________________
૧૧૮
પ્રભુ જીવન
તા. ૧૬-૧૦-૨૩
પણ આ સંબંધમાં સ્વ. રાજેન્દ્રબાબુએ પેાતાના એક વ્યાખ્યાનમાં ચેતવણી આપી હતી તેના પુનર્ ઉલ્લેખ અહિં અસ્થાને નહિ ગણાય. તેમના કહેવા મુજબ કરુણાવૃત્તિના શકય તેટલા વિકાસ અને વિસ્તારમાં જ આપણું અને જે જગતમાં આપણે વસીએ છીએ તેનું ખરું કોય રહેલું છે. આ કરુણાવૃત્તિ કદિ સ્થગિત મેં સીમિત રહી શકતી નથી. એ વૃત્તિને માનવજાત પૂરતી સીમિત કરવાનો વિચાર એ રીતે કદી સીમિત રહેવાના નથી અને તેનું પરિણામ એ આવવાનું છે કે, માણા પોતપોતાનામાં પણ ભેદ કરવાના છે અને સબળ નિર્બળને મારવાને છે, રંજાડવાના છે, કટોકટીના વખતે માણસ માણસને ખાવાના છે. અને છેવટે might is right–સબળ તે જ સાચા—એ વિચારનું અંતિમ પરિણામ માનવજાતિના નિકંદનમાં આવવાનું છે. આજની કટોકટીમાં આ ભાવિની આપણને આબાદ ઝાંખી થાય છે. એના અર્થ એ થયો કે, માનવ જાતિનું રક્ષણ કરુણાવૃત્તિને સીમિત કરવામાં નહિ, પણ વિસ્તૃત કરવામાં રહેલું છે. આ રીતે વિચારતાં દેડકા અને એ જ રીતે અન્ય જીવાની અમર્યાદ હિંસાને જે ઉત્તેજના મળી રહી છે અને તે વિષે જે ઉપેક્ષા સેવાઈ રહી છે તે અંતે તે માણસ જાત માટે જ ભારે ખતરનાક નિવડવાની છે. એ દીવા જેવું સ્પષ્ટ છે. બાબે બેગર્સ એકટનો અક્ષમ્ય દુરૂપયોગ
ભાગેાપભાગ ખાતર કે દ્રવ્યાપાર્જન કરવા ખાતર એક પણ જીવને પીડા પહોંચાડવી કે તેનો વધ કરવા એ પાપ છે, અધર્મ છે, અને આમ છતાં આપણે ત્યાં જીવહિંસા નહોતી થતી કે પશુવધ નહોતા જ થતો એમ આપણે કહી શકીએ એમ નથી. અને એમ છતાં પણ આ આપણે ખોટું કરીએ છીએ, ન કરવા યોગ્ય કરીએ છીએ, અન્ય જીવાના અસ્તિત્ત્વને આ રીતે હાનિ પહોંચાડવી એ ન્યાય નથી, નીતિ નથી, ધર્મ નથી—આવી લાગણી વિશાળ જનસમુદાયમાં વ્યાપી રહી હતી અને તેના પરિણામે લોકોની હિંસક પ્રવૃત્તિ ઉપર એક પ્રકારના અંકુશ રહેતા હતા, તે અંગે લાક્માનસમાં એક પ્રકારનો ખટકો હતા, શરમ હતી અને તેથી હિંસક પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે મર્યાદિત બનતી હતી. અને હિંસા કરવા છતાં સમાજનું માઠું અહિંસા તરફ રહેતું હતું. આજના સમયનું સરકારનું તેમ જ પ્રજામાનસનું—વલણ જ બદલાઈ ગયું છે. આજે માણસ સમગ્ર અસ્તિત્ત્વના સ્વામી થઈ બેઠો છે. જીવવાના અને જીવન માણવાનો માત્ર તેને જ અધિકાર છે અને અન્ય જીવાનું અરિતત્ત્વ—નારિતત્ત્વ માત્ર તેની ઈચ્છાને જ આધીન છે એમ તે બેધડક માનત થતો જાય છે. સાથે સાથે તે વધારે ને વધારે અર્થલાલુપ અને જીવ્હાલોલુપ અથવા તા ભાગલાલુપ બનતો જાય છે. જ્યાં તેને અર્થપ્રાપ્તિની સંભાવના દેખાય ત્યાં તે દોડે છે. વળી સ્વાદેન્દ્રિયને તૃપ્ત કરવામાં ભક્ષ્યાભક્ષ્યના તેના માટે કોઈ ભેદ રહ્યો નથી. માણસજાત સિવાય સજીવ તેમ જ નિર્જીવ સમગ્ર સૃષ્ટિ તેના ઉપભોગનું સાધન બની બેઠી છે. આ જ ચિત્તવિકૃતિ—ખાસ કરીને અર્થાલક્ષી ઘેલછા—આપણી સરકારના માનસને ઘેરી વળી છે અને પરિણામે જે જીવસૃષ્ટિ પ્રમાણમાં આજ સુધી સુરક્ષિત હતી તેના ઉપર મોટામાં મેટી તવાઈ આવી છે. મત્સ્યોદ્યોગ ખીલવા, મરઘાછે. વધારો, બને તેટલાં જાનવરોની કતલ કરો, માંસની પરદેશ નિકાસ કરો, આ માટે મોટા પાયાનાં કારખાનાં ખાલા, જેમ તલ પીલીને તેલ કાઢવામાં આવે છે તેમ જીવાને પીસીને તેમાંથી બને તેટલું નાણુ નિષ્પન્ન કરો—આવી અર્થવિહળતાએ સરકારી માનસને પણ ઘેરી લીધું છે અને પરિણામે ન સાંભળવાનું આપણે સાંભળીએ છીએ અને ક્લ્પનામાં ન આવે એવું આપણી નજરે નિહાળીએ છીએ.
દેડકાની વધતી જતી તલ આ વૃત્તિ અને વિચારને આભારી છે. પણ આ સામે શું દલીલ કરવી અને કોની સામે કરવી? કારણ કે આમ કરાય. અને આમ ન કરાય તે વિવેકવિચાર કરુણાવિચાર ઉપર આધારિત હતા. આજ સુધીના સંઘર્ષ કરુણા વૃત્તિ અને અનિવાર્ય માની લીધેલી એવી જરૂરિયાતના વિચાર વચ્ચે હતા. હિંસામાર્ગ ઉપર પ્રવૃત્ત થયેલી વ્યક્તિમાં કરુણાવૃત્તિ જાગૃત કરવામાં આવતી અને તે હિંસામાર્ગ ઉપરથી પાછી વળતી,
પણ આજે લોકોના દિલમાંથી કરુણા જ વિદાય લઈ રહી છે. જેમ મને મારો જીવ ગમે છે. તેમ અન્યને તેના જીવ ગમે છે, તો જેમ મને કોઈ દુ:ખ આપે અને મને ન ગમે તેમ અન્યને આપણે દુ:ખ આપીએ તો તેને ન ગમે, તેથી આપણી પ્રત્યે અન્યના જેવા વર્તનની આપણે આશા રાખીએ તેવું અન્ય પ્રતિ આપણું વર્તન હોવું ઘટે—આમ દલીલ કરીને આપણે અન્યને હિંસાથી અહિંસા તરફ, નિષ્ઠુરતાથી અનુક ંપા તરફ વાળતા. આ વિચારસરણીમાં પાયાનું મંતવ્ય એ હતું કે, સૌ જીવ સરખા છે. આજે આ પાયાનું મંતવ્ય ભૂંસાતું ચાલ્યું છે અને માનવી અને માનવેતર સજીવ સૃષ્ટિ વચ્ચે આપણે તફાવન કરવા માંડયા છે અને એક ભાકતા છે અને અન્ય ભાગ્ય છે—
આ રીતના દ્રષ્ટિફરક આપણી ઉપર અસવાર થઈને બેઠો છે. આ વિકૃત પરિસ્થિતિમાં દેડકાને બચાવવાની—ન મારવાની વાત કરવી—એ અરણ્યરૂદન જેવી લાગે છે.
તા. ૫-૧૦-'૬૩ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં શ્રી યશવત આર. ઈંગલેના નીચે મુજબ પત્ર પ્રગટ થયો છે:
*.
“ કેટલાક સમયથી ‘બાબે બેગર્સ એકટ ’ને પેાલીસ ભારે દુરૂપયોગ કરી રહી છે. નિર્દોષ માણસાની, તેએ ભીખારી છે એ બહાના હેઠળ, ધરપકડ કરવામાં આવે છે, જયારે વસ્તુત: તે ભીખારી હોતા જ નથી. આવા લોકોની કહેવાતી ભીક્ષાવૃત્તિ બદલ ધરપકડ કર્યા બાદ ક્રિમીનલ પ્રોસિજર કોડ મુજબ તેમજ રાજ્યબંધારણના નિયમેા મુજબ પણ ૨૪ કલાકની અંદર તે શું પણ કાર્ટ ખુલ્લી હોય એવા પછીના દિવસે પણ આવા લોકોને કાર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા નથી. આમ જેમની ધરપકડ કરવામાં આવી હોય તેવા લોકોનાં સગાવહાલાંઓને પોલીસ તરફથી ખબર આપવામાં આવતી નથી, એટલું જ નહિ પણ, જે પોલીસ ચોકી ઉપર તેમને અટકમાં રાખવામાં આવે છે ત્યાંથી ટપાલ દ્વારા પણ ખબર આપવામાં આવતી નથી.
“આ એક તાજેતરમાં બનેલા નક્કર દાખલા છે. શહેરના એક મજૂર, જે ઘેાડાં સમય પહેલાં જ કોઈ એક મેટરના અકસ્માતના ભાગ બન્યા હતા તે કોટ વિસ્તારમાં આવેલા તેના સાલિસીટરની ઓફિસમાં લંગડાતા લંગડાતે તાજેતરમાં જઈ રહ્યો હતા. તેના હાથમાં તેના કેસને લગતાં કાગળીયાંનું એક બંડલ હતું. સાધારણ રીતે બને છે તેમ આ મજૂર એક ભિખારી છે એમ માની લઈને પોલીસે તેની ધરપકડ કરી અને ગાડીમાં બેસાડીને નજીકના પેાલીસ સ્ટેશને અથવા તે receiving centre ઉપર તેને લઈ જવામાં આવ્યો. તેણે પોલીસને આજીજી કરી કે, ‘હું કોઈ ભિખારી નથી' અને એ વખતે પેાતાની પાસે જે કેસ પેપર્સ – કેસને લગતાં કાગળીયાંહતાં તે તેણે આગળ ધર્યા. પણ ન તો તેમણે તેને સાંભળવાની દરકાર કરી કે તેનું કહેવું સાચું છે કે ખાટું તે નક્કી કરવા માટે ન તા કેસના કાગળીયા જોવા તપાસવાની તેમણે તકલીફ લીધી.
“આ ઉપરાંત, પછીના કૅર્ટના દિવસે તેને કૅાર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો નહિ, પણ પોલીસ તરફથી આરોપીને રજૂ કર્યા સિવાયની માત્ર blanket remand application-તેને અટકમાં ચાલુ રાખવાની કોર્ટ સમક્ષ અરજી—કરવામાં આવી. તેનાં સગાંવહાલાઓને ખબર પડે અને તેને જામીન ઉપર છેડવાની ગાઠવણ કરવામાં આવે એટલામાં એક પખવાડિયું પસાર થઈ ગયું. આખરે તેને છૂટો કરવામાં આવ્યો.
“આ તો અનેક દાખાલાઓમાંના એક છે કે જેમાં બેગર્સ એકટ
!