________________
વર
નીતિના ઝાક * consttimers' goods 'ચાલુ વપરાશની ચીજો—મોટા પાયા ઉપર પેદા કરવા તરફ વળતા જાય છે. લોકોને સુખી કરવાના અને સંતુષ્ટ રાખવાના આ એક જ માર્ગ છે એમ હવે તેમને 'માલુમ પડયું છે.
આ પ્રમાણે શ્રી નવલભાઈએ સવા કલાક સુધી પોતાનાં સ્મરણો અને અનુભવા સંભળાવ્યા અને પ્રવાસની કથા હ ંમેશાં રમ્ય જ હોય છે. એ મુજબ તેમને પૂરાં રાપૂર્વક સાંભળી રહેલાં ઉપસ્થિત ભાઈ-બહેનોએ ઊંડી પ્રસન્નતા અનુભવી. રત્નચિંતામણિ સ્થા.જૈન હાઈસ્કૂલના મનોરંજન કાર્યક્રમ
પ્રભુત જીવન
તા. ૧૫-૮-૬૩ના રોજ ભારતીય વિદ્યાભવનમાં રત્નચિંતા મણિ સ્થાનકવાસી જૈન ગર્લ્સ હાઈસ્કૂલના વાર્ષિક દિન ઉદ્યાપન નિમિત્તે સંસ્થાના સંચાલકો તરફથી એક મનોરંજન કાર્યક્રમ રા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાસ્કૂલમાં ભણતી બહેના તરફથી પ્રાર્થના, એ. સી. સી. પરેડ, એક ગરબા, શૂટીંગના પ્રયોગો, સમૂહ વાઘવાદન, લાવણી નૃત્ય, અને ટીપ્પણી નૃત્ય-આમ વિવિધ વસ્તુ રજુ કરવામાં આવી હતી અને સંસ્થાના મંત્રી શ્રી ખીમચંદ મગનલાલ વેારા રચિત નેમ-રાજુલના લન્ગ પ્રસંગ અને સંસારત્યાગને લગતી ઘટનાનું નિરૂપણ કરતી એક નાટિકા પણ ઉપર જણાવેલ કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી.
છાપ
સાધારણ રીતે આવાં કાર્યક્રમો રજુ કરતી આગળ પડતી જૈનેતર સંસ્થાની સરખામણીમાં નૃત્ય, સંગીત, અભિનય, ગાયનવાદન વગેરેમાં જન શિક્ષણસંસ્થા કાંઈક પાછળ છે, અન્ય સંસ્થાઓની આ વિષયને લગતી કુશળતાને પહોંચીવળવા માટે હજી જૈન સંસ્થાઓએ ઠીક ઠીક પુરવણી કરવાની છે—આવી આ વિષયના સમીક્ષકોના મન ઉપર પડેલી જોવામાં આવતી હતી, પણ દિવસાનુદિવસ જૈન શિક્ષણસંસ્થાઓ પણ આ ક્ષેત્રમાં સારો વિકાસ સાધતી રહી છે. પરિણામે આજે જૈન શિક્ષણ સંસ્થાઓ અને જૈનેતર શિક્ષણ સંસ્થાઓના સાંસ્કૃતિક કાર્યક્રમેાની રજાઆતમાં ગુણવત્તાની દૃષ્ટિએ કશું અંતર રહ્યું નથી - આ બાબતની પ્રતીતિ કરાવે એવા રત્નચિન્તામણિ સ્થાનકવાસી જૈન હાઈસ્કૂલના ઉપર નિર્દેશેલા મનોરંજન કાર્યક્રમ હતા અને તે માટે શાળાના સંચાલકો અને શિક્ષકસમુદાયને અને વિશેષે કરીને સંસ્થાના મંત્રી શ્રી ખીમચંદ મગનલાલ વોરાને અનેક ધન્યવાદ ઘટે છે. ખીમચંદભાઈને સવિશેષ ધન્યવાદ એટલા માટે કે તેમને આ બાબતનો ઊંડો રસ છે, અનેક જૈન કથાનકોનું તેમણે નાટકના આકારમાં રૂપાન્તર કર્યું છે, તે બાબતની તેમની હથરોટી જામતી જાય છે અને આ બાળાઓને નાટય તેમ જ નૃત્યની દિશાએ તૈયાર કરવામાં તે ખૂબ રસપૂર્વક ભાગ લે છે. તેઓ લેખક તો છે જ, સિદ્ધહસ્ત કવિ અને કળાકાર બનતા જાય છે. પ્રીલીમીનરી પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને યુનિવર્સિટીની પરીક્ષામાં બેસતાં અટકાવો નહિ !
તા.૧૦ ૯૧૫૩
આના
પરવાનગી આપતું પત્ર આપી ન શકાય. એમ છતાં સંસ્થાના સંચા લકો તરફથી એસ એસ સી. ની બધી વિદ્યાર્થિનીઓને યુનિવર્સિટીન એસ. એસ. સી. ની પરીક્ષામાં બેસવા માટે ‘ફોર્મ’. આપવામ આવ્યા, અને ચકિત કરે એવી હકીકત તો એ છે કે, આવું સાહસ ખેડવા છતાં આ સંસ્થાનું પરિણામ ૯૮ ટકા આવ્યું. અર્થ એ થયો કે યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા માટે નાલાયક લેખાય એવી : બહેનોને પણ જો તક આપવામાં આવે તે તેઓ અલબત્ત વિશેષ.. મહેનત કરીને તેમ જ અન્ય કોઈ શિક્ષકની મદદ લઈને પણ પાસ થઈ શકે છે અને તેમનું આખું વર્ષ બગડતું અટકે છે. આ ઉપરથી સરકારે તેમજ યુનિવર્સિટીઓએ ધડો લેવા જોઈએ કે, 'પ્રીલીમીની પરીક્ષાઓ ભલે લેવાય, પણ તેમાં નાપાસ થનાર વિદ્યાર્થીને યુનિવર્સિટીની પરીક્ષાના દ્રાર સુધી જતા અટકાવવામાં આવે છે—આવી વર્ષોથી ચાલી આવતી પરંપરા, ઉપરના પ્રત્યક્ષ પ્રમાણના પ્રકાશમાં, એકદમ બંધ કરવી ઘટે છે. આ પરંપરાથી અનેક વિદ્યાર્થી એ નાસીપાસી અને નિરાશાના ભાગ બને છે અને તેમના આખાં જીવન ઉપર તેની ભારે ઘાતક અસર પડે છે. પ્રીલીમીનરી પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ચેતવણી રૂપ ભલે હાય, કે જેથી જે નબળા વિદ્યાર્થી હોય તેને વધારે પ્રયત્ન કરીને યુનિવર્સિટીની પરીક્ષા પસાર કરવાની ચેતવણી મળે, પણ પ્રીલીમીનરીમાં નપાસ થયા. એટલે હવે તેના વિષે બીજા કશા વિચાર જ ન થઈ શકે—આ નીતિ કેવળ જડ છે અને ઊગતી અનેક જીવનકારકીર્દી ઓ ઉપર કુઠારાઘાત કરનારી છે. અને તેથી તેના તે હવે સત્ત્વર અન્ત આણવા ઘટે છે. એક ખુલાસા
ઉપર જણાવેલી રત્નચિંતામણિ સ્થાનકવાસી ગર્લ્સ હાઈસ્કૂલ તરફથી યોજાયેલા મનાર જન કાર્યક્રમ પ્રસંગે ભરવામાં આવેલ સભામાં થયેલાં વિવેચન દ્વારા જાણવા મળ્યું કે, સાધારણ રીતે એસ. એસ. સી. ની પરીક્ષા પહેલાં દરેક શાળા તરફથી એક preliminary examination-પૂર્વપરીક્ષા લેવામાં આવે છે, અને તેમાં જે પસાર થાય તેને એસ. એસ. સી. ની રીતસરની પરીક્ષામાં બેસવાની રજા આપવામાં આવે છે. આ નિયમને અનુસરવાને બદલે, રત્નચિતામણિ સ્થા. ગર્લ્સ હાઈસ્કૂલના એસ. એસ. સી. ના વર્ગમાં લગભગ ૯૦ વિદ્યાર્થિની હતી, તેમની પૂર્વપરીક્ષાનું પરિણામ જોતાં આશરે ૧૦ વિદ્યાર્થીની એવી હતી કે જેમને ચાલુ સ્વીકૃત ધારણ અનુસાર ‘ફોર્મ—પરીક્ષામાં બેસવાની
‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પ્રગટ થયેલ ‘રાંધે યોજેલું સ્નેહ સંમેલન' એ મથાળા નીચેના લેખમાં પંડિત બેચરદારા – બહુમાન, પ્રકરણમાં ‘શી માંગરોળ જૈન સભાના નામે ઓળખાતી સંસ્થામાં’ પંડિત બેચરદાસે આપેલા અમુક વ્યાખ્યાનનો ઉલ્લેખ છે. આમાં જણાવેલ શ્રી માંગરોળ જૈન સભા અથવા તો શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા આજે પણ અસ્તિત્વ ધરાવે છે, અને તેની હસ્તક મુંબઈની બહુ જાણીતી એવી શ્રી શકુન્તલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલ ચાલે છે. આ જાણવા છતાં તમે એ સભા વિષે આ રીતે કેમ લખ્યું ?' એમ એક મિત્ર પૂછે છે. મારે કબૂલ કરવું જોઈએ કે, સંસ્થાનું ઉપર મુજબનું વર્ણન વાંચતાં કોઈને પણ એવા ભ્રમ ઉત્પન્ન થાય કે, આવી કોઈ સંસ્થા આજે અસ્તિત્વ ધરાવતી નથી. અને એટલા પૂરતું એ લખાણ જરૂર ભૂલભરેલું ગણાય. પણ આવા કોઈ ભ્રમ ઉત્પન્ન કરવાની બુદ્ધિ નહિ હોવા છતાં, મેં એમ કેમ લખ્યું હશે અથવા તો મારાથી એમ કેમ લખાઈ ગયું હશે એના વિચાર કરતાં એટલા ખુલાસા કરવાની જરૂર લાગે છે કે, એ દિવસે એટલે કે ૧૯૧૬-૧૭ની સાલમાં એસંસ્થા તરફ્થી અવાર-નવાર જાહેર ભાષણા યાજાતાં અને એ રીતે એ સંસ્થા જૈન સમાજમાં ખૂબજ જાણીતી હતી. આજે એ સંસ્થા અસ્તિત્વ ધરાવતી હોવા છતાં, સામાન્ય જનતાના મનમાંથી, અને એ રીતે મારા મનમાંથી લગભગ ભૂલાઈ ગયા જેવી બની ગઈ છે અને તેની મુખ્ય પ્રવૃત્તિરૂપ શ્રી શકુન્તલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈ સ્કૂલ એ સંસ્થા જ આજે ખૂબ જાણીતી રહી છે, જેમ કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા જન્મભૂમિ પત્ર ચાલે છે—પણ લોકો જન્મભૂમિને જ જાણે છે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટને સાધારણ રીતે જાણતા નથી. આવી સ્મરણક્ષતિ ઉપર જણાવેલ ભૂલ માટે જવાબદાર છે. આટલા ખુલાસા ઉપરથી તે મિત્રને ખાત્રી થશે કે, મુંબઈ અને માંગરોળ જૈન સભાને અવગણવાના મારો કોઈ ઈરાદો નહોતો,
પરમાનંદ
શ્રી. હરીશભાઇ વ્યાસના જાહેર વાર્તાલાપ
તા. ૨૧-૯-૬૩ શનિવારના રાજ `સાંજના ૬-૧૫ વાગ્યે સઘના કાર્યાલયમાં છેલ્લા ત્રણ વર્ષ સુધી ગુજરાતમાં પયાત્રા કરીને મહારાષ્ટ્રમાં પ્રવેશેલા સચિ કાર્યકર્તા શ્રી. હરીશભાઇ વ્યાસને સર્વોદય વિચારણા અંગે જાહેર વાર્તાલાપ યાજવામાં આવેલ છે, મ'ત્રીએ : મુ`બઈ જૈન યુવક સૌંદ