________________
તા. ૧-૧૦-૧૩
માટે શક્ય નહોતું, સિવાય કે સાવિયેટ પ્રદેશમાં વિચરતાં અમને કાંઈ થાય તો તે અંગે અમારા માટે એલચીખાતું જવાબદાર રહેશે. પ્રશ્ન: ત્યાર બાદ તમને વીસા મળ્યા ! ખરોને?
પ્રબુદ્ધ જીવન
ઉત્તર : ચાર દિવસ સુધી દલીલબાજી ચાલ્યા બાદ, રશિયાએ અમને એકાએક બાલાવ્યા અને અમારા પાસપોર્ટ ઉપર સહી કરી આપી.
પ્રશ્ન : તમા સાવિયેટની સરહદ ઉપર ક્યારે પહોંચ્યા ? ઉત્તર : ૧૯૬૩ના જાન્યુઆરી માસની પહેલી તારીખે—બેસતા વરસના દિવસે. અમે કાસ્પીયન સરહદ ઉપર આવેલા જુલ્ફા ગામે પહોંચ્યા અને અમને માલૂમ પડયું કે આર્મેનિઆ, જ્યોર્જિયા અને એઝરબૈજન—આ ત્રણ સોવિયેટ રાજ્યોના પ્રતિનિધિઓને અમારા આગમન વિષે ચેતવવામાં આવ્યા હતા અને તેઓ અમારું સ્વાગત કરવા માટે ત્યાં ઉપસ્થિત થયા હતા અને અમને બાદશાહી ખાણું આપીને તેમણે અમારું સ્વાગત કર્યું હતું,
પ્રશ્ન : ત્યાં ખૂબ ઠંડી નહોતી?
ઉત્તર : અલબત્ત, ત્યાં ખૂબ ઠંડી હતી. સદ્ભાગ્યે એક હિંદી વ્યાપારી શ્રી મખ્ખનસિંહ જેમને ત્યાં તહેરાનમાં અમે રહ્યા હતા તેમણે અમારા માટે જરૂરી ગરમ કપડાં તૈયાર કરાવવા માટે લગભગ રૂા. ૬૦૦નો ખર્ચ ર્યો હતો. સાવિયેટ શાંતિ સમિતિના પ્રતિનિધિઓએ અમને જણાવ્યું કે અમે કદાચ બરફ ઉપર ચાલી નહિ શકીએ અને આખો રસ્તો બરફથી ખૂબ છવાયેલા હતો. અમે જવાબ આપ્યો કે આ બાબતનો માત્ર અમારે જ નિર્ણય કરવાના છે, એમ જણાવીને અમે ચાલવાનું ચાલુ રાખ્યું. શાંતિસમિતિએ અમારે પંદર કીલા સામાન ખેંચી જવા માટે એક નાની ગાડી મોકલી હતી જે અમારી પાછળ ચાલતી હતી.
પ્રશ્ન : તમે કયાં સુધી ચાલ્યા ?
ઉત્તર : સાકી સુધી. ત્યાર પછી ચાલવું અશક્ય બની ગયું. અને મારકા સુધીની એર ટિકિટ-હવાઈ જહાજની ટિકિટ—સ્વીકા રવાની અમને ફરજ પડી. એમ છતાં પણ અમે ઘણા દિવસે સુધી ચાલ્યા હતા. જે કોઈ ગામમાં અમે ખોટી થતા, ત્યાં અમને સ્થાનિક અંગ્રેજી ભાષાના શિક્ષકની મદદ મળતી અને તે અમને બીજા ગામ સુધી લઈ જતા અને પછીના અંગ્રેજી શિક્ષકને તે અમારા હવાલા આપતો. અમે પણ બહુ જદિથી રશિયાની ભાષા બાલતા થઈ
ગયા હતા.
પ્રશ્ન: અને મારકોમાં શું થયું?
ઉત્તર : માસ્કો પહેોંચ્યા બાદ અમારો માર્ગ સરળ થઈ ગયો. ત્યાંની શાંતિ સમિતિએ અમારો કબજો લીધા. ત્યાંના છાપાવાળાઓએ અમારી મુલાકાત લીધી અને રેડિયો તથા ટેલિવિઝન સમ્ભ અમે ઉપસ્થિત થયા. આ માટે અમારી સામે નાણાના આકારમાં વળતર ધરવામાં આવતું હતું અને તે સ્વીકારવાનો અમે ઈનકાર કરતા. આને બદલે, જે શાંતિસમિતિ અમારી સંભાળ લઈ રહી હતી. તેને આ નાણું મોકલી આપવાનું અમે સૂચવતા. બુર્મુમ્બા યુનિવર્સિટીમાં ઘણા પિદ્યાર્થીઓ સમક્ષ અમે પ્રવચનો કર્યાં હતાં.
પ્રશ્ન : તમે ક્રુશ્ર્વવને મળ્યા ?
ઉત્તર: અમારો એ ઈરાદો હતો, પણ અમે તેમને મળી શક્યા નહાતા. એમ છતાં પણ તેમણે અમારા કાર્યની કદર કરતો એક પત્ર અમારા ઉપર પાઠવ્યા હતા અને તેમાં જણાવ્યું હતું કે અમારી માફક જે વધારે વ્યક્તિઓ બહાર આવે તો દુનિયાની શાંતિ સુનિશ્ચિત બને. તેમણે અમને સુપ્રિમ સાવિયેટના ચેરમેન
શ્રી સ્પીરીડીનેાવને મળવાનું સૂચવ્યું અને તેમણે અમને ઘણા સમય આપ્યો. સ્પીરીડીનેાવે કહ્યું કે સોવિયેટ યુનિયન અણુપ્રયોગ પ્રતિબંધને લગતા કારનામા અંગે ખૂબ જ આતુરતા ધરાવે છે અને જો તે એકપક્ષી નિ:શસ્ત્રીકરણને સ્વીકારી શકતું ન હોય તો તેનું કારણ
()
૧૧૫
એ છે કે સોવિયેટ યુનિયન સામે એવા દુશ્મન છેકે જેમનો ખ્યાલ રાખીને તેણે પૂરા શ્ત્રસજ્જ રહેવું જરૂરી છે. તે ખૂબ વિનયી
માલૂમ પડયા હતા.
પ્રશ્ન : રશિયનોએ તમને કોઈ પણ રીતે કાંઈ મદદ કરી હતી ખરી ?
ઉત્તર : ઘણી રીતે તેમણે અમને મદદ કરી હતી. હું તમને એ જણાવવું ભૂલી ગયા હતા કે અમે તહેરાનમાં હતા તે દરમિયાન જ ત્યાંના રશિયન એલચીખાતાએ આણવિક નિ:શસ્ત્રીકરણને લગતા અમારા નિવેદનનો રશિયન ભાષામાં અનુવાદ કરી આપ્યા હતા અને વહેંચણી માટે તેની ૫૦૦ નકલો અમને પૂરી પાડી હતી. મોસ્કોમાં અમને મોટરકાર અને એક દુભાષિયો પૂરો પાડવામાં આવ્યા હતા.
પ્રશ્ન : મોસ્કોથી આગળ તમે ક્યાં ગયા ?
ઉત્તર: અમે મારાથી વારસા ગયા. મારાથી પાલન્ડની સરહદ સુધી પહોંચતાં અમને ૪૫ દિવસ લાગ્યા. એ દિવસોના શિયાળા અત્યંત ભીષણ હતો. એમ છતાં પણ અમે તે વટાવી શક્યા. આ વખતે અમારી મદદમાં કોઈ દુભાષિયે નહોતા અને અમારી સ્લીપીંગ બેગા અને પંદર કીલા વજનનાં અમારાં કપડાં ઉપાડવા માટે અમારી પાસે કોઈ ગાડી નહોતી. પણ અમને રશિયન ભાષા લગભગ આવડી ગઈ હતી અને એ ભાષામાં અમે અન્ય લોકો સાથે વાતચીત કરી શકતા હતા. અમે ખેતરોમાં આવેલા મકાનોમાં રાત્રી ગાળતા હતા. પણ અમે મારકો છેડયું એ અરસામાં અમે ટેલિવિઝન દ્રારા લાક પ્રત્યક્ષ બન્યા હતા અને રેડિયો ઉપરથી અમારાં નિવેદનો પ્રસારિત થઈ ચૂક્યાં હતાં અને ત્યાંના છાપાઓમાં અમારા લખાણો પ્રગટ થયાં હતાં અને એ રીતે અમને લોકો જાણતા થયા હતા અને તેમણે અમે જ્યાં ગયા ત્યાં અમારું સ્વાગત સરભરા કરી હતી.
પ્રશ્ન : ત્યાંના લોકો તમને મદદરૂપ બન્યા હતા?
ઉત્તર : ખૂબ જ, આગળ જણાવ્યું તે મુજબ, રાજકપુર અને નરગીઝના દેશવાસીઓ સાથે લાકો હસ્તધૂનન કરવાને આતુરતા દાખવતા હતા. અને મૂંઝવણમાં નાખે એવા પ્રસંગો પણ ઊભા થતા હતા. અમારા સવિયેટ પ્રવાસના પહેલા હપ્તા દરમિયાન જ્યોર્જિયા અને આર્મીનિયા કે જ્યાં, અમે ત્યાંના ખેડૂતો સાથે રહ્યા હતા ત્યાં અમને એક નવીન જ સ્થાનિક રીવાજો અનુભવ થયેલો. જે ઘરમાં મહેમાન ઉતરે તે ઘરના માલિની સૌથી મોટી દીકરી, રાત્રીના સૂવાનો સમય થાય કે પહેલાં, મહેમાનના ગરમ પાણીથી પગ ધુએઆવા ત્યાંના રીવાજ મુજબ કુટુંબની મેાટી દીકરી અમારી સામે ગરમ પાણી લઈને ઊભી રહેતી. પહેલાં તો અમે એ રીતે પગ ધોવા દેવાની ચોખ્ખી ના પાડતા, પણ પછી માલૂમ પડયું કે એ તો ત્યાંના સ્થાનિક રીવાજ છે અને તેને અમારે માન આપવું જ જોઈએ. એટલે પછી અમે એ પ્રકારની સત્કારવિધિ સ્વીકારી લેના.
પ્રશ્ન: આવા બીજા કશા રસિક અનુભવો તમને થયા હતા? ઉત્તર : એવા તો અનેક અનુભવો થયા હતા, પણ તે બધું અહીં વિસ્તારથી રજૂ કરવાનું શક્ય નથી. હું હંમેશની ડાયરી રાખું છું, પણ મારે એટલું જ કહેવાનું છે કે Human friendship is universal–માનવીય મૈત્રી વિશ્વવ્યાપી સર્વસ્પર્શી છે. દાખલા તરીકે, જ્યોજ્યામાં સ્ટૅલીનનું જ્યાં નિવાસસ્થાન છે એ ગામમાં અમે કોઈ એક હોટલમાં રહેતા હતા અને મધરાતને સુમારે અમારું બારણું કોઈએ ખખડાવ્યું. મેં બારણું ઉઘાડયું ત્યારે કોઈ એક માણસ બહાર રાહ જોતો મારા જોવામાં આવ્યા. સતીશ કુમાર જૂતા હતા. તારે શું કામ છે એમ મેં તેને પૂછ્યું અને તેણે જણાવ્યું કે, પોતે ટૅક્સી ડ્રાઈવર હતો અને તેણે અમને રસ્તા ઉપ ચાલતા દીઠેલા અને અમને મદદરૂપ થવું જોઈએ એવા તેને વિચાર