SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૧૩ પ્રબુદ્ધ જીવનનું ધ્યેય બની બેઠું હતું. આવું આધ્યાત્મિક અંધેર ચાલવાને કારણે ધીમે ધીમે નૈતિક મૂલ્યોનો નાશ થતાં સંસ્કૃતિનું જ દેવાળુ નીકળેલું ! માત્ર ભારતીય સંસ્કૃતિ ટકી રહી. ભારતીય સંસ્કૃતિ સર્વસંગ્રાહક સંસ્કૃતિ છે. જાતિ અને અનેક પ્રકારની સંસ્કૃતિઓને વરેલા જુદા જુદા દેશવાસી, અનેક લોકોએ આ દેશને પેાતાની ભૂમિ બનાવી; અને એમાં એકતા નિર્માણ કરી. ભારતીય સાંસકૃતિએ આખા જગતને આદર્શ તત્ત્વો આપ્યાં. અનેક સંસ્કૃતિઓએ ભારતીય સંસ્કૃતિમાંથી કંઈક ને કંઈક મેળવ્યું. ધર્મ મેળવ્યા, સંસ્કાર અપનાવ્યાં. જગતને શાંતિ-સુલેહ અને પ્રેમ ને સહકારના અમર તત્ત્વો શીખવ્યાં અને એવા શાંતિ ને મંગલમય જીવનના અસ્તિત્વ માટે આખા જગતને ભારતીય સંસ્કૃતિનું હજુ ય અનુકરણ ને સ્મરણ કરવું પડે છે, ભારતીય સંસ્કૃતિની મહત્તા માટેના આ કેટલા ઉજજવળ પુરાવા છે ? ' આ ભારતીય સંસ્કૃતિનાં ઘડતરમાં—નિર્માણકાર્યમાં જૈન સંસ્કૃતિએ ઘણા ફાળા આપ્યો છે. આ ફાળાના આ રીતે વિચાર કરી શકાય. (૧) ભારતીય સંસ્કૃતિના તત્વજ્ઞાનમાં જૈન સંસ્કૃતિએ આપેલા ફાળા, (૨) જૈન સંસ્કૃતિએ સાહિત્યમાં આપેલા ફાળા, (૩) જૈન સંસ્કૃતિએ શિલ્પમાં આપેલા ફાળા, (૪) ઔદ્યોગિક પ્રગતિમાં જેનાએ ભજવેલા ભાગ. જૈન ધર્મ અને સંસ્કૃતિએ ભારતીય સંસ્કૃતિ ને તત્વજ્ઞાનનો બહુ જ મોટો સુવર્ણ હિસ્સો આપેલ છે. અહિંસાના સૌ પ્રથમ સિદ્ધાંત રજૂ કર્યો. આ જ સંસ્કૃતિએ. આ પ્રતિપાદન સામે કદાચ એવા વાંધા ઉઠાવવામાં આવે કે “ભાઈ, દરેક ધર્મ અહિંસાનું પાલન કરવાનું કહે છે; તેમાં વળી જૈનાએ શું. નવું કહ્યું ?” હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ વગેરે બધા ધર્મોએ અહિંસાના પુરસ્કાર, એક યા બીજી રીતે કર્યો છે. બીજા ધર્માએ ભલે અહિંસાના પુરસ્કાર કર્યો હાય, પણ અહિંસાનું વ્રત દૈનંદિન જીવનમાં અને રોજના આચરણમાં મૂકનારો, કડક રીતે અહિંસાનું અને અહિંસાના પરમ ધર્મનું પાલન કરનારો બીજો કયો ધર્મ છે? મને લાગે છે કે આટલા જવાબ જૈન ધર્મમાં રહેલી અહિંસાની આચરણ-વિશિષ્ઠતા દાખવવા માટે પૂરતો છે. જૈનાએ અહિંસા માટે કરેલા યત્ન અજોડ છે અને આ વારસા જૈનાએ ભારતીય સંસ્કૃતિને આપ્યો છે. ભારતમાં સર્વત્ર હિંસાની પ્રબળતા હતી ત્યારે જૈનસંસ્કૃતિના અહિંસાપ્રચારને અને અનેક ઋષિ-મુનિઓના પ્રયાસને રોમા રોલાંએ વખાણીને કહ્યું : "The Rishis who discovered the law of non-violence in the midst of violence, really were greater geniuses than Newton; they were greater warriors than Wellington. Non-violence is the law of our species as vidlence is the law of brutes." “જે ઋષિ-મુનિઓએ હિંસાની વચ્ચે અહિંસાના નિયમ શોધી કાઢ્યા તે ઋષિમુનિએ ન્યુટન કરતાં પણ વધારે ઉચ્ચ કોટિના શોધકો હતા. તેઓ વેલીંગ્ટન કરતા વધારે શૂરવીર યોદ્ધાઓ હતા. જેવી રીતે હિંસા એ પશુઓના નિયમ છે એવી રીતે અહિંસા એ માનવજાતિના નિયમ વિશેષ છે.” જૈનોએ શારીરિક અને માનસિક આ બંને અહિંસા ઉપર ખાસ ભાર મૂકયા. મનમાંય હિંસક વૃત્તિ ન રાખતાં સભ્યતા અને વિનયથી સમાજમાં વર્તવું, વાણી—વચનમાં ય હિંસાવૃત્તિ ન સેવતાં ઈતરનાં મન દુ:ખી ન થાય એવી વાણી ઉચ્ચારવી—આવી જૈન ધર્મની શિખામણ છે. ભલે આપણે વ્યવહારમાં આ તત્વો પાળતાં હોઈએ કે ન હોઈએ, પણ એ ભૂલવું ન જોઈએ કે આખરે એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિએ આપેલી આ ભેટ છે; મહામૂલી ભેટ છે. સમાજમાં રહેવું હાય, સાચું જીવન જીવવું હોય તે દરેક માણસે જાણ્યેઅજાણ્યે પણ આ માનસિક અહિંસાનો અમલ કરવા જ પડે છે. અને આખા સમાજમાં જેટલું અહિંસાનું વધુ પ્રભુત્વ તેટલા પ્રમાણમાં વિનય, સભ્યતા, અને પરસ્પરનો આત્મસાત ્ કરવાની વૃત્તિ અને જીવન વાતાવરણ ફેલાતાં જાય છે. એમાંથી બંધુભાવ, વિશ્વબંધુત્વ કેળવાય છે. જીવનમાં ને એ દ્વારા સમાજમાં ય અહિંસાનું પ્રમાણ વધતું રહે તેવી સતત જહેમતજના કરતા રહ્યા છે. વિનાબાએ એક જગાએ કહ્યું છે : “એક એક ક્ષણ વડે જે રીતે કલાક, મિનિટ, દિવસ ને વર્ષો ગણાતા જાય છે, ઘડાતા જાય છે, તે રીતે આપણાં જીવનમાં દરેક ક્ષણે વ્યવહારિક જીવનના ધર્મપાલનને કારણે જ સાચું ધર્મપાલન થયું એમ કહી શકાય છે. અને સમાજ, ધર્મ ને રાષ્ટ્ર ટકાવવું હોય તે એકબીજાએ અહિંસકવૃત્તિથી જોતાં શીખવું જોઈએ.” ૧૨૫ ભારતી સંસ્કૃતિને સમૃદ્ધ કરનારૂં બીજું તત્ત્વ છે જૈન ધર્મના અનેકાન્તવાદ. અનેકાંતવાદનો આ યુગમાં પુષ્કળ ઉપયોગ થતો જણાય છે. લોકશાહીના મૂળમાં જ આ અનેકાંતવાદનું તત્ત્વ સમાયેલું છે. આજે આપણે જોઈએ છીએ કે, જાહેર જીવનમાં લા પરમતસહિષ્ણુતા દાખવતા નથી. સામ્યવાદીઓની સભા હોય ત્યારે કોંગ્રેસ કે જનસંઘ કે બીજી કોઈ પણ પક્ષની મતપ્રણાલિ ધરાવતી વ્યક્તિ એ સભામાં હાજરી તો શું પણ એ સભામાં શું કહેવાયું છે તે સાંભળવા પણ ઉત્સુક, નથી હાતા. ઊલટું, બને તો એ સભા ભાંગી પડે તેવી પેરવી કરવાના પ્રયત્ન કરતા હોય છે અને કોઈ એક પક્ષનો વિજયકોટ હોય તેવી ગલીમાં ઈતર પક્ષની સભા ન થાય એવી પ્રવૃત્તિ પણ ઠેર ઠેર જોવાય છે. બીજાની સત્ય બાબત ગ્રહણ કરવાની, શાંતચિત્તે બીજાની ભૂમિકા - મતપ્રવાહ-જાણી લેવાની વૃત્તિ આજે ખાસ આવશ્યક છે. પર ંતુ આજે આ વૃત્તિ આપણા સમાજ, રાષ્ટ્ર કે દુનિયામાં દેખાય છે ખરી? લેાશાહીના માર્ગ તરફ આપણે આગેકૂચ કરી રહ્યા છીએ, તે એની સફળતા ખાતર આપણે વિરોધ કરતી બાજુ સમજી લેવાની વૃત્તિ રાખવી આવશ્યક છે અને એ માટે અનેકાંતવાદીવૃત્તિ ન હોય તૉ એ કદાપિ શક્ય નથી. અને આ દષ્ટિ માત્ર જૈનએ જ ભારતીય સંસ્કૃતિને આપેલી છે. અત્યારે દેખાઈ રહેલા કુટુંબ, સમાજ ને રાષ્ટ્ર વચ્ચેના સંઘર્ષ ટાળવા આ દષ્ટિની ખૂબ ઉપયોગ થવો જરૂરી છે. ત્રીજું તત્ત્વ છે સમાનતાનું. જૈન ધર્મ સમાનતાના અને પર્યાયે કર્મવાદના સિદ્ધાંત ભારતની સંસ્કૃતિને આપ્યો. જન્મે કોઈ પણ વ્યક્તિ ઊંચ કે નીચ નથી, કોઈ પણ માનવી પોતાના પ્રયત્ન વડે મેક્ષ પ્રાપ્ત કરી શકે છે - એવા બુદ્ધિસંગત - નર્કસંગત સિદ્ધાંત જૈન ધર્મે શિખવ્યો છે. દરેક વર્ગના કેટ કક્ષાના માનવીને સરખા જ સામાજિક હકક છે એવું ભગવાન મહાવીરે ખૂબ ભાર દઈને રજૂ કર્યું હતું. એ વખતની સામાજિક રૂઢિઓને મહાવીર ભગવાને ખૂબ મોટો આંચકો આપ્યો, તે સામે બળવો પોકાર્યો. એ વખતે સામાન્ય માણસને માટે સરસ્વતીનાં દ્વાર ખૂલ્લાં નહોતાં. જેમને સંસ્કૃત આવડતું તે જ જ્ઞાનમંદિરમાં પ્રવેશ કરી શકતાં. એમને જ જ્ઞાનમંદિરમાં પ્રવેશવાનો હકક હતા. ભગવાન મહાવીરે એ વિરુદ્ધ બળવા પોકારી સમાનતાના સિદ્ધાંતની, ગમે તેટલાં નાના પાયા ઉપર પણ સામાજિક પ્રતિષ્ઠાપના કરી. અને ધર્મગ્રંથો એ વખતની લોકભાષામાં એટલે કે અર્ધમાગધી ભાષામાં રચવામાં આવ્યાં. આધ્યા- . ત્મિક ક્ષેત્રમાં લોકશાહી સમાજવાદને મહાવીર ભગવાને પ્રવેશ કરાવ્યો અને આજ પરંપરા જૈન સંસ્કૃતિએ ભારતીય સંસ્કૃતિને આપી. ચેાથું તત્ત્વ છે અપરિગ્રહનું. અપરિગ્રહના તત્ત્વને પણ રોજિંદા જીવનમાં અવકાશ આપીને જૈન ધર્મે અપરિગ્રહના શકય તેટલા આચરણ ઉપર ભાર મૂકયો છે. જગતનાં બધા સુખદુ:ખ, સર્વ યુદ્ધોનું મૂળ પરિગ્રહવૃત્તિ છે. એક વ્યકિતને ઈચ્છા થાય છે કે ધનન ખૂબ ખૂબ સંચય કરવા તો એક રાષ્ટ્ર એમ ઈચ્છે છે કે બીજાં રાષ્ટ્રના વધારેમાં વધારે પ્રદેશના કઈ રીતે કબજો મેળવવા. ને આ પરિગ્રહવૃત્તિથી સંઘર્ષો નિર્માણ થાય છે, ટુંબમાં વિખવાદ જામે છે. એનું કારણ પરિગ્રહવૃત્તિ છે. ને આથી જૈન ધર્મે અપરિગ્રહવૃત્તિના આદર્શ લૉક સમક્ષ રજુ કર્યો છે. એના પ્રતીકરૂપે આજે આપણા મુનિમહારાજોનું સુદર્શન થાય છે, ધર્મના પ્રચારાર્થે ગામે ગામ ને હજારો માઈલ દેશ આખામાં પગપાળા વિહાર કરતા અચિન જૈન મુનિનું દર્શન થાય છે. મૂડીવાદનાં મૂળ પરિગ્રહવૃત્તિમાં જ છે. આજે ઘેર ઘેર રોગચાળા, બ્લડ પ્રેશર કે હૃદયના વિકારના રોગા પણ શા માટે જન્મે છે? વધુ પડતી માનસિક પરિગ્રહવૃત્તિ અથવા
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy