________________
5
:45:
- પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૩ (
અને
આ વર્ષ
અનિવાસી શ્રી
૧૫ય ઉપર
.
ભયંકરતા જ રહેલી છે. આ રીતે સૌ કોઈ યુદ્ધને ટાળવા માગે છે, પરંતુ જો ભાવી ભયમાંથી કાયમને માટે મુકત થવું હોય તો તે વિશ્વત્રી વડે જ થઈ શકાશે. વિશ્વમૈત્રી એ વિશ્વ માટે વરદાન સમાન છે. આજે યુને. વિશ્વમૈત્રી સ્થાપવાનું જ કામ કરી રહેલ છે. વિશ્વમૈત્રી વિના નથી વ્યકિતની સુરક્ષા, નથી જગતનું કલ્યાણ, કે નથી આત્માને ઉદ્ધાર. વિશ્વમૈત્રીની ભાવના વડે જ આત્મા પૂર્ણ વિકાસને પામી શકે છે. આત્માને વિકાસ એટલે જ મૈત્રીભાવના. તીર્થકર ત્યારે જ બની શકે છે, જયારે તેમનામાં વિશ્વમૈત્રીની ભાવના પ્રગટે છે. ‘સવી જીવ કરું શાસનરસી' એ વિવમૈત્રીની મંગળ ભાવના જ તીર્થ કરત્વના રૂપમાં રહેલી છે. ધન્ય છે વિશ્વમૈત્રીનો ઉપદેશ આપનાર એ મહાપ્રભુને. ધન્ય છે વિશ્વમૈત્રી દિનની યોજના કરનારા એ મહાપુરુષોને.
પૃથ્વી પર સ્વર્ગ સર્જવાને રાજમાર્ગ આજે આપણે સંઘર્ષના વાયુમંડળ વચ્ચે બેઠા છીએ. આપણે એ સંઘર્ષના વાયુમંડળને વિશ્વમૈત્રીના વાયુમંડળમાં પરિવર્તિત - કરી દેવાનું છે. સુલેહના માર્ગ પર આવ્યા સિવાય માનવસમાજ માટે બીજો વિકલ્પ રહ્યો જ નથી. એક અંગ્રેજ વિદ્વાને કહ્યું છે કે :
"Peace and war are built in the minds of men." “શાંતિ અને યુદ્ધ એ માનવીએ પોતે જ ઊભી કરેલી વસ્તુ છે.” મનને શાંતિ-અભિમુખ કરવાને, સ્નેહઅભિમુખ કરવાનો, મૈત્રી
અભિમુખ કરવાને જ ભગવાન મહાવીરને સંદેશ છે. લોકોના દિલમાં ઓસરતી જતી મૈત્રીભાવનાને સવિશેષ જાગૃત કરવી પ્રેમની લવાતી જતી જાતિમાં સ્નેહરૂપી તેલનું સિંચન કરવું એ જ આ પર્વને ઉદ્દેશ છે.
જૈનધર્મે મૈત્રીભાવના, પ્રમોદભાવના, કરુણાભાવના અને માધ્યસ્થ ભાવનાને મુકિતના સોપાન તરીકે બતાવી છે. આ ભાવનાનું વ્યવહારિક રૂપ આ મુજબ છે : - સત્વેષ મૈત્રી, ગુણિપુ પ્રમાદ, કિલષ્ટપુ જીવેષ કૃપાપરત્વમ * માધ્યસ્થભાવે વિપરીતવૃત્ત, સદા અમાસ્તુ વિદધાતુ દેવ.
‘જીવ માત્ર સાથે મૈત્રી, ગુણી પુરુ પ્રત્યે પ્રમોદભાવ, દુ:ખી જીવ પ્રત્યે કરુણા અને વિપરીત વૃત્તિાવાળા પ્રતિ માધ્યસ્થભાવ આ ચારે ભાવના મારા હૃદયમાં સદૈવ વસે”. માનવમાત્ર આ ભાવનાને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ. આ ચાર ભાવનાને વ્યાપક બનાવીને જ વિશ્વમૈત્રીને વ્યાપક બનાવી શકાશે–સાકાર બનાવી શકાશે.
જીવનને ટકાવવા માટે ખોરાક, પાણી અને હવાની જેટલી જરૂર છે, તેથી વધુ જરૂર મૈત્રીની છે. હવા વિના મનુષ્ય જેમ. ગુંગળાઈ જાય છે તેમ મૈત્રી કે પ્રેમ વિના પણ મનુષ્ય ગંગળાઈ જાય છે. તેથી જ મૈત્રીભાવના– spirit of friendship–ને વિશ્વભરમાં વ્યાપક બનાવવાની જરૂર છે. આજે વિજ્ઞાને તાંબાના તારથી દુનિયાને બાંધી છે, પરંતુ જ્યાં સુધી વિશ્વમૈત્રીના તાર વડે દુનિયા નહિ બંધાય ત્યાં સુધી વિજ્ઞાનની બધી સગવડ દુ:ખરૂપભારરૂપ બની જશે. વિશ્વમૈત્રી એ એક જ પૃથ્વી પર સ્વર્ગ સર્જવાને રાજમાર્ગ છે.
મહાસતી ઉજજવળકુમારી
ભારતીય સંસ્કૃતિમાં જૈન
સંસ્કૃતિને ફાળે | (શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાંના પૂનાનિવાસી શ્રી શાન્તિલાલ સી. શાહે ઉપર જણાવેલ વિષય ઉપર મૂળ મરાઠીમ આપેલા વ્યાખ્યાનની સંક્ષિપ્ત નેધ નીચે આપવામાં આવે છે, તંત્રી).
આપણે આજના વિષય ઉપર આવીએ તે પહેલાં આપણે સર્વસામાન્ય પ્રશ્નોને વિચાર કરીએ. તેથી મુખ્ય સવાલ એ છે કે સંસ્કૃતિ એટલે શું અને સુસંસ્કૃત સમાજ કોને કહેવો? સુસંસ્કૃત માનવી કોને કહી શકાય?
જેમની વૃત્તિઓ અને ભાવનાઓ સારી હોય છે, જેમની ક્રિયા-વર્તન સારાં હોય છે અને વૃત્તિ અને ભાવનાએ સારી હોવાને કારણે જેમનું શીલ સારું હોય છે એવા માણસને આપણે સુસંસ્કૃત માણસ કહીએ છીએ. એમાં કંઈક સંસ્કૃતિને અંશ હોય છે એમ આપણે માનીએ છીએ. એવા પુષ્કળ મનુષ્ય જો કોઈ એક સમાજ કે રાષ્ટ્રમાં હોય તે તે સમાજ અથવા રાષ્ટ્ર સુસંસ્કૃત છે એમ આપણે સામાન્ય રીતે માનીએ છીએ. એને જ આપણે સુસંસ્કૃત કહી શકીએ, જેના આચાર અને વિચારમાં મેળ હોય, એકતા હોય. આજે આપણે ઠેર ઠેર બકવાદ કે ઉચ્ચાર માત્ર જોઈએ છીએ. એ ઉચ્ચારો સાથે એમના વિચારને કદી પણ મેળ બેસતે આપણે જોઈ શકતા નથી. એવા મનુષ્યને આપણે સુસંસ્કૃત કહી ન શકીએ. એનો અર્થ એ જ કે જેન તત્વજ્ઞાનની પરિભાષામાં વિચારીએ તે ફકત જ્ઞાન જ ન જોઈએ, પણ દર્શન અને તે જ રીતે ચારિત્રયની પણ આવશ્યકતા છે. બીજા શબ્દોમાં મૂકીએ તો જેને આપતી વખતે “હું આવું છે” અને લેતી વખતે “હું લઉં છું” એવું લાગતું નથી એવી વ્યકિતને સુસંસ્કૃત વ્યકિત કહી શકાય. “જો દેતા વહ દેવ ઔર જો રખતા વાહ રાક્ષસ” એમ કહેવાય છે એનો પણ આ જ ભાવ છે.
આ પ્રકારની આપણી ભારતીય સંસ્કૃતિ છે. આ ઉદાત્ત સંસ્કૃતિને પ્રવાહ હજારો વર્ષોથી સતત ચાલુ જ છે. આ પ્રવાહમાં કેટલીક વાર અંતરાયો પણ ઊભા થયા છે, પરંતુ આ મહાન સંસ્કૃતિને એઇ સામાન્યત: આ પ્રકારનો જ વહી રહ્યો છે. એનું મુખ્ય કારણ એ છે કે ભારતીય સંસ્કૃતિએ ફકત શારીરિક સુખને જ વિચાર કર્યા કર્યો નથી. શરીરની સાથે સાથે નિર્મળ મનને સદાય તંદુરસ્ત રાખવાને પણ જબરજસ્ત અને હંમેશા અનુરોધ કર્યો છે. ને એટલે જ ભારતભૂમિ તપોભૂમિ બની છે. ર્ડો. રાધાકૃષ્ણને સાચું જ કહ્યું છે કે જે સમાજ કેવળ શરીર તરફ, ઐહિક સુખ તરફ વધુ ધ્યાન ન રાખતાં માનસિક તંદુરસતી તરફ વધુ ધ્યાન ને મહત્ત્વ આપે છે એ સમાજ સંસ્કૃત સમાજ છે. જે સમાજ માત્ર શરીરસુખોને જ ઉપાસક છે, જીવવું એ જ જેનું ધ્યેય છે અને શારીરિક સુસ્થિતિ સિવાય જે બીજું કંઈ વિશેષ દેખતો નથી એ સમાજ સુધારેલ સમાજ છે એમ કેમ કહી શકાય ? વાંદરો ચિરૂટ-બીડી ફેકવા માંડે, સાઈકલ પર સવાર થઈ શકે કે ટાઈપિંગ કરવા માંડે તોયે વાંદરે તે વાંદર જ રહેવાને. સાચો સુધારો મનનો જ હોય, અને આમ મનની સુધારણા ઉપર ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી ખૂબ ભાર મુકતી આવી છે. એથી જ હજારો વર્ષોથી એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આથી ઉલટું, કેટલીક સંસ્કૃતિઓ જન્મી અને સમયાંતરે નષ્ટ થઈ ગઈ છે કે તદ્દન ભૂંસાઈ ગઈ છે. રોમ કે ગ્રીસ, એથેન્સ કે નાઈલની સંસ્કૃતિઓ નેત્રદીપક પ્રગતિ કરીને કાળના ઉદરમાં કેવી રીતે હડપ થઈ ગઈ છે એની બધાને માહિતી છે. રોમે આખું જગત જીત્યું; પણ આત્મા ગુમાવ્યો ! એશઆરામમાં રોમ આળોટતું હતું. ભેગ-વિલાસ એ જ તેમના
વિષયસૂચિ હું
| પૃષ્ઠ. પ્રકીર્ણ નોંધ: પ્રબુદ્ધ જીવનના વાચકોને પરમાનંદ ૧૧૭ નવા વર્ષની શુભેચ્છા, દેડકાની મોટા પાયા ઉપર ચાલી રહેલી કતલ : આપણે કયાં જઈ રહ્યા છીએ? બોમ્બે બેગ એક્ટને અક્ષમ્ય દુરૂપયાગ, જે. પી. બનેલા બે બહેનોને અભિનન્દન. દિલ્હી-પેકીંગ મૈત્રીયાત્રા સમાચાર,
“મેરી જીવનયાત્રા: મૈત્રીપાત્રા,’ ભૂમિ- પુત્ર ચિરાયુ હો, આ છે બાપુને મારા ૫૨ 'પ્રભાવ. વજે વરી પર્યટન. એક ગાંધીવાદી પ્રેફેસરની સાથે સતીશકુમાર જૈન ૧૨૧ વિશ્વમૈત્રી
મહાસતી ઉજજવળકુમારી ૧૨૨ ભારતીય સંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિને ફાળો
શાન્તિલાલ સી. શાહ ૧૨૪