________________
તા. ૧-૧૦-૬૩
પ્રબુદ્ધ જીવન
દિલ્હીથી પેરીસ પગપાળા
(માસ્કો અને વોશિંગ્ટનને લક્ષમાં રાખીને ગત વર્ષના જૂન માસની પહેલી તારીખે વિનોબાજીના આશીર્વાદ મેળવીને ન્યુ દિલ્હીથી પગપાળા યાત્રા ઉપર નીકળેલ બે યુવાનો શ્રી ઈ. પી. મેનન અને શ્રી સતીશકુમારના તા. ૧૬-૧-’૬૩ના પ્રબુદ્ધ જીવનમાં આછે એવા પરિચય કરાવવામાં આવેલ છે. તે સમયે તે ઈરાનને વટાવીને રશિયામાં પ્રવેશ કરી ચુક્યા હતા. તાજેતરમાં તેઓ પેરિસ પહોંચ્યા છે અને આ લેખ પ્રગટ થાય છે તે દરમિયાન તેઓ કદાચ લંડન ભણી વિદાય થયા હશે. એ બે પદયાત્રીઓ સાથે ટાઈમ્સ ફિ ઈન્ડિયાના પેરિસના પ્રતિનિધિ શ્રી એમ. વી. કામઠે ત્યાંની કોઈ હોટેલમાં મુલાકાત ગોઠવી હતી અને દિલ્હીથી પેરિસ સુધીની યાત્રાની કડીબદ્ધ વિગતા તે બે પદયાત્રીઓમાંના એક શ્રી ઈ. પી. મેનન સાથેની પ્રશ્નોત્તરી દ્રારા મેળવી હતી. આ વિગતો તારીખ ૮મી સપ્ટેમ્બરના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં એક સુશ્લિષ્ટ લેખના આકારમાં પ્રસિદ્ધ થઈ છે. આ વિગતોનું વાચન પ્રબુદ્ધ જીવનના વાંચકોને રસપ્રદ બનશે એમ સમજીને તેનો અનુવાદ કરવાને હું પ્રેરાયો છું. આશા રાખું છું કે મૂળ લેખ વાંચતાં મે’ એક પ્રકારનું અત્યંત સુખદ એવું ક્લ્પનાનું ઉડ્ડયન અનુભવ્યું અને જે અનેક કષ્ટો અને અગવડો વેઠીને અને કદી કદી અપમાનો સહન કરીને આ બે પદયાત્રીએ અણુપ્રયોગબંધીના નિ:શસ્ત્રીકરણ, વિશ્વશાંતિના વિચારના પ્રચાર કરી રહ્યા છે તે કારણે તેમના વિષે ઊંડા આદરની સંવેદના મેં અનુભવી છે. એવાં જ ઉડ્ડયનના સુખની અને આંતરિક સંવેદનાની અનુભૂતિ આ અનુવાદના વાચકો પણ જરૂર કરશે. પરમાનંદ.)
છે
દિલ્હીથી પેરીસ સુધીના—ખાસ કરીને તમે માસ્કો થઈને પગપાળા પેરીસ પહોંચવા માગતા હો તો ઘણા જ લાંબા રહ્યો છે.
બે હિંદી યુવાનોને આ ૧૦૬૦૦ કીલામીટરનું અંતર કાપતાં પંદર મહિના લાગ્યા અને તેમના જોડાંની પાંચ જોડીએ ઘસાઈ ગઈ. આમ છતાં પણ તેમનો અંતિમ મુકામ હજુ પણ ખૂબ દૂર છે.
શ્રી ઈંડાથીલ પ્રભાકર મેનન (ઉમ્મર વર્ષ ૨૮) અનેં શ્રી સતીશકુમાર (ઉમ્મર વર્ષ ૨૭) બે શાંતિયાત્રીઓ, જેઓ ત્રણ જોડ પડાં અને દિલની ઊંડી પ્રતીતિ સાથે જોડાયલું આત્મબળ—આ સિવાય બીજું કશું સાથે લીધા સિવાય, દુનિયાની બે રાજ્યધાનીઓને લક્ષ્ય બનાવીને ક્લ્યાયલા લાંબા પ્રવાસ ઉપર ૧૯૬૨ના જૂન માસની પહેલી તારીખે ગ્રીષ્મ ઋતુની એક સવા૨ે દિલ્હીથી પગપાળા નીકળી પડયા હતા, તેમના પ્રવાસની રોમાંચક કથા તેમનામાંના એકના મોઢેથી સાંભળવાનો મને યોગ પ્રાપ્ત થયા હતા. એસે બલી નૅશનેઈલથી બહુ દૂર નહિ અને પ્લેઈસ ડી લા કાકોર્ડની બહુ નજીકમાં બાલવર્ડ સેઈન્ટ મેં ઈન' રસ્તા ઉપર આવેલ બાર યુ ડાફીનમાં તેમને મળવાની મેં ગાઠવણ કરી અને બ્લૅક કોફી પીતાં પીતાં અને સેન્ડવીચીઝ આરોગતાં આરોગતાં તેમના દીર્ધપ્રવાસ અંગે તેમની સાથે મેં' વાર્તાલાપ કર્યા હતા.
શ્રી મૅનને અને સતીશકુમારે અણુવિષયક શાંતિ અને એકપક્ષી નિ:શસ્ત્રીકરણના પ્રચાર કરવાના હેતુથી આ ભારે જોખમી અને સાહસથી ભરેલી શાંતિયાત્રા ઉપર નીકળવાનો નિર્ણય કર્યો તે પહેલાં તે બંને મિત્રા આચાર્ય વિનોબા ભાવેના ભૂદાન-આંદોલનમાં ભાગ લઈ રહ્યા હતા. શ્રી મૅનને વિનોબાજી સાથે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મદ્રાસ, માઈસાર અને કેરલનો પ્રવાસ કર્યો હતો અને ભાઈ સતીશકુમાર વિનોબાજી સાથે જોડાયા પહેલાં એક જૈન મુનિ (આચાર્ય તુલસી) પાસે દીક્ષા લઈને જૈન સાધુનું જીવન ગાળી રહ્યા હતા. મેનન બહુ સરળતાથી અંગ્રેજી બોલી શકતા હતા અને બેમાં પ્રમાણમાં તે વધારે તેજસ્વી લાગતા હતા. શ્રી મેનન સાથે ઉપર જણાવેલ પ્રસંગે અને સ્થળે માટે નીચે મુજબ પ્રશ્નોત્તરી થઈ હતી:
આ યાત્રાની પ્રેરણા તમને કાંધી ચળી?
પ્રશ્ન: પહેલાં તો મને એ જણાવો કે આવી લાંબી યાત્રા ઉપર નીકળવાને તમે શી રીતે પ્રેરાયા ?'
૧૧૩
ઉત્તર: બર્ટ્રાન્ડ રસલની આ વિષયને લગતી તીવ્ર ભાવના વડે અમે પ્રભાવિત બન્યા હતા. સાન ટ્રાન્સીસ્કોના શાંતિયાત્રીઓ જેમણે ગેાલ્ડન ગેઈટ સીટીથી માકો સુધી શાંતિ અને નિ:શસ્ત્રીકરણ માટે પદયાત્રા કરી હતી, તેમના વિષે અમારા સાંભળવામાં આવ્યું હતું. આ ઉપરથી અમે નિર્ણય કર્યો કે જો અમેરિકાવાસીએ આમ કરી શકે છે તો પૃથ્વીના બીજા છેડે રહેતા ભારતવાસીઓ પણ આવું પરાક્રમ કરી શકે છે.
પ્રશ્ન: આ નિર્ણયને તમે અમલમાં શી રીતે મૂક્યો ? ઉત્તર: સૌથી પહેલાં અમે શ્રી રસેલને લખ્યું. તેમનો જવાબ બહુ પ્રેરક અને પ્રોત્સાહક શબ્દોમાં આવ્યો. ત્યાર બાદ આપણા
મહાઅમાત્યને અમે લખ્યું. તેમના જવાબ તે તરત જ આવ્યો, પણ તેમનું લખાણ કાંઈક તટસ્થતા સૂચવતું લાગ્યું. પંડિતજીએ જણાવ્યું કે અમારા વિચારો તથા ભાવનાની તેઓ કદર કરે છે, પણ સાથે સાથે આવી યાત્રાથી સિદ્ધ શું થાય, શું પરિણામ આવે એ વિષે તેઓ કાંઈ નિશ્ચયપૂર્વક કહેવાની સ્થિતિમાં નથી. પણ સાથે સાથે પંડિતજીએ ઉમેર્યું કે એક બાબત ચોક્કસ છે અને તે એ કે દુનિયાને સ્પષ્ટપણે કહેવું જ જોઈએ કે શસ્ત્રો પાછળની આ ગાંડી દોટ અટકવી જ જોઈએ.
પ્રશ્ન : તમે બીજી કોની સલાહ લીધી અથવા તો આ વિષે બીજા કાને લખ્યું ?
ઉત્તર: આપણા એ વખતના ઉપરાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને અમે આ વિષે લખ્યું. તેમણે પણ અમને ઉત્સાહિત કરતા જવાબ લખી મોકલ્યો. તેમણે જણાવ્યું કે જો અમને મનના ઊંડાણથી લાગતું હોય કે જેમના હાથમાં દુનિયાનું ભાવિ રહેલું છે તેવા આજની દુનિયાના રાજપુરુષોને એમની બેવકૂફી વિષે ભાન કરાવવું જ જોઈએ-ખાતરી કરાવવી જ જોઈએ તો અમારું આ સાહસ ઉપયોગી અને આવકારયોગ્ય છે અને તેના અમલમાં જ તેનું વળતર રહેલું છે.
પ્રશ્ન : પછી તમે કેવી રીતે આગળ વધ્યા?
ઉત્તર : અમે પાસપાર્ટ અને વીસા માટે અરજી કરી. સતીશકુમાર મારી સાથે ચાલવાના હતા અને જો કે અમારા પાસપાર્ટ, અમે દિલ્હીથી ઉપડયા ત્યારે આવ્યા નહાતા, એમ છતાં પણ, પાસપોર્ટ મળે કે ન મળે, અમે અમારી યાત્રા ચાલુ રાખવાનો નિશ્ચય કરી ચૂક્યા હતા.
પાકીસ્તાન
:પ્રશ્ન : પાકીસ્તાનમાં તમે કર્યા કયાં રોકાયા હતા?
ઉત્તર : લાહારમાં, રાવળપીંડીમાં, અને પેશાવરમાં. અમે હંમેશાં સવારના પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી ચાલતા હતા અને પછી આરામ કરતા હતા અને લોકોને –મોટા ભાગે વિઘાર્થીઓને અમે મળતા હતા. અમારા રસ્તે માટા ભાગે પેાલીસના માણસા સાદાં કપડામાં અમારી પાછળ પાછળ ચાલ્યા કરતા હતા અને તેમની ભલમનસાઈના પરિણામે અમારી સ્વેચ્છાથી પેાલીસચોકીઓમાં અથવા તો યુનિયન કાઉન્સિલાના ચેરમેને નક્કી કરેલાં સ્થળામાં અમે રાતવાસા કરતા હતા. રાવળપીંડી અને પેશાવરમાં અમે રોટરી કલબના મહેમાન બન્યા હતા.
પ્રશ્ન: ત્યાંના લોકોએ તમારી સાથે કેવા વર્તાવ કર્યો? ઉત્તર : લોકો અત્યંત માયાળુ લાગ્યા, અમને તે એમ લાગતું હતું
કે ભારતના દિ ભાગલા પડયા જ નહોતા. અમે એવા ઘણાને મળ્યા કે જેઓ હિંદમાં પોતાનાં ઘરબાર છાડીને અહીં આવ્યા હતા અને તેમનાં ઘર જે લત્તામાં હતાં તેમનાં નામ તેમને યાદ હતાં અને ત્યાં રહેતા પેાતાના ઓળખીતા