________________
૧૨૬
પ્રબુદ્ધ જીવન
તૃષ્ણાને કારણે જ ! પગે ચાલતાને સાઈકલ, સાઈવાળાને સ્કુટર ને સ્કુટરવાળાને મેટર પ્રાપ્ત કરવાની ઈચ્છા નિર્માણ થાય છે. અને એના માહ ખાતર માનવીનો જીવ બળ્યા કરતો હોય છે. આવી વૃત્તિના ત્યાગની મહત્તા કોઈ પણ વિચારક સમજી શકે એમ છે. આવા આ સિદ્ધાંત જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને એક મેટી દેણ છે. જયારે માનવજાતિના વિધ્વંસ થવાની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આજના યુગમાં અપરિગ્રહવૃત્તિને સવિશેષ મહત્ત્વ આપવું ઘટે છે. ‘જગડુએ આ અનાજના કોઠારમાંના કણે કણ માત્ર રંકને અર્થે જ રાખ્યા છે.' એમ કહી પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતાં જગડુશાન કિસ્સો આ જ અપરિગ્રહવૃત્તિનું ઉત્તમ ઉદાહરણ છે. સેંકડો સમાજોપયોગી સંસ્થાઓના જન્મ થયો છે. અપરિગ્રહવૃત્તિમાંથી જ. સમાજ, રાષ્ટ્ર ને કુટુંબના ઉત્કર્ષ માટે આ વૃત્તિની ઉપાસના અત્યંત આવશ્યક ગણાય છે.
પાંચમું તત્ત્વ છે . ચારિત્ર્ય જૈન ધર્મે, ચારિત્ર્ય ઉપર ખૂબ · ભાર મૂક્યો છે. “પ્રથમ કાર્ય કરી બતાવવું અને પછી જ બાલવું.” આ ઉપદેશ જૈન ધર્મે સતત આપ્યો છે. ભગવાન મહાવીરના કાળમાં યજ્ઞયાગ ને પશુહિંસાનું ખૂબ જોર હતું. યજ્ઞ કર્યો કે ધર્મ પૂરો થયા એવી માન્યતા એ વખતે પ્રવર્તતી હતી. એના વિરોધ કરીને મહાવીર ભગવાને કહ્યું કે, ધર્મ કંઈ યજ્ઞયાગની કર્મકાંડવિધિઆમાં નથી, પરંતુ સત્ય ને સાત્ત્વિક આચરણમાં છે.” સ્વામી દયાનંદે કહ્યું:” ગંગાનાં પાણીથી સ્વર્ગ મળી જતું હોય તે માછલાં ને દેડકાંતા કયારના સ્વર્ગમાં પહોંચી ગયા હોત, ને રાખ અને ભભૂતના લપેડા કરવાથી સ્વર્ગ મળતું હોય તો રાખમાં આળોટતા ગધેડાંઓને ક્યારનુંયે સ્વર્ગ મળી ગયું હોત. રોજિદા ઉત્તમ આચરણમાં જ ખરો ધર્મ સમાયેલા છે એમ જૈ નધમે કહ્યું. ધર્મ મંદિ રોમાં નથી પણ પ્રત્યક્ષ આચરણમાં જ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય આ રત્નત્રયીને આગળ ધરતા. જૈન તત્ત્વજ્ઞાનમાં કોઈ દંભને કે માયામૃષાવાદને સ્થાન નથી. ચારિત્ર્યની આટલી મહત્તા ભાગ્યે જ બીજા કોઈ ધર્મમાં વર્ણવાઈ હશે.
છઠ્ઠ તત્ત્વ છે તપશ્ચર્યા અને સંયમ: તપશ્ચર્યાનું અમેઘ તત્ત્વ જૈનાએ ભારતીય સંસ્કૃતિને આપ્યું. ગ્રંયમ અને તપશ્ચર્યાની ‘પાર્શ્વભૂમિ ઉપર સમાજની રચના થાય છે. સમાજ સંયમ ઉપર જ ઘડાય છે. · શરીરમાઘ' ખલુ ધર્મસાધનમ ' એમ જે કહેવાય છે તે આ સંયમની ભૂમિકા લક્ષમાં રાખીને જ. ઉપવાસ કરીને શરીરને તપ અને ક્ટની ખડતલ ટેવ પાડવાનું, સંયમની કેળવણી આપવાનું ઉત્તમ શાધન જૈન ધર્મ કર્યું છે. ઉપવાસને નામે બમણું ખાવાને આદર્શ જૈન ધર્મ નથી આપ્યો. ઉપવાસ એ શરીરશુદ્ધિ ને ચિત્તશુદ્ધિ માટે અત્યંત આવશ્યક છે એવું જૈન ધર્મનું કહેવું છે. સાને ગુરુજીએ સાચું જ કહ્યું છે કે, “વરાળને બંધનમાં રખાય છે તેથી આગગાડી ચાલે છે, તારોને બંધનમાં રખાય છે. તેથી જ સુમધુર સંગીત નિર્માણ થાય છે. નીં યમથી વહે છે તેથી જ લાખો એકર જમીનનું સિંચન થઈ શકે છે.” સંયમનું મહત્ત્વ ગાંધીજી કે લેનિનને ખબર ન હાત તા તેઓ કદાપિ આટલું જીવ્યા ન હોત અને આટલું કામ કરી શક્યા ન હોત ! સૈંયમી માણસ ખૂબ કામ કરી શકે છે. ભાગ આરોગતી વખતે હસતા અને ભાગ આરોગાઈ રહ્યા પછી રડતા એવા આ માનવીસમાજ છે. સાંયમ વડે જીવનને દિવ્યતા પ્રાપ્ત થાય છે. આ તપસ્યા અને સંયમને દિવ્ય વારસા જૈન સંસ્કૃતિએ આપ્યા.
આ જૈન સંસ્કૃતિએ . ભારતીય સંસ્કૃતિને અહિંસા, અનેકાંતવાદ, સમાનતા, અપરિગ્રહ, ચારિત્ર્ય, તપશ્ચર્યા ને સંયમ જેવાં મહાન તત્ત્વાને એક ચોકકસ વિચારસરણીમાં ગુંથીને તેની બક્ષીસ આપી છે. આ ઉપરાંત સાહિત્ય, શિલ્પ, ભારતનો આર્થિક ને સાંસ્કૃતિક વિકાસમાં જેનાએ આપેલા પોતાની શક્તિના હિસ્સા · પણ ધ્યાનમાં લેવા જેવા છે.
તા. ૧૬-૧૦-૨૩
ગણાય છે તેમાંના મોટા ભાગ તે જંના જ છે. તામિલ ભાષાનાં પંચકાવ્યો ને આણુકાવ્યો પણ જૈનાએ જ સજર્યાં છે. પુરાણા, ચરિત્રા, કથાપ્રબંધ, નિબંધકાવ્ય, મહાકાવ્ય, ગદ્યકાવ્યો, નાટકો વગેરે અનેક વાડમય પ્રકારોમાં જૈનોએ ઠીક ઠીક ઉમેરો કર્યો છે, અને તે તે ભાષામાં પોતાનું વિશિષ્ઠ સ્થાન કરી કાઢયું છે.
આ સિવાય તર્કશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, છંદ, વ્યાકરણ, શબ્દશાસ્ત્ર, ગણિત, વૈદક, ભૂંગાળ, અર્થશાસ્ત્રોમાં પણ અનેક સારાં સારાં સિદ્ધાંતઉપસિદ્ધાંતની સંરાધનપૂર્ણ નિર્મિતિ જૈનોએ કરી છે અને એમાં ય એક બાબત ઉપર એમણે હ ંમેશ ધ્યાન આપ્યું છે કે આ બધાં તત્ત્વો ને સિદ્ધાંત સામાન્ય માણસને સમજાય એ શૈલીમાં લખાવાં જોઈએ. પ્રોફેસર બુલરે કહ્યું છે:
"Jains have accomplished so much important in Grammer, Astronomy, that they have won respect even from their enemies, and some of their works are still of importance to European science. The Kanarese literary language and the Tamil and Telugu rest on the foundations laid by Jain monks."
(૨) સાહિત્ય: સાહિત્યક્ષેત્રમાં જૈનોના ફાળા નાનાપૂના નથી.. ભારતની તમામ ભાષાઓમાં એક યા અનેક જૈન સાહિ યિકાએ પોતાનું આગવું સ્થાન · નિર્માણ કર્યું છે. ગુજરાતીનું ભાષા - સાહિત્ય જૈનોની પરિામ - શીલતાને આભારી છે. અનેક ગુજરાતી સાહિત્યકોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે ને કરી રહ્યા છે. કાનડી ભાષાનું વ્યાકરણ પ્રથમ જૈનએ જ તૈયાર કર્યું છે. કાનડી ભાષામાં જે ૬૦ ઉત્તમ કવિઓ
“જૈનાએ વ્યાકરણ તથા ખગાળના ક્ષેત્રમાં એટલું બધું મહત્ત્વનું કાર્ય કર્યું છે કે તેમના પ્રતિપક્ષીઓ પણ તેમના વિષે આદરથી જોતા રહ્યા છે. તેમની કેટલીક કૃતિઓ યુરોપના વૈજ્ઞાનિકોને પણ હજુ ખૂબ ઉપયોગી માલુમ પડી છે. કનડી ભાષાસાહિત્ય અને તામિલ તથા તેલુગુ જૈન સાધુઓએ નાખેલા પાયા ઉપર ઊભેલી છે.”
આ પરિચ્છેદ પરથી આપણને ચોકકસ ખ્યાલ આવે છે કે જૈનાએ સાહિત્યમાં વૈભવના ઘણા ઉમેરો કર્યા છે.
(૩) શિલ્પ : ભારતીય શિલ્પસ્થાપત્યના ક્ષેત્રમાં જ તેને અસાધારણ ફાળા છે. આબુ, રાણકપુર, ગામટેશ્વર જેવાં સ્થાનમાં શિલ્પનિર્માણ ખરેખર માહક ને આશ્ચર્ય પમાડે તેવાં છે. જયારે કોઈ અવરજવરનાં સાધના ઉપલબ્ધ નહોંતાં ત્યાં હજારો ફકૂટ ઊંચે, આવાં, કળાકારીગીરીના અદ્ભૂત નમુના નિર્માણ કરવા એ સાચે જ અત્યંત નેત્રદીપક પ્રગતિ ગણાય. જૈન મંદિરમાં સ્વચ્છતાનું અદ્ભૂત દર્શન થાય છે. એમનાં કોઈ પણ મંદિરમાં જાઓ તો તેની સ્વચ્છતા તમારૂ એકદમ ધ્યાન ખેંચશે. એથી પ્રસન્ન વાતાવરણના અનુભવ થાય છે જે આત્માને મંગલ વાતાવરણ તરફ જવા પ્રેરે છે.
(૪) આર્થિક પ્રગતિને અપાતી જૈનોની સહાય : ભારતમાં ઠેર ઠે. જેના વિખેરાયેલા છે. એમનો મુખ્ય વ્યવસાય ઉદ્યોગ ને વેપાર છે. ભારતના ઔદ્યોગિક વિકાસકાર્યને જૈનાએ ખૂબ ધંધાના સહાય કરી છે. અનેક રથી મહારથીઓ ઉઘોગ કુશળ નેતાઓ છે. વળી જે નામાં ગુનેગારોનું પ્રમાણ નહીંવત્ છે. અને તેનું કારણ જૈન સંસ્કૃતિના બાળમાનસ પર તદ્ન પ્રારંભથી પડતા ઉત્તમ સંસ્કાર જ છે. વળી અન્ય સંસ્કૃતિ સાથે સંઘર્ષ ઊભા કરવાનું જૈન સંસ્કૃતિની પ્રકૃતિમાં નથી. જૈન તે। જયાં જાય ત્યાં એ સંસ્કૃતિમાં સમર્પણ કરી દેવાની વૃત્તિ રોવે છે. મહારાષ્ટ્રમાં આજે કેટલાય ગુજરાતીઓ ‘ગુજરાથી’ બની ગયા છે ને ત્યાંની સાંસ્કૃતિ સાથે પુરૂં તાદાત્ય અનુભવે છે.
આમ જૈન સાંસ્કૃતિ વડે નવપલ્લવિત બનેલી ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ વર્ણવતાં સાને ગુજીએ પોતાના ‘ભારતીય સંસ્કૃતિગ્રંથમાં આ રીતે કહ્યું છે: “ભારતીય સંસ્કૃતિ એટલે સહાનુ ભૂતિ, ભારતીય સંસ્કૃતિ એટલે વિશાલતા, ભારતિય સંસ્કૃતિ એટલે સત્યના પ્રયોગો. દુનિયામાં જે સુંદર, શિવ અને સત્ય દેખાય તેનું ગ્રહણ કરીને, આત્મસાત કરીને આગળ ને આગળ ધપતી આ સંસ્કૃતિ છે. ભારતીય સંકૃતિ એટલે સુમેળ, સર્વ ધર્મોના સુમેળ, સર્વ જ્ઞાતિ, જ્ઞાનવિજ્ઞાન અને સર્વકાળના મેળ ! સર્વ માનવજાતિના સમુદાયને માંગલ્ય તરફ લઈ જતી આ ભારતીય સાંસ્કૃ તિના ઉપાસક મને થવા દો અનેક જન્મ સુધી ! ” આપણી પણ આવી જ પ્રાર્થના હા!'
શાન્તિલાલ સી. શાહ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ મુદ્રણુસ્થાન : 'ધી "સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ"બઇ: