________________
20
******
૧૮
પ્રબુદ્ધ જીવ ન
મારી કેટલીક વિધાન—ક્ષતિઓનું નિરાકરણ
મારા આગળનાં લખાણો વાંચી જતાં એ લખાણામાં રહેલી બે ત્રણ ક્ષતિઓ તરફ મારૂ ધ્યાન ખેંચતો એક પત્ર આબુમાં વસતા સ્વામી પ્રણવતીર્થ તરફથી કેટલાએક સમય પહેલાં મળેલા, ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને ઉપયોગી થાય તેવા તેમાંના ઉપયોગી ભાગ નીચે આપતાં આનંદ અનુભવું છું:—
‘શ્વેતબિન્દુ’ નહિ, પણ સેતુબ ધ’રામેશ્વર
મારા એક લખાણમાં, દક્ષિણના પ્રદેશાનું વર્ણન કરતાં ‘શ્વેતબિન્દુ રામેશ્વર’ એવો પ્રયોગ મે કરેલા તેના સ્થાને સેતુબંધ રામેશ્વર' એવા પ્રયોગ હોવો ઘટે એમ સૂચવીને તેઓ જણાવે છે કે “તે સ્થળેથી સામે લંકાની તલાઈ મનારની ભૂશિર સુધી રામચંદ્રજીએ સેતુ બાંધ્યા હતા. તે સ્થળ રામેશ્વરની નજીક છે અને તેને વિશિષ્ટ રૂપે સેતુબંધ રામેશ્વર' કહેવામાં આવે છે. " नायमात्मा बलहीनेन लम्यः "
આ કથન સ્વામી વિવેકાનંદનું છે એમ મે' મારા એક લેખમાં જણાવેલું, તે વિધાનને સુધારતાં તેઓ જણાવે છે કે “આ મુંડક ઉપનિષદ્ની ચાની પ્રથમ પંકિત છે. તે આખી ઋચા નીચે મુજબ છે:
नायमात्मा बलहीनेन लभ्यो
न च प्रमादात् तपसाप्यलिंगात् । एतैरुपायैः यतते यस्तु विद्वान्
तस्यैष आत्मा विशते ब्रम्हधाम ।।
ભાવાર્થ : આ જે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ તત્ત્વ આત્મા તે મન:પ્રાણાદિના બળ વગરનાને મળી શકે તેમ નથી, તેમ પ્રમાદ કે ઢંગધડા વિનાના તપથી પણ એ પ્રાપ્ય નથી; પરંતુ (પૂર્વોકત તપ, બ્રહ્મચર્ય, સત્ય, સમ્યક્ જ્ઞાન) એ ઉપાયો વડે જે વિદ્રાન (જ્ઞાનસાધક) સંયમપૂર્વક તેને અંતરમાં શેાધે છે તેના આત્મા આપમેળે નિત્ય નિરન્તર બ્રહ્મસંજ્ઞક સુખધામમાં સ્થિત કરે છે.” 'मासानां मार्गशीर्षो ऽहम्'
આ પંકિત ભગવદ્ગીતાની છે. તેની પછીની પંકિત ઋતુનાં ઝુમાર: । એ મુજબની છે. બાર મહિનામાં માગશર મહિનાને આવું પ્રાધાન્ય આપવાનું કોઈ કારણ નથી અને કુસુમાકર એટલે કે વસન્ત ઋતુ સાથે તેને કોઈ સંબંધ નથી. એમ સમજીને આ કેવળ અનુપ્રાસલક્ષી પદરચના છે એવા ભાવ સુચવતું મારા કોઈ એક લેખમાં મેં વિધાન કર્યું હશે તે ધ્યાન ઉપર આવતાં નવા જ પ્રકાશ પાડતી નોંધ સ્વામીજીએ પોતાના પત્રમાં લખી મોકલી છે જે નીચે મુજબ છે:
“માસાનાં માળેશો ડ રૂમ્' માં ચમક ખાતર કે એવા કોઈ કારણથી માગશર નથી કહ્યો. હકીકતમાં આપણે ત્યાં વસન્તનિપાતના મહિના વર્ષભરમાં કોષ્ઠ મનાયો છે. પહેલાં ચૈત્રમાં વસન્તનિપાત થતા ને હવે ફાગણમાં થાય છે. તે કારણે જ ભારતમાં એ બે મહિનાઓ વર્ષારંભના લેખાય છે. મહાભારતને કાળે વસંતનિપાત માગશરમાં થતા હોવાથી તે વસંતઋતુના આરંભ હતા; અને તે ઉપરથી જ્યોતિષી ગણતરીએ ગીતાકાળ આજથી ૪૫૦૦ વર્ષ ઉપરનો ગણાયો છે. વિદ્રાનો આ રીતે ગ્રન્થાના રચ્યાકાળના હિસાબ આન્તરિક પુરાવા વડે કરે છે. એવી જ રીતે, ભીષ્મના દેહત્યાગ પરત્વે ઉત્તરાયણનો જે માસ તથા તિથિ અંગે ઉલ્લેખ શાન્તિપર્વમાં છે, તેની કાળગણતરી પણ આ માગશરના વસંતનિપાત સાથે બેસે છે. (આના
ઉલ્લેખ સ્વ. મણિલાલ નભુભાઈવાળી ગીતાની પ્રસ્તાવનામાં સારી રીતે કરવામાં આવ્યો છે.) એ ધોરણે બાલગંગાધર ટિળકે ઋગ્વેદમાંનાં ઉષા—સૂકતોમાં Aurora Borealis તથા છ મહિનાના ઉષ:કાળ ઈત્યાદિના થોકબંધ ઉલ્લેખો ઉપરથી કાળગણતરી ઈત્યાદિ કરીને પેાતાના મુશીર્ષ (અંગ્રેજીમાં ‘Orion' ) ગ્રન્થમાં આર્યોનું મૂળ સ્થાન છેલ્લા Ice age પહેલાં ઉત્તર ધ્રુવમાં હોવાનું પ્રતિપાદન કર્યું છે અને Ice ageના આગમન સાથે સ્થળાન્તર કરીને તેઓ ‘ઊતરી આવેલા' હાવાને મત આપે છે. તે પ્રમાણે તે કાળે કારતકમાં વસન્તનિપાત હતા, જે ઈ. સ. પૂર્વે ૬૦૦૦ વર્ષથી પણ વધારે પાછળ ઋગ્વેદનાં કેટલાંક સૂકતાની રચનાને લઈ જાય છે, અને તે જ હિસાબે ઈરાનમાં તેનો એક ભાગ જતાં, ઝરથ્રુસ્ર તેનું ૬ થી ૭ હજાર વર્ષ પહેલાં એક વ્યવસ્થિત ધર્મ તરીકે સંપાદન કર્યું હોવાનું મનાય છે.
તા. ૧૬-૧-૬૩
“પરન્તુ વિષયાન્તર થાય છે. ટૂંકામાં, ગીતાકથિત માગશર તે કાળે વસન્તના મંડાણના મિહના હશે અને તેથી જ કૃષ્ણે પૂર્ણ ગ‘ભીરતાથી, પોતાની જવાબદારી સમજીને—નહિ કે માત્ર મનાર જન કે રોચકતા ખાતર એ માસનો ઉલ્લેખ કર્યો હશે એમ સમગ્ર ગીતાના ‘મિજાજ’ જોતાં માનવમાં કાંઈ અત્યુકિત નથી.”
આ સંશોધનાત્મક લખાણ મારી જ્ઞાનોપાસનાની બહારના વિષય હોઈને તેની કોઈ વિશેષ આલોચના કરવાનું મારા માટે શક્ય નથી. એમાં કોઈ શક નથી કે જે કોઈ આ વિષયના
અભ્યાસી છે તેમના માટે આ લખાણનું વિશિષ્ટ મહત્વ છે.
પરમાનંદ
,
‘આપણા જીવનમાં હિમાલયનું સ્થાન ’
જાહેર વ્યાખ્યાન
૧૮મી જાન્યુઆરી શુક્રવાર સાંજના છ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આાય નીચે સ્વામી પ્રવણતીર્થ “આપણા જીવનમાં હિમાલયનું સ્થાન” એ વિષય ઉપર સંઘના કાર્યાલયમાં (૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ), જાહેર વ્યાખ્યાન આપશે. સંઘના સભ્યોને તેમ જ આ વિષયમાં રસ ધરાવતા ભાઈ બહેનોને નિમંત્રણ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
વિષયસૂચિ આપણા મહામાનવ મુનશી પ્રકીર્ણ નોંધ : શ્રી ભારતીય વિદ્યાભવનને રજત મહાત્સવ, ધર્મયુદ્ધ અને અહિ`સક યુદ્ધ વચ્ચેના તફાવત, ‘જય જગત’નું વિશેષ વિશ્લેષણ, ડૅ. અમીચંદ છગનલાલ શાહના સ્વર્ગવાસ. સ્વ. ‘સેવાભાવી’ શુભવિજયજી, માંદગી પ્રસંગે સ્વજનાની અવરજવરના ત્રાસ. વિશ્વશાન્તિની ભીક્ષા માગતા બે ભારતીય પદયાત્રીઓ,
સત્યમેવ જયતે મારી કેટલીક વિધાન-ક્ષતિઓનું
નિરાકરણ.
· પરમાનંદ
શ્રી. શતીશકુમાર શ્રી. નાથાલાલ દવે
પૃષ્ઠ
૧૭૭ ૧૮૧
૧૮૪ ૧૮૫
પરમાનંદ
૧૮૬
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ૪ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ.