________________
- ૧૧
પ્ર દ્ધ
જી વ ના
તા. ૧-૧૦-૨૩
પડી છે. આ લોકમાનસના આઘાત પ્રત્યાઘાતોને ભાઈ બળવંત- રાયે સામનો કરવાનો રહેશે.
આમ વાતાવરણમાં પેદા થયેલું વૈષમ્ય કાયમ રહેવા છતાં, આખરે જયારે ભાઈ બળવંતરાયને ગુજરાતના રાજયવહીવટમાં સૂત્ર સોંપાયાં છે, ત્યારે તેમણે સ્વીકારેલી નવી જવાબદારીને પહોંચી વળવામાં તેમ જ કેંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓનાં દિલમાં પેદા થયેલા રાગદ્વેષને હળવા કરવામાં તેમને સફળતા મળે અને અંદર અંદરના કલેશના કારણે જે ગુજરાત રાજયની પ્રગતિ અનેક રીતે અવરૂદ્ધ થઈ છે તે ગુજરાત તેમની રાહબરી નીચે પ્રગતિના પંથે આગેકૂચ કરે અને કૃષિ, ઉદ્યોગ અને વ્યાપારના ક્ષેત્રે ખૂબ આબાદ બને એમ આપણે અન્ત:કરણથી ઈચ્છીએ અને તેમના કાર્યમાં આપણે પૂરો સાથ આપીએ.
આ આલોચનના અનુસંધાનમાં બે બાબતોનો ઉલ્લેખ કરવાનું જરૂરી લાગે છે. સાધારણ રીતે એવી માન્યતા પ્રવર્તતી હતી કે સંસ્થાકીય કોંગ્રેસી સભ્યોનો મુખ્ય વાંધો અને રોષ શ્રી રસિકલાલ પરીખ અને શ્રી રતુભાઈ અદાણી સામે હતો અને ડૉ. જીવરાજ તેમને રક્ષણ આપતા હતા. એ કારણે તેમની સામે આ સભ્યોના દિલમાં (પ્રતિકૂળ વલણ ઊભું થયું હતું. જો આ માન્યતા સાચી હોત તો છઠ્ઠી ઑગસ્ટના રોજ આ બન્ને પ્રધાનના રાજીનામાં સ્વીકારાઈ જવા સાથે આ આખે ઝઘડો શમી જવો જોઈતો હતો. પણ વાસ્તવિકતા કેવળ આટલી મર્યાદિત નહોતી. અલબત, આ બે પ્રધાને તો એક યા બીજા કારણે કેટલાય વખતથી આ વિરોધી જથને ખૂબ જ ખૂંચતા હતા અને રસિકલાલ પરીખ સામે તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી ત્રીભોવનદાસ પટેલે કેંગ્રેસ પ્રમુખ સમક્ષ એક તહોમતનામું રજુ કર્યું હતું. અને તે હજુ પણ પુરાવાના અભાવે વણઉકેલાયું પડયું છે. પણ આ વિરોધપક્ષનો એટલો જ રષ ડે. જીવરાજ સામે પણ હતો અને તેનું કારણ તેમણે માન્યવર મોરારજી ભાઈના નેતૃત્ત્વનો ઈનકાર કરીને–પડકારીને-એવો મુદ્દો ઊભે કર્યો હતો કે, આ પ્રકારને સંઘર્ષ એક પ્રદેશના મુખ્ય પ્રધાન અને અન્ય કેંગ્રેસી સભ્યો વચ્ચે ઊભે થાય તેવા પ્રસંગે કેંગ્રેસનું પાર્લામેન્ટરી બોર્ડ એક જ એવી સંસ્થા છે કે, જેને આવા સંઘર્ષની પતાવટનું કાર્ય સોંપી શકાય અને નહિ કે મુરબ્બી લેખાતી એવી કોઈ એક વ્યકિતને. આ મુદ્દાને ન તો પાર્લામેન્ટરી બોર્ડે કશે 'નિર્ણય કર્યો કે ન તો કેંગ્રેસ પ્રમુખે કશું નિરાકરણ કે સ્પષ્ટતા કરી,
જાણે કે કેંગ્રેસના મોવડીમંડળને આ પ્રશ્નમાં ઊંડા ઉતરવિાની કોઈ ઈચ્છા જ ન હોય ! આનું પરિણામ ર્ડો. જીવરાજના તત્કાળ રાજીનામામાં આવ્યું, માથાભારી વલણ દાખવતા
ગુજરાતના કેંગ્રેસની જીત થઈ અને ગુજરાતમાં ઊભી ' થયેલી કટોકટી જોતજોતામાં ઉકલી ગઈ. આ બધું બનવા ' છતાં પણ, ડૉ. જીવરાજે ઊભા કરેલ પ્રશ્ન આજે પણ વણઉકેલ્યો ઊભે જ છે અને એ વિષે વખતસર સ્પષ્ટતા નહિ કરવામાં આવે તે આવા પ્રશ્ન ઉપર એક યા અન્ય પ્રાદેશિક રાજયોમાં કટોકટી ઊભી થયા કરવાની અને એ રીતે પ્રશ્નના મૂળને નહિ સ્પર્શવાની કોંગ્રેસના મેવડીમંડળની કે કેંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડની ઉદાસીન નીતિ કેંગ્રેસી રાજકારણને સરવાળે ખતરનાક નીવડવાની. - બીજું પ્રધાનમંત્રીના પદ ઉપરથી તાજેતરમાં નિવૃત્ત થયેલ
3. જીવરાજ મહેતાને, આ આખા પ્રકરણ દરમિયાન તેમણે દાખવેલી | ભવ્ય ઉદાત્તતા અંગે ઉચિત અંજલિ આપવામાં ન આવે તે આ
આલોચના અધૂરી લેખાય. ૧૯૬૨ની સામાન્ય ચૂંટણી બાદ તેમનું સત્તારોહાણ ગુજરાત કેંગ્રેસની આગેવાન લેખાતી વ્યકિતઓને' ખાસ કરીને ગઈ ચૂંટણીમાં પરાજય પામેલી કેટલીક વ્યકિતઓને
આંખના કણા માફક ખૂંચતું હતું અને તે જુથે સાથે જીવરાજભાઈની અથડામણ અનિવાર્ય બની હતી. બનવાજોગ છે કે, સંસ્થા- કીય વર્તુલની અણઘટતી અથવા તો વધારે પડતી ઉપેક્ષા કરીને
પિતાનું મનધાર્યું જીવરાજભાઈ કરતા રહ્યા હોય અને એ કારણે તેમના પ્રતિપક્ષીઓની નજરમાં તેઓ અળખામણા બન્યા હોય. વળી જયારે ૭૩ જેટલા કેંગ્રેસી ધારાસભ્યોએ એટલે કે કોંગ્રેસ પક્ષની ઘણી મોટી બહુમતીએ તેમના વિષે પ્રગટપણે અશ્વિાસ વ્યકત કર્યો, અને તેમાં તેમના સાથી પ્રધાનો પણ જોડાયેલા છે. એમ તેમને જયારે માલુમ પડયું ત્યારે તેમણે તરત જ રાજીનામું આપ્યું હોત તે તેમની નિવૃત્તિ વધારે graceful-શોભાસ્પદ–બની હોત. કારણ કે લેકશાસનમાં સમ્પ ક કે અસમ્યક વિચારપ્રેરિત-જેવી હોય તેવી બહુમતી એ જ આખરે નિર્ણાયક તત્ત્વ બને છે અને વહીવટીતંત્ર સંસ્થાકીય તંત્રની ઉપેક્ષા કરીને લાંબા સમય ટકી શકતું જ નથી. આટલું કહેવાઈ ગયા પછી, આ ઝંઝાવાતમાં જોડાયેલી આગેવાન કેંગ્રેસી વ્યકિતઓમાં શ્રી જીવરાજભાઈની અન્ય સર્વથી અનેખી એવી ગૌરવભરી પ્રતિભા એકદમ તરી આવે છે. આગળ કે પાછળ અને ઝંઝાવાતની ઝડીઓ દરમિયાન, તેમણે પોતાના મગજને કાબુ કદિ પણ ગુમાવ્યો નથી, તેમનાં વર્તનમાં અનુદાત્ત એવું કદિ કશું પણ જોવામાં આવ્યું નથી. તેમના મોઢેથી વાંધા પડતો એક પણ ઉદગાર કદિ નીકળ્યો નથી, અદભુત એવા વાણી અને વર્તનના સંયમનું તેમણે આપણને દર્શન કરાવ્યું છે અને આ ઉમ્મરે તેમણે જે કામ કર્યું છે–જેમાં તેમણે નથી જો દિવસ કે નથી જોઈ રાત - આવો અવિરત પરિ , શ્રમ અને અસાધારણ કાર્યનિષ્ઠા ભાગ્યે જ અન્ય કેંગ્રેસી આગેવાન કે નેતામાં જોવા મળે તેમ છે. તેમના નિવૃત્ત થવાની પળે અમદાવાદની જનતાએ જાહેર સભા ભરીને જે ભાવભર્યું તેમનું સન્માન કર્યું છે અને ગુજરાતના રાજયપાલ શ્રી મહેંદી નવાઝ જંગે શ્રી જીવરાજભાઈ માટે જે પ્રશંસાના ઉદ્ગાર કાઢયા છે તે તેમના વિરોધીઓને શરમિન્દા બનાવે તેવા છે. શ્રી જીવરાજભાઈ આજે પ્રધાનમંત્રીના પદેથી નિવૃત્ત થયા છે તેથી ઉલટા તેઓ વધારે ઉજળા લાગે છે. તેમને આપણે આરોગ્યપૂર્વકનું દીર્ધાર્યુષ ઈચ્છીએ અને તેમના હાથે હજુ પણ દેશસેવાના અનેક કાર્યો થતા રહે એમ આપણે અત્તરથી પ્રાર્થીએ !
પરમાનંદ - પૂરક નંધ: અહિં છેવટે એ પ્રશ્ન થાય છે કે, આવી શ્રી
જીવરાજભાઈ જેવી અત્યન્ત આદરપાત્ર વ્યકિતને આમ ગુજરાત રાજયના પ્રધાન મંત્રી પદ ઉપરથી એકાએક નિવૃત્ત થવાની શા માટે ફરજ પડી? અથવા તે તેમને અનુસરતી વિધાન સભાના કેંગ્રેસી ધારાસભ્યોની બહુમતી એકાએક કેમ સરી પડી ? હકીક્ત એમ છે કે, ર્ડો. જીવરાજ મહેતા કેંગ્રેસ પક્ષના નેતા જરૂર હતા, પણ કૉંગ્રેસી ધારાસભ્યોની બહુમતીને ખરો ટેકો તેમને કદિ હતો જ નહિ. એ તે પ્રારંભથી જ. ગુજરાત કોગ્રેસના સર્વોચ્ચ નેતા શ્રી મોરારજીભાઈને વરેલી હતી. એટલે જયારે જીવરાજભાઈને પ્રતિકુળ હવામાન એ જ દિશાએથી શરૂ થયું ત્યારે તેમને આજ સુધી અનુસરતી બહુમતી એકાએક સરી પડી. આજથી બે મહિના પહેલાં શ્રી ઠાકોરભાઈ દેસાઈએ રાજકોટ ખાતે ત્યાંના પત્રકારો સમક્ષ એમ જણાવેલું કે, “આ ત્રિપુટીને (એટલે કે ડૉ. જીવરાજ, રસિક્લાલ તથા રતુભાઈને) શ્રી નહેરૂ પણ પૂરા પાંચ વર્ષ સત્તા ઉપર રાખી શકશે નહિ.” આવું રૂઆબદાર વિધાન ઉપરે જણાવી તે પ્રકારની વાસ્તવિકતાના આધારે કરવામાં આવ્યું હતું. આખી પરિસ્થિતિને સમગ્રપણે વિચાર કરનાર માટે આ દીવા જેવું સ્પષ્ટ છે. "
, પરમાનંદ
-
વિષયસૂચિ
પૃષ્ઠ વિનોબાની ૬૮ મી જન્મજયન્તી જવાહરલાલ નહેરુ ૧૦૭ ઉપર ભારતના પ્રધાનમંત્રીનાં છે વિમળા ઠકાર 'ઉદ્ગારો, આપણા વિનોબાજી.) સમ્યક્ ચિંતન
- નિર્મળા દેશપાંડે ૧૦૮ ગુજરાતના રાજકારણી ઝંઝાવાત: પરમાનંદ ૧૦૯ એક આલોચના બ્રિટનને એક અપ્રતિમ દાનવીર : પરમાનંદ દિલ્હીથી પેરીસ પદયાત્રા ' એમ. બી. કામઠ ૧૧૩