧૯૪૪માં એ લશ્કરી મીશનના
માવડી તરીકે માસ્કો ગયા અને સ્ટાલિનનાં પ્રથમ દર્શન પામ્યો. જે કાંઈ પ્રસંગો એને સ્ટાલિન સાથે પડયા એથી સ્ટાલિન પ્રત્યેની એની ભકિત ઘટતી ગઈ. સડેલી મૂડીવાદી અર્થવ્યવસ્થા દૂર કરીને અંતે સ્ટાલિને સમાજવ્યવસ્થા ઊભી કરી હતી એ જોઈને જીલાસ ધૂંધવાઈ ગયો. સ્થાપિત હિતોના મૂડીવાદી વર્ગદૂર થયા હતા; પરંતુ એનું સ્થાન સામ્યવાદી રાજપુરુષોએ લીધું હતું. સામાન્ય માનવી તા બિચારા હતા ત્યાંના ત્યાં જ રહ્યો હતો.
સ્ટાલિનવાદી સામ્યવાદ સામે બળવા પેાકારી સ્વતંત્ર રીતે પોતાના દેશને વિકસાવવામાં જીલાસે ટીટોને મદદ કરી. ઘડીભર તે દુનિયાભરમાં ભય પેઠો કે સ્ટાલિન યુગોસ્લાવિયાને ચપટીમાં ચાળી નાખશે; પરંતુ યુગેાસ્લાવિયાએ મજબુત સામના કર્યો. જીલાસના રશિયન દરમિયાનગીરી વિરુદ્ધ લખાયેલા કડક લેખોએ પ્રજાનું નૈતિક બળ ટકાવ્યું અને વધાર્યું.
૧૯૫૩ સુધીમાં તો જીલાસ યુગેાસ્લાવિયાનો એક લોકપ્રિય નેતા બન્યો અને પ્રખર બુદ્ધિવાદી તરીકે પ્રતિષ્ઠા પામ્યો. ચૂંટણીમાં એ પ્રચંડ બહુમતીથી જીત્યા અને યુગાસ્લાવિયાના ચાર ઉપપ્રમુખામાંના એક બન્યો, પરંતુ જીલાસ સત્તાપ્રેમી ન હતા. એને તો સાચે સામ્યવાદી સમાજ સ્થાપવા હતા. સામ્યવાદી નેતાઓ અને એમની પત્નીએ જે અમન—ચમન ઉડાવતાં હતાં એની આકરી ટીકા ખુલ્લાંખુલા છાપાં અને સામયિકોમાં જીલાસે કરવા માંડી. લાકોને મુકત મને ટીકા કરવાનો હક્ક હોવા જોઈએ એ હકીકત એણે સ્વીકારી અને વધુ લાકશાહીની માગણી કરી. આથી સામ્યવાદી નેતાઓ જીલાસ પ્રત્યે વીર્યા અને એને સત્તા પરથી દૂર કર્યો. સામ્યવાદી પક્ષનું ઓળખપત્ર જીલાસે પાછું આપ્યું અને પરદેશી ખબરપત્રીઆને મુલાકાત દરમિયાન પોતાના દિલની સાચી વાત કહી. સરકાર આથી અકળાઈ ગઈ અને એને તુરત જેલમાં પૂર્યો. દોઢ વર્ષ જેલમાંથી બહાર આવ્યા પછી પણ એણે ટીટો સરકારની ટીકા ચાલુ રાખી. ૧૯૫૬ના નવેમ્બરમાં તો એણે એક લેખ દ્વારા હંગેરીયન ક્રાંતિને બિરદાવી અને સામ્યવાદના અંતિમ વિનાશના પ્રથમ પગલાં તરીકે એ ક્રાંતિને ઓળખાવી. ફરી ત્રણ વર્ષ માટે એ જેલમાં ધકેલાયા. પોતાના વિચારોને વફાદાર રહેવાને ખાતર ટીટોના અનુગામી તરીકે સત્તામાં આવવાની તક જતી કરીને પણ જીલાસે કારાગાર વેઠયા.
જીલાસે જેલમાં બે પુસ્તકો લખ્યાં હતાં. એમાંનું એક "The new class: An Analysis of the Communist System’-૧૯૫૭માં અમેરિકામાં બહાર પડયું. જીલાસને એ પુસ્તક લખવા માટે જેલમાં જ કોર્ટ બેસાડી સાત વર્ષની વધુ સજા ફટકારવામાં આવી અને પક્ષે આપેલા માનચાંદ પડાવી લેવામાં આવ્યાં. આ પુસ્તકમાં કાંઈ નવું નથી. જીલાસની મુખ્ય ટીકા એ જ છે કે મૂડીવાદનો અનુગામી સમાજ પણ મૂડીવાદ જેવાં જ દૂષણોથી પીડાય છે. જીલાસનું આ પુસ્તક અનેક ભાષાઓમાં પ્રસિદ્ધ થયું છે અને એની અસર ખૂબ વ્યાપક બની છે. આજ સુધીમાં એની લાખો નકલો દુનિયાના લગભગ બધા જ બિનસામ્યવાદી દેશમાં ખપી ગઈ છે.
એની આત્મકથા “ Land without Justice" (૧૯૫૮)