SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦. પરંપરાના ઉચ્છેદક છે. કૃષ્ણ બળવાખોર revolutionary છે, તેના જન્મ કારાગૃહમાં, ઉછેર ગામડામાં અને ત્રિવક્રા કુબ્જા જેવી શહેરની દબાયેલી જનતાના ઉદ્ધાર અને કંસવધનું કાર્ય રાજધાનીમાં. કૃષ્ણનો અંત પણ એક સામાન્ય પારધીને હાથે. રામ પણ અવતાર, કાર્ય કરવા આવેલા, ઉન્મત્ત બનેલા બ્રહ્મતેજ (પરશુરામ)નું શમન કરીને ક્ષાત્રતેજની સ્થાપના કરી, રાવણનો નાશ કરી ધર્મસ્થાપન કર્યું. શ્રી માણેકની આ પ્રતીકાત્મક અર્થદર્શનરીતિમાં લોકરંજકતાનું ભારે સામર્થ્ય છે. પણ એ રીતિનો અતિરેક થવાનો ભય છે એટલું જ કહેવું અહીં ઉચિત છે. પ્રબુદ્ધ જીવન આચાર્ય હરભાઈ ત્રિવેદી જેવા પ્રૌઢ શિક્ષણશાસ્ત્રીના પ્રવચનના લાભ પણ આ વર્ષે મળ્યા. ‘સમાજસ્વાસ્થ્ય' ઉપર બેલવા માટે ‘સમાજઅસ્વાસ્થ્ય’ઉપર હું બોલીશ એમ પ્રતિજ્ઞા કરીને તેમણે આજના વૈયકિતક, કૌટુંબિક અને સામાજિક જીવનની વિષમતા દર્શાવી હતી: સમાજસ્વાસ્થ્યસ્થાપના માટે અપરિગ્રહવૃત્તિ ઉપર ભાર મૂકયા હતા. વિનોદ અને મર્મના છાંટણાંથી તેમનું પ્રવચન બાધક તેમ જ રોચક નીવડયું હતું. શ્રી હરભાઈના પ્રવચન પછી તરત જ બીજું પ્રવચન હતું શ્રી ઉછરંગરાય ઢેબરનું. ‘વિકસતી સામાજિક અહિંસા’ ઉપરનું તેમનું પ્રવચન આદિકાળથી માનવજીવનની ઉત્ક્રાંતિ હિંસામાંથી અહિંસા તરફ વધતી રહી છે એ વિધાનનાં ઉદાહરણા સહિત પ્રતિપાદન જેવું હતું. આણુબામ્બથી રાજ થયેલા માનવનું ભાવિ અહિંસાના સેવનમાં છે એમ એમણે દર્શાવ્યું હતું. ગંભીર શૈલીમાં કરાયેલા શ્રી ઢેબરભાઈના પ્રવચનથી ાતાવર્ગ ખૂબ સંતોષ પામ્યો હતો . એમ દેખાયું હતું. શ્રી ઢેબરભાઈના પ્રવચનમાં વિકસતી અહિંસાનું પ્રતિપાદન થયું હતું તે દ્રષ્ટિએ આજના આપણા પ્રજા--જીવનની વિષમતાઓ અને અસ્વાસ્થ્ય--જેનું વર્ણન શ્રી હરભાઈએ આગલા પ્રવચનમાં કર્યું હતું તેનો પ્રશ્ન વિચારણા માગી લે છે. આજે સામાજિક રીતે અહિંસા અને વૈયકિતક રીતે હિંસા એવું વિલક્ષણ દ્રશ્ય નજરે આવતું મને જણાય છે. બીજું આજે આપણે કાયદાને આધારે જ જીવતા હોઈએ એવી સ્થિતિ છે અને આ સ્થિતિ પ્રજાના શીલમાં ઓટ આવી છે તેની સૂચક છે. The greater the deterioration in national character, the greater the need for legislation. શ્રી ચીમનભાઈ ‘ઉંદીયમાન અભિનવ સંસ્કૃતિ' ઉપર બાલ્યા હતા. શ્રી ચીમનભાઈ પાસે વિચાર--સંભાર એટલા વિપુલ હાય છે કે સાઠ મિનિટ કર્યાં ચાલી ગઈ. તે ભાગ્યે જ ખ્યાલમાં રહે છે. દેશ--પ્રદેશની, ધાર્મિક સંપ્રદાયોની કે માન્યતાઓની પીઠિકા ઉપર નિર્ભર રહેલી સંસ્કૃતિના દિવસ પૂરા થયા છે, આવતી કાલની સંસ્કૃતિ વિશ્વ--સંસ્કૃતિ હશે એમ પ્રતિપાદન કરતાં કરતાં તેમણે આપણા બંધારણમાં ઉલ્લેખાયેલા મૂળભૂત હક્કો વગેરેનું વિવરણ કર્યું હતું. આ વેળા સાચે જ તેમના પ્રવચન માટે સમય ટૂંકો પડયા હતા. શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ ‘શ્રીમદ્ ભાગવતનું હાર્દ એ વિષય ઉપર અર્ધાએક કલાક સુધી પ્રવચન કર્યું હતું. શાસ્ત્રીજીના પરિચય આપવાની કશી જરૂર ન હોય. બહુશ્રુતતા અને વાગ્દભવને કારણે શાસ્ત્રીજીના પ્રવચના ાતાઓને મુગ્ધ કરે છે. ભાગવત પ્રેમ અને સમર્પણની સંહિતા છે એ ાતાઓને ટૂંકા લાગેલા તેમના પ્રવચનના કેન્દ્રસ્થ વિચાર હતા. શાસ્ત્રીજીના પ્રવચનના લાભ વ્યાખ્યાનમાળાના ાતાને ભવિષ્યમાં મળતો રહે એમ ઈચ્છીએ. શ્રી ગુરુદયાળ મલિકજીએ ‘ઈશુ ખ્રિસ્ત’ વિષે પ્રવચન કર્યું હતું. ઈશુના જીવન અને દર્શનની ભાવાતા. મલિકજીના વ્યકિતત્વમાંથી નીતરતી હોય એમ લાગ્યું હતું. ! ઈશુના જીવનપ્રસંગા ટાંકીને તેમણે અહંના ત્યાગ અને સમર્પણની ભાવનાના તત્ત્વાનું વિવરણ કર્યું હતું. શ્રી પરમાનંદભાઈએ પણ ‘હિમાલયનાં તીર્થસ્થાના’ ' તા.૧૬-૯-૨૩ વિષે કેટલી માહિતી આપી હતી. શ્રી પરમાનંદભાઈની દ્રષ્ટિ બુદ્ધિપ્રધાન છે. હિમાલયનાં સ્થળોની યાત્રા, યાત્રામાં અનુભવવી પડેલી અગવડો અને માણેલી મેાજ, હિમાલયનાં ભવ્ય--રમ્ય શિખરો અને ત્યાંની પ્રકૃતિની લીલા વગેરેનું વર્ણન તેમણે કર્યું હતું. પણ આ યાત્રા પણ'જીવનયાત્રા માટે ઘણું શીખવી જાય છે--સહનશીલતા, ખડતલપણું, અનિશ્ચિતતા, તાઝગી અને પ્રફુલ્લતા વગેરે ગુણા વિકસાવે છે તે તરફ તેમણે સવિશેષ લક્ષ દોર્યું હતું. શ્રી પરમાનંદભાઈના અનુભવાની માજ જેને માણવી હોય તેણે ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રકાશિત થયેલી તેમની લેખમાળા વાંચવી. : - તા. ૨૩મીએ ભારતીય વિદ્યાભવનમાં પહેલું પ્રવચન હતું શ્રી ધર્મબાળા વારાનું અને બીજું હતું રાજ્યપાલ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતનું. શ્રી ધૈર્યબાળાબહેનના વિષય હતો, ‘આપણે કઈ તરફ ? આરંભમાં તેમણે જણાવ્યું હતું કે મારા પ્રવચનનું શીર્ષક હાવું જોઈએ. આપણે કયાં ?” આ દ્રષ્ટિએ તેમણે પ્રાગૈતિહાસિક કાળથી માંડીને આજ દિવસ સુધીની ભારતીય સંસ્કૃતિની ઉત્ક્રાંતિનું નિરૂપણ કર્યું હતું. આર્યો ભારતમાં આવ્યા તે પહેલાં અહીં અસૂર અને દ્રવિડ સંસ્કૃતિ હતી. આર્યોએ આ સંસ્કૃતિમાંથી ધ્યાન, યોગસમાધિ, તપ વગેરે તત્ત્વો સ્વીકાર્યાં અને અસૂરોને દાસ બનાવ્યા. આમ આરંભથી જ આર્ય અથવા વૈદિક સંસ્કૃતિ આક્રમક રૂપની રહી હતી. તે પછીના સમય આવ્યો ભગવાન મહાવીર અને બુદ્ધો. બ્રાહ્મણધર્મો આ બે ધર્મનાં અહિંસા, તપ. વગેરે તત્ત્વો સ્વીકારી લીધાં, બૌદ્ધ ધર્મને તે તેણે ભારતમાંથી ઉન્મૂલિત કરી નાખ્યો. આ ‘મીંઢા ’હિન્દુધર્મે ઈસ્લામના વર્ચસ્વ પાસે દાસત્વ સ્વીકાર્યું અને ઈસ્લામને પરાજિત કરવાનો પ્રયત્ન કર્યા. આજે હિન્દુધર્મ સામે પશ્ચિમની સંસ્કૃતિનું આવ્યાહન આવ્યું છે. પશ્ચિમની સંસ્કૃતિ હૃદયને નહીં પણ બુદ્ધિને સ્પર્શે છે : આ નવા પ્રતિબળ સામે હિન્દુધર્મે જીવસાટે લડવાનું રહ્યું. જુની પ્રણાલીઓ, માન્યતાઓ, રૂઢિઓ તૂટતી ચાલી છે અને ઊંચનીચના ભેદ વિના માનવ સમાનતા અને ગૌરવના પાયા ઉપર નવું ચણતર થવા માંડયું છે. છતાં હિંદુધર્મ એમ હારી જાય તેમ નથી : આજે પણ આપણે નાત જાત, વાડા તડાં વગેરે ચામેર જોઈએ છીએ, સ્ત્રીની સ્થિતિ બહુ સુધરી નથી. સમાજપરિવર્તનની આજે મેાટી આવશ્યકતા છે. આ પરિવર્તન‘નહીં થાય તે આપણે જ્યાંના ત્યાં રહીશું. બહેન ધૈર્યબાળાના આ પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિનાં ઉત્તરોત્તર આવતાં સાપાની ઐતિહાસિક સમીક્ષા નજરે આવે છે. પણ એ સમીક્ષા માટે અપનાવાયલા દ્રષ્ટિકોણ વિલક્ષણ છે. ભારતીય સંસ્કૃ તિને તે અનેક સંસ્કૃતિના સંગમસ્થાન – પ્રયાગ—જેવી ગણવામાં આવે છે. પ્રાકૃતમાંથી સંસ્કૃત થવું એના અર્થ જ એ છે કે, અન્યમાં જે કંઈ શુભતત્ત્વ હોય તેના સ્વીકાર કરવા. આ લેખમાં જ આગળ કહ્યું છે તેમ વૈદિક, પૌરાણિક, જૈન, બૌદ્ધ વગેરે અનેક અંગાપાંગાથી ભારતીય સંસ્કૃતિના પુદ્ગલ ઘડાયો છે. હિન્દુધર્મે અન્ય ધર્મો કે પરંપરાઓમાંથી સત્ત્વશીલ તત્ત્વો સ્વીકાર્યાં તે તેને ગુણપક્ષે ગણાય કે દોષપક્ષે ? ભારતીય સંસ્કૃતિના હાથમાં વૈયકિતક અને સામૂહિક માનવજીવનની કોઈ એવી જડ આવી ગઈ છે જેને લીધે સ્થૂલ કલેવરમાં સમયે સમયે ફેરફાર થતા રહેવા છતાં તેનો આત્મા એવા ને એવા જ રહ્યો છે એમ કેમ ન કહી શકાય ? 2 શ્રી ધૈર્મબાળા વેારાના પ્રવચન પછી રાજ્યપાલ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતે ‘ગાંધીજી વિષેનાં સંસ્મરણા' રજૂ કર્યાં હતાં. એક અણ· ઘેડ વેધવાળા નવતર પુરુષના પંડિત માતીલાલ નહેરુના ધનાઢય અને પાશ્ચાત્ય રંગે રંગાયેલા ઘરમાં અને વાતાવરણમાં થયેલા પ્રવેશે અંતે એક આપ્ત વડીલનું સ્થાન અને ગૌરવ એ પુરુષને અપાવ્યાં તેનાં સરળ ભાષામાં શ્રીમતી પંડિતે ઉદાહરણા આપ્યાં હતાં. ગાંધીજીની જીવનદ્રષ્ટિ તરફ આંગળી ચીંધતાં તેમણે કહ્યું કે, 'ગાંધીજી કહેતા કે, “આપણા
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy