________________
૧૨૦
મૈત્રીયાત્રાના તે તબકકે લેવામાં આવશે. સામાન્ય રીતે વિચારતાં આ મંડળી પેકીંગ સુધી પહેાંચવાના સંભવ બહુ ઓછા છે, એમ છતાં, અમારા ઊંડા દિલનો મૈત્રીભાવ ચીની પ્રજા અને શાસકોને જરૂર સ્પર્શશે અને અમને પેકીંગ પહોંચવામાં કોઈ અન્તરાય નહિ આવે.’ એવી શ્રાદ્ધાપૂર્વક શ્રી શંકરરાવ દેવ અને તેમના સાથીઓ આગળ વધી રહ્યા છે.
પ્રભુજીવન
તા. ૧૯-૯-૬૩ ના રોજ શ્રી શંકરરાય દેવના આસામનાં મુખ્ય શહેર - ગૌહટી નજીક આવેલ મિસા ગામથી લખાયેલા પત્ર હતા. તેમાં તેઓ જણાવે છે કે, “મૈત્રીયાત્રા આસામમાં ચાલી રહી છે. યાત્રા કલ્પનાની બહાર સફળતા પૂર્વક આગળ વધી રહી છે એ જાણીને તમને આનંદ થશે. મારૂ સ્વાસ્થ્ય પણ ઠીક છે. જરૂર મુજબ હુ યાત્રામાં ૮-૧૦ માઈલ રાજ ચાલું છું.’ ‘મેરી જીવનયાત્રા : મૈત્રીયાત્રા
ઉપર જણાવેલ દિલ્હી પૅર્કીંગ મૈત્રી યાત્રાના સંદર્ભમાં અખિલ ભારત સેવા સંઘ (રાજઘાટ, વારાણસી) તરફથી ‘મેરી જીવનયાત્રા: મૈત્રીયાત્રા' એ શિર્ષક ધરાવતી એક પુસ્તિકા (મૂલ્ય રૂ. ૧) પ્રગટ કરવામાં આવી છે. આની અંદર પ્રસ્તુત મૈત્રીયાત્રા દરમિયાન જુદા જુદા સ્થળાએ શ્રી શંકરરાવ દેવે આપેલાં સાત પ્રવચનોના સંગ્રહ અને દાદા ધર્માધિકારીનું પ્રાક કથન (પ્રવેશક) સમાવિષ્ટ કરવામાં આવેલ છે. કોઈ પણ એક વિશિષ્ટ આધ્યાત્મ – પરાયણ વ્યકિત આધ્યાત્મિક ' કક્ષાના કોઈ એક ભવ્ય પ્રસ્થાનને સમર્પિત બને અને તે દિશાએ આગળ ને આગળ વધ્યે જાય તો તે સાથે તેનું જીવનદર્શન કેવું સર્જન—સભર બનતું જાય છે અને અવનવી અત:સ્ફુરણાઓ વડે કેવું સતત નવપલ્લવિત બનતું જાય છે તેની,
આ પ્રવચનો વાંચતાં, આપણને પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. વિશ્વમૈત્રીના હાર્દને જેઓ માત્ર સમજવા જ નહિ, અન્તરમાં ઉતારવા - તે સાથે તદ રૂપ થવા—માગતા હોય તેમણે આ પુસ્તિકાનું જરૂર અધ્યયન કરવું ઘટે છે. ‘ભૂમિપુત્ર’ચિરાયુ હો
ભૂમિપુત્રે તાજેતરમાં દશ વર્ષ પૂરાં કર્યાં. તે અંગે ભૂમિપુત્રના દશાબ્દિ વિશેષાંક પ્રગટ કરવામાં આવ્યો છે અને એ અંકમાં ચિંતનપ્રેરક વિપુલ સામગ્રી ભરવામાં આવી છે. આ ભૂમિપુત્રને આશિર્વાદ પાઠવતા વિનેાબાજીએ નીચે મુજબના સંદેશા પાઠવ્યા છે:---
““ભૂમિપુત્ર’ ને દશ વર્ષ પૂરાં થયાં. નૂતન વર્ષમાં તેના આ પ્રવેશનું સૌકોઈ તરફથી સ્વાગત કરવામાં આવશે એવા મારા વિશ્વાસ છે. ‘ભૂમિપુત્ર' ના હું પણ એક પાઠક છું. અને તેનું સંપાદન સામાન્યત: સમત્વબુદ્ધિ વડે કરવામાં આવે છે એવી મારી ઉપર અસર પડી છે. ગુજરાતના યુવકવર્ગમાં વાંચવાના શેખ અન્ય કોઈ પ્રાંતથી ઓછા નથી એમ હું અનુભવથી કહી શકું છું. ‘ભૂમિપુત્ર ’ ચિરાયુ હો ! વિનોબાના જય જગત.”
'
ભૂમિપુત્ર જેવા કલ્યાણકારી સામયિકના સતત ઉત્કર્ષ થતા રહે અને તે દ્વારા સમ્યક્ ચિંતનનાં પિયુષનું ગુજરાતના નરનારી યુવક મુવીસતત અનુપાન કરતાં રહે એવી આપણી પણ શુભેચ્છા અને અંતરની પ્રાર્થના હો !
–
તા. ૧૬-૧૦-૧૩
અંગુઠાના નખ પર બેઠેલી એક કીડીના મનમાં શું શું આવ્યું ને ગયું તેનાં લેખાંજોખાં કેટલાં કરવાં? પરમ સાર્થકતા વચ્ચે વ્યર્થતા
"
આ વિશેષાંકમાં, ૧૯૫૩ માંથી ભૂમિપત્રના જન્મ થયો ત્યારથી સાત વર્ષ દરમિયાન જે ચાર સાથીઓએ ‘ભૂમિપત્ર’નું સંપાદન કર્યું હતું તેમાંના એક શ્રી પ્રબાધ ચાકશીએ ભૂમિપુત્રના ઉગમથી આજ સુધીના રોચક ઈતિહાસ આપ્યો છે. તેના છેડે ઉપસંહાર કરતાં તેમણે ભાવાત્મક ઉદ્ગારો આલેખ્યા તેને ઉષ્કૃત કરવાનું મન થઈ આવે છે. તેઓ જણાવે છે કે, “ખેર, ‘ભૂમિ પુત્ર’ વિષે શું લખવું અને શું ન લખવું ? પ્રસંગો, ખાટી મીઠી આપવીતી, વિચારો કીડીયારાંની જેમ ઉભરાય છે, ધક્કામુક્કી કરે છે. જે બહાર નીકળી ગયા તે નીકળી ગયા. નીકળી ગયા તે જ છે તેવું નથી, ને ન નીકળી ગયા તે ન નીકળવા જેવા હતા તેવું યે નથી. અને એ બધું છેવટે તા કેટલી વિસાતનું ? મહાન કાલપુરુષ કદમ બઢાવતા જાય છે. એના
અનુભવવી અને વિકટતમ વ્યર્થતા વચ્ચે કૃતાર્થતા અનુભવવી એ જ । આપણા મનખા અવતારનું કપાળે લખાયલું છે ને ?” ‘આ છે બાપુના મારા ઉપર પ્રભાવ'
ગાંધી જયંતી અંગે તા. ૨-૧૦-’૬૩ ના રોજ મુંબઈ ખાતે મણિભવનમાં એકત્ર થયેલાં સંમેલનમાં શ્રી જાનકી બહેન બજાજે નીચે મુજબના પ્રેરક ઉદ્ગારો કાઢયા હતા :–
“આમ તે હું કરોડપતિની પત્ની છું, અને કરોડપતિની માતા છું, અને કરોડપતિની સાસુ પણ છું. સંપત્તિને આધારે જીવન જીવવાનું ધાર્યું હોત તા અનેક કહેવાતા સુખોથી હું ઘેરાયેલી હાત, આજે મળતી રબ્બરની પથારીથી સુસજ્જિત ખાટલામાં હું આળાટતી હોત અને પરિણામે ડાકટરો, નસૅર્સ વચ્ચે રહી તેમનાં આપેલ દવા—દારૂ અને ઈંજેકશનોથી જીવનને ઘસડતી હોત, પણ, જીવનની એક શુભ પળે બાપુએ મને જીવનની દ્રષ્ટિ આપી અને પરિણામે આજે આ ઉંમરે હું દશ માઈલ ચાલી શકું છું, પાંચ છ સીડી ડર વિના ચઢી શકું છું, ખાટી છાશને પણ શરીર નભાવી લે છે અને ચાર પાંચ દિવસ વિના ખારાકે આસાનીથી હું રહી શકું છું અને રાત્રે લાકડાંની કઠણ પાટ પર નિદ્રા લઈ શકું છું. આ છે બાપુના મારા પર પ્રભાવ અને બાપુ તરફથી મને મળેલી પ્રસાદી.”
આ છે ભાગપરાયણ જીવનની પરાધીનતાનો ઈનકાર અને ખડતલ જીવનની સ્વાધીનતાનો સ્વીકાર.
વજ્ર શ્વરી પર્યટણ
‘પ્રબુદ્ધ જીવન”ના ગતાંકમાં જણાવ્યા મુજબ તા. ૬-૧૦-૬૩ રવિવારના રોજ વજ શ્વરી જવા આવવા માટે નકકી કરેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસ પાયધુની ઉપર એકઠાં થયેલાં ભાઈબહેનો અને બાળકોને લઈને સવારના સાત વાગ્યે ઊપડી હતી. જુદા જુદા નકકી કરેલા સ્થળોએથી બાકીના પર્યટકો જોડાયા હતા. પર્યટકોની કુલ રોંખ્યા ૪૨ ની થઈ હતી. સાડા આઠ વાગ્યે સંઘના અગ્રગણ્ય સભ્ય શ્રી રતિલાલ ઉજમશી શાહ (રવીન્દ્ર ઈન્ડસ્ટ્રીઝવાળા) ને ત્યાં થાણા ખાતે બધાં રોકાયાં હતાં અને તેમણે પર્યટણમંડળીનું ખૂબ ભાવભર્યું આતિથ્ય કર્યું હતું. થાણા પાણા એક કલાક રોકાયા બાદ મંડળી આગળ ચાલી હતી. વર્ષાઋતુ તાજેતરમાં સમાપ્ત થયેલી હોવાથી ચોતરફ બધું લીલુંછમ દેખાતું હતું. સૂર્યના નિર્મળ પ્રકાશમાં ઝાડપાન અને ઘાસની લીલવટ સાનેરી તેજે મકતી હતી. રસ્તામાં આવતાં નદી-નાળાંમાં નિર્મળ પાણી વળી રહ્યાં હતાં. વાતાવરણમાં ભા૨ે તાજગી આપતી પ્રશ્નનતા છવાઈ રહી હતી. થાણાથી દોઢેક કલાકમાં વજ્ર શ્વરીની બાજુએ આવેલા અકલાલી પહોંચ્યા અને ત્યાં શ્રી દેવજી વેલણ છેડાના આરોગ્યધામમાં ઉતારો કર્યા. દોઢેક લાંક બધાં આસપાસ ફરવા હરવામાં ગાળ્યો. કેટલાકે બાજુએ આવેલી નદીમાં તો કેટલાકે ગરમ પાણીના કુંડોમાં સ્નાન કર્યું. સાડા બાર વાગ્યે દવેની હિન્દુ હૉટેલમાં બધાંયે સાથે ભાજન કર્યું. ત્યારબાદ બે અઢી ક્લાર્ક આરોગ્ય ધામના મોટા હાલમાં આરામ કર્યો. આ દરમિયાન પર્યટણ મંડળીમાં પહેલીવાર જોડાયેલા શ્રી ચંપકભાઈ તથા સાંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે તરેહતરેહના ટૂચકાઓ અને જોડકણાંઓ સંભળાવીને સૌના મનનું ખૂબ ૨જન કર્યું. સાંજના ચારેક વાગ્યે બધાં બે ત્રણ માઈલ દુર આવેલ ગણેશપુરી ગયા અને બાજુએ આવેલા સ્વ. કોઠાવાળાનું સેનેટોરિયમ પણ જોયું. પાછા ફરતાં વજ્ર શ્વરી માતાનું મંદિર જોયું. આરોગ્યધામ ઉપર બધાંને અલ્પહાર પીરસવામાં આવ્યું, જેને ન્યાય આપીને સાંજના સાડા છ વાગ્યે ત્યાંથી સૌ રવાના થયાં અને રાત્રીના સાડાનવ આસપાસ, મુંબઈ પાછાં આવી પહોંચ્યાં. આમ આખો દિવસ પર્યટણ મંડળીએ ખૂબ આનંદ લેંાલમાં પસાર કર્યો અને મુંબઈના ધમાલિયા જીવનમાંથી મીઠી રાહત અનુભવી અને નવી તાજગી પ્રાપ્ત કરી.
પરમાનંદ