________________
પ્રભુને જીવ ન
તા. ૧૬-૯-૬૩
પ્રાચીનના પાયા ઉપર અર્વાચીનમાં જેટલું સારું હોય તેટલું સ્વીકારીને આપણા ભાવિનું ઘડતર કરવાનું છે. I shall keep my windows open'–ગાંધીજીનું આ પ્રસિદ્ધ વાકય તેમણે ટાંકયું હતું અને માનવતાની ભાવના ઉપર ભાર મૂકયા હતા.
છેલ્લે ઉલ્લેખ કરવાના રહે છે. એક જ વિષયને સ્પર્શતાં બે પ્રવચનાના : આચાર્ય રજનીશજીએ ‘વિશ્વશાંતિ અને અહિંસા'નું વિવરણ પ્રભાવશાળી વાણીમાં કર્યું હતું. ઍટમ બામ્બના ભય નીચે થરથરતા જગતના ભાવિનો આધાર અહિંસા ઉપર છે. મહાવીરે પ્રબોધેલી અહિંસા કૃત્રિમ કે સ્કૂલ રૂપની નથી. તેમણે પ્રબોધેલી અહિંસા એટલે આત્મજ્ઞાન, અને આત્મજ્ઞાન એટલે સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું તે. અસ્ખલિત વાણીમાં આચાર્યશ્રીએ ઉદાહરણો દ્વારા અહિંસાનો મર્મ સમજાવ્યો હતો. બીજું પ્રવચન હતું મહાસતી ઉજજવલકુમારીજીનું ‘વિશ્વમૈત્રી ઉપર, તેમના પ્રવચનના સ્થાયી સૂર એ જ હતો કે, આજે યુદ્ધની તૈયારી માટે જે ખર્ચ થાય છે તેથી ઘણા ઓછા ખર્ચમાં જગતના બધા દેશોમાં માનવજીવનને દુ:ખ અને દારિદ્રમાંથી ઉગારી શકાય. તેમના પ્રવચનમાં અર્વાચીન વિચારસરણિઓ અને સામયિકોમાં પ્રગટ થતી માહિતીના વિપુલ ઉપયોગ કરાયો હતો એ જોઈને આશ્ચર્ય અને આનંદ બંને અનુભવાયાં. ડૉ. રાધાકૃષ્ણનનાં પ્રતિષ્ઠા અને ગૌરવનું પ્રધાન કારણ એ છે કે, તેમણે પૌરસ્ત્ય સંસ્કૃતિ અને જીવનદર્શનનું નિરૂપણ પશ્ચિમની જનતા સમક્ષ એ જનતા સમજી શકે તેવી વાણીમાં અને શૈલીમાં કર્યું, જેને પરિણામે આજે પશ્ચિમ પૂર્વ તરફ સમજદારીથી અને માનથી જૂએ છે. એ જ રીતે આજના યુગમાં સાધુઓ અને સાધ્વીઓ આપણાં પ્રાચીન તત્ત્વોને આજની આપણી જનતા સમજી શકે તેવી વાણીમાં, ,તેવે રૂપેરંગે રજૂ કરે તે જ તેને પ્રાચીન સમજાય અને પ્રાચીનનાં સનાતન તત્ત્વો તરફ માન ઉપજે, મહાસતીજી એક આ પ્રકારનાં સાધ્વી છે અને સમર્થ રીતે વકતવ્યને જનતા સમક્ષ મૂકી શકે છે. પ્રો. ગૌરીપ્રસાદ ચુ. ઝાલા
પ્રકીર્ણ નોંધ
રશીઓના ત્રણ દિવસના પ્રવાસનાં આછાં સ્મરણા
તા. ૭-૯-૬૩ શનિવારના રોજ મુંબઈ જેન યુવક સંઘના કાર્યાલયમાં યોજાયલી જાહેર સભા સમક્ષ શ્રી નવલમલ કુન્દનમલ ફિરોદયા તાજેતરમાં રશિયાના પ્રવાસ કરી આવ્યા તેનાં સંસ્મરણા તેમણે વિસ્તારથી રજુ કર્યાં હતાં. ગયે વર્ષે તેઓ તેમનાં પત્ની સાથે દુનિયાના ભિન્ન ભિન્ન દેશાના પ્રવાસે નીકળ્યા હતા અને પૃથ્વીની તેમણે વાસ્તવિક પૂર્વપશ્ચિમ પ્રદક્ષિણા કરી હતી, અને પોતાના એ રસપ્રદ અનુભવા તા. ૨૨-૧૦-૬૨ ના રોજ સંધના સભ્યો સમક્ષ તેમણે રજુ કર્યા હતા. એ વખતે પૂર્વ જર્મની દ્રારા તેમણે રશીઆ જવાનો પ્રયત્ન કર્યો હતા અને ઠીક ઠીક મહેનતના પરિણામે જયારે તેમને અમુક દિવસે માટે રશી જવાની પરવાનગી મળી ત્યારે, ત્યાંની કોઈ હોટેલમાં જગ્યા નહિ મળવાના કારણે, રશીઆ જવાનો વિચાર તેમને પડતો મૂકવા પડેલા. આ વખતે જુલાઈ માસમાં પેાતાના વ્યવસાય અર્થે યુરોપ જવાનું બનતાં તેમણે રશીઆ જવાની પરવાનગી મેળવી લીધેલી, પણ આ પરવાનગી મેસ્કોમાં માત્ર ત્રણ દિવસ રહેવાની હતી. આ મુજબ તેઓ લંડનથી વિમાનમાર્ગે મોસ્કો ગયા હતા અને ત્રણ દિવસના ગાળામાં જેટલું જોવાય તેટલું જોઈને તેઓ પાછા ફર્યા · હતા. સાધારણ રીતે આપણા એવા ખ્યાલ છે કે રશીઓનું સર્વ -કાંઈ ઉત્કૃષ્ટ કોટિનું હોય છે—પછી તે એરપોર્ટ હાય, વાહનવ્યવહારનાં સાધના હોય કે હોટેલ હોય, પણ શ્રી નવલભાઈના અનુભવ જુદાજ પ્રકારના હતા. તેમના કહેવા મુજબ એરપોર્ટ બહુ જ સામાન્ય
૧૦૧
પ્રકારનું, ટેકસી જુની અને રદ્દી, હારેલ તેમજ તેમાંની સગવડો તેમ જ તેમાં અપાતા ખારાક, સર્વીસ વગેરે નિકૃષ્ટ કોટિનું હતું. તેમાંય નિરામિ॥હારીને તે પેટ ભરવામાં ફાંફાં. લોકોનાં કપડાંલતાં પણ બહુ જ સાધારણ પ્રકારનાં, ત્યાંનાં સ્ટોર્સમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતની ચીજો સરખા ભાવે મળે, પણ શોખની ચીજોના ખૂબ જ મોંઘા ભાવ હોય. હલકું કપડું ઠીક ભાવે મળે, પણ ઊંચા કપડાના ભાવ આકાશી હોય. હોટેલમાં પણ અપેક્ષિત સુઘડતા કે સ્વચ્છતા ન મળે. ખારાકમાં ગણીગાંઠી ચીજો મળે. વિવિધતા ઓછી. હાર્ટેલમાં પીરસાનારી–પ્રત્યેક દિવસનાં ભાજનની— વાની સરકારે નકકી કરેલી હાય અને તે નાની કે માટી–સાંઘી કે મોંઘીબધી હોટેલમાં એક સરખી જ મળે. આમ તેમના મન ઉપર પડેલી છાપ નિરાશાની – અસુવિધાની હતી. ત્યાંની જાણીતી ગોર્કી સ્ટ્રીટ આપણા હોર્નબી રોડ જેવી તેમને લાગી. મેસ્કોમાં સૌથી મહત્ત્વનું સ્થળ પ્રેમલીન અને રેડ સ્કવેર ગણાય છે. તે આપણા કોઈ રાજા મહારાજાની રિસાયત જેવું લાગે. સ્ટોરોમાં જયાં ત્યાં જરૂરની ચીજો લેવા માટે કમુલાઈન—લાગેલી જોવામાં આવે. આ ઉપરથી ચીજમાત્રની મોટા ભાગે રશીઆમાં અછત હોય એવું લાગે. બોલ્શાઈ થીએટરમાં પણ તેમને કશું અસામાન્ય કે અસાધારણ ન લાગ્યું. આ બધાની સરખામણીએ લેનીન મ્યુઝીયમ તેમને ભારે ભવ્ય લાગ્યું. તે જોઈને તેઓ ખૂબ
રાજી થયા. આવી રીતે મોસ્કોના મધ્ય ભાગથી તા. ૧૧-૧૨ માઈલ દૂર નાના ટેકરા ઉપર આવેલું ત્યાંની યુનિવર્સિટીનું ૨૨ માળનું મકાન, ત્યાંની ગોઠવણ તથા વ્યવસ્થા જોઈને પણ તેમને ખૂબ વિસ્મય તેમજ આલ્હાદ થયો. સૌથી વધારે વિસ્મયજનક ત્યાંની ટયુબ રેલ્વે અને તેનાં ભૂગર્ભમાં ઊભાં કરવામાં આવેલાં સ્ટેશનોની રચના લાગી. તેઓ ત્યાં હતા એ દિવસેામાં ભરવામાં આવેલું ભારતનું પ્રદર્શન પણ તેમણે જોયું. એનું આયોજન પણ તેમના કહેવા મુજબ ખૂબ ભવ્ય અને ત્યાંનાં પ્રજાજનાને પ્રભાવિત કરે તેવું હતું. તેમણે જણાવ્યું કે, આ બધું ઉડતી નજરે જોનારના મન ઉપર પડે તે પ્રકારનું ચિત્ર છે, તેને સમગ્ર ચિત્ર કહી ન શકાય.
એક બાબતે તેમનું ખાસ ધ્યાન ખેંચ્યું. ત્યાંના ઘણા ખરા સરકારી તેમ જ બીનસરકારી કામેા ઉપર ઓફિસામાં, સ્ટોરામાં, હાટલામાં તેમ જ ટ્રામ બસેામાં ધણા મોટા ભાગે સ્રીઓને જ કામ કરતી જોવામાં આવે છે. આનું કારણ વિચારતાં તેમજ ત્યાંના લોકો સાથે વાત કરતાં તેમને એમ માલમ પડયું કે, સશકત પુરૂષોની મોટા ભાગ્યે સૈન્યમાં જ ભરતી કરવામાં આવે છે, અથવા તો કોઈ ને કાઈ લશ્કરી પ્રવૃત્તિમાં ત્યાંના પુરૂષવર્ગ મોટા ભાગે રોકાયલા રહે છે.
એક બીજો અભિપ્રાય પણ તેમણે રજુ કર્યો કે, જયારે પશ્ચિમના અન્ય દેશે। સમાજવાદ તરફ ઢળતા જાય છે, leftist–વામમાર્ગી—બનતા જાય છે ત્યારે રશીઓ અન્તિમ વામમાર્ગ છેડીને દક્ષિણ માર્ગ તરફ ઢળતું જાય છે, rightist થતું જાય છે. લોકોના જીવન ઉપરનાં નિયંત્રણા ઘટતાં જાય છે. સ્ટેલીન એ ક્રુશ્ચ વ નથી અને શરૂઆતને ધ્રુવ આજના ક્રુવ નથી. તેમના કહેવા મુજબ આપણને રશીઓમાં ફરતાં ભાષાની મુશ્કેલી ખૂબ આડે આવે છે, પણ બીજી રીતે હવે ત્યાં ફરવા હરવામાં કે કોઈને મળવા કરવામાં કોઈ પ્રતિબંધ કે જાસુસી નથી અને પરદેશના સંખ્યાબંધ લોકો રશીઆમાં જ્યાં ત્યાં ફરતા હોય છે. આ રીતે રશી બાકીની દુનીઆથી અલગ ન રહેતાં દિવસે દિવસે વધારે નજીક આવી રહ્યું છે.
એક બીજી બાબત પણ તેમણે જણાવી ઉપર જણાવેલી shortage—જીવનની જરૂરિયાતની ચીજોની ખૂબ અછત—તરફ ક્રુ વનું હવે સવિશેષ ધ્યાન ખેંચાયું છે. આજ સુધી રાજયની શકિત. શસ્ત્ર સામગ્રીના ઉત્પાદન પાછળ કેન્દ્રિત હતી, પણ હવે તેની