________________
૧૧૬
પ્રબુદ્ધ જીવન.
તા. ૧-૧૦-૩
આવ્યો. તેણે આગળ બેલતાં જણાવ્યું કે અમે અહીં રહેલા છીએ એવી તેને ભાળ મળી તે પહેલાં અમારી શોધમાં તે આખું ગામ ઘૂમી વળ્યું હતું. તેણે અમને બેડા રૂબલ આપવાની ઈચ્છા દર્શાવી, પણ અમે આભારપૂર્વક તેના રૂબલ સ્વીકારવાની ના પાડી. , આ રીતે, પોલીશ સરહદ તરફના અમારા માર્ગ ઉપર અમે કોઈ જંગલના માર્ગે સાંજના આઠ વાગ્યા આસપાસ ચાલી રહ્યા હતા. જ્યાં પહોંચવું હતું તે ગામ હજુ ત્રણ કીલોમીટર દૂર હતું અને અહીં થાકી જવાથી ડેક સમય આરામ લેવાનું અમે વિચારી રહ્યા હતા. એટલામાં એક વૃદ્ધ આદમી અમારી નજીક આવ્યો અને તેણે અમને ઓળખી કાઢયા. સવિયેટ યુનિયનમાં દૂરદૂરના ગામડાંમાં પણ દરેક ઘરના રસોડામાં એક રેડિયે સેટ હોય છે, અને ઘણુંખર દરેક છઠ્ઠા ઘરમાં ટેલિવિઝનને એક સેટ હોય છે, અને તેણે અમને તેના મહેમાન થવાનો આગ્રહ કર્યો. બીજી જ બાજુએ ત્રણ કીલોમીટર દૂર આવેલું તેના ઘેર તે અમને લઈ ગયો અને તેની દીકરીને અમારા ભેજનને લગતી વ્યવસ્થા કરવાનું સૂચવીને તે ફરીથી બહાર ગર્યો. એક કલાક પછી તે પાછો આવ્યો અને નજીક આવેલી કોઈ એક શાળાના મકાન ઉપર પોતાની સાથે ચાલવા તેણે અમને વિનંતિ કરી, બનેલું એમ કે નજીકનાં ગામડાંઓમાં વસતા લોકોને તેણે એકઠા કર્યા હતા અને એ શાળાના માનમાં આશરે સોએક આદમીઓ અમને સાંભળવા માટે એકઠા થયા હતા.
પ્રશ્ન: તેઓ શું જાણવા માગતા હતા? ' ઉત્તાર: અમે જે કંઈ કહીએ તે સાંભળવા તેઓ આતુર હતા. રાજકપુર અને નરગીઝ વિષે, ભારતમાં રહેતી સ્ત્રીઓની સાડી અને તેમના કપાળમાં કરવામાં આવતા તિલક વિશે તેમને જાણવું હતું, અને તે બધાય વારંવાર એમ બોલતા હતા કે નહેરુ ખરેખર " બહુ જ સરસ માણસ છે.
મળી ન શકો. વેસ્ટ બલિનમાં કોઈ મહત્ત્વની વ્યકિતને અમારાથી મળવાનું ન બન્યું. પણ ત્યાંના પ્રેસ ઓફિસરે અમને બર્લિન અને તેના ભાગલા કરતી દીવાલ જોવા માટે એક ગાડી આપી હતી. પણ અમે આ માટે બલિન ગયા નહોતા. . પ્રશ્ન: પશ્ચિમ જર્મનીમાં શું અનુભવ થયો?
' ઉત્તર : ત્યાં અમારી આ યાત્રામાં રસ હોય એવા બહુ ઓછા લોકો હતા. એટલું જ નહિ પણ, જર્મન ભાષામાં છાપેલા અમારા સાહિત્યને ઘણાખરા લોકો હાથમાં પકડવા પણ માગતા નહોતા. રસ્તા ઉપર લોકો અમારા હાથમાં સિક્કા નાખવાને પ્રયત્ન કરતા, પણ અમારે નાણાંની તો કોઈ જરૂર જ નહોતી. આજ સુધીમાં પશ્ચિમ જર્મની જે અમને એક એવો દેશ માલુમ પડયો છે કે જયાંના લોકો મોટા ભાગે ઉદાસીન હતા અને જ્યોના રાજ્યાધિકારીઓ , પણ અમારી વિરુદ્ધ હતા.
પ્રશ્ન : આથી તમે શું કહેવા માગો છો? - ઉત્તર: જુઓ, અમે ચાન્સેલર એડેનેરને નાની સરખી પણ મુલાકાત માટે લખ્યું હતું, પણ અમને જણાવવામાં આવ્યું હતું કે રાજકારણી હેતુસર તેઓ અમને મળી શકે તેમ નથી. તેમને કોઈ પણ રીતે મળવા માટે અમે તેમની ચાન્સેલરી–સચિવાલય-તરફ ગયા હતા, પણ અમને દરવાજા આગળ જ અટકાવવામાં આવ્યા હતા. સવારના આઠથી લગભગ આખો દિવસ અમે ત્યાં રાહ જોતા ઊભા રહ્યા. સાંજના ચાર વાગ્યા લગભગ ત્યાંના ચેકીદારોએ ભારતના એલચી ખાતાને ટેલિફોન કર્યો હશે, કારણ કે એક હિંદી અધિકારી ત્યાં આવી ચઢ અને બાપુનું નામ દઈને અમારે આ સત્યાગ્રહ છોડી દેવા અમને વિનવવા લાગ્યું. અમે જવાબ આપ્યો કે આ અશકય છે, કારણ કે એક તે બાપુના શાંતિકાર્યને અનુલક્ષીને જ અમે બેન આવ્યા હતા. સાંજના પાંચ વાગ્યે, ત્યાંની પોલીસે અમારા હાથમાંથી પીસ પ્લેકાર્ડઝ-શાંતિનો સંદેશ આપતાં પાટિયાં અને લગભગ એક હજાર પત્રિકાઓ ઝુંટવી લીધી. પછી અમે એ જગ્યા છોડીને ચાલી ગયા. પર્ણ જર્મને વ્યકિતગત રીતે–તેમાંના અમુક તે જરૂર-અમારી પ્રત્યે માયાળુ દેખાયા હતા. એક પાદરીએ અમને ગરમ કપડાં પૂરાં પાડયાં હતાં. એક યુવાન ડર્ટમેન્ડથી બેન
સુધી અમારી સાથે ચાલ્યો હતો અને એક બીજી બહેન બનથી - એચેન સુધી ચાલી હતી. પણ ત્યાંના લોકો, કોણ જાણે કેમ, અમારી પત્રિકા હાથમાં પકડતાં ભારે ભડક અનુભવતા હતા.
આ બેજિયમ પછી ટ્રાન્સ
પછી મેનને કહ્યું કે “બેલ્જિયમમાં પગપાળા ૧૧ દિવસને પ્રવાસ કરીને હવે અમે ફ્રાન્સમાં આવ્યા છીએ. તેણે વિશેષમાં કહ્યું કે ડીગલને તેણે પત્ર લખ્યો હતો અને તેના ઉત્તરની તેઓ રાહ જોતા હતા.
એ દરમિયાન Chatres -ચેમમાં મળનારી શાંતિ પરિષદમાં ભાગ ' લેવા માટે તેઓ જનાર હતા અને ત્યાંથી એક અઠવાડિયામાં તેઓ પાછા ફરવાના હતા. પછી ડીગલને મળવા માટે શું કરવું તેની : યોજના ઘડશે. પછી લંડન, પછી યુનાઈટેડ સ્ટેટ્સ.
થોડા અઠવાડિયામાં આ બે ભાઈઓ વૈશિગ્ટનથી પશ્ચિમ કિનારા તરફ યુનાઈટેડ સ્ટેટ્સના રાજમાર્ગો ઉપર પગપાળા વિચરતા નજરે પડશે. અને ત્યાંથી જાપાન અને હીરોશીમા તરફ ગતિ કરતા જેવામાં આવશે. આથી તેમણે શું સિદ્ધ કર્યું હશે? કદાચ કશું જ , નહિ, પણ આવો જવાબ તો કોઈ ધૃષ્ટ માનવી જ આપી શકે. અનુવાદક : પરમાનંદ મૂળ અંગ્રેજી : એમ. બી. કામઠ.
તા. 'ક. આ યાત્રીઓ સંબંધે તા. ૨૨-૯-૬૩નાં ‘જનશકિત'માં નીચે મુજબ સમાચાર પ્રગટ થયા છે:
પેરીસ, તા. ૨૦-બલ્બ પર પ્રતિબંધ’ માટે શાંતિકૂચ કરતા બે ભારતીય નાગરિકો શ્રી ઈ. પી. મેનન અને શ્રી સતીશકુમાર અહીંથી ગઈ કાલે રાતે લાંડન તરફ રવાના થયા છે. શાંતિકુચ કરતા આ , ભારતીય નાગરિકોએ પ્રમુખ ચાર્લ્સ દગલના નિવાસ્થાન સુધી કૂચ કરી હતી અને તેમને ગિરફતાર કરવામાં આવ્યા હતા, ત્રણ દિવસ પછી ફ્રાન્સ ખાતેના ભારતીય એલચી શ્રી અલીયાવર જંગની દરમિયાનગીરીથી તેમને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. .
* પ્રશ્ન : પછી બીજે તમે કયાં ગયાં?
ઉત્તર : પહેલાં પોલાન્ડમાં. ત્યાં અમે એક મહિને ગા. જેમાંથી એક અઠવાડિયું વેરમાં સ્થાનિક શાંતિસમિતિની મહેરબાનીથી એક હોટેલમાં અમે ગાળ્યું. એવી સગવડ ન હોય ત્યારે અમે ગામડાના ખેતરમાં રાતવાસે કરતા હતા. વૅરમાં ત્યાંના ઉપપ્રમુખ અને કાઉન્સીલ ઓફ સ્ટેટ્સના ચેરમેન પ્રોફેસર કુલઝી
સ્કીને અમે મળ્યા હતા. પોલેન્ડમાં અમને જે ખાસ ગમ્યું તે ત્યાંની સહકારી કૃષિપદ્ધતિ. વિયેટની સામૂહિક ખેતી કરતાં અમને , આ ખેતી ઘણી ચડિયાતી લાગી. .
પૂર્વ જર્મની પ્રશ્ન : પૂર્વ જર્મનીમાં તમે ક્યારે પ્રવેશ કર્યો અને ત્યાં તમને શું અનુભવે થયા? .
ઉત્તર : અમે પૂર્વ જર્મનીમાં જૂન માસની ચોથી તારીખે પ્રવેશ કર્યો. એ દેશમાં અમે અઢાર દિવસ પસાર કર્યા. ત્યાંના ચાન્સેલર ઉલબ્રીચને અમે એમ લખી જણાવ્યું હતું કે અમે આપને મળવા માગીએ છીએ, અને તે માટે આપની ઑફિસ આગળ અમે આવીશું અને જ્યાં સુધી આપને મેળાપ નહિ થાય ત્યાં સુધી અમે ત્યાંથી ખસીશું નહિ. અમને માલૂમ પડયું હતું કે શિખરસ્થ માનવીઓને મળવાને માત્ર આ જ રસ્તો હતો. કાગળને સાધારણ રીતે કોઈ જવાબ ન આવ્યું. પણ જ્યારે અમે પૂર્વ બલિનથી. છે કીલોમીટર દૂર હતા ત્યારે પૂર્વ જર્મન સરકારનો જવાબ લઈને આવેલા એક મોટરકારમાં અમારી રાહ જોતા કોઈ એક સંદેશવાહકને જોઈને અમને ભારે આશ્ચર્ય થયું. તેણે જણાવ્યું કે ઉલબ્રીચ . માંદા છે અને હૉસ્પિટલમાં છે, પણ નાયબ મુખ્ય પ્રધાન શ્રી લઘરબંછ અમને મળી શકે તેમ છે અને અમે તેમને મળ્યા. તેમણે જણાવ્યું કે પૂર્વ જર્મની ગેરન્ટી-ખાતરી આપવાને તૈયાર છે કે તે પતે અણુશસ્ત્રો નહિ બનાવે, એટલું જ નહિ પણ, જો પશ્ચિમ જર્મની ‘ના’માંથી નીકળી જાય તે પૂર્વ જર્મની વારસા પેટમાંથી નીકળી જવાને પણ તૈયાર છે.
પશ્ચિમ જર્મની પ્રશ્ન: પશ્ચિમ જર્મનીમાં આ સંબંધમાં કેવા પ્રત્યાઘાત હતા? ' ઉત્તર : વારુ, પહેલાં અમે પશ્ચિમ બલિમાં ગયા. વીલીબ્રેન્ટ યુનાઈટેડ સ્ટેટ્સમાં ગયા હતા અને તેને નાયબ અધિકારી અમને
,
માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ, ૩
| મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ ગેસ, કોટ, મુંબઈ..