SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૬૩ - પ્રબુદ્ધ જીવન - ઝંઝાવાતામાં ધકકેલવા પહેલા અને આ આણવિક પરીક્ષણના કારણે ઉત્પન્ન થતાં અને ફેલાતાં કિરણોત્સર્ગી રજકણોના ઝેરથી માનવજાતિને વિનષ્ટ કરવા પહેલાં અમારી ઉપર આણુબોંબ ફેકો!” એ યુવકોને અમેરિકન સરકાર દ્વારા ગિરફતાર કરવામાં આવ્યા હતા, તેમને પરીક્ષણ-સ્થળ સુધી જવા દેવામાં નહોતા આવ્યા, અને આજે પણ તેઓ જેલમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. અમેરિકાની સરકારે એ વખતે જાહેર કર્યું હતું કે “અમારા માથે આ યુવકોની સુરક્ષાની જવાબદારી પણ રહેલી છે.” આ ઉપરથી તેને બીજો એક સાથી ફરીથી એક બીજા પરીક્ષણના સમય ઉપર એબ્રીમેન-૨ જહાજ લઈને ઉપડયો હતો અને તેણે જાહેર કર્યું હતું કે “જો આપને સમગ્ર માનવજાતિને સુરક્ષિત રાખવાની ચિન્તા ન હોય, જો આપ એક અણુપરીક્ષણના બદલામાં લાખો માતાઓના સંતાનને વિકળ તેમ જ અપંગ કરવાને જઘન્ય અપરાધ કરવા માગતા હો, તો પછી કૃપા કરીને અમારી ઉપર કૃત્રિમ દયા ન દેખાડે ! આ માનવજાતિ માટે અમને અમારૂં બલિદાન આપવા દો!” આખરે તેને પણ ગિરફતાર કરવામાં આવ્યો હતે. હમણાં તાજેતરમાં આ અણુ પરીક્ષણો વિરૂદ્ધ એબ્રીમેન-૩ જહાજ લંડનથી નીકળ્યું. હતું. આ રીતે આ દેશે કે જયાં અહિંસાના મોટા ચિતકોને તેમ જ દાર્શનિકોને અભાવ હોવાનું માનવામાં આવે છે ત્યાં અહિંસા અંગે સૌથી વધારે કાર્ય થઈ રહ્યું છે. આ કાર્યને ધ્યાનમાં લઈને આપણે ભારતવાસી અહિંસાવાદીઓએ અને તેમાં પણ વિશેષે કરીને ભ. મહાવીરના સિદ્ધાંતમાં માનવાવાળા તેમના અનુયાયીઓએ પ્રેરણા લેવી ઘટે છે. જયાં સુધી યુદ્ધની સંભાવના સમાપ્ત ન થાય, જ્યાં સુધી આણુવિક હથિયારો જેવાં હિંસક શસ્ત્રોનું નિર્માણ રોકવામાં—અટકાવવામાં ન આવે, ત્યાં સુધી અહિંસાને વિચાર પાકી જડ ઘાલી શકવાને નથી. - ૧૯૮રના જન માસની પહેલી તારીખના રોજ જયારે અમે નવી દિલ્હી ખાતે રાજધાટ ઉપર આવેલી બાપુ-સમાધિથી યુદ્ધવિરોધી શાન્તિયાત્રા ઉપર નીકળ્યા ત્યારે અમારા ચિત્તમાં મહાવીર, બુદ્ધ, ગાંધી અને એ પ્રકારના અન્ય સર્વ મહાપુરૂષોના જીવનની પ્રેરણા નિહિત હતી કે જેમણે અહિંસાને મૂળભૂત વિચાર દુનિયાની સામે પોતાના જીવનનું બલિદાન આપીને પણ ઉપસ્થિત કર્યો હતો. સાથે સાથે આજના વખતમાં બટ્રેન્ટ રસેલ, વિનોબા અને તેમની પદ્ધતિએ કામ કરવાવાળા ભારતીય તથા વિદેશી યુવકોના ત્યાગ, નિષ્ઠા તેમ જ તીવ્રતાએ પણ અમારા મનમાં એક પ્રકારની ઉત્કટતા પેદા કરી હતી. આવા વખતે શું આપણને મુંગા બની બેસવાને અધિકાર છે ? આ પ્રશ્ન અમારા દિલમાં અકળામણ પેદા કરવા માંડી હતી અને તેના પરિણામે અમે જે કામ પાછળ હવે પછીનાં બે વર્ષ ગાળવાનો નિર્ણય કર્યો છે તે નીચે મુજબ છે:(૧) યુદ્ધ અને અણુશસ્ત્રો વિરૂદ્ધ ગામડે ગામડે વાતાવરણ પેદા કરવું. (૨) લોકોના દિલમાં હિંસા, વિશ્વબંધુત્વ અને કરુણાને વિચાર ઉતારવો. (૩) સતત પગપાળા યાત્રા કરીને મોસ્કો તથા વૉશિંગ્ટન સુધી પહોંચવું. (૪) ત્યાં કુક્ષોવ તથા કેનેડી સુધી જનતાની વતી શાન્તિ સંદેશ પહોંચાડવો. (૫) આણવિક આયુધો તથા યુદ્ધકીય તૈયારીઓના વિરોધ તરીકે પિતાની પાસે એક પણ પૈસે ન રાખવે, એટલે કે સર્વ પ્રકારે લેકમ ઉપર આધારિત એવી જીવનચર્યા સ્વીકારવી. આ પ્રકારના નિર્ણયની સાથે અમારી યાત્રાનો પ્રારંભ થયો. દિલહીથી પંજાબ થઈને અમે પાકીસ્તાન આવ્યા. લગભગ એક મહિને પાકિસ્તાનમાં અમારી શાન્તિ–પદયાત્રા ચાલી. ત્યાંથી પછી લગભગ બે મહિના અમે અફઘાનિસ્તાનમાં ફર્યા અને ત્યાર બાદ બે મહિનાથી અમે ઈરાનમાં ફરી રહ્યા છીએ. આ રીતે છેલ્લા છ મહિનાથી અમારો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ છ મહિનામાં લગભગ ૩,૦૦૦ માઈલની પદયાત્રા થઈ ચૂકી છે. આ મુસ્લિમ દેશોમાં અમને શાકાહારના બંધનને લીધે કેટલીક મુશ્કેલીઓ ભેગવવી પડે છે. કારણ કે અમે પિતાની પાસે પૈસા રાખતા નથી કે જે વડે મનપસંદ શાકાહારી ચીજે અમે * ખરીદી શકીએ. આને લીધે અમને બધી રીતે લોકોના આતિથ્ય ઉપર નિર્ભર રહેવું પડે છે. અહિંના લોકોને લગભગ એ ખબર નથી કે માંસ વિના માનવીનું ભજન સંપૂર્ણ બની શકે છે. આવી સ્થિતિમાં પણ સર્વત્ર લોકો તરફથી પ્રેમપૂર્ણ આતિથ્ય મળી રહે છે અને દરેક સ્થળે અમને એમ સાંભળવા મળે છે કે “તમે જે કામ ઉપર જઈ . રહ્યા છે, તે સમસ્ત માનવજાતિનું કામ છે. તમે અમારા પ્રતિનિધિ છે. તો તમે કુશળતાપૂર્વક પધારે, આગળ વધે અને દુનિયાની મોટી શકિતઓ સમક્ષ અમારો એ સંદેશ રજા કરો' કે અમે શાતિ ચાહીએ છીએ. યુદ્ધ અને અણુબોંબની નહિ પણ રોટી, કપડાં, મકાન, શિક્ષા, ચિકિત્સા વગેરેની અમને જરૂર છે. તમે એ કામ માટે જઈ રહ્યા છે, એ માટે તમને દરેક રીતે સહાય કરવી એ અમારું કર્તવ્ય છે.” આજે વાત શાન્તિની થાય છે, પણ પ્રતિદિન મોટા મોટા આણવિક આયુધોનાં પરીક્ષણ ચાલી રહ્યાં છે. એ પાછળ મોટા મોટા રાષ્ટ્રોની શકિત કેન્દ્રિત થઈ રહી છે. એ રાષ્ટ્ર પાસે અપરિમિત ધન છે, બળ છે અને પ્રભુત્વ છે. તેનો વિરોધ કરવાવાળાની શકિત અત્યન્ત સીમિત છે. એવી સ્થિતિમાં સમગ્ર વિશ્વના જનમતને જાગૃત કરવા એ અમારું પ્રમુખ કાર્ય છે. વિશ્વ-જનમતની સામે એક દિવસ આ મોટી મોટી શકિતઓને નમવું પડશે. વર્ષોથી નિઃશસ્ત્રીકરણ–સંમેલન ભરાઈ રહ્યાં છે. હજારો સભાઓ ભરાઈ ચૂકી છે. આમ છતાં પણ બને પક્ષ પોતપોતાના આગ્રહ અને દષ્ટિકોણ ઉપર મક્કમપણે ઊભા છે. એક તરફ નિઃશસ્ત્રીકરણસંમેલન ચાલે છે; બીજી બાજુ અણુપરીક્ષણ ચાલે છે. આવી દશામાં વિશ્વ–જનમત આ મોટા મોટા રાજનેતાઓને કેવી રીતે વિશ્વાસ કરી શકે ? આમ હોવાથી સર્વ શાતિવાદીઓ અને અહિંસાવાદીઓના માથે એ સૌથી મોટી જવાબદારી છે કે તેઓ એકત્ર થઈને, આ માનવતાવિરોધી કામની સામે સંગઠ્ઠિત બનીને અવાજ ઉઠાવે. આજ ભારત પોતે એક અકલ્પિત સીમાસંઘર્ષમાં ધકકેલાયું છે. માત્ર અમને જ નહિ પણ કોઈ પણ દેશના લોકોને ભાગ્યે જ એવી કલ્પના આવે છે જે ભારતમાં શાન્તિ અને અહિંસાની જડ આટલી ઊંડી બેઠેલી હતી તે જ ભારત દેશને યુદ્ધ માટે તૈયાર થવું પડશે. પણ સંયોગની વિચિત્રતાએ આ બધું સંભવિત બનાવી દીધું છે અને હૃદયથી સદૈવ શાન્તિ માટે કરવાવાળા નહેરુજી પણ યુદ્ધના દ્વાર ઉપર આવીને ઊભા છે. આમાંથી કોઈને એક દેકડો પણ સંદેહ નહિ હોય કે નહેરુજી શાતિપૂર્વક સમસ્યાનો ઉકેલ લાવવા ચાહે છે અને યુદ્ધ એમના માટે ભારે મોટી મુંઝવણને સવાલ બન્યો છે. શાન્તિવાદીઓનું એ કર્તવ્ય છે કે આ મુંઝવણ ઊભી કરતી દશાને શિધ સમાપ્ત કરવાના ઉપાયો વિશે તેઓ ગંભીરતાપૂર્વક વિચાર કરે અને ભારતમાં અહિંસાની સદીઓથી જે સાધના થઈ રહી છે તેને ક્ષત-વિક્ષત થવા ન દે. અનુવાદક: પરમાનંદ હિન્દી : શ્રી. સતીશકુમાર સત્યમેવ જયતે ઓફિસ કેર પેડ પર શોભી રહે છે બરાબર “સત્યમેવ જયતે” સરસ મુદ્રાલેખ છે. ગોઠવી તે ઠીક દીધો છે, પણ કદી વિચાર કીધે છે? સત્ય જે જીતશે આપનું શું થશે? - નાથાલાલ દવે
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy