SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ પ્રભુજીવન વ્યાખ્યાનમાળા: સમાલાચના પર્યુષણ આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા શુક્રવાર તા. ૧૬-૮-૬૩થી શનિવાર તા. ૨૪-૮-’૬૩ સુધીના નવ દિવસ સુધી યોજાઈ હતી. આ વર્ષે પણ શરીર સ્વાસ્થ્યની સુકુમારતાને કારણે પૂ. પંડિત સુખલાલજીની ગેરહાજરીમાં વ્યાખ્યાનમાળાનું અધ્યક્ષસ્થાન મારે લેવું એમ શ્રી પરમાનંદભાઈના નિમંત્રણને કર્તવ્યબુદ્ધિથી મેં સ્વીકાર્યું હતું અને નવે દિવસનાં વ્યાખ્યાન સાંભળવાની કૃતાર્થતા અનુભવી હતી. અંગ્રેજીમાં નીચેની ઉકિત જાણીતી છે : Would that God the giftie give us To see ourselves as others see us! જીવનદર્શનના સાચા દ્રષ્ટિકોણ રજૂ કરતી આ પંકિતઓના પણ કોઈ વિરલ અપવાદ હશે ? શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રીઓની દ્રષ્ટિથી જોઈએ તો એમણે આપેલું નિમંત્રણ સ્વીકારીને અને નવે દિવસના વ્યાખ્યાનનું સંચાલન કરીને મેં તેમના ઉપર કશાક ઉપકાર કર્યો હાય એમ સામાન્ય રીતે મનાય. પણ સાચી રીતે જોતાં–મારી દ્રષ્ટિએ જોતાં—આ નિમંત્રણ દ્વારા વ્યાખ્યાનમાળામાં સતત ઉપસ્થિત રહેવાથી મને જે વિવિધ અને સમૃદ્ધ વિચાર--સંભારને લાભ મળ્યો છે તે માટે શ્રી પરમાનંદભાઈ અને તેમના સહકાર્યકર્તાઆના મારા ઉપર કેવડો મોટો ઉપકાર થયા છે! . . જૈન ધર્મનું આ પર્વ, બધાં ધાર્મિક પર્વો હોવાં જોઈએ તેમ, આત્મશેાધનનું પર્વ છે. તેમાં ઉપવાસનું અત્યંત ગૌરવ મનાયું છે. શતપથ બ્રાહ્મણમાં એક સ્થળે કહ્યું છે કે: માણસ જ્યારે ઉપવાસ-અનશન--કરે છે ત્યારે દેવા તેની નજીકમાં (ઉપ) વસે છે. માટે અનશનને ઉપવાસ કહેવાય છે. ઉપવાસ કરનારની સમીપમાં દેવેશ વસે છે તેનો અર્થ એમ કરી શકાય કે ઉપવાસનું વ્રત કરનારી વ્યકિત વ્યવહારિક કે સ્વાર્થવિષયક લાભાલાભ કે સુખ--દુ:ખની ગણતરી કરવાની સ્વાભાવિક વૃત્તિ ઉપર સંયમ મૂકી, જીવનનું ધારણ કરનારાં અને જીવનને વિકસિત અને સમૃદ્ધ કરનારાં તત્ત્વો ઉપર નજર માંડે છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ વગેરે સનાતન મૂલ્યા ઉપર નજર માંડે છે; ભગવદ્ગીતાની પરિભાષાનો પ્રયોગ કરીએ તો દૈવીસંપત્તિનો ઉન્મેષ તેનામાં થવા માંડે છે. આત્મશોધન કરવાના અનેક માર્ગો છે. ભગવાન મહાવીર જેવા આર્ષ દ્રષ્ટાઓની વાણીનાં કાવણ અને મનન દ્વારા જેમ એ થઈ શકે તેમ, જીવન અને માનવજીવનના યથાર્થ દર્શનથી પણ થઈ શકે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પહેલા માર્ગની જરા યે ઉપેક્ષા કર્યા વિના આત્મશાધનના આ બીજો માર્ગ સ્વીકારાયો છે. તેમાં બુદ્ધ, મહાવીર, ઈશુ જેવા ધર્મપ્રવર્તકોનાં શાસના, મીરાં, જ્ઞાનેશ્વર, આનંદઘન, જેવા સંતોનાં જીવનવર્ણન અને વચનામૃતા, રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરુષાનાં અવતારકાર્યો-જેવા ધાર્મિક કે ધર્મપ્રધાન વિષ યાનાં નિરૂપણા ઉપરાંત વ્યવહારિક-સામાજિક, રાજકીય, આર્થિક વગેરે-વિષયાની તેમ જ વૈજ્ઞાનિક વિષયોની વિચારણા રજૂ થાય છે. ખરું કહેતાં તો છેલ્લાં બે વર્ષ દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળાએ જે સ્વરૂપ અને આકાર ધારણ કર્યાં છે તે ઉપરથી તેને જ્ઞાનસત્રનું નામ આપી શકાય. કોઈ પણ ભેદભાવ વિના નિમંત્રા યેલા અધિકૃત વકતાઓ પોતપોતાના અભિમત વિષય વિષે અભ્યાસના પરિપાકરૂપ વિચારણાએ રજૂ કરે અને છાતાઓને વિચાર કરવાની પ્રેરણા આપે એવાં વ્યાખ્યાના જ્યાં થાય તે જ્ઞાનસત્ર જ કહેવાય. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાતાં વ્યાખ્યાના બે--ચાર વર્ષ સુધી સાંભળ્યાં હોય તેને આ વ્યાખ્યાનોમાં ‘એનું એ જ આવે છે--કંઈ નવું નથી આવતું એમ સરવાળે લાગવાનો ભય ખરો? આવા ખ્યાલ જેને આવે તેણે આત્મપરિક્ષણ આરંભી દેવું જોઈએ, કારણ કે આ ખ્યાલ દર્શાવે છે કે તેણે શ્રવણ કર્યું છે, પણ મનન R તા. ૧૬-૯-૬૩ આદર્યું નથી. જેણે મનન આરંભ્યું છે તેને તે એક મુદ્દા સાથે અનેક મુદ્દાઓ આતપ્રોત થઈને સંકળાયેલા પડેલા નજરે આવશે, નવાં દ્રષ્ટિબિંદુ દેખાશે અને મનનનું ફલક ઉત્તરોત્તર વિસ્તીર્ણ તેમ જ ઊંડું બનતું જણાશે. આવી મનનની ટેવ જેણે કેળવી હશે તેને એક જ વિષયનું જુદા જુદા દ્રષ્ટિબિંદુઆથી કરાયેલું નિરૂપણ જુદા જુદા વિષયોના નિરૂપણ જેટલું જ દ્યોતક અને રસપ્રદ લાગશે. બીજું માનવનું અંતરંગ અને બહિરંગ ઘડતર જ એવું છે કે તેની સમક્ષ જીવનનાં અંતિમ મૂલ્યોનો ઉપન્યાસ વારંવાર કરવા પડે. સ્થૂળ શરીરના અવયવો માટે તો વિજ્ઞાન કહે છે કે: જે અવયવ લાંબા સમય સુધી નિષ્ક્રિય પડી રહે તે કરમાતું જાય અને અંતે નહિવત થઈ જાય. જઠરના અવયવો યોગ્ય રીતે કામ કરતા રહે તે માટે આપણે અન્નના જથ્થાની પણ જરૂર પડે છે. કેવળ વિટામિન ગાળીએ દ્વારા આવશ્યક શકિત મળી રહે તેમ હોય તો પણ અન્નના જથ્થા વિના આપણે આપણા અત્યારના શરીરનું સ્વરૂપ અને સ્વાસ્થ્ય જાળવી શકીશું નહીં'. તે જ પ્રમાણે સત્યં વવ । ધર્મ પર । વિટામિન--ગાળી જેવાં આ સનાતન સૂત્રથી જ આપણા મનનું અને હ્રદયનું કાર્ય સિદ્ધ થતું નથી. અન્નના જથ્થાની પેઠે આ સૂત્રેાનાં તત્ત્વો જેમાં ગર્ભરૂપે સચવાઇ રહ્યાં હોય તેવાં આખ્યાનો કાવ્યો, ઈતિહાસા, પુરાણા, જીવનચરિત્ર્ય, પ્રસંગા વગેરેના પરિશીલનથી આપણું અન્ત શરીર પાણ અને વર્ધન પામતું રહે છે. સમગ્ર પ્રજાજીવનના સંસ્કરણ માટે દરેક ક્ષેત્રમાં બહોળી પ્રવૃત્તિની આવશ્યકતા રહે છે. એ પ્રવૃત્તિમાંથી પોતપોતાના અધિકાર પ્રમાણે દરેક વ્યકિત યોગ્ય કે અનુકૂળ લાગે તેટલીનું સેવન કરે છે. અહીં જ એક બીજી બાબતનો ઉલ્લેખ કરી લઈએ : મંત્રીશ્રીએ આભારદર્શનવેળા જણાવ્યું હતું કે કેટલાક ભાઈઓએ આ વ્યાખ્યાના સાંભળ્યા પછી બે-ચાર કલાક સુધી પોતે ધંધારોજગારમાં ધ્યાન આપી શકતા નથી એમ તેમણે કહ્યું હતું. આ હકીકત પણ વિચારવા જેવી છે. આનો એક અર્થ એ થયો કે વ્યાખ્યાનોમાં નિરૂપાતી વસ્તુ અને નિરૂપણશૈલી બંને સામર્થ્યવાળાં છે - ‘સાચાં’ છે. જેમ ડૉકટર પેનીસિલીન જેવાં ઔષધનું ઈંજેકશન આપે અને તેનું reaction (પ્રભાવન) ન થાય તા એ ઔષધ સાચું નથી.--બનાવટી છે એમ માનીએ છીએ, તેમ આ વ્યાખ્યાના ાતાઓમાં બે--ત્રણ કલાક સુધી પોતાનો પ્રભાવ જમાવી અને ટકાવી શકે તે બતાવે છે કે આ “ઈંજેકશન સાચાં” છે. પણ વિશેષ અગત્યના પ્રશ્ન એ છે કે આ વ્યાખ્યાનોની અસરથી વ્યવહારમાં-ધંધા રોજગારમાં--મન બેસતું નથી એથી શું સમજવું? આ ‘વિચાર’ અને વ્યવહાર પરસ્પર સંગત નથી એમ સમજવું. ? વ્યાખ્યાન સાંભળવા માટે સારાં, પણ વ્યવહારમાં એના કશા ઉપયોગ નહિ એમ માનવું? ભારતીય જીવનદર્શનની વિશિષ્ટતા એ છે કે આપણે ત્યાં ધર્મ અઠવાડિયામાં એકવાર કે દિવસમાં એકાદ .કલાકમાં જ પાળવાના નથી ધર્મ ચેવીશે ક્લાક અર્થ અને કામના ક્ષેત્રમાં પણ સૂક્ષ્મ રીતે અનુસ્મૂત રહેવા જોઈએ. આ વ્યાખ્યાનોની સાચી અને સંપૂર્ણ સિદ્ધિ ત્યારે જ, થઈ ગણાય, જ્યારે છાતાવર્ગ ની પ્રેરણાથી પોતાના વ્યવહાર--ધંધારોજગાર—વગેરેમાં એની પ્રેરણાને ઝીલી શકે, કેવળ સ્વાર્થલાલુપતા કે લાલસાથી વ્યવહાર કરવાને બદલે માનવતા અને નીતિમા પાયા ઉપર વ્યવહારને પ્રતિષ્ઠિત કરે, અર્દિત્તા ઉપર પ્રતિષ્ઠિત કરે: આ રીતના વ્યવહાર આકાશકુસુમ જેવા કે કેવળ કલ્પનાંતરંગ જેવા નથી, આ લખું છું ત્યારે વર્તમાનપત્રામાં સમાચાર આવ્યા છે કે કુરલાના ચાર--પાંચ વેપારી બંધુઓએ જીવનની જરૂરિયાતની ચીજો પડતર કિંમતે--કથા નફા વિના-વેચવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાચી દિશામાં પ્રથમ પગલાં તરીકે સ્તુત્ય છે. પણ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy