SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૭ નીચે નિર્દોષ માણસાની ધરપકડ કરવામાં આવે છે. આખરે આ કાયદાના હેતુ ભીખના ધંધાને અસરકારક રીતે નાબૂદ કરવાના છે અને નહિ કે આ કાયદા નીચે સંખ્યાબંધ માણસાની ધરપકડ કર્યાના દેખાવ કરવાના. એક સારા કાયદાના આવા છડેચોક દુરૂપયોગ થતો અટકાવવા માટે શું કશું જ થઈ ન શકે ? ” આ પત્રલેખકે રજૂ કરેલી બાબત પ્રજાજનાએ, પોલીસે અને સ્થાનિક સરકારે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. મને પણ મારી બાજુએ રહેતા એક ગરીબ માણસ સંબંધે આવા જ અનુભવ થયો છે. તે બિચારા રસ્તા ઉપરના ફુટપાથ ઉપર બેસીને સળીઓ સરખી કરીને ઝાડુ બનાવવાનું કામ કરતો હતો, તેને ભિખારી ગણીને પોલીસ બે વાર ઉપાડી ગયાનું અને કેટલાક દિવસ સુધી અટકમાં રાખ્યાનું મને પાકું સ્મરણ છે. આ બેગર્સ એકટના અમલ શરૂ થયા પહેલાં પાટીવાળા એટલે કે પાટીમાં લોકોના સામાન ઉપાડીને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જતા મજૂરો મુંબઈમાં જ્યાં ત્યાં નજરે પડતા અને લોકોને ખૂબ ઉપયોગી થતા. હું જ્યાં રહું છું ત્યાં બાબુલનાથના રસ્તા ઉપર પાટીવાળા મેળવવાની કદિ મુશ્કેલી પડતી નહિ, હવે કેટલાય સમયથી બાબુલનાથના રસ્તા ઉપર આ પાટીવાળા દેખાતા જ નથી અને બહારગામથી આવતાં જતાં સામાન ચઢાવવા ઉતરાવવાની ભારે મુશ્કેલી અનુભવાય છે. કારણ કે આ બેગર્સ એકટનો સૌથી પહેલા શિકાર આ ગરીબ પાર્ટીવાળા બન્યા છે. જેમ ટેકસી, ગાડી, અને હાથગાડીવાળા ગમે ત્યાં ઊભા હોય તો પણ તેઓ વ્યવસાયી ગણાય છે તેમ આ પાટીવાળા પણ વ્યવસાયી જ ગણાવા જોઈએ. પણ તેમની વાત કોણ સાંભળે અને તેમને દાદ કોણ આપે ? આમ શુભ આશયપૂર્વક કરવામાં આવેલા આ બાળે બેગર્સ એકટ અનેક અનર્થા, હાડમારી અને સરવાળે લાંચરૂશ્વતનું મૂળ બની રહેલ છે. કલ્યાણલક્ષી કાયદાની આ દુર્દશા સત્ત્તર બંધ થવી ઘટે છે. જે. પી. બનેલી બે બહેનોને હાર્દિક અભિનંદન ભારત સરકાર તરફથી રાજયની વિશિષ્ટ વ્યકિતઓને જે ‘પદ્મભૂષણ,’ ‘પદ્મશ્રી’ વગેરે ઈલ્કાબ આપવામાં આવે છે અને રાજય સરકાર તરફથી દર વર્ષે જે. પી.ની યાદી બહાર પાડવામાં આવે છે તે બેમાં મોટો ફરક છે. એકમાં તે તે ઈલ્કાબા આપીને તે તે વિશિષ્ટ વ્યકિતની જ્ઞાન, વિજ્ઞાન, કલા, શિક્ષણ કે સેવાના ક્ષેત્રમાં રહેલી વિશેષતાની કદર કરવામાં આવે છે અને તે ઈલ્કાબાના સ્વીકારથી તે વ્યકિત ઉપર કોઈ ખાસ જવાબદારી નાખવામાં આવતી નથી, જયારે જે, પી, એ કોઈ માનવંતા ઈલ્કાબ નથી, પણ એક વિશિષ્ટ નાગરિક તરીકેની ચોક્કસ કાનુની જવાબદારી અને તે અંગેના કાનુની હક્કોનું પ્રદાન કરતા રાજ્યાધિકાર છે. આ જે. પી.ની યાદીમાં મોટા ભાગે પુરૂષોનાં નામ જોવામાં આવે છે; આને બદલે વર્ષોથી સમાજની સેવા કરતી અને સામાજિક સંસ્થાઓની જવાબદારી વહન કરતી કાર્યકુશળ અને આપણને પરિચિત એવી બહેનોનાં નામ જે. પી. નૌ યાદીમાં જ્યારે જોવામાં આવે ત્યારે આપણને સ્વાભાવિક રીતે સવિશેષ આનંદ થાય છે. આવાં એક બહેનનું નામ છે. શ્રી સુનંદા બહેન હેારા. કેટલાંક વર્ષ પહેલા તેઓ મુંબઈમાં વસતાં હતાં ત્યારે મુંબઈમાં ચંદનવાડી વિભાગમાં વસતા કેવળ નીચેના થરના લોકોમાં ખૂબ કામ કરતા હતાં. મુંબઈ ખાતે તેમના પતિનું અવસાન થયા બાદ તે કેટલાક સમયથી અમદાવાદ જઈને રહ્યાં છે અને ત્યાં પણ સામાજિક સેવાને જ તેમણે પોતાની બધી શકિતઓ સમર્પિત કરી છે. અમદાવાદ જિલ્લાનાં ૧૦૦ ગામડાંઓને આવરી લેતા ‘અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ તેમણે અને તેમના સહકાર્યકર્તાઓએ ૧૯૫૮ ની સાલની શરૂઆતમાં ઊભા કર્યો છે. અને તેઓ તેના પ્રારંભથી આજ સુધી એક મંત્રી છે. આ સંઘનાં અત્યારે અમદાવાદ જિલ્લામાં જુદાં જુદા સ્થળાએ ૫૫ બુદ્ધ જીવન ૧૧૯ કેન્દ્રો ચાલે છે અને આ કેન્દ્રોની ૧૫૦૦ ભાઈ બહેનો તથા બાળકો લાભ લે છે. આ સંઘના કામને અંગે તેમને અમદાવાદ આસપાસનાં ગામડાંડમાં ખૂબ ફરવાનું રહે છે. આ ઉપરાંત ૧૯૫૮ની સાલના અંત ભાગમાં અમદાવાદ ખાતે ઊભું કરવામાં આવેલ ‘અપંગ માનવ મંડળ'ના કાર્યમાં પણ તેઓ એક મંત્રી તરીકે જોડાયલાં છે. આ બંને કાર્ય પાછળ તેમનો બધો સમય પસાર થાય છે. આવાં એક બહેનને ગુજરાતની સરકારે થોડાએક સમય પહેલાં જે. પી.ના ઈલ્કાબ આપીને સ્ત્રીશકિતની યોગ્ય કદર કરી છે. સંભવ છે કે ગુજરાત રાજ્યનાં આ સૌથી પહેલાં જ જે. પી. બહેન હાય. આ જ પ્રમાણે તાજેતરમાં પશ્ચિમ બંગાળની સરકારે કલકામાં વસતાં સૌ. સુશીલા બહેન સિંધીને પણ જે, પી.ના અધિકારપદ ઉપર નિયુકત કર્યા છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં પણ આ સૌથી પહેલાં જે. પી, બહેન છે. તેઓ તેમજ તેમના પતિ શ્રી ભંવરમલ સિંધી—બન્ને કલકાના અગ્રગણ્ય સામાજિક કાર્યકર્તા છે. બન્ને પ્રખર લેખક તેમજ વકતા છે. શ્રી ભંવરમલ સિધીના લેખાથી ‘પ્રબુદ્ધ જીવન’ના વાંચકો સુપરિચિત છે. ત્રણ કે ચાર વર્ષ પહેલાં આ ઉભય દંપતી મુંબઈમાં યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે આવ્યાં હતાં. શ્રી સુશીલાબહેન લગ્ન થયા બાદ બી. એ. તેમજ એમ. એ. થયા છે. કલકત્તાની અનેક સ્ત્રીસંસ્થાઓમાં સુશીલાબહેન અગ્ર ભાગ લઈ રહ્યા છે. કુટુંબપરિવાર-નિયોજનની પ્રવૃત્તિ, આ દંપતીના ઉત્કટ રસનો વિષય છે અને એ જ કારણે આજથી ત્રણ વર્ષ પહેલાં સુશીલાબહેનની ભારત સરકાર તરફથી પશ્ચિમ બંગાળ માટે પરિવાર–નિયોજન—શિક્ષાનેત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં પશ્ચિમ બંગાળની ફરજિયાત બચત યોજનાની એક સદસ્યા તરીકે તેમની નિયુકિત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની કૉંગ્રેસ કમીટીના પણ સુશીલાબહેન એક સભ્ય છે. આવી બહેનને જે, પી.ની ઉપાધિ અર્પણ કરીને પશ્ચિમ બંગાળની સરકારે પોતાની ફરજ અદા કરી છે. આ બન્ને જૈન બહેનોને આપણાં હાર્દિક અભિનંદન હો અને તેમના સેવાલક્ષી પુરુષાર્થ વિશેષ અને વિશેષ ફળદાયી અને યશસ્વી બનતા રહે એવી આપણી પ્રાર્થના હ। ! દિલ્હી-પેકીંગ મૈત્રીયાત્રા સમાચાર ‘પ્રબુદ્ધ જીવન’ના વાંચીને ખ્યાલ હશે કે, શ્રી શંકરરાવ દેવની આગેવાની નીચે દેશપરદેશનાં મળીને આશરે બાર ભાઈબહુનાની એક મંડળીએ ગયા માર્ચ માસની પહેલી તારીખે દિલ્હી--- રાજઘાટ ઉપરથી પેકીંગ પહોંચવાનું લક્ષ્ય વિચારીને પગપાળા યાત્રા શરૂ કરી હતી. ઉત્તર પ્રદેશ તથા બિહાર વટાવીને તે મંડળીએ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યા હતા અને ત્યાંથી પૂર્વ બંગાળમાં થઈને તે આગળ વધવા માગતી હતી. પણ પૂર્વ બંગાળની પાકિસ્તાન સરકારે આ મંડળીને પોતાની હદમાં પ્રવેશ કરવા ન દીધા. એટલે આ મંડળી આસામ તરફ આગળ વધી. હાલ તે આસામમાં છે અને આસામ - બર્માની સરહદ વટાવી આગળ વધવા માગે છે. સંભવ છે કે પાકિસ્તાન સરકાર માફક બર્માની સરકાર પણ, આ મૈત્રી યાત્રા સામે ચીની સરકારના વિરોધ લક્ષમાં લઈને, પોતાની હદમાં થઈને આગળ વધવાની મના ફરમાવે. એ રાંયાગમાં એવા નિર્ણય લેવામાં આવ્યો છે કે સમુદ્ર માર્ગે આ મંડળી રંગુન બાજુ એ ઈને લૈંગકૉંગ જશે. હૈંગકોંગ બ્રીટીશ હકુમત નીચે છે. ત્યાં તેમના અવરોધ થવાના કોઈ સંભવ નથી. હાગકાગથી આગળ ચીની સરહદમાં દાખલ થવાના આ મંડળી પ્રયત્ન કરશે. ચીની સરકાર આ મંડળી સામે પ્રવેશબંધી નહિ ફરમાવે તા, આશા રહે છે કે, આ મંડળી પેકીંગ પહોંચવાની, ચીની પ્રજાના સીધા સંપર્કમાં આવવાની અને ચીની શારકને પ્રત્યક્ષ મળવાની અને એ રીતે ચીન-ભારત વચ્ચેની મૈત્રીના સંદેશા ચીની શાસકો તેમ જ પ્રજા સમુદાય સમક્ષ રજુ કરી શકવાની. પણ જો આ મંડળી સામે ચીની સરકાર પ્રવેશબંધી ફરમાવશે તે શું કરવું તેના નિર્ણય તે સમયે અને deshi dhodh kathi Sa
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy