________________
તા. ૧-૧૦૬૩
પ્રબુદ્ધ જીવન
ગુજરાતના રાજકારણી
તાજેતરમાં ગુજરાત એક મોટા રાજકારણી ઝંઝાવાતમાંથી પસાર થયું છે, જેના પરિણામે ડૅા. જીવરાજ મહેતાને ગુજરાતના મુખ્ય પ્રધાનપદ ઉપરથી નિવૃત્ત થવું પડયું છે અને તેમના સ્થાન ઉપર શ્રી બળવંતરાય મહેતાની નિમણુંક થઈ છે. ૧૯૬૧માં ભાવનગરમાં રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન થયું એ સમયના કૉંગ્રેસ પ્રમુખ શ્રી સંજીવ રેડ્ડીએ કૉંગ્રેસના વહીવટી તંત્રમાં નવું લાહી આવતું રહે એ હેતુથી વહીવટી તંત્રમાં દશ વર્ષ સુધી અધિકારસ્થાન ઉપર રહેલા કાગ્રેસી પ્રધાન તેમજ ધારાસભ્યો નિવૃત્ત થાય અને તેમનું સ્થાન નવલાહીઆ કાગ્રેસીઓ લે, એવી એક સૂચના અધ્યક્ષ તરીકેના પોતાના પ્રવચનમાં કરેલી અને એ સૂચના ગુજરાતના સર્વોચ્ચ નેતા તરીકે લેખાતા માન્યવર શ્રી મારારજીભાઈએ અપનાવીને તેને ગુજરાતની વિધાનસભા પૂરતી અમલી બનાવવાના પ્રયત્ન કર્યો અને તે સામે ડૅા. જીવરાજ મહેતા, શ્રી રસિકલાલ પરીખ અને શ્રી રતુભાઈ અદાણીએ વિરોધ કરીને આગામી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો આગ્રહ દાખવ્યો, અને એ પ્રશ્ન ઉપર શ્રી મેોરારજીભાઈને નમતું આપવું પડયું, ત્યારથી આ ઝંઝાવાતનાં બીજ રોપાણાં હતાં. ત્યારબાદ થયેલી સામાન્ય ચૂંટણીનું પરિણામ ધારણાથી તદ્ન ઉલટું આવ્યું, ગુજરાત કેંગ્રેસના વરિષ્ઠ મંડળમાં કલ્પાયલું પ્રધાનમંડળ અસ્તિત્ત્વમાં આવી ન શકયું અને ડૉ. જીવરાજ મહેતાને મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહ્યો, અને માન્યવર મારારજીભાઈના આશીર્વાદ સાથે તેઓ એ પદ ઉપર આરૂઢ થયા. આ અણકલ્પી વિચિત્ર ઘટનાએ કૉંગ્રેસની સંસ્થાકીય પાંખ અને વહીવટી પાંખ વચ્ચે વિસંવાદ ઊભા કરનારી એક નવી પરિસ્થિતિ પેદા કરી. ત્યારબાદ આ વર્ષના પ્રારંભમાં શિહોરના એક કાગ્રેસી ધારાસભ્ય પાસે રાજીનામું અપાવવામાં આવ્યું અને તેને લગતી પેટાચૂંટણીમાં શ્રી બળવંતરાય મહેતા ઊભા રહ્યા અને બહુ મોટી બહુમતીપૂર્વક સફળ થયા. આ વિજયથી ભાવનગરના ચૂંટણીપરાજયની તેમણે માની લીધેલી કાળી ટીલી ભેંસાણી કે ન ભૂંસાણી એ તો કોણ જાણે? પણ એ સાથે આ ઘટનામાંથી રાજકારણી કાવાદાવા અને ખટપટનું એક નવું પ્રકરણ શરૂ થયું. અને ત્યારથી કોંગ્રેસની બે પાંખો વચ્ચેના ઘર્ષણને નવા વેગ મળ્યો અને સમયાન્તરે બે પાંખા વચ્ચે એક અભેદ્ય દિવાલ ઊભી થઈ. કામરાજ યોજનાને અમલી રૂપ આપતાં એક બાજુએ માન્યવર મેરારજીભાઈનું ભારતના અર્થસચિવ તરીકેનું રાજીનામું ઓગસ્ટની ૨૪ મી તારીખે સ્વીકારવામાં આવ્યું અને બીજી બાજુએ ગુજરાતનું પ્રધાનમંડળ હતું એમ ને એમ કાયમ રહ્યું. પરિણામે આ રીતે 'સવિશેષ સ્થિર બનેલા ડા. જીવરાજને પ્રધાનમંત્રીના સ્થાન ઉપરથી ખસેડવાની છુપી રીતે ચાલી રહેલી હીલચાલ નગ્ન સ્વરૂપમાં બહાર આવી અને પરિસ્થિતિએ ઉગ્ર આકાર ધારણ કર્યો.
અને પછી તો વીજળીવેગે બનાવા બનવા માંડયા. સપ્ટેમ્બરની પહેલી તારીખે વિરોધી જુથ અને જીવરાજભાઈ સાથેના મતભેદોના નીકાલ લાવવાનું કાર્ય માન્યવર મેરારજીભાઈની લવાદી ઉપર છેાડવાની માંગણી કરતા ૭૩ સભ્યોની સહીવાળા એક પત્ર ડા. જીવરાજને સુપ્રત કરવામાં આવ્યો. બીજી તારીખે મળેલી વિધાનસભાની કાગ્રેસ પક્ષની સભામાં એ પત્ર રજુ થતાં તે માંગણીનો ડેંડા. જીવરાજ મહેતાએ અસ્વીકાર કરતાં જણાવ્યું કે “મતભેદોના બંધારણીય રીતે એ ઉકેલ હોઈ શકે કે તે માટે રચવામાં આવેલી કાગ્રેસ મધ્યસ્થ સંસદીય બોર્ડ જેવી સંસ્થાને મતભેદોના પ્રશ્નોના ઉકેલ સાંપવા અને મુખ્ય મંત્રી માટે જેમની સાથે હ ંમેશાં સંમત થવાનું શકય ન હોય અગર મતભેદો સાથે સંકળાયેલી વ્યકિતના જેમનામાં વિશ્વાસ હોય અગર ન હોય એવી કોઈ એક વ્યકિતને મતભેદના ઉકેલ લાવ
3
૧૦૯
ઝંઝાવાત:
એક આલાચના
વાનું કામ સોંપવાના આગ્રહ ન રાખવો એવી આપ સૌ મિત્રાને મારી નમ્ર વિનંતિ છે.” આ ઉપરથી વિરોધી જૂથ તરફથી વિધાનસભાના કેંગ્રેસ પક્ષના નેતાને પક્ષને વિશ્વાસ સંપાદન કરવાના અથવા અવિશ્વાસની દરખાસ્ત લાવવા દેવાની પરવાનગી આપવાના આદેશ કરવા કૉંગ્રેસની મધ્યસ્થ સંસદીય બોર્ડને અનુરોધ કરતો ઠરાવ રજુ કરવાની માગણી કરવામાં આવી. પણ આવા ઠરાવ પક્ષની બેઠકમાં વિધિસર દાખલ થઈ શકે તે માટે પૂરતા સમયની નોટીસ અપાયેલી નહિ હાવાનું ટેકનિકલ કારણ આગળ ધરીને પ્રમુખસ્થાનેથી પક્ષના નેતા ડૉ. જીવરાજ મહેતાએ રજુ થવા દીધા નહિ. એ ઉપરથી આ જૂથે કૉંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ પ્રકારની સીધી માગણી મૂકી.
આમ ગુજરાતની કથળતી જતી પરિસ્થિતિના ઉકેલ શોધવા માટે સંસદીય બૅડે કાગ્રેસ પ્રમુખ શ્રી સંજીવાને અમદાવાદ મેાલવાનું ઠરાવ્યું. તેઓ તા. ૨૭ મી સપ્ટેમ્બરે અમદાવાદ આવ્યા તે પહેલાં શ્રી રસિકલાલ પરીખ અને શ્રી રતુભાઈ અદાણીએ રાજીનામાં આપી દીધાં અને તેના સ્વીકાર પણ થઈ ચૂકયા. સંજીવયા અમદાવાદ બે દિવસ રહ્યા, મહત્ત્વની સર્વ વ્યકિતઓને વ્યકિતગત રીતે મળ્યા અને ચર્ચા કરી. તેમણે આખા પ્રશ્નની બધી બાજુ વિચારીને યોગ્ય નિર્ણય આપવાની આશા આપેલી, પણ આખરે પક્ષના સભ્યોની બહુમતી ડૉ. જીવરાજની સાથે નથી એ હકીકત ઉપર જ ભાર મૂકવામાં આવ્યો અને પરિણામે ૧૨ મી તારીખે ડૅા, જીવરાજે રાજીનામું આપ્યું. ૧૬ મી તારીખેડા, જીવરાજ મહેતાનું અમદાવાદ શહેરના નાગરિકો તરફથી ગુજરાતના રાજયપાલ શ્રી મહેદી નવાઝ જંગના પ્રમુખપણા નીચે જાહેર સન્માન કરવામાં આવ્યું. ૧૮ મી તારીખે ડૉ. જીવરાજ મહેતાના પ્રમુખપણા નીચે મળેલી વિધાનસભાના કેંગ્રેસી સભ્યોની સભાએ શ્રી બળવંતરાય મહેતાની સર્વાનુમતે વરણી કરી. આ રીતે ડા, જીવરાજ પ્રધાનમંત્રીના પદ ઉપરથી નિવૃત્ત થયા અને તેમની જગ્યાએ શ્રી બળવંતરાય મહેતા આવ્યા. અને આ રીતે આજથી બે માસ પહેલાં રાજકોટમાં પત્રકારોને મુલાકાત આપતાં ગુજરાતના બેલગામ બાદશાહ અને કૉંગ્રેસના નેતા શ્રી ઠાકોરભાઈ દેસાઈએ કરેલી આગાહી પૂરા અર્થમાં સાચી પડી.
આ ૧૮ દિવસના ઝંઝાવાતનું વિગતવાર વિશ્લેષણ કરવું એ આ ઝંઝાવાત નિર્માણ કરવામાં જેણે જેણે મહત્ત્વના ભાગ ભજવ્યો છે. તેમને લક્ષમાં રાખીને વ્યકિતગત ગુણદોષની વહેં ચણી કરવા બરોબર છે. એથી વિશેષ કોઈ લાભ નથી. આખરે એ હકીકત છે કે, ભાઈ બળવંતરાય એક પ્રકારના ભારેલા અગ્નિ ઉપર આરૂઢ થયા છે. જે રીતે વિચારાયું અને નકકી કરાયેલું હતું તે મુજબ, તેઓ બે વર્ષ પહેલાંની સામાન્ય ચૂંટણીમાં સફળ થયા હત અને ગુજરાતના મુખ્ય પ્રધાનના સ્થાન ઉપર આવ્યા હોત તો તેમને સ્વચ્છ અને સાફ ભૂમિકા ઉપર કામ કરવાની તક મળી હોત, સૌ કોઈના એકસરખા સાથ મળ્યો હોત, તેમના માર્ગ સરળ બન્યા હોત. આજની ઘટના આખરે એક પ્રકારની જૂથબંધીમાંથી અથવા તો ખરૂ કહીએ તો મારારજીભાઈને બધી બાંબતમાં માન્ય રાખવાના ઈનકારમાંથી પેદા થઈ છે. રાજકારણના અસ્થિર વાતાવરણમાં નાના જૂથને મોટું થતાં વાર નથી લાગતી, અને સ્વત્વના આગ્રહ રાખતા પ્રધાનમંત્રીને સંસ્થાકીય પાંખ સાથે અથડામણમાં આવવાની એટલી જ સંભાવના રહે છે. એટલું ખરૂં છે કે, માન્યવર મારારજીભાઈના આશીર્વાદ સાથે પદારૂઢ થતા ભાઈ બળવંત રાયને તત્કાળ સંસ્થાકીય સાથ અને સહકાર પૂરા પ્રમાણમાં મળવાનાં છે. પણ વર્તમાન ઘટનાએ જીવરાજપક્ષી અને મારારજી વિરોધી એવા એક પ્રકારના વ્યાપક પ્રક્ષાભ પેદા કર્યો છે અને તેની–કોંગ્રેસને પ્રતિકૂળ એવી અસર લેાકમાનસ ઉપર સારા પ્રમાણમાં